ન્યુ જર્સી નિવાસી જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીની કારકિર્દીની યશ કથામાં તાંજેતરમાં જ નીચેનાં ત્રણ પ્રકરણોનો ઉમેરો થયો છે .
૧. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્ય રચના વિશ્વ’ પુસ્તક પ્રકાશન
૨.૨૦૧૪ના વર્ષનો ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ
૩.સુરતના જાણીતા અખબાર ગુજરાત મિત્રની બુધવારીય પૂર્તિ દર્પણમાં માં શરુ થયેલ શ્રી હરનીશ જાનીની મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’
ચાલો, આ દરેક વિષે થોડો વધુ પ્રકાશ પાડીએ ,
૧. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્ય રચના વિશ્વ’ પુસ્તક પ્રકાશન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડૉ. બળવંત જાની એ દરિયાપારી ગુજરાતી સાહિત્યનાં અનેક પાસાંઓમાં થતી રચનાઓનું સંપાદન કરીને ૨૧ પુસ્તકોની શ્રેણી આપી છે. આ શ્રેણીમાં તેઓએ શ્રી હરનીશભાઈ લિખિત ચુનંદા હાસ્ય લેખો નું ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્ય રચના વિશ્વ’ એ નામે પુસ્તક પ્રકાશન કરી આ શ્રેણીમાં ઉમેરો કર્યો છે .
જાણીતા બ્લોગ વેબ ગુર્જરીમાં મિત્ર શ્રી દીપક ધોળકિયાએ આ પુસ્તકનું રસ દર્શન કરાવતો એક સરસ લેખ “ મારી બારી (૨૦) – સ્ટ્રેસહર્તા હરનિશાય જાનીમહોદયાય નમઃ” લખ્યો છે એ વાંચવા જેવો છે .
આ લેખમાં શ્રી ધોળકિયા લખે છે :
“મન પરથી ઓચિંતો જ ભાર ઓછો થઈ જાય, ઉદાસીનાં વાદળો વિખેરાઈ જાય ત્યારે અનુભવાતી હળવાશની લાગણી પ્રસન્નતાના અનેક પ્રકારોની માતા છે. હરનિશભાઈના લેખોમાંથી હાસ્યની માતાનાં કંકણોનો ‘ખન’કાર સંભળાય છે. એટલે જ હું હરનિશભાઈને હાસ્યલેખક કહેવા કરતાં પ્રસન્નતાના લેખક કહેવાનું પસંદ કરીશ. ઉપર મથાળામાં મેં એમના માટે ‘સ્ટ્રેસહર્તા’ વિશેષણ બનાવીને વાપર્યું છે તેનું કારણ એ કે આ પુસ્તકમાં લેવાયેલા લેખો વાંચીને સ્ટ્રેસ ઓછો થાય છે.”
આ પુસ્તક પહેલાં એમનાં બે પુસ્તકો ‘સુધન’ અને ‘સુશીલા’ પ્રકાશિત થઈ ગયાં છે અને એ બન્ને પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એવોર્ડ વિજેતા થયાં છે .એમના હાસ્યનિબંધોના પુસ્તક ‘સુશીલા’ને 2009નું ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું ‘શ્રી જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ પણ મળ્યું છે.
હરનિશભાઈના હાસ્ય રસના નમુના તરીકે રીડ ગુજરાતી નાં સૌજન્યથી એમનો લેખ
“શ્રી જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક મળ્યા પછી….’ વાંચો .)
૨.૨૦૧૪ના વર્ષનો ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ
ગુજરાતી હાસ્ય સાહિત્યના ક્ષેત્રે શ્રી હરનીશભાઈ એ બતાવેલ તેજસ્વિતાની કદર રૂપે ગુજ, લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા – GLAofNA-એ એમના ૧૨-૧૪ સપ્ટેમ્બરના નવમા સાહિત્ય સંમેલનમાં એમને ૨૦૧૪ના વર્ષનો ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો .
આ પ્રસંગની આ રહી બે બોલતી તસ્વીરો


એવોર્ડ સ્વીકાર પ્રવચન કરી રહેલ શ્રી હરનીશ જાની
આ પ્રસંગે એમને અભિનંદન આપતાં મેં અંગ્રેજીમાં મારા ઈ-મેલમાં લખ્યું હતું કે ….
Dear Harnishbhai
My Hearty Congratulations to you on your winning
Chunilal Velji Mehta 2014 award at GLAofNA.
This is one more feather in the cap of your literary achievements,
which you rightly deserve.
With regards,
Vinodbhai
હરનીશભાઈ એ આના જવાબમાં લખ્યું હતું ,
આભાર,વિનોદભાઈ,
આવો જ પ્રેમભાવ હમેશાં રાખશો . તમારી કોમેંટ કાયમ મને પ્રોત્સાહિત કરે છે.
હરનીશ જાની
૩.ગુજરાત મિત્રમાં શ્રી હરનીશ જાનીની મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’
સુરતના ‘ગુજરાતમીત્ર’ની બુધવારીય ‘દર્પણ પુર્તી’માં તારીખ Sept 10. 2014 થી ન્યુ જર્સી નિવાસી આ અમેરીકાના લોક પ્રિય હાસ્ય–લેખક હરનીશ જાનીની મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ શરુ થઇ ચુકી છે .આ કોલમને વાચકોનો સારો પ્રતીસાત મળી રહ્યો છે .
૫મી એપ્રિલ, ૧૯૪૧માં ગુજરાત, રાજપીંપળામાં જન્મેલ હાલ ૭૩ વર્ષના હરનીશભાઈએ એમના જીવનનો લગભગ અડધો સમય વતન ભારતમાં વિતાવ્યો છે . આથી તેઓ અમેરિકા અને ભારતમાં જીવાતા સમાજ જીવનનો વિશદ અનુભવ ધરાવે છે .આને લીધે એમની આ અખબારી કોલમમાં તમને બે દેશોના એમના અનુભવોના નીચોડનો આસ્વાદ એમની આગવી મજાની આકલન શૈલીમાં ચાખવા મળશે .
સુરતના જાણીતા અખબાર ગુજરાત મીત્રની બુધવારીય ‘દર્પણ પુર્તી’માં એમની આ કોલમમાં તારીખ ૧૦મી સપ્ટેમ્બરે પ્રગટ થયેલો એમનો પ્રથમ લેખ ‘આ અમેરીકા; આ NRI’ ને નીચેની પી.ડી.એફ ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને વાચો .
હરનીશ જાની- ગુજરાત મિત્રની કોલમમાં પ્રથમ લેખ- ‘આ અમેરીકા; આ NRI’
ત્યારબાદ આ બુધવારીય ‘દર્પણ પુર્તી’માં હરનીશ ભાઈ બીજા ત્રણ લેખો પ્રગટ થયા છે એનો આસ્વાદ પણ નીચેની લીંક ઉપર ક્લિક કરીને લઇ શકાશે .
તારીખ ૧લી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ બીજો લેખ .
૨. દાને દાને પે લિખા હૈ -હરનીશ જાની
તારીખ ૮મી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ ત્રીજો લેખ
૩.‘બાપા કરે તે યોગ અને બાબો કરે તે યોગા !..’
તારીખ ૧૫મી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ પ્રગટ ચોથો લેખ
આ લેખમાં ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિષે વાત કરવામાં આવી છે .
૪. ‘ખાતો નથી, ખાવા દેતો નથી..’ હરનીશ જાની
આશા છે એમના ઉપરના લેખો વાંચીને આપને શ્રી હરનીશભાઈની નિવૃતિની સકારત્મક પેદાશ સમા ગુજરાત મિત્રની બુધવારીય પૂર્તિ દર્પણ કોલમ” ફિર ભી દીલહૈ હિન્દુસ્તાની” માં નિયમિત રીતે પ્રગટ થતા એમના વધુ લેખો વાંચવાનું મન કરશે .
=======================
શ્રી હરનીશભાઈનો પરિચય

Harnish Jani
મારા મિત્ર શ્રી સુરેશ જાની સંપાદિત બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય માં હરનીશભાઈ એ મજાકિયા અદાથી કરાવેલ પરિચય ઉપરનાફોટા ઉપર ક્લિક કરીને વાંચો અને જાતે જ ખાત્રી કરી લ્યો.
“ હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી.
એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી !
અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું.
વાતો ગમે છે. માણસો ગમે છે…”-હરનીશ જાની
હરનીશભાઈનું નામ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય જગતમાં અજાણ્યું નથી .
એમના હાસ્ય લેખો/કાવ્ય રચનાઓ ઘણા ગુજરાતી બ્લોગોમાં અને સામયિકોમાં જોવા મળે છે.
છેલ્લે , ઘણા ગુજરાતી બ્લોગોમાં અને નવનીત સમર્પણ અને લંડનના ઓપીનીયન જેવાં જાણીતાં પ્રકાશનોમાં સ્થાન પામેલ હરનીશભાઈની આ કાવ્ય રચનાને પણ સાથે સાથે માણો.
ફોર્થ ઓફ જુલાઈ
વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.
વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.
તમારા બાળકોનું વતન છે આ તો .
ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.
લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.
બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.
અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .
સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.
જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.
જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.
વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.
કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં
આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો
કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.
હરનિશ જાની-યુ.એસ.એ.
(રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–
સંપર્ક :
harnishjani5@gmail.com
Phone 609-585-0861
* Cell 609-577-7102
==============================
આ લેખમાં પ્રસ્તુત ગુજરાત મિત્ર ની કોલમ માં પ્રગટ શ્રી હરનીશ ભાઈના લેખોની પિ.ડી.એફ. ફાઈલો ઈ-મેલમાં મોકલવા માટે સુરતના આદરણીય મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો હું આભારી છું.
વાચકોના પ્રતિભાવ