વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(569 ) સરદાર પટેલની ૧૩૯ મી જન્મ જયંતી – એક શ્રધાંજલિ

આજે ૩૧મી ઓક્ટોબર ,૨૦૧૪ , સરદાર પટેલની ૧૩૯ મી જન્મ જયંતી .

આ અગાઉ વી.વી.ની સરદારના જન્મ દિવસ નિમિત્તની પોસ્ટ ( 567 ) અખંડ ભારતના શિલ્પી – સરદાર વલ્લભભાઈ પટેલ – એક સ્મરણાંજલિ આપે વાચી હશે .

એ પોસ્ટના અનુસંધાનમાં  http://www.sachchidanandjiblog.org/ તરફથી ઈ-મેલમાં પ્રાપ્ત સરદાર વિશેની સુંદર વાંચવા જેવી માહિતી આ સંસ્થાના આભાર સાથે આજની પોસ્ટમાં વાચકો માટે રજુ કરતાં આનંદ થાય છે .

વિનોદ પટેલ

 
ewsletter Swami SachchidananjiBlog.org. We are giving away Swami Sachchidanandji’s books on google and apple book store. Email not displaying correctly?
View it in your browser.

Dear Vinod Patel

મિત્રો,

સૌ પ્રથમ તો Welcome and Thank You  to New Subscribers.આજે સરદાર પટેલ ની જન્મજયંતી વખતે સ્વામીજીનાં સરદાર પટેલ વિશે ના વિચારો: 

  • 3 વર્ષની ભરયુવાન વયે વલ્લભભાઈ વિધુર થયા. ઘણી કન્યાઓ મળતી હોવા છતાં તે જીવનભર વિધુર જ રહ્યા.
  • વલ્લભભાઈ અઢી વર્ષ વિલાયતમાં રહ્યા પણ તેમણે કોઈ મિત્ર ન બનાવ્યો. તે ભલા ને તેમનું કામ ભલું. વિલાયતમાં સ્ત્રીમિત્રો બનાવવાની ઊજળી તકો, પણ વલ્લભભાઈ વિધુર હોવા છતાં પણ કોઈ સ્ત્રીને મિત્ર ન બનાવી.
  • એક ગોરા જજે એવો નિયમ રાખેલો કે આરોપી કોર્ટમાં મોટો અરીસો સામે રાખીને પોતાનું મોઢું જોતાં જોતાં જુબાની આપે. વલ્લભભાઈએ આ રીત બંધ કરાવી.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા. આ સંપ્રદાય અપેક્ષાકૃત આભડછેટમાં વધુ માનતો હોવાથી જલદી સુધરેલા લોકોમાં ભળી શકતો નથી, તોપણ વલ્લભભાઈ લંડન જતી સ્ટીમરમાં બેસતાં પહેલાં પોતાનાં બંને બાળકો પુત્ર ડાહ્યાભાઈ અને પુત્રી મણિબહેનને એક ખ્રિસ્તી બાઈ મિસ વિલ્સનને ત્યાં આધુનિક સભ્યતા શીખવા મૂકીને વિલાયત ગયા.
  • અમદાવાદમાં વકીલાત ચાલુ કરી અને ગૌરવભર્યું જીવન જીવવા લાગ્યા. તેમની રહેણીકરણી ભવ્ય રહેતી. તેમની દીકરી મણિબહેનનું કહેવું છે કે તેમનો કોલર ધોવા માટે મુંબઈ મોકલવામાં આવતો.
  • અમદાવાદ શહેરનો વિસ્તાર થઈ રહ્યો હતો, તેથી કોટ તોડવો જરૂરી બન્યો હતો, પણ કેટલાક હિન્દુઓ અને ઘણા મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો. તેને મજહબી રૂપ અપાયું. પણ વલ્લભભાઈ મક્કમ હતા. દરવાજા સાબૂત રાખીને મોટા ભાગનો કોટ તોડી નાખવામાં આવ્યો. જો આ કોટ ન તોડ્યો હોત તો શહેરનો વિકાસ અટકી જાત. આવી જ રીતે રિલીફ રોડને પહોળો કરવાનું જોખમી કામ પણ પાર પાડ્યું.
  • ડિસેમ્બર 26મીએ કૉંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં ભરાયું હતું. સ્વાગતસમિતિના પ્રમુખ વલ્લભભાઈ હતા. મુસ્લિમ લીગનું પણ સાથોસાથ આયોજન હતું. તેમની બેઠકને ‘મુસ્લિમનગર’ નામ અપાયું હતું. ક્યાંય ‘હિન્દુનગર’ ન હતું. હિન્દુનગર કોમવાદ કહેવાય, મુસ્લિમનગર કોમવાદ ન કહેવાય—આવું કૉંગ્રેસી માનસ ત્યારથી જ શરૂ થઈ ચૂક્યું હતું. તેમાં ખિલાફત પરિષદ પણ મળી હતી.
  • 1929ના ડિસેમ્બરમાં લાહોરમાં અધિવેશન ભરાવાનું હતું તેના પ્રમુખ માટે દસ પ્રાન્તોએ ગાંધીજીનું નામ સૂચવ્યું હતું. પાંચ પ્રાન્તોએ સરદારનું અને ત્રણ પ્રાન્તોએ જવાહરલાલનું નામ સૂચવ્યું હતું. ગાંધીજી નહેરુનું સમર્થન કરી ખસી ગયા.

ગાંધી અને સરદાર

Sincerely,

http://www.sachchidanandjiblog.org/

 =========================

Rashtriya Ekta Divas: Narendra Modi’s speech – A Tribute to Sardar Vallabhbhai Patel, the Iron Man Of India


 

3 responses to “(569 ) સરદાર પટેલની ૧૩૯ મી જન્મ જયંતી – એક શ્રધાંજલિ

  1. pragnaju ઓક્ટોબર 31, 2014 પર 6:01 પી એમ(PM)

    સરસ સંકલનમાં સરદાર વિષે નવી વાતો પણ માણી

    Like

  2. pravinshastri નવેમ્બર 1, 2014 પર 3:51 એ એમ (AM)

    ખુબ સરસ જાણવા જેવી વાત. જીવનમાં સરદારજીને દશેક મિનિટ સુરત સ્ટેશન પર જોવા સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. સુરત સ્ટેશન પર થોડા સમય માટે રોકાયા હતા અને અને સ્ટેશનની બાલ્કનીમાંથી પ્રવચન આપ્યું હતું તેની યાદમાં સ્ટેશન સામે એમનું પૂતળુ પણ મુંકાયું હતું. શહેરના વિકાશમાં આજે એ સ્ટેચ્યુ છે કે નથી તે ખબર નથી.

    Like

  3. Pingback: ( 799 ) સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ……સ્મરણાંજલિ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: