વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 30, 2014

( 568 ) આજનો વિડીયો ….વેમ્પાયર ટ્રીક….હેપ્પી હોલોવીન

 

પશ્ચિમના ખ્રિસ્તી ધર્મ પાળતા દેશોમાં દર વર્ષે ૩૧મી ઓક્ટોબરના દિવસે હોલોવીન-Halloween કે Hallows’ Day   તરીકે ઉજવાય છે.

ઉપરના ચિત્રમાં બતાવ્યું છે એમ ,ઘરના આંગણામાં બીહામણા દ્રશ્યો ઉભા કરાય છે , બાળકો સાંજે અવનવા બિહામણા પોશાકો ધારણ કરી મા-બાપ સાથે ઘર ઘર ફરીને ટ્રીક-ઓર-ટ્રીટ કહી કેન્ડી ભેગી કરી એને આરોગવાનો આનંદ લે છે. ઘેર ઘેર પમ્પકિન ( નારંગી રંગનું કોળું !) ખરીદાય છે અને એને કલાત્મક રીતે કોતરીને ઘર આગળ મુકવામાં આવે છે .

એકલા અમેરિકામાં જ હોલોવીનમાં જુદા જુદા બિહામણા પોશાકો અને કેન્ડીની ખરીદી પાછળ લોકો ૬ બિલીયન ડોલરનો ખર્ચ કરે છે.વેપાર ધંધાની દ્રષ્ટીએ હોલોવીન ક્રિસમસ પછીનો બીજા નંબરનો ખર્ચાળ તહેવાર છે .

હોલોવીનનો ઈતિહાસ અને બીજી માહિતી આ વિડીયોમાંથી જાણવા મળશે.

 

==========================

વેમ્પાયર ટ્રીક- આજનો વિડીયો 

આજનો વિડીયો કેટેગરીમાં આજની પોસ્ટમાં પ્રસ્તુત નીચેના હોલોવીન પ્રસંગોચિત વિડીયોમાં એક ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરવા આવેલ ગ્રાહકોને કાઉનટરની સામે રાખેલા સિક્યોરીટી કેમેરામાં એક બિહામણો વેમ્પાયર બતાવવામાં આવ્યો છે  .

આ વેમ્પાયર ક્યાં છે એની કોઈને ખબર નથી પડતી . આ સ્ટોરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોને આ વેમ્પાયરનું દ્રશ્ય જોયા પછી એમની રાતની નિંદર વેરણ થઇ ગઈ હોય તો નવાઈ નહિ. 

તમે પણ હોલોવીન પ્રસંગે આ વેમ્પાયરની ટ્રીક -ઓર-ટ્રીટ  આ વિડીયોમાં માણો. 

વિનોદ વિહારના સૌ સુજ્ઞ વાચકોને હેપ્પી હોલોવીન