વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 552 ) ઈ-યુગના આધુનિક ગણેશજી ……. એક ચિત્ર કાવ્ય …… વિનોદ પટેલ

એક મિત્રના ફેસ બુક પેજ ઉપર નીચેના ગણેશજીના ચિત્ર ઉપર મારી નજર અટકી ગઈ !

ચિત્ર મને ગમ્યું .

આ ચિત્ર જોઇને મારા મનમાં જાગેલ વિચાર મંથનોમાંથી આકાર પામી

નીચેની અછાંદસ કાવ્ય રચના . આશા છે આપને એ ગમે.

આ રહ્યું એ ચિત્ર

ગણેશ- ૧

આ રહી  અછાંદસ કાવ્ય રચના

ઈ-યુગના આધુનીક ગણેશજી 

ઈ-યુગના જુઓ આ છે એક આધુનિક શ્રી ગણેશ,

મુષક પર સવાર થઇ,નીકળી પડ્યા દેશ- વિદેશ.

અદાથી ખોળા ઉપર મુક્યું છે જુઓ કેવું લેપ ટોપ

હાથમાં પણ માઉસ ગ્રહી સ્થિર નજરે નિહાળતા,

ઘુમી રહ્યા જુઓ કેવા ધ્યાનથી આખા એ નેટ વિશ્વમાં.

આંગળીઓ રમી રહી બોર્ડ પર કેવી ટપાટપ,

દેખાય ગણેશજી ખુબ ખુશ, નુતન ઉપકરણ પામીને.

શું નિહાળી રહ્યા હશે એક નજરે તેઓ સ્ક્રીન પર,

જોઈ રહ્યા હશે શું મુવી ગણેશ મહિમા યુ-ટ્યુબ પર,

કદાચ ઈ-મેલ મોકલી રહ્યા હશે રિદ્ધિ સિદ્ધિને,

જેમને ઘેર મૂકીને આવ્યા છે આજે શ્રી ગણેશ.

હાથમાં માઉસ અને લેપટોપ સાથે નીકળેલી જુઓ,

સાયબર યુગના ગણેશજી ની મુષક પર સવારી !

કેવી અજબ છે ઈ-યુગના ગણેશજીની આ કથા,

કોપ્યુટર મળતાં જેમને લાડુ ની પણ નથી ચિંતા !

વિનોદ પટેલ

=============================

ટપાલ ટિકિટ પર ગણેશ  “આપણા દેશની ટપાલ ટિકિટો અંગે ખાંખાખોળાં કર્યાં પણ ગણેશ કહેતાં ગણપતિના માનમાં બહાર પાડવામાં આવેલી ટિકિટ મળી નહિ. પણ જ્યાં વધતે ઓછે અંશે હિંદુ ધર્મનો ફેલાવો થયો છે તેવા બીજા કેટલાક પડોશી દેશોએ ગણપતિના માનમાં ટપાલ ટિકિટો બહાર પાડી છે. અહીં તેમાંથી શ્રીલંકા, થાઈલેન્ડ, રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા અને નેપાળે ગણેશજીના માનમાં બહાર પાડેલી ટિકિટો રજૂ કરી છે.”

ગણેશ-૨

સૌજન્ય : ‘સ્ટેમ્પ ઓફ લેટર્સ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’,

“ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2014

————————————-

બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા દેશો ગણેશજીની ટપાલ ટીકીટો બહાર પાડી શકે પરંતુ જે દેશમાં ૭૦ થી ૭૫ ટકા વસ્તી હિંદુ છે એ ભારત દેશમાં કહેવાતા સેક્યુલરોની ટીકાની બીકે સરકાર ગણેશની ટીકીટો બહાર પાડી ના શકે એ કેવું કહેવાય ! 

===================================

ગણ નાયક ગણપતિ શ્રી ગણેશજી ના દરેક અંગો આપણને કોઈને કોઇ જીવન સંદેશ આપે છે

એ એમના નીચેના ચિત્ર ઉપરથી જોઈ શકાય છે .

ગણેશ-૩

 

 

 

4 responses to “( 552 ) ઈ-યુગના આધુનિક ગણેશજી ……. એક ચિત્ર કાવ્ય …… વિનોદ પટેલ

  1. sahradayi October 16, 2014 at 3:23 AM

    ખુબ સુંદર પ્રસ્તુતિ . આપ સહુને જણાવતા ગર્વ અનુભવું છુ કે આખરે પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ. http://www.pratilipi.com

  2. pravinshastri October 13, 2014 at 2:13 PM

    મજાની કવિતા. શું વ્યાસજીને પણ મારી જેમ આંગળામાં આર્થરાઈટિસ્ટ હતો? મારે કોઈ ગણપતભાઈને લહિયા તરીકે હાયર કરવા છે. કોઈ ધ્યાનમાં હોયતો જણાવજો. બે પૅઇજ / એક લાડુ. આતો આડી વાત પણ કવિતા ગમી.

  3. nabhakashdeep October 12, 2014 at 5:25 PM

    ઈ-યુગના આ છે એક આધુનિક શ્રી ગણેશ,….nice poem.
    Jay Ganesh deva…

    Ramesh Patel(Aakashdeep)

  4. pragnaju October 12, 2014 at 4:53 PM

    હાથમાં માઉસ અને લેપટોપ સાથે નીકળેલી જુઓ,
    સાયબર યુગના ગણેશજી ની મુષક પર સવારી !

    કેવી અજબ છે ઈ-યુગના ગણેશજીની આ કથા,
    કોપ્યુટર મળતાં જેમને લાડુ ની પણ નથી ચિંતા ! ઇ યુગના માઉસે જ ભારતનો કર્યો ઉધ્ધાર
    સુંદર કાવ્યમય રજુઆત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: