વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 567 ) અખંડ ભારતના શિલ્પી – સરદાર વલ્લભભાઈ પટેલ – એક સ્મરણાંજલિ

Sardar Vallbhbhai- Quote

સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦)

૩૧મી ઓક્ટોબર , એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર

વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીનો દિવસ છે .

સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના એકીકરણનું અશક્ય કામ કરી બતાવી ભારતના રાજકીય ઇતિહાસમાં એક દુરંદેશી નેતા તરીકે એમનું નામ અમર કરી ગયા છે.સ્વ.વલ્લભભાઈની નેતુત્વ શક્તિ ગજબની હતી અને એટલે જ તેઓ ભારત અને દુનિયાભરમાં સરદારના હુલામણા નામથી સંબોધાય છે.

સરદાર પટેલના જીવન અને કાર્ય વિષે વિગતે માહિતી વિકિપીડિયા ની આ લીંક ઉપર ક્લિક કરીને વાં ચી શકાશે.

 

સરદાર પટેલ – આઝાદ ભારતના ઘડવૈયા :: વક્તા ડૉ. શરીફા વીજળીવાળા,

જાન્યુઆરી ૧૮, ૨૦૧૦, મહુવા.-વિડીયો દર્શન

ડૉ. શરીફા વીજળીવાળાએ  મહુવા ખાતે જાન્યુઆરી ૧૮, ૨૦૧૦ નાં રોજ લોખંડી પુરુષ સરદાર પટેલ ઉપર જે માહિતીપૂર્ણ પ્રવચન આપ્યું  હતું એની વિડીયો લીંક આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલી હતી .

આ વિડીયો નીચેના શબ્દો સાથે યુ-ટ્યુબ પર તારીખ 28 સપ્ટે, 2014 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે .

જે વ્યક્તિ વગર અખંડ ભારતનું સ્વપ્ન કદાચ સાકાર જ ન થયું હોત, જે વ્યક્તિની દૂરંદેશી નજરને જો સત્તાનો દોર અપાયો હોત તો વર્તમાન ભારતને કોરી ખાતા કાશ્મીર જેવા પ્રશ્નોનું અસ્તિત્વ જ ન હોત. અને જેમના જીવન પર જાણી-જોઇને પડદો પાડી રાખવામાં આવ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિષે આપણા મનમાં અનેક પ્રશ્નો હોવાના.

જે સમયગાળામાં માત્ર નહેરુ વંશના જ ગુણગાન ગવાતા હોય, ગાંધીને માત્ર લાભ ખાતર જ વટાવાતા હોય એવા જમાનામાં જીવનારાઓને તો સરદાર માટે થોડાક વધારે પ્રશ્નો થવાના. આજે આપણી સામે જે અખંડ ભારત છે તે સરદારની મુત્સદ્દીગીરી અને દ્રઢ વહીવટી કુનેહને કારણે છે એ વાત નિર્વિવાદ હોવા છતાં સરદારની આટલી બધી અવગણના શા માટે? પ્રથમ પ્રધાનમંત્રી તરીકે નહેરુની પસંદગી થયા પછી પચ્ચીસ વર્ષે રાજગોપાલાચારીએ એવું શા માટે કહ્યું કે નહેરુને વિદેશ-પ્રધાન બનાવ્યા હોત અને સરદારને પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો ખરેખર સારું થાત.

સરદાર પોતાના પાકા અનુયાયી હતા અને વધુ કાબેલ મુત્સદ્દી હતા એવું જાણવા છતાં શા માટે ગાંધીજીએ વારંવાર નહેરુને જ ટેકો આપ્યો? કયા સંજોગોમાં સરદારે ભારતના ભાગલા સ્વીકાર્યા? ટુકડે-ટુકડામાં વિભાજીત ભારતને સરદારે કઈ રીતે એક અને અખંડ બનાવ્યું? શું સરદાર મુસ્લિમ વિરોધી હતા ખરા? બધાને ડારે તેવું વ્યક્તિત્વ ધરાવતો ચરોતરનો આ પાટીદાર શું સાવ શુષ્ક માણસ હતો?

આ બધા પ્રશ્નોના જવાબ ડૉ. શરીફા વીજળીવાળાના આ અભ્યાસ પૂર્ણ રસપ્રદ વક્તવ્યમાંથી મળે છે. અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલના જીવન અને કાર્યો ઉપર સુંદર પ્રકાશ પાડતો આ વિડીયો જોવાનું ચૂકવા જેવું નથી .એમાં સરદારના જીવનનાં ઘણાં નવાં પાસાંઓ ઉપર તેઓએ માહિતી આપી છે.

Sardar Patel – Architect of Independent India: A Speech by Dr. Sharifa Vijaliwala on 18/01/2010

Statue of Unity

The Statue of Unity is a planned 182 metres (597 ft) monument of Vallabhbhai Patel that will be created directly facing theNarmada Dam, 3.2 km away on the river island called Sadhu BetT near Vadodara in Gujarat . It would be the world’s tallest statue.

StatueofUnity

ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરીને વિડીયોમાં સરદારના વિક્રમી સ્ટેચ્યુ વિષે જાણો.

The total cost of the project is estimated to be about 2063 crore(US$330 million) by the government, and 2980 crore (US$480 million) according to the lowest bid (from Larsen and Toubro) for the design, construction and maintenance.

Read more details on this link.

તાંજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલએ પત્રકારોને જે માહિતી આપી છે એ મુજબ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના  આ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર જાણીતી કંપની એલ એન્ડ ટીને આપીને સરદારની જન્મ જયંતી ના પ્રસંગે આ મોટા પ્રોજેક્ટનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે.એમના કહેવા પ્રમાણે આ સ્ટેચ્યુનું બધું કામ ૪ વર્ષમાં પુરું થઇ જશે.આમ થતાં , કૃષિ, જળવ્યવસ્થાપન, સરદાર સાહેબના જીવન કવન પર શોધ-સંશોધન અને પ્રવાસન આકર્ષણ કેન્દ્ર સગવડતાઓ સાથે સ્થાનિક યુવા રોજગાર નિર્માણ અને વિસ્તારના સર્વગ્રાહી વિકાસનો પ્રોજેક્ટ બની રહેશે.

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને આ પ્રોજેક્ટ અંગે નિવેદન કરતાં નીચેના વિડીયોમાં નિહાળો  .

દેશ આઝાદ તો થયો પણ દેશને વિભાજીત કરતાં અનેક રજવાડાંને એમની આગવી કુનેહ થી એક કરવાનું જે કાર્ય સરદારે કરી બતાવ્યું એના માટે દેશ હમ્મેશાં એમનો ઋણી રહેશે.

ભારતની એકતા અને અખંડતાના પ્રતિક સમી દુનિયાની સર્વોચ્ચ પ્રતિમાનું કામકાજ હવે શરુ થઇ રહ્યું છે એ ઘણી આનંદની વાત છે .સરદાર પટેલના કાર્ય માટે એ શ્રેષ્ઠ અંજલિ રૂપ ગણાશે.

૩૧મી ઓક્ટોબર સરદારની જન્મ જયંતી છે એ વખતે જ  એમના સ્ટેચ્યૂનું કામકાજ શરુ થાય છે એ કેવો શુભ સંજોગ છે !

જય ગુજરાત, જય સરદાર.

 

9 responses to “( 567 ) અખંડ ભારતના શિલ્પી – સરદાર વલ્લભભાઈ પટેલ – એક સ્મરણાંજલિ

  1. pravinshastri ઓક્ટોબર 29, 2014 પર 8:54 એ એમ (AM)

    ખુબ સરસ જાણવા-માણવા જેવો વિડીયો છે. થોડા સમય પહેલા મેં પણ આ વિડીયો ફેસબુક પર મુક્યો હતો. ગુજરાતી માટે ગૌરવપ્રદ વાત.

    Like

  2. PK Davda ઓક્ટોબર 29, 2014 પર 9:37 એ એમ (AM)

    ખૂબ મહેનત કરીને ઘણું બધું જાણવા જેવું વિનોદ વિહારમાં મૂકો છો એ બદલ ધન્યવાદ.

    Like

  3. dee35 ઓક્ટોબર 29, 2014 પર 7:17 પી એમ(PM)

    વાહ વિનોદભાઇ વાહ,ખૂબ સરસ માહીતીનુ સંકલન કરી રજુ કરો છો.આભાર.

    Like

  4. nabhakashdeep ઓક્ટોબર 29, 2014 પર 8:21 પી એમ(PM)

    ખૂબ મહેનત કરીને ઘણું બધું જાણવા જેવું વિનોદ વિહારમાં મૂકો છો એ બદલ ધન્યવાદ.જય ગુજરાત, જય સરદાર.

    Like

  5. pragnaju ઓક્ટોબર 30, 2014 પર 3:50 પી એમ(PM)

    અમારી શ્રધ્ધાંજલી
    સુંદર સંકલન નવિન વાત પણ જાણવા મળી

    Like

  6. jugalkishor ઓક્ટોબર 30, 2014 પર 7:25 પી એમ(PM)

    સમયોચિત લેખ. સરદારને રાજકારણથી થોડા દુર રહીને સાચી રીતે યાદ કરવા જ જોઈએ. સરદારને નામેય હવે તો રાજકારણ ચાલે છે. તેઓ લોહપુરુષ હતા સાથે સૌના હતા…..કોઈ એક વર્ગ કે જુથ એમના અનુયાયી હોવાનો દાવો ન કરે તેય જોવું રહ્યું….આજે એમના નામે પક્ષો ખેંચાખેંચી કરે ?

    Like

  7. Vinod R. Patel ઓક્ટોબર 30, 2014 પર 8:16 પી એમ(PM)

    શ્રી આતાજીનો ઈ-મેલથી પ્રતિભાવ …..

    પ્રિય વિનોદભાઈ
    શરીફા વિજ્લીવાલાનું પ્રવચન જે સ્વ .વલ્લભ ભાઈ વિષે હતું તે સાંભળ્યું .
    જો વલ્લભભાઈ પટેલ નો હોત તો
    ભારત વેર વિખેર થઈને બરબાદ થઇ જાત .
    Ataai
    હિંમતલાલ જોશી

    Like

  8. chandravadan ઓક્ટોબર 31, 2014 પર 5:37 એ એમ (AM)

    Very nice Post.
    Vandan to Sardar Patel.
    Forgotten MEMORIES will be now remembered by the FUTURE GENERATIONS.
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

  9. Pingback: ( 799 ) સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ……સ્મરણાંજલિ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: