મારા સહૃદયી અને સાહિત્ય પ્રિય મિત્ર શ્રી સુરેશ જાનીની એક સત્યઘટનાત્મક પ્રેરક કથા “જમીન પર રહીને એક ઉંચી ઉડાન” ઈ-વિદ્યાલય બ્લોગ અને એમના બ્લોગ સૂર સાધના તથા નીરવ રવે બ્લોગમાં વાંચી . વારંવાર વાંચવા છતાં દરેક વખતે આ વાર્તા દિલને સ્પર્શી ગઈ હતી .
આ સત્ય કથામાં મલય નામના એક નવા યુગના યુવાનની ગામડામાં ગીલ્લી ડંડા રમતા એક ગામઠી નિશાળીયામાંથી છેક લન્ડનની વિખ્યાત મલ્ટિનેશનલ કમ્પનીની ઓફિસમાં ઉચ્ચ સ્થાને એ પહોંચ્યો ત્યાં સુધીની એના જીવનના ઉડાનની કથા કહેવામાં આવી છે. ઉડાન હવામાં જ થાય છે એવું ઓછું છે ? જમીન ઉપર રહીને પણ મલયની જેમ કારકીર્દીના આકાશમાં ઉડાન શક્ય છે જ એમ લેખકે બખૂબી એમની આ વાર્તામાં સાબિત કર્યું છે .લેખક કહે છે એમ ‘જમીન પર રહીને’ શબ્દો ખાસ ઉદ્દેશથી વપરાયા છે. ‘Down to earth.’
વિનોદ વિહારના વાચકોને માટે આ ગમતીલી સત્ય કથાને આજની પોસ્ટમાં રી-બ્લોગ કરતા આનંદ થાય છે.
આવા સદ સાહિત્યથી નવા વર્ષની શરૂઆત શક્ય બનાવવા માટે લેખક શ્રી સુરેશભાઈનો આભારી છું.
ખાસ કરીને યુવાન પેઢી માટે આ વાર્તા માર્ગ દર્શક બનશે એવી આશા રાખું છું.
વિનોદ પટેલ
=====================
જમીન પર રહીને એક ઉંચી ઉડાન
[સત્યકથા પર આધારિત]
“ચલને અલ્યા મલય! આપણે ગીલ્લી દંડા રમીએ. “
ધુળિયા ગામડાના મલયને એના જીગરી દોસ્તે લલકાર્યો.
મલય તાકોડી હતો, એના બાવડામાં ગામડિયા કિશોરની તાકાત ભરી પડી હતી.
મલયે પહેલે જ ધડાકે
દડો એવો ઠોક્યો કે, ગીલી છેક જઈને પડી….
ક્યાં ?
છેક લન્ડનની મલ્ટિનેશનલ કમ્પનીની ઓફિસમાં!
કેમ અચંબો પામી ગયા ને?
એ રહસ્યનો તાગ મેળવવા તમારે નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરી,
તમારી ગિલ્લી ફટકારવી પડશે !
જમીન પર રહીને એક ઉંચી ઉડાન – ૨
October 24, 2014
હવે ૩,૦૦૦ વાચકો ધરાવતી ‘પ્રતિલીપી’ વેબ સાઈટ પર આ પ્રેરણાદાયી વાર્તા પહોંચી ગઈ.
આ વાર્તાના લેખક આ વાર્તા અંગે કેટલીક સ્પસ્ટતા કરતાં જણાવે છે કે :….
આ વાર્તા સત્યકથા આધારિત છે; પણ એક વાત નોંધી લેવા જેવી છે કે, આવાં અસંખ્ય મલયો અને માલતીઓના પ્રદાનથી આપણે આ એકવીસમી સદીનાં માધ્યમનો ઉપયોગ કરી શકીએ છીએ. આ લખનારના જેવાં ૬૦ + અનેકોની હૈયાંની આશિષ એ સૌને છે .
ગિલ્લી એ બાળપણનું, રમતા રહેવાનું, સાવ નાનકડા હોવાનું પ્રતિક છે.
દંડો કુશળતાથી, પૂરા જોશથી ફટકારાય તો ગિલ્લી ઘણે દૂર પહોંચી શકે છે.
અહીં ગિલ્લી ‘મલય’નું પ્રતિક પણ છે!
‘જમીન પર રહીને’ શબ્દો ખાસ ઉદ્દેશથી વપરાયા છે. ‘Down to earth.’ મહત્વાકાંક્ષાઓ અને સેવાની ભાવના ભલે આસમાનની બાબતો હોય; પ્રયત્નો તો જમીન પર રહીને જ કરવા પડતા હોય છે.
‘માલતી’નો એકાદ લીટીમાં જ ઉલ્લેખ છે; પણં આવી દરેક સફળતા પાછળ તેના જેવી જીવનસાથીનું અમૂલ્ય પ્રદાન હોય જ છે – પાર્શ્વભૂમાં રહીને એમ પ્રદાન કરતા રહેવાનું પણ ગૌરવ છે.
વાર્તાની ‘છેલ્લી ગિલ્લી’ આ ‘બુડ્ઢા બાળક’ની મલય – માલતી ને આશા ભરી
મનુષ્યના જીવનનું અને સમયનું ચક્ર સદા ફરતું જ રહે છે, ફરતું જ રહે છે .ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે .એક પછી એક કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.
આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું નવું કરવાનું મૂળભૂત રીતે ગમે છે.એટલા માટે વર્ષના એક સમય ગાળાના એક ભાગને કોઈ ધાર્મિક ઉત્સવ સાથે જોડીને એને હર્ષથી ઉજવવાની જુદી જુદી રીતો એણે શોધી કાઢી છે.
હિન્દુ ધર્મમાં એ રીતે વર્ષના એક ભાગને દિવાળી અને બેસતું વર્ષ એમ નામાભિધાન કરીને દીવાઓ, ફટાકડા ,સ્વાદિષ્ટ મીઠાઈ,હળવું, મળવું, મ્હાલવું, એક બીજાને શુભેચ્છાઓની આપ-લે કરવી એમ વિવિધ રીતે જન સમાજ આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરે છે. આવો આનંદ અને ઉત્સાહ આખું વર્ષ ટકી રહે તો કેવું સારું !
હિંદુ ધર્મમાં જેમ દિવાળી-બેસતા વર્ષનો મહિમા છે એમ ખ્રિસ્તી ધર્મમાં ક્રિસમસ-ન્યુ યર નું પર્વ આવો જ ભીતરમાં સુસુપ્ત રીતે પડેલા ઉત્સાહ અને ઉલ્લાસને બહાર લાવી નવીનતાનો અહેસાસ કરવાનું સાર્વજનિક પર્વ છે.
પ્રશ્ન એ છે કે વર્ષ તો બદલાયું પણ આપણે બદલાયા છીએ ખરા ! ગત વર્ષોના અનુભવોમાંથી આપણે કઇંક શીખ્યાનો અહેસાસ કરીએ છીએ ખરા ?નવું વર્ષ આવે એટલે સ્વાભાવિક રીતે મનમાં નવા નવા સંકલ્પો કરવાનો મનમાં ઉમંગ જાગે છે .
પ્રસંગોચિત આવા મનોવિચારોમાંથી સર્જાએલ નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરતી
મારી એક સ્વ-રચિત અછાંદસ કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે .
નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ
સમય સરિતા હંમેશ વહેતી જ રહેતી,
જૂની યાદો પાછળ મૂકી વર્ષ એક થયું પસાર
આવી ઉભા એક નવા વર્ષને પગથાર.
જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,
એમાં ઊગેલ ઘાસ નીદામણ દુર કરીને,
નવા વરસે પ્રેમનો નવ પાક ઉગાડીએ.
ખામીઓ, કમજોરીઓ હોય એ દુર કરીએ
નકારાત્મકતા છોડીને ,સકારાત્મક બનીએ.
નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,
નવલા વરસે નવલા બનીને ,નવેસરથી,
નવું વર્ષ હળીમળી પ્રેમથી સૌ ઉજવીએ,
નવી આશાનો દીપ જલાવીએ,પ્રકાશીએ.
કૃપાળુ પ્રભુને હંમેશાં હર પળ સમરીએ,
નવ વરસે, બે કર જોડી એને પ્રાર્થીએ કે ,
રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી માતા ,
સૌ પર રીઝે ,સુખ શાંતિ સૌ પ્રાપ્ત કરે ,
એવું ઉત્તમ નવું વર્ષ બનાવજે, હે પ્રભુ.
મારી એક બીજી રચના
ભલાઈની પરંપરા
જિંદગી આપણી આ દેવની દીધેલ એક અણમોલ ભેટ સમાન છે,
વેડફી ના દેતા એને એવા કાર્યોમાં જેમાં માત્ર તમારો જ સ્વાર્થ છે,
અન્યો માટે પણ ભલાઈ બતાવીને નિસ્વાર્થ સેવા સદા કરતા રહો,
તમારા માટે નાનું કે મોટું ભલાઈનું કામ કોઈ કરે એવા સમયે તો
એના બદલામાં ભલાઈનું કાર્ય કરીને ઋણ ચૂકવવાનું ભૂલશો નહીં .
તમે કરેલ ભલાઈનું આ ચક્ર ફરતું ફરતું તમારી પાસે જરૂર આવશે,
તમારી સેવા પરોપકારની આ પરંપરાથી જીવન ધન્ય બની જશે .
દરેક જણ જો સમજીને નાનું સરખું પણ જો ભલાઈનું બી વાવશે તો પરિણામે આ
સમાજરૂપી બગીચામાં સરસ મજાની ફૂલવાડી ખીલી ઉઠશે .
ચાલો, નવા સંવત વર્ષ ૨૦૭૧ નું હૃદયમાં હર્ષ,નવા ઉત્સાહ અને ઉલ્લાસથી સ્વાગત કરીએ .
ગત વરસોમાં વિનોદ વિહારને આપ સૌ મિત્રો તરફથી જે સુંદર સહકાર મળ્યો છે એ બદલ આભાર વ્યક્ત કરી નવા વરસે પણ એથી વધુ સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.
આજથી શરુ થતું નવું સંવત વર્ષ આપ સૌને સુખ, સફળતા ,તંદુરસ્તી ,આનંદ,સમૃદ્ધિ અને સંતોષ આપનારું સુંદરત્તમ વર્ષ બની રહે તેવી મારી અનેક હાર્દિક શુભ કામનાઓ છે .
HAPPY NEW YEAR — HAPPY NEW YOU
સાલ મુબારક
વિનોદ પટેલ
===========================
You did not choose your date of birth, Nor do you know your last, So live this gift that is your present, Before it becomes your past. –Linda Ellis
===========================
ફેસ બુક પાનાઓમાંથી પ્રાપ્ત કેટલીક પ્રસંગોચિત સામગ્રી.
જુઓ, શ્રી રઈશ મનીઆર નવા વર્ષ માટે શું કહે છે :
સહુ મિત્રોને સાલમુબારક કહેવાનું આ માત્ર એક નિમિત્ત છે, બાકી જીવનને વર્ષોમાં વહેંચી શકાતું નથી. અને જીવનને માત્ર ઉત્સવોની આંખે જોઈ શકાતું નથી. છતાંય જીવનમાં આંતરિક અને બાહ્ય સંઘર્ષમાં રત પ્રત્યેક વ્યક્તિ, પોતાની અંદર રહેલ શુભને વેગ આપવા માંગતી પ્રત્યેક વ્યક્તિ વર્ષ બદલાય ત્યારે હૌસલા અફઝાઈનો, પ્રોત્સાહનનો હકદાર હોય છે.
વીતેલા વરસને પ્રેમપૂર્વક વિદાય આપીએ અને એક સૌમ્ય નૂતનવર્ષની અપેક્ષારાખીએ.
ઉમીદોનો મનમાં નવો ફાલ આવે
ખુશી આંગણે ઝૂમતી ચાલ આવે
આ જીવતર ઉપર કંઈ નવું વ્હાલ આવે
એ રીતે તમારું નવું સાલ આવે
આજ મુબારક..કાલ મુબારક
સૌને અમારું વ્હાલ મુબારક
મળે કોઈને ના ઝખમ કોઈ બીજો
ક્ષમાથી ઊંચો ના ધરમ કોઈ બીજો
સમયથી ન સારો મલમ કોઈ બીજો
નવો દિન ગુલાબી લઈ ગાલ આવે
એ રીતે તમારું નવું સાલ આવે
આજ મુબારક..કાલ મુબારક
સૌને અમારું વ્હાલ મુબારક
અનુભવ નિરંતર ઘડે મિત્ર તમને
નિરાશા કદી ના અડે મિત્ર તમને
પરિશ્રમનું ફળ સાંપડે મિત્ર તમને
સકલ લાભ શુભ યોગ તત્કાલ આવે
એ રીતે તમારું નવું સાલ આવે
આજ મુબારક..કાલ મુબારક
સૌને અમારું વ્હાલ મુબારક
નવા સાલમાં પહેલા જેવા ન રહેશો
નવા સાલમાં કૈંક સંકલ્પ લેશો
નવા સાલમાં ભોળપણથી પ્રવેશો
જે રીતે જગતમાં નવું બાલ આવે
એ રીતે તમારું નવું સાલ આવે
આજ મુબારક..કાલ મુબારક
સૌને અમારું વ્હાલ મુબારક
રઈશ મનીઆર
==================
ભક્ત રણછોડ એમના આ પ્રેરક પદમાં દિલનો દીવો કરવાનું ઈજન આપે છે
એમને પણ સાંભળો :
થયું ભો મંડળમાં અજવાળું રે
દિલમાં દીવો કરો રે, દિલમાં દીવો કરો. કૂડા કામક્રોધને પરહરો રે…દિલમાં દયા-દીવેલ પ્રેમ-પરણાયું લાવો, માહા સુરતાની દિવેટ બનાવો, મહા બ્રહ્મ અગ્નિ ચેતાવો રે…દિલમાં સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે, પછી બ્રહ્મ લોક તો ઓળખાશે રે…દિલમાં દીવો અનભે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરના જેવો, એને નયને તો નીરખીને લેવો રે… દિલમાં દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઉઘડ્યું તાળું, થયું ભો મંડળમાં અજવાળું રે…દિલમાં રણછોડ
=======================
શ્રી પ્રકાશ ગજ્જર અને હું એક જ માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય- કડીના જુના વિદ્યાર્થીઓ છીએ. વિદ્યાર્થીકાળથી જ તેઓએ સાહિત્ય સર્જન શરુ કર્યું છે. આધ્યાત્મિક ચિત્તવૃત્તિ ધરાવતા મારા આ ફેસ બુક મિત્ર એમના પ્રેરણાદાયી-Motivational – સાહિત્યથી ખુબ જાણીતા છે.
નવા વર્ષની શરૂઆત મિત્ર શ્રી પ્રકાશ ગજ્જર લિખિત નીચેની સુંદર પ્રાર્થનાથી કરીએ .
સર્વશક્તિમાન પરમાત્માની સર્વદર્શી આંખ સદાસર્વદા મારી સંભાળ રાખી રહી છે ને મારા ઉપર સતત અમીવર્ષણ કરી રહી છે. એનો પરમ શક્તિશાળી હાથ – જે બ્રહ્માંડના કોઈપણ ખૂણે પહોઁચીને ગમે તે કાર્ય સાવ સરળતાથી કરી શકે છે તે – મારી પાસે છે, ઉપર છે, નીચે છે, આસપાસ છે. એ સતત મારૂં રક્ષણ કરે છે. પછી ચિઁતાની શી જરૂર? હું સાવ નચિઁત છું, સુરક્ષિત છું, પ્રભુની શક્તિથી પ્રેરાયેલો છું.
હે પ્રભુ! જે ઘટનાઓ બનવાની છે તે સહન કરવાની શક્તિ આપો. દુઃખોમાં અડગ રહીએ, ગુસ્સો આવે ત્યારે શાંત રહીએ અને ભાગ્યના ભયંકર પલટા સાથે આસમાની-સુલતાની થઈ જાય ત્યારે છેક મૃત્યુના દ્વાર સુધી પણ પરસ્પરને વફાદાર અને પ્રેમભર્યા રહીએ એવો અનુગ્રહ કરો.
જાણીતા સાહિત્ય પ્રેમી શ્રી ઉત્તમભાઈ ગજ્જરએ ફૂટપાથ ઉપર ચા વેચતાં વેચતાં હિન્દીના સાહિત્યકાર બનેલ એક માણસ અને એની સાહિત્ય પ્રીતિની પ્રેરક વાત રજુ કરતા વિડીયોની લીંક એમના ઈ-મેલમાં મને મોકલી હતી . આ વિડીયો જોતા જ મને ખુબ ગમ્યો.
આજની પોસ્ટમાં પ્રસ્તુત આ વિડીયોમાં આ અનોખા સાહિત્યકારની વાત જાણવા જેવી છે .
એમનું નામ છે લક્ષમણ રાવ, ઉંમર ૬૨ વર્ષ . જન્મે એ મરાઠા માનુસ છે.
કુટુંબના ભરણ પોષણ માટે દિલ્હીમાં ઇન્કમ ટેક્ષ ઓફિસની નજીક ફૂટ પાથ ઉપર જાતે ચા બનાવીને
વેચે છે, બાકીના સમયે પુસ્તક લેખન અને પ્રકાશન કરે છે અને ફૂટ પાથ ઉપર થી જ વેચે છે .
આજની ઈ-મેલમાં ,સુરતના આદરણીય મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે જાણીતા ડાયસ્પોરા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીએ સુરતના અખબાર ગુજરાત મીત્રની દર્પણ પૂર્તિમાં શરુ કરેલ મર્માળી કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં તારીખ 22મી ઓક્ટોબરે પ્રગટ એક વધુ લેખ “આપણે સ્વચ્છ તો ભારત સ્વચ્છ “ ની પી.ડી.એફ. ફાઈલની લીંક મોકલી આપી છે .
લેખક શ્રી હરનીશભાઈ અને ઉત્તમભાઈના આભાર સાથે આ લેખને આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .
આ લેખમાં એક જગાએ લેખક કહે છે:
“મોદીજી કહે છે કાંઈ અને લોકો સમજે છે કાંઈ . યાદ છે ને થોડા વખત પહેલાં એમણે” વાંચે ગુજરાત “ની ઝુંબેશ સાથે ” તરે ગુજરાત “ની ઝુંબેશ ચાલું કરી હતી જેમાં એક જણ પુસ્તક વાંચી લે કે બીજાને આપે.આમ પુસ્તક તરતું રાખવાનું હતું. ત્યારે કેટલીક સ્કુલોમાં પ્રિન્સીપાલો પુસ્તકને પ્લાસ્ટીકમાં વીંટીને પાણીની ડોલમાં તરાવવા પ્રયત્ન કરતા હતા , “ક્યાંકી મોદી સાહેબને કહા હૈ !”
દીપોત્સવીના આ સપરમા દિવસોમાં આ લેખમાં હરનીશભાઈના મનોરંજક હાસ્યના ફટાકડા, ફૂલ ઝરીયો અને તારામંડળનો આનંદ લુંટવા તમારે નીચેનો લેખ વાંચવો જ રહ્યો.
તારીખ ૨૨મી ઓક્ટોબર, ૨૦૧૪ ના રોજ જાણીતા અખબાર ગુજરાત મિત્રની દર્પણ પૂર્તિમાં પ્રગટ આ રહ્યો એમનો એ મજાનો લેખ.
આ બધા લેખોને વાચકોને એક જગાએ વાંચવામાં સરળતા રહે એટલા માટે ફરી એક વાર નીચે પ્રસ્તુત કરેલ છે.નીચેની પી.ડી.એફ ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને એને વાંચી શકાશે. આનંદો.
તારીખ ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૧૪ નાં રોજ શુભ શરુઆતનો પ્રથમ લેખ
“દિવાળીના સાચા અર્થ, ઊંડા અર્થ પ્રમાણે તે વિશેષ રીતે યુવાનોનો તહેવાર છે. કારણ કે દિવાળી એ સમર્પણનું પર્વ છે, અને સમર્પણની વૃત્તિ ને બલિદાનની ઉદારતા તો યુવાન હૃદયનાં જ લક્ષણ છે. દિવાળી સમર્પણનો તહેવાર છે. બલિ રાજા મસ્તક નમાવીને પોતાનું સર્વસ્વને પોતાની જાતને જ શ્રીકૃષ્ણને અર્પણ કરે છે. દીવો પોતાના અંતરનું તેલ બાળીને રજનીને પ્રકાશમય બનાવે છે. દારૂખાનું પોતાનું પેટ ફાડીને છોકરાઓના દિલમાં ઉલ્લાસ પાથરે છે. કાળદેવતા વસંતની લહરીઓ અને વર્ષાનો પાક છોડીને કાતિલ શિયાળાને શરણે જવાની તૈયારી કરે છે. કાળ ને રાજા ને દીવો યુગોના યજ્ઞમાં પોતાની જાતને હોમી દે છે. અને પૃથ્વી પર દિવાળી સર્જાય છે. સમર્પણનો તહેવાર. બલિદાનનું પર્વ. આત્મવિલોપનનો ઉત્સવ. અને આનંદથી બલિદાન આપવાની તૈયારી તો યુવાનોની પાસે જ છે. યુવાનની દિવાળી એટલે ઉદાર દિલની દિવાળી, બલિદાનની દિવાળી, જીવનદાનની દિવાળી. તમારા દરેક કાર્યમાં તમારું જીવન છે. એની કરકસર કરશો નહિ. તમારી દરેક નાની-મોટી સેવામાં તમારો પ્રાણ છે. એનો હિસાબ રાખશો નહિ. દિવાળીના મંગળ દીવાની જેમ બળતા રહો, દુનિયાને પ્રકાશ ને હૂંફ આપતા રહો, અંધકારમાં રોશનીનો મેળો જમાવતા રહો. ધનતેરસની ભાવનાથી તમે પોતે દુનિયામાં મંગલ દીપ બનો. અને તમારી દિવાળી, તમારી યુવાની, અમર રહેશે.”
આ લેખમાં શ્રી માછીએ ધનતેરસ,કાળીચૌદશ,દિવાળી,નૂતન વર્ષ અને ભાઇબીજ- આ પાંચ તહેવારો વિષે અલગ અલગ ઉપયોગી જાણવા જેવી માહિતી સંપાદિત કરીને પીરસી છે.
આશા છે આપને આ માહિતીસભર લેખ માણવાનું ગમશે .
લેખની નીચે નવા વર્ષનો સંદેશ આપતાં બે પ્રેરક કાવ્યો અને વિડીયો પણ આપને જરૂર ગમશે .
વિનોદ પટેલનાં
સૌને સાલમુબારક .
==============================
તહેવારોનું સ્નેહ સંમેલન…દિવાળી ….. વિનોદભાઈ માછી
દિવાળી એટલે આનંદનો ઉત્સવ,ઉલ્લાસનો ઉત્સવ,પ્રસન્નતાનો ઉત્સવ,પ્રકાશનો ઉત્સવ.દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે.ધનતેરસ..કાળીચૌદશ..દિવાળી..નૂતન વર્ષ અને ભાઇબીજ આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.
ધનતેરસઃ
ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ.જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી. કળીયુગમાં તો આજે ધન ભેગું કરવા માટે આંધળી દોટ મુકાય છે.આડા અવડા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે વિનાશ નોંતરે છે.લક્ષ્મી પૂજન કરવાનું પ્રયોજન એટલા માટે છે કે જેનાથી આપણા ધનનો સદઉ૫યોગ થાય.આપણી સંપત્તિ પવિત્ર બને..જો દાન,પુણ્ય કરી ૫રો૫કારના કાર્યમાં લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરીશું તો આપણા ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે તેમાં કોઇ શંકા નથી.
ધનતેરસનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ છે.દેવો અને દાનવો જ્યારે સમુદ્રમંથન કરી રહ્યા હતા ત્યારે ચૌદ મૂલ્યવાન ચીજો મળી હતી.તેમાં બધાથી મૂલ્યવાન હતું અમૃત. આસો વદ તેરસના દિવસે દેવતાઓના વૈદ્ય ધન્વંતરી અમૃતકળશ હાથમાં લઈને પ્રગટયા હતા તેથી જ તે દિવસને ધનતેરસ તરીકે ઓળખાવા લાગ્યો.
લક્ષ્મી માતા વિશે ૫ણ એક કથા છે કે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનો શાપ હતો કે તેમણે તેર વર્ષ ખેડૂતને ત્યાં રહેવાનું. જેથી આ વર્ષો દરમિયાન ખેડૂતનાં ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય.જ્યારે લક્ષ્મીજીના શાપનો સમય પૂર્ણ થયો ત્યારે ભગવાન વિષ્ણુ તેમને લેવા માટે આવ્યા,પરંતુ ખેડૂતે તેમને રોક્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને વચન આપ્યું કે ધનતેરસના દિવસે દીપ પ્રગટાવીને મને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવશે તો હું તમારા ઘરમાં નિવાસ કરીશ. તે દિવસથી ધનની પૂજાનું અને દીપ પ્રાગટયનું મહત્વ આજ સુધી જળવાઈ રહ્યું છે.
ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ.ભારતીય સંસ્કૃતિએ લક્ષ્મીને તુચ્છ કે ત્યાજ્ય માનવાની ક્યારેય ભૂલ કરી નથી.લક્ષ્મીને મા સમજી તેમને પૂજ્ય માનેલ છે.ખિસ્તી ધર્મનું વિધાન છે કે સોઇના કાણામાંથી ઉંટ ૫સાર થાય ૫ણ શ્રીમંતને સ્વર્ગ ના મળે..આ વાક્ય સાથે ભારતીય વિચારધારા સહમત નથી,ભારતીય દ્દષ્ટિએ તો શ્રીમંતો ભગવાનના લાડકા દિકરા છે,ગયા જન્મના યોગભ્રષ્ટ જીવાત્માઓ છે.
!! શુચિનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોડભિજાયતે !!
લક્ષ્મી ચંચળ નથી ૫ણ લક્ષ્મીવાન મનુષ્યની મનોવૃત્તિ ચંચળ થાય છે.વિત્ત એક એવી શક્તિ છે જેનાથી માનવ દેવ ૫ણ બની શકે છે અને દાનવ ૫ણ બની શકે છે.લક્ષ્મીને ભોગપ્રાપ્તિનું સાધન સમજનારનું ૫તન થાય છે.વિકૃત રસ્તે વ૫રાય તે અલક્ષ્મી…સ્વાર્થના કામમાં વ૫રાય તે વિત્ત…૫રો૫કારના કાર્યોમાં વ૫રાય તે લક્ષ્મી…અને પ્રભુકાર્યમાં વ૫રાય તે મહાલક્ષ્મી…!
કાળીચૌદશઃ
કાળીચૌદશને અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણા પર્વ કહેવામાં આવે છે,એવું કહેવાય છે કે આજના દિવસે મહાકાળી તેમના ભક્તોના દુર્ગુણો હણીને તેમને સદગુણી..સદાચારી બનાવે છે.મહાકાળીનું સ્વરૂપ રૌદ્ર છે તે અનિષ્ટોનો નાશ કરીને ઇષ્ટની પ્રાપ્તિ કરાવે છે.મનુષ્યમાં રહેલા કુવિચારો..દુર્ગુણો તેમને જીવન દરમિયાન અને મૃત્ય બાદ પણ નર્કની સ્થિતિ અપાવે છે ત્યારે કાળીચૌદશ એવો મંગળ સુયોગ છે કે આ દિવસે મા કાળી તેમના ભક્તોના દુર્ભાવોનો નાશ કરીને તેને સ્વર્ગસમા સુખની અનુભૂતિ કરાવે છે.
કાળીચૌદશને નરક ચતુદર્શી ૫ણ કહેવાય છે.આ આસુરી શક્તિઓ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે.આજના દિવસે જ ભગવાન શ્રીકૃષ્ણજીએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરીને ઋષિ,સંતોને તેમના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા હતા. નરકાસુરનો અત્યાચાર એટલો ફેલાયેલો હતો કે તે કન્યાઓના અપહરણ કરીને તેમને બંદી બનાવી રાખતો. ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરીને બંદી બનાવેલી સોળ હજાર કન્યાઓને મુક્ત કરી હતી, પરંતુ અપહરણ કરાયેલી કન્યાઓએ કહ્યું કે હવે સમાજમાં કોઈ અમારો સ્વીકાર નહીં કરે, ત્યારે શ્રીકૃષ્ણએ તે સોળ હજાર કન્યાઓનાં રક્ષણ અને સુખમય જીવન માટે વિવાહ કર્યા હતા.તે ઉપલક્ષમાં નગરવાસીઓએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો હતો.ત્યારથી આજ સુધી કાળીચૌદશનો તહેવાર નરક ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે.
જીવનમાં નરક સર્જનારા આળસ,પ્રમાદ,અસ્વચ્છતા વગેરે અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાના છે.
૫રપીડન માટે વ૫રાય તે અશક્તિ…સ્વાર્થ માટે વ૫રાય તે શક્તિ…રક્ષણાર્થે વ૫રાય તે કાલી અને પ્રભુકાર્ય માટે વ૫રાય તે મહાકાલી કહેવાય છે.
દિવાળીઃ
દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે.માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે.દિવાળીનો શુભ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે.વાસ્તવમાં દિવાળીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં દિવડા પ્રકટાવવાનું પર્વ છે.સમગ્ર વર્ષનું સરવૈયુ કાઢવાનો દિવસ છે.દિવાળીના દિવસે આપણે સરવૈયુ કાઢવું જોઇએ.રાગ-દ્વેષ,વેર-ઝેર,ઇર્ષ્યા-મત્સર તથા જીવનમાંની કટુતા દૂર કરવી જોઇએ.
દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે.લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ્ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે છે. પવિત્ર આગણું, પવિત્ર મન અને શુદ્ધ આચરણ કરનારને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે.દિવાળીના દિવસે માતા લક્ષ્મી તરફ પૂજ્ય દ્દષ્ટિ કેળવવાની છે.દિવાળીએ ૧૪ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (દિપ= દીવડો અને આવલી= હારમાળા)
દિવાળી એટલે “મનના પ્રકાશની જાગૃતિ” સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કંઇક છે કે જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે તે આત્મા જેને જાણવાથી અંધકારમય જીવનમાં પ્રકાશ પથરાય છે. જીવનમાંની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.આત્માની અનુભૂતિ થતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરૂણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ આવે છે.આનાથી આનંદ..આંતરિક ઉલ્લાસ તથા શાંતિ આવે છે.
દિવાળીના દિવસે બહાર દીવા તો સળગાવવાના છે ૫રંતુ સાથે સાથે દિલમાં ૫ણ દિવો પ્રગટાવવો જોઇએ.દિલમાં જો અંધારૂં હશે તો બહાર હજારો દિવા સળગાવવા છતાં ફાયદો થતો નથી.દિવો એ જ્ઞાનનું પ્રતિક છે.મોહ અને અજ્ઞાનના ગાઢ અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવાનું છે.
નૂતન વર્ષ(બેસતું વર્ષ)…
બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને દુશ્મનનું ૫ણ સારૂં ઇચ્છવાનું છે તથા આગામી નૂતન વર્ષ માટે સારા સંકલ્પો કરવાના છે. ગયા વર્ષે પૂરા ન થયેલા સ્વપ્નો આવતા વર્ષે પૂરા કરીશું તેવા સંકલ્પો કરવાનો છે…વિતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને દૂર કરવાનો તથા તેને પૂરા કરવા માટે વડીલોનો આર્શિવાદ મેળવવવાનો દિવસ છે.
આજે માનવે માનવને મારવાની શોધ કરી છે,નૈતિક મૂલ્યોનું અધઃ૫તન થયું છે.માણસ મંગળ સુધી પહોંચ્યો છે,પરંતુ માનવ-માનવ વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે.તેથી આ નૂતન વર્ષની મીઠાશને માણી શકતાં નથી.
પોતાના સુધાર માટે આપણા મનની સ્થિતિ ખૂબ જ મહત્વની છે.મન જ આપણો મિત્ર અને શત્રુ છે. જ્યારે આપણે કોઈ નવીન સંકલ્પ લઈએ છીએ ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવા વર્ષે જુની આદતો, ખરાબ વિચારો અને ખરાબીઓને છોડી દઈને સુધરવાનો સંકલ્પ કરવાનો છે.
બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવું વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે અને આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.
ભાઇબીજઃ
આ દિવસને બલિ પ્રતિપ્રદા ૫ણ કહેવાય છે.બલીરાજા દાનવીર હતા.આજના દિવસે તેમના સદગુણોને યાદ કરવાનો દિવસ છે.આજના દિવસે આપણે ખરાબ માણસોમાં રહેલા સારા ગુણોને જોવાના છે.ભાઇબીજના દિવસે સ્ત્રીઓ તરફ જોવાની ભદ્ર દ્દષ્ટિ કેળવવાની છે તથા તમામ સ્ત્રીઓને બહેન/માતા માનવાની છે.બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ દિવસ છે.બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે.આજના દિવસે જે ભાઇ બહેનને ત્યાં જમે છે તેનું મોત કમોતે થતું નથી.
વાચકોના પ્રતિભાવ