વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 555 ) આજનો વિડીયો …. એક અનોખો કલાકાર …. હાથીનું ચિત્ર દોરતો હાથી !

એક અનોખો ગજ કલાકાર …. હાથીનું ચિત્ર દોરતો હાથી !

કોઈ એમ કહે કે  એક હાથી કલર અને બ્રશથી  બોર્ડ ઉપર કાગળમાં એનું જ ચિત્ર દોરે છે તો 

તમે જરૂર ના માનો .ટાઢા પહોરનાં ગપ્પાં જેવું જ લાગે !

પરંતુ તમે નીચેના વિડીયોમાં ખરેખર એક હાથી ને એમ કરતાં જોશો તો તમારે જરૂર માનવું જ 

પડશે કે ના વાત તો સાચી છે  .

એક મનુષ્ય કલાકારની માફક જ ચિત્ર દોરતો આ હાથી એના કામમાં કેટલો મગ્ન થઇ જાય છે, બે ઘડી

વિચાર પણ કરે છે અને ખુબ જ શાંતિથી એનો બ્રશ કાગળ ઉપર એક કલાકારની અદાથી ફેરવે છે એ

જોઇને અચંબામાં પડી જવાય છે .

આ અનોખા અને અજુબા કલાકારને ચિત્ર  બનાવતાં જોઈ લાગે છે કે જાડી ચામડીના હાથીમાં પણ

ભગવાને કેવી સૂઝ અને બુદ્ધિ મૂકી છે. !

અંગ્રેજીમાં એમ કહેવાય છે કે Practice makes a man perfect . 

આ કલાકાર હાથીને જોઇને એ કહેવતમાં સુધારો કરવો પડે કે 

Practice makes a man and an  animal perfect .

જો ખંતથી સતત મહેનત કરીએ તો શું સિદ્ધ કરી શકાય છે એ આ ગજ કલાકાર આ વિડીયો

દ્વારા આપણે સૌ મનુષ્યોને શીખવે છે . 

અગાઉની એક પોસ્ટમાં આધુનિક યુગના ગણપતિ વિશેનું ચિત્ર કાવ્ય તમે વાંચ્યું હશે . ગણપતિ 

બુદ્ધિના દેવ તરીકે ઓળખાય છે એ આ વિડીયો પુરવાર કરે છે .

Elephant Painting An Elephant-Simlpy Amazing

7 responses to “( 555 ) આજનો વિડીયો …. એક અનોખો કલાકાર …. હાથીનું ચિત્ર દોરતો હાથી !

 1. pragnaju ઓક્ટોબર 16, 2014 પર 4:46 પી એમ(PM)

  વાહ
  હાથીને માટે કાંઇ બહુ ખાસ ચોક્કસ શબ્દો અગર વપરાતી ભાષાનો કાંઈ નિર્ણય નથી. તેમ જ હાથીના મહાવતો ઘણે ભાગે સાધારણ સ્થિતિના તથા અજ્ઞાન હોય છે. તેથી કરી તેઓ જે શબ્દોનો અપભ્રંશ કરીને કામ ચલાવે છે. તેમ જ વળી જ્યારે તે હાથી પોતાના સંપૂર્ણ અંકુશમાં આવે ત્યારે તે પોતાને જ કામ આપે તેવા પોતાના ખાનગી બનાવેલા શબ્દો વાપરે છે

  Like

 2. ગોદડિયો ચોરો… ઓક્ટોબર 16, 2014 પર 8:16 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  એક અવનવી અનોખી કહાની આપે સચિત્ર વણવી તે બદલ ખુબ આભાર

  Like

 3. nabhakashdeep ઓક્ટોબર 17, 2014 પર 1:31 પી એમ(PM)

  હાસ્યને નિસ્પન કરવું એ એક કસબ છે , ને શ્રી હર્નિશભાઈ નીવડેલા કસબી છે. તેમનું દરેક વાક્ય વાંચવું એટલે એક લ્હાવો માણવો..અમે પણ હળવા ભાવે કહીએ..આપણા બધા કરતાં નવીન ગતકડું જ મળે.

  હાથીની કલા ક્ષમતા ને સન્માનીયનું સન્માન…અમે આગવી ખુશી ઝીલી લીધી. સરસ માહિતીસભર સંકલન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. aataawaani ઓક્ટોબર 17, 2014 પર 3:18 પી એમ(PM)

  પ્રિય વિનોદ ભાઈ હાથી ની ચિત્ર કળા ખરેખર માનવામાં ન આવે એવી છે . તમે આવો સંઘ્રહ રાખ્યો એ બદલ તમને અભિનંદન ,હાથીને ટ્રેનીંગ આપનાર મહાવતને પણ અભિનંદન અને ચિત્ર કાર હાથીને લાખો અભિનંદન

  Like

 5. dee35 ઓક્ટોબર 18, 2014 પર 8:25 એ એમ (AM)

  જો હાથીભાઇને વાચા આપી હોતતો તે શુંનુ શું કરી નાખત?

  Like

 6. aataawaani ઓક્ટોબર 18, 2014 પર 8:39 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  આનું નામ પ્રેમની પરાકાષ્ટા
  બહુ સરસ વાત અને બંને વિડીયો સરસ હતા .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: