વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 550 ) બાળ ઘડતર થકી વિશ્વ શાંતિની દિશામાં- અભિયાન

“બાળઘડત૨ વિશ્વશાંતિની ગુરુકિલ્લી છે. ” -મનુભાઈ પંચોળી ‘દર્શક’

વી. વી. ના પ્રિય વાચકો,

મારા પ્રિય મિત્ર શ્રી સુરેશ જાનીએ એમને સુરતના શ્રી હસમુખ પટેલ તરફથી મળેલ Parenting for Peace (બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં) અભિયાન અંગેનો એક ઈ-મેલ મને ફોરવર્ડ કર્યો છે .

સૌ વાચકોને બાળકોના ઉત્કર્ષ માટે કામ કરી રહેલ શ્રી હસમુખ પટેલ અને એમના મિત્રોની પ્રવૃતિઓ અને એમના વિઝનની જાણ થાય અને એ માટેના એમના પ્રયત્નોમાં સફળતા મળે એ હેતુથી આ ઈ-મેલ આજની પોસ્ટમાં પ્રગટ કરતાં આનંદ થાય છે .

ગુજરાતના અને ખાસ કરીને સુરત વિસ્તારમાં રહેતા ઈચ્છુક વાલી મિત્રો શ્રી હસમુખભાઈના ઈ-મેલમાં દર્શાવેલા કાર્યક્રમનો લાભ લેશે એવી આશા છે.

આ ઈ-મેલ પાઠવનાર શ્રી પટેલ સુરતના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને બાલ માનસના ઊંડા અભ્યાસી છે .

વેબ ગુર્જરીમાં પ્રગટ એમના એક સુંદર લેખ  “મારું બાળપણ, મારી આજ”  વાંચવાથી શ્રી હસમુખભાઈ પટેલની કલમ અને એમના અભિયાન પરિચય તમને મળશે .

વિનોદ પટેલ

============================================

વ્હાલા મિત્ર,

        આપણે Parenting for Peace (બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં) અભિયાન ચલાવી રહ્યા છીએ. હાલ સુરતના મિત્રો મળી વ્યવસ્થિત રીતે કામ કરી રહેલ છે.

અમારું વિઝન ‘પ્રેમ અને આનંદભર્યા બાળપણ દ્વારા શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ’ છે.

બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે તે જે અનુભવે છે તે શીખે છે. જો તેઓ પ્રેમ અને આનંદ પામે છે તો તે સમાજને પ્રેમ અને આનંદ પાછો આપે છે. જો તેઓ હિંસાનો અનુભવ કરે તો સમાજને હિંસા પાછી મળે છે. જો આપણે સમાજમાં શાંતિ ઈચ્છતા હોઈએ તો આપણે આ વિષચક્ર તોડવું પડશેતેની શરૂઆત બાળઉછેરથી કરવી પડશે.

આ વિભાવનાને આધારે આ પ્રવૃત્તિ રાજયભરમાં વ્‍યવસ્‍થિત રીતે શરૂ થાય તે હેતુથી તા. ૧૯૨૦ જુલાઈના રોજ સુરત ખાતે રાજયકક્ષાનું બે દિવસનું સંમેલન આયોજવામાં આવ્યું હતુંજેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી સામાજીકશૈક્ષણિક સંસ્થાઓમાંથી સક્રિય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો,સંમેલનને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. તે અનુસંધાને ગુજરાતના વિવિધ શહેરોમાં (અમદાવાદરાજકોટસુરતભાવનગરવલસાડવડોદરાકરજણ,નવસારી) અભિયાનના વિઝનને ધ્યાનમાં રાખી Parenting for Peaceના બેનર હેઠળ બાળઉછેરને લગતી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.  

  આ અભિયાનનું કેન્‍દ્રબિંદુ સુરત છે. સુરતમાં નિષ્‍ણાતો ઉપલબ્‍ધ છે જેઓ રાજયમાં અને રાજય બહાર પ્રશિક્ષકો તૈયાર કરવાની તાલીમ આપવા જાય છે. સુરતમાં આ કાર્ય વિશાળ ફલક પર થઇ શકે તેમ છે.  સુરતમાં આ પ્રવૃત્તિનો વ્‍યાપ વધારવા, સુરત આ પ્રવૃત્તિમાં અગ્રેસર રહે તે હેતુથી તા.૧૨/૧૦/૧૪ ના રોજ સુરત ખાતે આવા જ એક એક દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

કાર્યક્ર્મ સ્થળ : એલ.પી.સવાની ઈન્ટરનેશનલ સ્કુલ, ‘વ્હાઈટ હાઉસ’, SUDA આવાસ પાસે, પાલ, સુરત.

લેન્ડમાર્ક : એલ.પી.સવાણી સર્કલથી પશ્ચિમ દિશા તરફ આશરે ૨ કિ.મી, એલ.પી.સવાણી રોડ, અડાજણ.

રજીસ્ટેશન અને બ્રેક ફાસ્ટ : સવારે ૭.૩૦ થી ૮.૩૦ વાગ્યા સુધી

(અગાઉ રાજય કક્ષાના સંમેલન વખતે ભાગ લેવા ઇચ્‍છતા સુરતના ઘણા મિત્રોને વ્‍યવસ્‍થાની મર્યાદાને કારણે સમાવી શકાએલ નહિ. ત્‍યારે તેઓને સુરત માટે અલગ સંમેલન કરવાની ખાતરી આપેલ.) 

સંમેલનનો હેતુ નીચે મુજબ છે.   

(૧)  અભિયાનના ધ્યેય તથા પ્રવૃતિઓ વિશે માહિતી આપવી.

(૨)  આપની વ્‍યકિતગત કે સંસ્‍થાકિય પ્રવૃતિઓ વિશે માહિતી મેળવવી.

(૩)  દરેક સંસ્‍થા/વ્યક્તિ માટે બાળઘડતરના કાર્યક્રમને અમલમાં મુકવા માટે એકશન પ્‍લાન તૈયાર કરવો.

(૪) ભવિષ્યમાં એકબીજાને મદદરૂપ થઇ શકીએજોડાએલા રહી શકીએ તે માટેનું પ્લેટફોર્મ વિચારવું.

(પ) હાલમાં આ અભિયાન જે પ્રવૃત્તિ કરી રહ્યું છે તેનો વ્‍યાપ વધારવા તેમજ નવી પ્રવૃત્તિઓ સામેલ કરવા માટે આપના સૂચનો લેવા.

નોંધઃ- ઉપરાંત બાળઉછેરને લગતાં ૩ પ્રેઝન્‍ટેશનો આપવામાં આવશે. ભાગ લેનારાઓ પ્રશિક્ષક તરીકે તેનો ઉપયોગ કરી શકશે.

        સંમેલનને અંતે અભિયાનમાં જોડાઇ મા-બાપ તથા શિક્ષકોની તાલીમ આપવા નિર્ણય કરનારા લોકોને તે પછીના દિવસોમાં રજાના દિવસે તાલીમ ગોઠવી બાળ ઉછેરને લગતા કુલ-૧૭ પ્રેઝન્‍ટેશનોની તાલીમ તથા C.D. આપવામાં આવશે.

        અમે એવા લોકોને સામેલ કરવા માગીએ છીએ જેઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. અથવા કરવા ઇચ્છુક અને સક્ષમ છે તથા નેતૃત્વ લઇ સમાજના મોટા વર્ગ ઉપર અસર પાડી રહ્યા છે/ પાડવા શકિતમાન છે.

         સંમેલનમાં સહભાગી થવા ઈચ્છુક મિત્રોએ આ સાથે મોકલેલ ફોર્મ અનુકુળ ભાષામાં ભરી ઇ મેઇલ કરશો. વધુ માહિતી માટે શ્રી વૈભવ પરીખ9099010677 પર સંપર્ક કરવો. સંમેલનમાં સુરત બહારના લોકો પણ જોડાઇ શકે છે.

 કૃતજ્ઞતા સહ, 

આભાર સહ

હસમુખ પટેલ 

ફોર્મ માટે નીચે ક્લિક કરો 

Participant’s info Gujarati English

વધુ વિગતો માટે સંપર્ક કરો :

(૧)    ડૉ. રુદ્રેશ વ્યાસ      :      ૯૮૭૯૫ ૩૪૯૧૭ 

(૨)    ડૉ.કમલેશ પારેખ     :     ૯૮૨૪૧ ૩૭૯૪૭

(૩)    ડૉ.સુષ્મા દેસાઇ      :      ૯૮૨૪૩ ૯૯૦૨૯

(૪)   શ્રીમતી ગીતાબેન શ્રોફ :     ૯૮૭૯૦ ૧૧૧૯૩

(૫)   શ્રી વૈભવ પરીખ      :     ૯૦૯૯૦ ૧૦૬૭૭ 

Parenting for Peace Team


12 responses to “( 550 ) બાળ ઘડતર થકી વિશ્વ શાંતિની દિશામાં- અભિયાન

 1. pragnaju ઓક્ટોબર 9, 2014 પર 10:19 એ એમ (AM)

  ખૂબ સરસ માહિતી
  સંમેલનમા ન જ ઇ શકતા માટે સંમેલન ફલશ્રુતી જણાવવા વિનંતિ

  Like

 2. Suresh Jani ઓક્ટોબર 9, 2014 પર 11:26 એ એમ (AM)

  Such are the intiatives common people like us can surely take, without waiting for Govt. or someone else to do.
  Your intiative inspires me to repeat it on GPP.

  Like

 3. Pingback: ( 551) શાંતિનું નોબેલ ઈનામ વિજેતા ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની કિશોરી મલાલા યુસુફઝાઈને

 4. Pingback: ( 551) શાંતિનું નોબેલ ઈનામ વિજેતા ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની કિશોરી મલાલા યુસુફઝાઈને

 5. Pingback: ( 551) શાંતિનું નોબેલ ઈનામ વિજેતા ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની કિશોરી મલાલા યુસુફઝાઈને

 6. Pingback: ( 551) શાંતિનું નોબેલ ઈનામ વિજેતા ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની કિશોરી મલાલા યુસુફઝાઈને

 7. Pingback: ( 551) શાંતિનું નોબેલ ઈનામ વિજેતા ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની કિશોરી મલાલા યુસુફઝાઈને

 8. Pingback: ( 551) શાંતિનું નોબેલ ઈનામ વિજેતા ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનની કિશોરી મલાલા યુસુફઝાઈને

 9. પરાર્થે સમર્પણ ઓક્ટોબર 10, 2014 પર 7:28 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  મનવતા ભર્યા કાર્યને બીરદાવતો મેઇલ અનેક માટે પ્રેરણારુપ બનશે.

  વિનોદનો વિહાર (સફર)કરવામાં મોડો પડ્યો છું તે બદલ માફ કરશો.

  Like

 10. Vinod R. Patel ઓક્ટોબર 10, 2014 પર 8:52 પી એમ(PM)

  આતાજી એ મોકલેલ ઈ-મેલ પ્રતિભાવ ,

  himatlal joshi
  To Vinod Patel

  bahuj saru kaary kari rahya chhe hasmukh bhaai patel ne mara dhany vaad

  Ataai

  Like

 11. Navnit Patel Surat Librarian નવેમ્બર 14, 2014 પર 12:28 એ એમ (AM)

  હું નવનીત પટેલ
  સુરત
  આપનો બ્લોગ બહુ જ સરસ અને સ્કૂલના બાળકોને મદરૂપ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: