વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 2, 2014

( 574 ) નરેન્દ્ર મોદીના યોગના પ્રભાવમાં આવી ગયા બરાક ઓબામા !

નરેન્દ્ર મોદી એક યોગ મુદ્રામાં

નરેન્દ્ર મોદી એક યોગ મુદ્રામાં

Narendra Modi does Yoga and Meditation everyday .

It provides him vigour and zeal for his work.

 યોગ એ ૫૦૦૦ વર્ષ જૂની ભારતની વિરાસત  છે અને ભારતે વિશ્વને આપેલી એ એક અણમોલ ભેટ છે.યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિદ્યા છે જે તન અને મનને સ્વસ્થતા પ્રદાન કરે છે.આજે તો આખાએ વિશ્વમાં “ યોગા “ શીખવવા અને શીખવા માટેની ઠેર ઠેર વ્યાપારી ધોરણે દુકાનો ખુલી ગઈ છે.

ઋષિ પતંજલિને યોગ દર્શનના સ્થાપક ગણવામાં આવે છે.પંતજલિ ના યોગસૂત્રો ‘અષ્ટાંગ યોગ’ તરીકે જાણીતા છે, જે મન પર કાબૂ મેળવવા માટેની એક વ્યવસ્થા છે. પતંજલિએ તેમના બીજા સૂત્રમાં “યોગ” શબ્દની વ્યાખ્યા આપી છે, જે તેમના સંપૂર્ણ કાર્ય માટેનું સારસૂત્ર માનવામાં આવે છેઃयोग: चित्त-वृत्ति निरोध:  -યોગ સૂત્ર 1.2

(વિકિપીડિયા ની આ લીંક ઉપર વધુ માહિતી વાંચો. ) 

વડા પ્રધાન મોદીએ ગયા મહિને ૧૯૩-સભ્યોની યુ.એન. સંસ્થાની મહાસમિતિની બેઠકમાં કરેલા સંબોધનમાં દુનિયાના દેશોને ઈન્ટરનેશનલ યોગા ડે શરૂ કરાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ યોગવિદ્યા માનવીઓની લાઈફ સ્ટાઈલ બદલીને અને જાગૃતિનું નિર્માણ કરીને પર્યાવરણમાં પરિવર્તનની સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદરૂપ થઈ શકે છે.

મોદીએ એમના આ મહાસમિતિની બેઠકમાં આપેલા પ્રવચનમાં યોગના પ્રમોશન માટે  શું કહ્યું એ આ વિડીયોમાં સાંભળો .

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬મી સપ્ટેમ્બર થી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૪ ની પાંચ દિવસની અમેરિકાની  સફળ યાત્રા સમાપન કરી હતી.એ વખતે એમણે ૩૦ જેટલા ભરચક કાર્યક્રમોમાં હાજરી આપી હતી એની આ રહી કેટલીક બોલતી તસ્વીરો .

આ સમય દરમ્યાન નવરાત્રીનું પર્વ હતું. શ્રી મોદી છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી ઉપર નકોરડા  ઉપવાસ કરે છે એ પ્રમાણે અમેરિકાની આ યાત્રા પ્રસંગે પણ એમના આ વરસો જુના વ્રતમાં કોઈ પણ જાતની બાંધ છોડ કર્યા વિના પાંચ દિવસના ભરચક કાર્યક્રમો દરમ્યાન તરોતાજા રહીને આશ્ચર્ય જનક શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

મોદીએ આ આખો સમય જે ઉત્સાહ અને શક્તિ દાખવી હતી એથી પ્રેસીડન્ટ બરાક ઓબામા પણ અંજાયા હતા.

૨૯મી સપ્ટેમ્બરના રોજ ઓબામાએ વાઈટ હાઉસના બ્લુ રૂમમાં શ્રી મોદીના માનમાં ટોચના રાજકીય નેતાઓ અને ઉદ્યોગની જાણીતી હસ્તીઓ આમન્ત્રીને ભોજન સમારંભ યોજ્યો હતો.મોદીની ધાર્મિક ભાવનાનો ખ્યાલ રાખીને વાઈટ હાઉસના ઇતિહાસમાં કદાચ પહેલીવાર શાકાહારી ભોજન અને આલ્કોહોલ વિનાનાં પીણાં પીરસવામાં આવ્યાં હતાં .શ્રી મોદીએ ઉપવાસને લીધે માત્ર ગરમ પાણીથી કામ ચલાવ્યું હતું.

આ ભોજન સમારંભ પ્રસંગે ઓબામાએ મોદીને એમના કામના ઉત્સાહ અને શક્તિનું શું રહસ્ય છે એવો પ્રશ્ન કર્યો હતો .

ત્યારે મોદીએ ઓબામાને માત્ર એક શબ્દનો જવાબ આપ્યો હતો “ યોગા “ . ઓબામાનાં પત્ની મિશેલ યોગથી થોડાં ઘણાં પરિચિત છે ,પણ ઓબામા ફક્ત જીમની જ કસરતો કરે છે. મોદીની અસરથી હવે ઓબામા યોગ કરવા માટે આકર્ષાયા હોય એવું જણાય છે .આ વિડીયોમાં ઓબામા ઉપર મોદીની યોગ ભક્તિ ની શું અસર થઇ એ વિષે સરસ માહિતી આપી છે.

નરેન્દ્ર મોદીના યોગ વિશેના પ્રેમ અને જ્ઞાન નો ખ્યાલ એમણે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે લકુલેશ યોગ યુનીવર્સીટી નું ઉદઘાટન કરતી વખતે આપેલા સુંદર પ્રવચનના આ વિડીયોમાંથી મળી રહેશે.

Awesome Speech – Narendra Modi – Lakulish Yoga University

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતીયો ઉપર ઓળઘોળ

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજીની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી છે.

સુશ્રી અઝીતાએ ૨૦૧૨ની સાલમાં બરાક ઓબામાની ચૂંટણી સમયે ૩ મિલિયન ડોલર ઉપરાંત ફંડ એકત્રિત કરી આપ્‍યુ હતું.આ અગાઉ તેઓ વ્‍હાઈટ હાઉસમાં પ્રેસિડન્‍ટ કમિશનમાં સેવાઓ આપી ચૂકયા છે.

સુશ્રી અઝિતાની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેકિન રાજદૂત તરીકે થતાં તેઓ અમેરિકાના બીજા નંબરના ભારતીય પૂર્વના રાજદૂત બન્‍યા છે.

આ અગાઉ પ્રેસીડન્ટ ઓબામાએ ભારત ખાતે એક ઇન્ડીયન અમેરિકન શ્રી રાહુલ વર્માની અમેરિકાના રાજદૂત તરીકે થોડા સમય પહેલાં જ નિમણુંક કરી હતી..

 નરેન્દ્ર મોદીની પાકિસ્તાની મુસ્લિમ બહેન 

નરેન્દ્ર મોદીને એક મૂળ પાકિસ્તાનની મુસ્લિમ બહેન છે એ વિષે તમે જાણો છો ?

આ બહેનનું નામ ક મ ર છે. આ બેન શ્રી મોદીને છેલ્લા ૧૮ વર્ષથી રક્ષા બંધન પર્વ વખતે એમને પ્રેમથી અચૂક રાખડી બાંધે છે .

યુ-ટ્યુબના નીચેના વિડીયોમાં આ બહેનને આ વાત કહેતાં સાંભળો .

આ વિડીયો જોઇને કોણ કહેશે કે મોદી મુસ્લિમ વિરોધી છે !છાસ વારે મોદી વિરુદ્ધ સેક્યુલારિઝમનું  ઢોલ પીટતા કહેવાતા બુદ્ધિવાદીઓ આ વિડીયો જુએ અને એમના દિલમાં મોદી વિશેનું જે ઝેર ભર્યુ છે એનું વમન કરી નાખે !

 

 

(573 ) મેનેજર …….લેખક- સુરેશ જાની

સૂરસાધના

અમને જણાવતાં આનંદ થાય છે કે, અત્યંત લોકપ્રિય, ગુજરાતી વેબ સાઈટ ‘અક્ષરનાદ’ પર આ વાર્તા સૌથી પહેલી પ્રકાશિત થઈ છે. ‘અક્ષરનાદ’ ના સંચાલક શ્રી. જિજ્ઞેશ અધ્યારૂનો દિલી આભાર. આશા રાખીએ કે, વાલીઓ આ વાર્તા પરથી ધડો લઈ; પોતાનાં સંતાનો પર બિન જરૂરી બોજો નાંખતાં પહેલાં વિચારતાં થશે.

aksharanaad

[ સત્યકથા પર આધારિત]

          “આમ ઉંધી ચોપડી રાખીને તું શું વાંચે છે?” તમે અંદર ઉકળી રહેલા ગુસ્સાને માંડ દબાવી, દીકરા મહેશને કહ્યું.
મહેશ બારમા ધોરણની પરીક્ષાની તૈયારી કરતો એના રૂમમાં વિજ્ઞાનની ચોપડી હાથમાં રાખી, વાંચવાનો ડોળ કરી રહ્યો હતો.
રસિકલાલ! કેટલા ઉમંગથી તમે આ દીકરો એન્જિનિયર બનશે એવા ખ્વાબ સાથે, શહેરની સારામાં સારી ગણાતી નિશાળોમાંની એકમાં એને દાખલ કરાવ્યો હતો? અને મોંઘા પાડનાં ટ્યુશનો? ગુજરાતી જેવા વિષયનું પણ ટ્યુશન એને રખાવી આપ્યું હતું.
દીકરો ક્યાંયથી પાછો નહીં જ પડે; એવી ચોક્કસ હૈયાધારણ તમને હતી. દસમા પછી નિશાળમાં એને વિજ્ઞાન પ્રવાહને બદલે કોમર્સ પ્રવાહમાં દાખલ કરાવવાની વર્ગ શિક્ષકની સલાહને…

View original post 733 more words

( 572 ) આવો મિત્રો, વાતું કરીએ :શ્રી પી.કે.દાવડાની અનુભવ વાણી-ભાગ-૨

વાચક મિત્રો ,

આ પહેલાંની વી.વી. ની પોસ્ટ ( 571) આવો મિત્રો, વાતું કરીએ :શ્રી પી.કે.દાવડાની અનુભવ વાણી માં શ્રી પી.કે.દાવડાની લેખમાળાના બે મણકા વાંચ્યા હશે .આજની પોસ્ટમાં બાકીના ત્રણ વાંચો.

-વિનોદ પટેલ 

P.K.DAVDA

P.K.DAVDA

 

આવો મિત્રો વાતું કરીએઃ મણકો(3)

 

કુટુંબ

 

આપણે બાળઉછેર અને શિક્ષણની વાતો કરી લીધી, હવે આપણે કુટુંબની વાતો કરીએ.૫૦-૬૦ વર્ષ પહેલાં કુટુંબની વ્યાખ્યા માત્ર સંયુકત કુટુંબ પુરતી જ હતી. બધા સંતાનો અને એમનાં માતા પિતા એક જ છતની નીચે રહેતાં અને એક જ રસોડે જમતાં . દિકરીઓ પરણીને એમને સાસરે જતી રહેતી, પણ દિકરાઓ પરણ્યા પછી પણ મા-બાપ સાથે રહેતા. દરેક ભાઈના પોતાનાં સંતાન જન્મે પછી પણ તેઓ અલગ રહેવા જતા નહિં. આમ કુટુંબમાં સાસુ-સસરા, દિયર-જેઠ, નણંદ, દેરાણી-જેઠાણી અને કાકાઈ(cousins)ભાઈ-બહેનોનું એક પરિવાર, કુટુંબની વ્યાખ્યામાં આવતું. 

આ સંયુક્ત કુટુંબના ફાયદા અને ગેરફાયદા બન્ને હતા. પહેલાં આપણે ફાયદા જોઈએ. પહેલો ફાયદો તો આર્થિક બચતનો હતો. કેટલીએ સામાન્ય સગવડો- Common facilities- જેવી કે ઘરનું ભાડું, વીજળી, છાપું અને મેગેઝીન અને આવી કેટલીક બીજી ચીજોનો માથાદીઠ – per capita-ખર્ચ ઘણો ઓછો થઈ જતો. બીજો ફાયદો, કામની વહેંચણી- division of labour -નો હતો. કુટુંબની પ્રત્યેક વ્યક્તિ પોતાને લાયક કામની જવાબદારી ઉપાડી લેતી. આને લીધે એક જ વ્યક્તિને બધાં કામ કરવાં ન પડતાં . ત્રીજો  ફાયદો હળવા મળવા –socialisation- નો હતો. સમાજમાં એક બીજા સાથે હળીમળીને કેમ રહેવું એનો પાઠ શિખવા મળી જતો. એક બીજા પાસેથી અક્કલ હોશિયારી અને આવડત પોતાની મેળે આવી જતી. મુશીબતનો સામનો બધા ભેગા થઈને કરતા તેથી ઘણી રાહતની લાગણી થતી. 

હવે થોડા ગેરફાયદા પણ જોઈએ. વધારે લોકો એકઠાં રહેતાં હોવાથી મતભેદ થવાની શક્યતા વધારે રહેતી, પણ ઘરના વડિલો તટસ્થ રહી પરીસ્થિતિને સંભાળી લેતા. ઘરની વહુઓ અલગ અલગ પરીવારમાંથી આવેલી હોવાથી ક્યારેક ચડસા ચડસી- one upmanship -દેખાડવાની કોશીશ થતી પણ સમય વીતતાં બધું થાળે પડી જતું. કોઈકવાર બાળકો પ્રત્યે ભેદભાવભર્યું વર્તન પણ ફરીઆદનું કારણ બનતું, પણ વડિલો વચ્ચે પડી તેનો અંત લાવતા. 

સમય વીતતાં ફેરફાર આવવા શરૂ થયા. બીજો પુત્ર પરણે એટલે પહેલો પુત્ર પોતાની પત્ની અને બાળકો સાથે અલગ રહેવા જાય એવી પ્રથા શરૂ થઈ. કુટુંબના બાકીના સભ્યો Truncated સંયુક્ત કુટુંબની જેમ જ રહેતા. વાર તહેવારે અલગ રહેતા પુત્રો પોતાના પરિવાર સાથે મૂળ કુટુંબમા આવીને કાર્યક્રમમાં ભાગ લેતા, બદલામાં જરૂરત વખતે અલગ થયેલા કુટુંબને મૂળ કુટુંબની મદદ મળી રહેતી. 

ત્યારબાદનો તબ્બકો એટલે અત્યારની પરીસ્થિતી. બધા પરણેલા પુત્રો અલગ થઈ જાય અને મા-બાપ એકલા રહે. હજી સુધી તો પુત્રો આપસમાં સમજુતી  કરી મા-બાપની જરૂરીઆતો ઉપર ધ્યાન આપે છે, જો કે આમાં થોડા એવા પણ કીસ્સા બનવા લગ્યા છે કે મા-બાપ ઓશિયાળા થઈ જાય છે. આ વ્યવસ્થા –arrangement- માં શરૂઆતમાં તેમને ખપતી ગુપ્તતા-privacy મળે છે, પણ કેટલાક લાભ પણ ગુમાવવા પડે છે. પતિ-પત્ની વચ્ચે જ્યારે મનદુખ થાય ત્યારે સમજુતી કરાવી આપનાર વડિલો અને કુટુંબના બીજા સભ્યોની ગેરહાજરીનો અહેસાસ થાય છે. કુટુંબમાં  માંદગી વખતે એકલે હાથે પહોંચી વળવું ખૂબ અઘરૂં લાગે છે. બાળકો સાથે રમવા એમની ઉમ્મરના ભાંડુઓનો અભાવ બાળકોને કેટલું કઠે છે તે મેં નજરે જોયું છે. 

આ હપ્તામાં આપણે કુટુંબમાં આવેલા ફેરફાર જોયા, હવે આપણે આવતા હપ્તામાં લગ્ન-પ્રથામાં આવેલા ફેરફાર જોઈશું.

 

આવો મિત્રો વાતું કરીએઃ મણકો (૪)

 

લગ્નઃ 

કુટંબ વિષે આપણે વાતો કરી લીધી, હવે આપણે લગ્ન વિશે વાત કરીશું. આજથી આશરે ૬૦ વર્ષ પહેલાં લગ્ન મોટે ભાગે વડીલોએ નક્કી કરેલાં-Arranged Marriage- હતાં . બન્ને પક્ષના વડિલો બધું નક્કી કરી લેતા. છોકરા-છોકરી ને સગપણ થઈ ગયા પછી એક બીજાને જોવાના પણ મોકા શોધવા પડતા. પચાસેક વર્ષ પહેલાં આમાં થોડી છૂટ છાટ અપાઈ, સગાઈ પહેલાં બન્નેને પાંચ દશ મિનિટ માટે એકલા અલગ રૂમમાં વાતચીત કરવાની છૂટ મળી. ચાલીસેક વર્ષ પહેલાં બન્નેએ એકથી વધારે વાર મળવાનું, એ પણ ઘરથી બહાર, શરૂ કર્યું. 

જેમ જેમ વધારે સંખ્યામા છોકરીઓ ઉચ્ચ શિક્ષણ લેવા માંડી અને નોકરી પણ કરવા લાગી, તેમ તેમ મા-બાપનો “રોલ” ઘટવા લાગ્યો અને સ્વપસંદગીની પ્રથા શરૂ થઈ. આમાં પણ મોટે ભાગે મા-બાપની મંજૂરી જરૂરી હતી. ત્યાર બાદના તબકામાં મા-બાપની “ના” ને અવગણીને પણ લગ્નો થવા લાગ્યાં. આમાં થી કેટલાક કિસ્સાઓમાં મા-બાપ થોડા સમય બાદ આ સંબંધને સ્વીકારી લેતાં . 

આ બધાં લગ્નોમાં એક ખાસ વાત એ હતી કે સહજીવન લગ્ન બાદ જ શરુ થતું. લગ્નો વધારે ટકાઉ હતાં અને છૂટાછેડા સુધી વાત ભાગ્યે જ પહોંચતી. 

એકવીસમી સદીમાં આપણા સમાજમાં પણ યુરોપ-અમેરીકાની અસર લઈ આવી. દર ચારમાંથી એક લગ્ન છૂટાછેડા સુધી પહોંચે છે. લગ્નેત્તર સંબંધો-Live-in relationship- શરૂ થઈ ચુક્યા છે. Relationship, Couple, Dating વગેરે શબ્દો હવે સામાન્ય વાતચીતમાં વપરાવા લાગ્યા છે. મા-બાપ મુંગા રહીને યુવા-યુવતિઓનો સ્વછંદી વ્યહવાર સ્વીકારી લે છે. નોકરી માટે ઘરથી દૂર રહેનારા યુવાનો અને યુવતીઓમાં આ વધારે દેખાય છે. 

લગ્ન પ્રથા ભાંગી નથી પડી પણ એમાં રહેલી ગંભીરતા અને પવિત્રતા ઓછી થઈ રહી છે. આ વિષય ખૂબ જ સંવેદનશીલ-Sensitive હોવાથી અને આમાં પેઢીઓ વચ્ચે ખૂબ જ મતભેદ હોવાથી, મેં માત્ર ટુંકમાં આવેલા ફેરાફારની જ વાત કરી છે. આમ પણ આ લેખમાળા સમાજમા આવેલા પરિવર્તનની નોંધ લેવા માટે જ છે, નહિં કે જૂના-નવાની તુલના કરવા માટે. 

આવતા હપ્તામાં આપણે રિતરીવાજોમાં આવેલા બદલાવોની વાતચીત કરશું.

 

આવો મિત્રો વાતું કરીએઃ મણકો (૫)

 

રિતરીવાજઃ 

આ છેલ્લા હપ્તામાં આપણે કેટલાક રિતરીવાજોમાં  આવેલા બદલાવ વિષે વાત કરશું. 

સૌથી મોટો ફેરફાર આવ્યો છે છૂત- અછૂતની બાબતમાં . ૧૯૪૫ સુધી તો મને યાદ છે કે મારે સંડાસ જ્વું હોય તો એના માટે ખાસ અલગ રાખેલા વસ્ત્રો પહેરીને જવું પડતું. નીકળીને પાછા બાથરૂમમાં  એ વસ્ત્રો અલગથી મુકી રાખી, રોજીંદા વસ્ત્રો પાછા પહેરી લેવા પડતાં . હરિજનોને અડી જવાય તો નહાવું પડતું. માસિક ધર્મ પાળતી સ્ત્રીને ભૂલથી અડી જવાય તો પહેરેલા વસ્ત્રો સાથે નહાવું પડતું. માસિક ધર્મ પાડતી સ્ત્રીઓ ચાર દિવસ માટે અછૂત બની જતી, એને ખૂણો પાડવો પડતો, એના જમવાના વાસણો અને સુવાની પથારી પણ અલગ રહેતી. લગભગ આવી જ રીતે સુવાવડી સ્ત્રીને ૨૧ દિવસ અથવા ૪૦ દિવસ સુધી રહેવું પડતું. આજે આમાંનું કંઈપણ અસ્તિત્વમાં નથી. 

ગ્રહણ લાગે તે પહેલાં બધો રાંધેલો ખોરાક ફેંકી દેવામા આવતો, બધું પાણી ઢોળી દેવામાં આવતું. ગ્રહણ દરમ્યાન ભજન કીર્તન થતાં અને ગ્રહણ છૂટ્યા બાદ નહાઈને પછી જ ખાવા પીવાનું શરૂ થતું. આજે આમાંનું કંઈ પણ અસ્તિત્વમાં નથી. 

બેસતા વર્ષને દિવસે દૂર દૂર સુધીના વડિલોને પગે લાગવા જવાનો રીવાજ હતો. એક દિવસમાં આમ કરવું શક્ય ન હોય તો એક અઠવાડિયામાં પણ આ ફરજ નિભાવવી પડતી. આજે બે ચાર વડિલોને પગે પડી બાકીના લોકોને મોબાઈલ પર જ પ્રણામ કરી લેવામા આવે છે. 

અડોસ પડોશમાંથી જરૂરી ચીજો ઉધાર લેવામાં  આવતી અને ટુંકા સમયમાં પાછી આપી દેવામાં  આવતી, આને વાટકી વ્યહવાર કહેવાતો. ફલેટમાં  રહેવાવાળા હવે નાની નાની વાતો માટે પડોશીની ડોરબેલ વગાડતા નથી. 

નવરાત્રી દરમ્યાન ઘરોમાં અડોસ-પડોસની અને સગાં-સંબંધીઓની સ્ત્રીઓ માટે સાંજે રાસગરબાના કાર્યક્રમો યોજાતા અને કાર્યક્રમને અંતે લહાણીમાં ભેટ વસ્તુઓ અપાતી. આજે આ પ્રથા પણ દેખાતી નથી. 

નવરાત્રી દરમ્યાન નાની નાની છોકરીઓ પેટાવેલા દીવા સાથેનો ગરબો માથે મૂકી, એક એક ઘરના ઊંબરે “નામ શું?” કહીને ઊભી રહેતી. ઘરના લોકો નામ કહે એટલે પોતાના ભાઈને લાડ કરાવતી હોય એવા શબ્દોવાળા ગરબા ગાતી. બદલામાં ઘરના લોકો બધી છોકરીઓને ગરબામાં તેલ પૂરી આપતાં અને એક આનો બે આના ભેટમાં આપતાં . દર વર્ષે સાંભળીને મને એક બે ગરબાના શરૂઆતના બોલ યાદ રહી ગયા છે, “એક દડો ભાઈ, બીજો દડો ને ત્રીજે ચોથે હારજો…” અથવા “એકના એકવીસ રે ગોરી ગરબો આવ્યો, બેના બાવીસ રે ગોરી ગરબો આવ્યો..”

આજે આ છોકરીઓ જાય તો કદાચ તેમને માગવા વાળાની કક્ષામાં મૂકવામાં આવે. 

કોઈના ઘરમાં પણ પાપડ વણવાનો કાર્યક્રમ હોય તો અડોસ-પડોસની સ્ત્રીઓને આમંત્રણ અપાતાં અને પાપડ વણવા માટે આવેલા મહેમાનોને ચા-નાસ્તો કરાવી અને થોડા પાપડ ભેટમામાં આપવામાં  આવતા.

લીજ્જ્ત પાપડ આવ્યા પછી ઘરમાં પાપડ વણવાનું લગભગ બંધ જ થઈ ગયું છે. 

મરણ પ્રસંગે સાદડી ઓછામાં ઓછી ત્રણ દિવસ ચાલતી; વહેલી સવારથી સુર્યાસ્ત સુધી લોકો મળવા આવતા. સાદડીમાં બીડી-માચીસ અને વર્તમાન પત્રો રાખવામાં આવતાં . સ્ત્રીઓ કાળા સાડલા પહેરી, મરનારના ઘરે જઈ રડતી, અને પછી આશ્વાસનના બે શબ્દો બોલી પાછી જતી. ૨૦-૨૫ વર્ષ પહેલાં આમાં  સુધારો કરી, ચાર કલાકની પ્રાર્થના સભાઓ રાખવામાં  આવી. થોડા વર્ષો બાદ સમય ઘટાડીને બે કલાકનો અને ત્યારબાદ એક કલાકનો કરવામા આવ્યો. આજ કાલ મરણનોંધમાં પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યહવાર બંધ છે એમ પણ જોવા મળે છે. 

આમાંના મોટાભાગના રિતરીવાજ આજે લુપ્ત થઈ ગયા છે. એ સમયે સમાજને એક સૂત્રમાં બાંધી રાખવા કદાચ એ જરૂરી હશે, આજે ઘણા બધા સારા વિકલ્પો-substitute -મળી ગયા છે, અને જૂના રિતરીવાજ બિન જરૂરી સાબિત થયા છે. 

પેઢી દરપેઢી આવતા સામાજીક પરિવર્તનની નોંધ આટલા ટુંકાણમા લેવી શક્ય નથી. મેં માત્ર અત્યારની પેઢીને એમના દાદા-દાદીનો જમાનો કેવો હતો તેની ઝાંખી કરાવવાનો માત્ર પ્રયત્ન કર્યો છે. 

-પી. કે. દાવડા 

===================

વાચક મિત્રો,

મને આશા છે વી.વી. ની બે પોસ્ટમાં પ્રસ્તુત શ્રી પી.કે.દાવડા ની લેખ શ્રેણી “આવો મિત્રો વાતું કરીએ “ ના પાંચ ભાગોમાં એમણે રજુ કરેલી અનુભવ સિદ્ધ વાતો આપને રસ દાયક લાગી હશે. ખાસ કરીને આજની નવી પેઢીને એમાંથી ઘણું નવું જાણવા પણ મળ્યું હશે.

આ લેખ શ્રેણી વિષે આપના પ્રતિભાવો, વિચારો, પ્રતિભાવ પેટીમાં –Comment Box- માં અથવા તો ઈ-મેલ – vinodpatel63@yahoo.com – દ્વારા જરૂર જણાવશો.

વિનોદ પટેલ