વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 12, 2014

( 552 ) ઈ-યુગના આધુનિક ગણેશજી ……. એક ચિત્ર કાવ્ય …… વિનોદ પટેલ

એક મિત્રના ફેસ બુક પેજ ઉપર નીચેના ગણેશજીના ચિત્ર ઉપર મારી નજર અટકી ગઈ !

ચિત્ર મને ગમ્યું .

આ ચિત્ર જોઇને મારા મનમાં જાગેલ વિચાર મંથનોમાંથી આકાર પામી

નીચેની અછાંદસ કાવ્ય રચના . આશા છે આપને એ ગમે.

આ રહ્યું એ ચિત્ર

ગણેશ- ૧

આ રહી  અછાંદસ કાવ્ય રચના

ઈ-યુગના આધુનીક ગણેશજી 

ઈ-યુગના જુઓ આ છે એક આધુનિક શ્રી ગણેશ,

મુષક પર સવાર થઇ,નીકળી પડ્યા દેશ- વિદેશ.

અદાથી ખોળા ઉપર મુક્યું છે જુઓ કેવું લેપ ટોપ

હાથમાં પણ માઉસ ગ્રહી સ્થિર નજરે નિહાળતા,

ઘુમી રહ્યા જુઓ કેવા ધ્યાનથી આખા એ નેટ વિશ્વમાં.

આંગળીઓ રમી રહી બોર્ડ પર કેવી ટપાટપ,

દેખાય ગણેશજી ખુબ ખુશ, નુતન ઉપકરણ પામીને.

શું નિહાળી રહ્યા હશે એક નજરે તેઓ સ્ક્રીન પર,

જોઈ રહ્યા હશે શું મુવી ગણેશ મહિમા યુ-ટ્યુબ પર,

કદાચ ઈ-મેલ મોકલી રહ્યા હશે રિદ્ધિ સિદ્ધિને,

જેમને ઘેર મૂકીને આવ્યા છે આજે શ્રી ગણેશ.

હાથમાં માઉસ અને લેપટોપ સાથે નીકળેલી જુઓ,

સાયબર યુગના ગણેશજી ની મુષક પર સવારી !

કેવી અજબ છે ઈ-યુગના ગણેશજીની આ કથા,

કોપ્યુટર મળતાં જેમને લાડુ ની પણ નથી ચિંતા !

વિનોદ પટેલ

=============================

ટપાલ ટિકિટ પર ગણેશ  “આપણા દેશની ટપાલ ટિકિટો અંગે ખાંખાખોળાં કર્યાં પણ ગણેશ કહેતાં ગણપતિના માનમાં બહાર પાડવામાં આવેલી ટિકિટ મળી નહિ. પણ જ્યાં વધતે ઓછે અંશે હિંદુ ધર્મનો ફેલાવો થયો છે તેવા બીજા કેટલાક પડોશી દેશોએ ગણપતિના માનમાં ટપાલ ટિકિટો બહાર પાડી છે. અહીં તેમાંથી શ્રીલંકા, થાઈલેન્ડ, રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા અને નેપાળે ગણેશજીના માનમાં બહાર પાડેલી ટિકિટો રજૂ કરી છે.”

ગણેશ-૨

સૌજન્ય : ‘સ્ટેમ્પ ઓફ લેટર્સ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’,

“ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2014

————————————-

બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા દેશો ગણેશજીની ટપાલ ટીકીટો બહાર પાડી શકે પરંતુ જે દેશમાં ૭૦ થી ૭૫ ટકા વસ્તી હિંદુ છે એ ભારત દેશમાં કહેવાતા સેક્યુલરોની ટીકાની બીકે સરકાર ગણેશની ટીકીટો બહાર પાડી ના શકે એ કેવું કહેવાય ! 

===================================

ગણ નાયક ગણપતિ શ્રી ગણેશજી ના દરેક અંગો આપણને કોઈને કોઇ જીવન સંદેશ આપે છે

એ એમના નીચેના ચિત્ર ઉપરથી જોઈ શકાય છે .

ગણેશ-૩