વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 563 ) જમીન પર રહીને એક ઉંચી ઉડાન…..(સત્યકથા પર આધારિત)…..સુરેશ જાની

સુરેશ જાની

સુરેશ જાની

મારા સહૃદયી અને સાહિત્ય પ્રિય મિત્ર શ્રી સુરેશ જાનીની એક સત્યઘટનાત્મક પ્રેરક કથા “જમીન પર રહીને એક ઉંચી ઉડાન” ઈ-વિદ્યાલય બ્લોગ અને એમના બ્લોગ સૂર સાધના તથા નીરવ રવે બ્લોગમાં વાંચી . વારંવાર વાંચવા છતાં દરેક વખતે આ વાર્તા દિલને સ્પર્શી ગઈ હતી .

આ સત્ય કથામાં મલય નામના એક નવા યુગના યુવાનની ગામડામાં ગીલ્લી ડંડા રમતા એક ગામઠી નિશાળીયામાંથી છેક લન્ડનની વિખ્યાત મલ્ટિનેશનલ કમ્પનીની ઓફિસમાં ઉચ્ચ સ્થાને એ પહોંચ્યો ત્યાં સુધીની એના જીવનના ઉડાનની કથા કહેવામાં આવી છે. ઉડાન હવામાં જ થાય છે એવું ઓછું છે ? જમીન ઉપર રહીને પણ મલયની જેમ કારકીર્દીના આકાશમાં ઉડાન શક્ય છે જ એમ લેખકે બખૂબી એમની આ વાર્તામાં સાબિત કર્યું છે .લેખક કહે છે એમ  ‘જમીન પર રહીને’ શબ્દો ખાસ ઉદ્દેશથી વપરાયા છે. ‘Down to earth.’

વિનોદ વિહારના વાચકોને  માટે આ  ગમતીલી સત્ય કથાને આજની પોસ્ટમાં રી-બ્લોગ કરતા આનંદ થાય છે.

આવા સદ સાહિત્યથી નવા વર્ષની શરૂઆત શક્ય બનાવવા માટે લેખક શ્રી સુરેશભાઈનો આભારી છું.

ખાસ કરીને યુવાન પેઢી માટે આ વાર્તા માર્ગ દર્શક બનશે એવી આશા રાખું છું.  

વિનોદ પટેલ

=====================

 Flying in sky

જમીન પર રહીને એક ઉંચી ઉડાન

“ચલને અલ્યા મલય! આપણે ગીલ્લી દંડા રમીએ. “

ધુળિયા ગામડાના મલયને એના જીગરી દોસ્તે લલકાર્યો.

મલય તાકોડી હતો, એના બાવડામાં ગામડિયા કિશોરની તાકાત ભરી પડી હતી.

મલયે પહેલે જ ધડાકે

દડો એવો ઠોક્યો કે, ગીલી છેક જઈને પડી….

ક્યાં ?

છેક લન્ડનની મલ્ટિનેશનલ કમ્પનીની ઓફિસમાં! 

કેમ અચંબો પામી ગયા ને?

એ રહસ્યનો તાગ મેળવવા તમારે નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરી,

તમારી ગિલ્લી ફટકારવી પડશે !

malay

3 responses to “( 563 ) જમીન પર રહીને એક ઉંચી ઉડાન…..(સત્યકથા પર આધારિત)…..સુરેશ જાની

 1. Suresh Jani ઓક્ટોબર 25, 2014 પર 3:47 પી એમ(PM)

  મારી વાર્તા રિબ્લોગ કરી; એ તો જરૂર ગમ્યું.પણ….
  આજની પેઢી દિશાહીન બની ગઈ છે; એ માન્યતાને ખોટી સાબિત કરતા અનેક મલયો અને માલતીઓ અસ્તિત્વ ધરાવે છે – એ સત્યનો સાક્ષાત્કાર નવી પેઢીનાં અનેક યુવાન / યુવતિઓને આવી સત્યકથાઓ કરાવે અને તેમના અનેક તનાવોથી ભરેલા જીવનમાં અમી છાંટણા જેવી પ્રેરણાનું સિંચન કરે – એ જ એક દિલી આરજૂ..

  सर्वेsत्र सुखिनः सन्तु ।

  Like

 2. hirals ઓક્ટોબર 26, 2014 પર 1:11 એ એમ (AM)

  >>વારંવાર વાંચવા છતાં દરેક વખતે આ વાર્તા દિલને સ્પર્શી ગઈ હતી .

  that is the beauty of real life stories. 🙂 isn’t it?

  Now please share more such ‘kathabij’ or ‘storeis’ with us. Through Evidyalay we can spread such positive messages among many students as well young parents and teachers.

  Like

 3. pragnaju ઓક્ટોબર 26, 2014 પર 9:08 એ એમ (AM)

  એ સત્યનો સાક્ષાત્કાર નવી પેઢીનાં અનેક યુવાન / યુવતિઓને આવી સત્યકથાઓ કરાવે અને તેમના અનેક તનાવોથી ભરેલા જીવનમાં અમી છાંટણા જેવી પ્રેરણાનું સિંચન કરે – એ જ એક દિલી આરજૂ..
  અમારી પણ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: