વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 557 ) શુભ દીપાવલી ….. નુતન વર્ષાભિનંદન …. ( દીપોત્સવી અંક )

વિક્રમ સંવત ૨૦૭૦ નું  એક વધુ વર્ષ પુરું થઇ ગયું અને આવીને ઉભા નવા સંવત વર્ષ ૨૦૭૧ ના પગથારે દિલમાં નવી આશાઓ અને નવા અરમાનોનોના  દીવાઓનો પ્રકાશ લઈને …..

દિવાળી અથવા દીપાવલી એટલે જ પ્રકાશનું પર્વ.

હિંદુ ધર્મના આ માનીતા અને જાણીતા પર્વ દીપાવલીમાં બહારનો દીવાઓની હાર ( દીપાવલી ) નો પ્રકાશ તો થાય જ છે એની સાથે આંતરિક એટલે કે આત્માના  પ્રકાશનો પણ આ તહેવાર છે.

દિવાળી વિષે આપણા આદ્ય કવિ દલપતરામે ગાયું ………

દિવાળીના  દિવસોમાં ઘર ઘર દીવા થાય

ફટાકડા તો બહું ફૂટે બાળકો હરખાય

આ દિવાળીના પર્વ વિષે વિગતે માહિતી વિકિપીડીયાની આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .

==========================

ચાલો, વિનોદ વિહારના આજના દીપોત્સવીના અંકમાં દિવાળી-નવા વર્ષ અંગેની

નીચેની સાહિત્ય પ્રસાદી માણીએ

લ્યો આવી ગઈ દિવાળી………અનિલ ચાવડા

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

અનિલ ચાવડા

===================

દિવાળી  અને નવું -બેસતું વર્ષ…… ચીમન પટેલ “ચમન”

દિવાળી

કંઈ દિવાળીએા આવીને ગઈ !
સાપ ગયા ને લિસોટા રહ્યા ભઈ.
કંઈ દિવાળીએા આવીને ગઈ!

સાફ કરે સહું પોતાના ઘર
દિવો પ્રગટાવે અંધકાર પર
સારા કપડાં પહેરીને સૌ ફરે
બને વાનગીઓ સારી ઘરે ઘરે.

દિલની સાફસુફી કરવાની રહી,
કંઈ દિવાળીએા આવીને ગઈ!

પૂજન કરી મેળવવું છે સુખ
દેવ દર્શનથી દૂર કરવું દુઃખ
મંદિરમાં જઈ પ્રદિક્ષણા ફરે
ભાથુ ભાવીનું આ રીતે ભરે.

કૃપા પ્રભુની હજુ નથી રે થઈ,
કંઈ દિવાળીએા આવીને ગઈ!

સાફ કરે સૌ અંદરના ઘર
રાખે અમિદ્રષ્ટિ સૌની પર
પ્રેમ પૂજન કરી મેળવે સુખ
દૂર કરે જે દુઃખીએાનંુ દુઃખ

શાંતિ ઘરની સૌની લુંટાઈ રહી,
કંઈ દિવાળીએા આવીને ગઈ!

કેવા જોઈએ ચમનને સાચું
ભલે લાગે કોઈને કડવું ને ખાટું
હરિફાઈ ચાલી છે મંદિરોમાં જયાં
વાનગીઓ અનેક અન્નાકૂટમાં ત્યાં

ભગવાન ભાવનાનો ભૂખ્યો ભઈ,
કંઈ દિવાળીએા આવીને ગઈ!

— ચીમન પટેલ ચમન

નવા વર્ષે!
(
નવા વર્ષે મળેલ અંગ્રેજી સંદેશા પરથી)

આભાર માનું એમનો;
જેમણે-
સંભાળ ખૂબ તો મારી લીધી,
મૂંઝવણ મારી હટાવી દીધી.

આભાર માનું એમનો;
જેમણે-
ચિંતા કરી છે આજ સુધી મારી,
સાથ, એકલતામાં આપી ભારી.

આભાર માનું એમનો;
જેમણે-
તરછોડી મને, એવી તો ખરી સમજણ દીધી,
ગયા નથી દિવસ કોઇના સરખા, આજ સુધી.

આભાર માનું એમનો;
જેમણે-
ધીક્કાર્યો છે, મને એકલાને આજ સુધી,
મજબૂત બનવાની એમણે જ સૂઝ દીધી.

આભાર માનું એમનો;
જેમણે-
રસ, મારા જીવનમાં ઊતરી લીધો;
હું જે છું,એમણે તો બનાવી દીધો!

ચીમન પટેલ ‘ચમન’

==================

વી.વી ના આ દીપોત્સવી અંકમાં સુરત નિવાસી નવોદિત હાસ્ય લેખિકા અને મારાં નવીન ફેસ બુક મિત્ર શ્રીમતી કલ્પના દેસાઈના હાસ્ય લેખોના બ્લોગ લપ્પન–છપ્પન માં પ્રગટ દિવાળી પર્વના ટાણેનીચેનો પ્રસંગોચિત હળવો લેખ માણો.

જીવનના આનંદની ગુરુચાવી……ઘુઘરા જેવો સ્વભાવ

કલ્પના દેસાઈ

દિવાળીના આ એક અઠવાડિયામાં તો આપણે, સાપ કાંચળી ઉતારે એમ બધું જૂનું, સડેલું, ફાટેલું, તૂટેલું ત્યાગીને નવો અવતાર ધારણ કરવાનાં હોઈએ એટલા ઉત્સાહમાં થનગનતાં હોઈએ. ફક્ત બહુ મથવા છતાં કે ફાંકો રાખવા છતાં કે લોકોને સલાહ આપવા છતાં ને નવા વરસે સંકલ્પો લીધા છતાં, પોતાના સ્વભાવને રવાના કરી શકતાં નથી !

 શ્રીમતી કલ્પના દેસાઈનો આ પૂરો લેખ

લપ્પન–છપ્પનની  આ લીંક ઉપર વાંચી થોડું હસી લઈને નવા વર્ષનું સ્વાગત કરો. 

Diwali- DEVIKA

(ફોટો સૌજન્ય-ગુગલ ઈમેજ )

દિવાળીના પર્વે આ મહાન કવી ઉ.જો.રચિત પ્રભુને કરેલ આ 

પ્રાર્થનાનું મનમાં રટણ કરીએ અને માગીએ કે ખુમારી પૂર્વક જીવી શકાય તેવું જીવન

પ્રભુ આપણને આપે. 

છેલ્લી યાચના …….ઉમાશંકર જોશી

આ છેલ્લી યાચના આપ પાસે,

મારા ઉંડા છેક અંતસ્થલેથી

છેદી નાખો ક્ષીણતા સર્વ મારી

પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી !

સુખોને ય જીરવી જાણવાની

શક્તિ દેજો દુઃખમાં એહવી કે

દુઃખો મારાં શાંત મોંએ હસીને

પોતે પોતાની જ પામે ઉપેક્ષા.

શક્તિ દેજો ભક્તિની નાથ એવી

જેણે મારા કર્મ સાફલ્ય પામે

જેણે મારાં દુન્યવી સ્નેહ પ્રેમ

મ્હેંકી ઉઠે પુણ્યના પોયણાં શાં,

કંગાલોને જ્ઞાનહીણાં કરું ના,

જાલીમોને પાય ઝૂકી પડું ના,

ઉંચે માથે ક્ષૂદ્રતાની વચાળે

ચાલું એવી શક્તિ આપો, પ્રભુજી !

શક્તિ દેજો આપને પાય નામી

પોતાને હું સ્થિર રાખું સદૈવ.

– ઉમાશંકર જોષી

========================

વાચક મિત્રો,

ગત વર્ષ દરમ્યાન આપ સૌએ આપેલ સહકાર અને પ્રોત્સાહન બદલ આપનો દિલથી આભાર માનું છું .

નવા વરસે પણ એવો જ સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.

મારી એક હાઈકુ રચના

વી.વી .મિત્રોને

દિવાળી,નવું વર્ષ,

મુબારક હો.   

વિનોદ પટેલ

 

વિનોદ વિહારના સૌ વાચક મિત્રોને શુભ દિપાવલી અને નવા વર્ષે પ્રભુની કૃપાના પાત્ર

બનો એવી હાર્દિક શુભ કામનાઓ સહીત-

શુભ દીપાવલી….નુતન વર્ષાભિનંદન …… સાલ મુબારક

Diwali greetings -1

Share the fragrance…

———————————

આભાર સૌજન્ય

શ્રી અનીલ ચાવડા, શ્રી ચીમન પટેલ , સ્વ.ઉમાશંકર જોશી,શ્રીમતી કલ્પના દેસાઈ, વિકિપીડિયા 

 

 

19 responses to “( 557 ) શુભ દીપાવલી ….. નુતન વર્ષાભિનંદન …. ( દીપોત્સવી અંક )

 1. aataawaani November 27, 2016 at 5:40 AM

  પ્રિય વિનોદ ભાઈ
  નવા વરસની શુભેચ્છાઓ

 2. aataawaani November 3, 2016 at 4:52 PM

  Google Translate Community
  Translate words and phrases into your language
  Check the quality of many translations
  Your help will enhance translations for millions of users.
  My Badges
  My Stats
  1
  English › Gujarati

 3. chandravadan October 22, 2014 at 4:05 PM

  Vinodbhai,
  Wishing you HAPPY DIWALI/NEW YEAR.
  Nice Post !
  Hope you like the Book I had mailed you.
  Chandravadan
  http://www.chandrpukar.wordpress.com
  See you @ Chandrapukar !

 4. P.K.Davda October 22, 2014 at 6:24 AM

  સુંદર દિવાળી અંક પ્રગટ કરવા બદલ અભિનંદન. નવા વરસની સુંદર શરૂઆત. વાહ ! વિનોદભાઈ વાહ!

 5. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી' October 22, 2014 at 4:21 AM

  આદરણીય શ્રી વિનોદભાઈ,

  દીપાવલી ના શુભ પર્વ પર અપને તેમજ આપના પરિવારજનને પ્રભુ શક્તિ અર્પે તેમજ આરોગ્ય – સંપદા અને સુખથી આપનું જીવન ભરી દે તેવી શુભકામના -શુભેચ્છાઓ સાથે નૂતન વર્ષાભિનંદન.

  ‘દાસ’
  ‘દાદીમા ની પોટલી પરિવાર’
  લંડન

 6. પરાર્થે સમર્પણ October 21, 2014 at 5:07 PM

  દિપાવલીની શુભકામના…નવા વરસનાં વધામણાં…. કાવ્ય
  ==========================================

  આપને તેમજ સર્વે કુટુંબીજનોને દિપાવલીની શુભ કામના

  નવલા વર્ષના શુભાભિનંદન.

  ==================================
  રાગ= ચાંદીકી દીવાર ના તોડી ..( ફિલ્મ- વિશ્વાસ)
  =================================================

  આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને

  બેહજાર ઇકોતેરનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

  વાઘબારશથી શરુ થતા નવલા દિનોને મનમાં ભરી લઇએ

  ધનતેરશે લક્ષ્મી પુજન દેવાધિદેવ કુબેરજીનું અર્ચન ધરીએ

  કાળી ચૌદશે હનુમાન પુજાથી(૨) સર્વે વિનાશકોને ભગાવો ને … આવ્યો.

  ઉલ્હાસ ઉમંગના પર્વનું તન મન ધનથી અનેરું સ્વાગત કરીએ

  સુંવાળી મઠિયાં મિઠાઇ થકી માનવંતા મહેમાનોને આવકારીએ

  અંતરમાં તો દિવડાને પ્રગટાવી (૨)શુભ દિપાવલીને વધાવો ને …આવ્યો.

  =====================================

  સ્વપ્ન જેસરવાકર

 7. Pingback: (559) લક્ષ્મીતણો આ તહેવાર, બાપડો… કોડીયું ..(કાવ્ય )… – જુગલકીશોર વ્યાસ ….દીપોત્સવી અંક ભાગ -૩ | વિનો

 8. Pingback: (558 ) દિવાળી- તહેવારોનું સ્નેહ સંમેલન..સંકલનઃ શ્રી વિનોદભાઇ માછી/ દીપોત્સવી અંક ભાગ-૨ | વિનોદ વિહાર

 9. nabhakashdeep October 20, 2014 at 11:43 AM

  દિવાળીનો ઉમંગ છલકાવતો, મીઠાઈ જેવું જ મધ રસીલું વાંચન માણી ખૂબ જ આનંદ થયો. આવા જ દીપાવલિના ઉજાશ હૈયે ધરી…શુભ દિવાળી ને નવા વર્ષે આવી જ તાજગીસભર પોષ્ટોની રંગોળી પૂરતા રહો..એવી શુભેચ્છાઓનો પુષ્પ ગુચ્છ…આદરણીયશ્રી વિનોદભાઈ..જય જય યોગેશ્વર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 10. pravinshastri October 20, 2014 at 4:01 AM

  દળદાર દિપોત્સવી અંક. વિનોદભાઈ તમે વય વ્યવહારમાં વડીલ છો. મારા સાદર વંદન. આપ અને આપના બ્લોગના સૌ મુલાકાતીઓને પણ દિવાળી અને આગામી નૂતન વર્ષની શુભકામનાઓ અને શુભેચ્છાઓ.

  જો ધ્યાવે ફલ પાવે, દુખ બિનસે મનકા
  સુખ સંપત્તિ ઘર આવે કષ્ટ મીટે તનકા

 11. Vinod R. Patel October 19, 2014 at 8:04 PM

  કલ્પનાબેન દેસાઈ નો ઈ-મેલ પ્રતિભાવ

  From-Kalpana Desai

  To Vinod Patel

  સ્નેહીશ્રી વિનોદભાઈ,
  તમને સૌને નવા વર્ષના અભિનંદન.
  ઘૂઘરાનો તો જેટલો પ્રચાર થાય એટલો સારો.
  આભાર.
  કલ્પના દેસાઈ

 12. dee35 October 19, 2014 at 6:37 PM

  શ્રીવિનોદભાઇ, આપને પણ નૂતનવર્ષાભિનંદન.

 13. M.D.Gandhi, U.S.A. October 19, 2014 at 4:57 PM

  આપને અને સૌ કુટુંબીજનોને પણ શુભ દિવાળી અને સાલ મુબારક

 14. pragnaju October 19, 2014 at 4:53 PM

  શુભ દીપાવલી ….. નુતન વર્ષાભિનંદન

  • Vinod R. Patel October 19, 2014 at 8:08 PM

   આભાર ….પ્રજ્ઞાબેન ,
   આપને અને સૌ કુટુંબીજનોને શુભ દિવાળી અને સાલ મુબારક

 15. ગોવીન્દ મારુ October 19, 2014 at 4:17 PM

  દીપાવલીના દરેક પર્વ માટે અને નુતન વર્ષની હાર્દીક શુભકામનાઓ..

 16. Suresh Jani October 19, 2014 at 12:51 PM

  નૂતન વર્ષાભિનંદન. સાલ મુબારક.

  • Vinod R. Patel October 19, 2014 at 12:57 PM

   આભાર ….સુરેશભાઈ ,
   આપને અને સૌ કુટુંબીજનોને પણ શુભ દિવાળી અને સાલ મુબારક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: