વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 574 ) નરેન્દ્ર મોદીના યોગના પ્રભાવમાં આવી ગયા બરાક ઓબામા !

નરેન્દ્ર મોદી એક યોગ મુદ્રામાં

નરેન્દ્ર મોદી એક યોગ મુદ્રામાં

Narendra Modi does Yoga and Meditation everyday .

It provides him vigour and zeal for his work.

 યોગ એ ૫૦૦૦ વર્ષ જૂની ભારતની વિરાસત  છે અને ભારતે વિશ્વને આપેલી એ એક અણમોલ ભેટ છે.યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિદ્યા છે જે તન અને મનને સ્વસ્થતા પ્રદાન કરે છે.આજે તો આખાએ વિશ્વમાં “ યોગા “ શીખવવા અને શીખવા માટેની ઠેર ઠેર વ્યાપારી ધોરણે દુકાનો ખુલી ગઈ છે.

ઋષિ પતંજલિને યોગ દર્શનના સ્થાપક ગણવામાં આવે છે.પંતજલિ ના યોગસૂત્રો ‘અષ્ટાંગ યોગ’ તરીકે જાણીતા છે, જે મન પર કાબૂ મેળવવા માટેની એક વ્યવસ્થા છે. પતંજલિએ તેમના બીજા સૂત્રમાં “યોગ” શબ્દની વ્યાખ્યા આપી છે, જે તેમના સંપૂર્ણ કાર્ય માટેનું સારસૂત્ર માનવામાં આવે છેઃयोग: चित्त-वृत्ति निरोध:  -યોગ સૂત્ર 1.2

(વિકિપીડિયા ની આ લીંક ઉપર વધુ માહિતી વાંચો. ) 

વડા પ્રધાન મોદીએ ગયા મહિને ૧૯૩-સભ્યોની યુ.એન. સંસ્થાની મહાસમિતિની બેઠકમાં કરેલા સંબોધનમાં દુનિયાના દેશોને ઈન્ટરનેશનલ યોગા ડે શરૂ કરાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ યોગવિદ્યા માનવીઓની લાઈફ સ્ટાઈલ બદલીને અને જાગૃતિનું નિર્માણ કરીને પર્યાવરણમાં પરિવર્તનની સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદરૂપ થઈ શકે છે.

મોદીએ એમના આ મહાસમિતિની બેઠકમાં આપેલા પ્રવચનમાં યોગના પ્રમોશન માટે  શું કહ્યું એ આ વિડીયોમાં સાંભળો .

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬મી સપ્ટેમ્બર થી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૪ ની પાંચ દિવસની અમેરિકાની  સફળ યાત્રા સમાપન કરી હતી.એ વખતે એમણે ૩૦ જેટલા ભરચક કાર્યક્રમોમાં હાજરી આપી હતી એની આ રહી કેટલીક બોલતી તસ્વીરો .

આ સમય દરમ્યાન નવરાત્રીનું પર્વ હતું. શ્રી મોદી છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી ઉપર નકોરડા  ઉપવાસ કરે છે એ પ્રમાણે અમેરિકાની આ યાત્રા પ્રસંગે પણ એમના આ વરસો જુના વ્રતમાં કોઈ પણ જાતની બાંધ છોડ કર્યા વિના પાંચ દિવસના ભરચક કાર્યક્રમો દરમ્યાન તરોતાજા રહીને આશ્ચર્ય જનક શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

મોદીએ આ આખો સમય જે ઉત્સાહ અને શક્તિ દાખવી હતી એથી પ્રેસીડન્ટ બરાક ઓબામા પણ અંજાયા હતા.

૨૯મી સપ્ટેમ્બરના રોજ ઓબામાએ વાઈટ હાઉસના બ્લુ રૂમમાં શ્રી મોદીના માનમાં ટોચના રાજકીય નેતાઓ અને ઉદ્યોગની જાણીતી હસ્તીઓ આમન્ત્રીને ભોજન સમારંભ યોજ્યો હતો.મોદીની ધાર્મિક ભાવનાનો ખ્યાલ રાખીને વાઈટ હાઉસના ઇતિહાસમાં કદાચ પહેલીવાર શાકાહારી ભોજન અને આલ્કોહોલ વિનાનાં પીણાં પીરસવામાં આવ્યાં હતાં .શ્રી મોદીએ ઉપવાસને લીધે માત્ર ગરમ પાણીથી કામ ચલાવ્યું હતું.

આ ભોજન સમારંભ પ્રસંગે ઓબામાએ મોદીને એમના કામના ઉત્સાહ અને શક્તિનું શું રહસ્ય છે એવો પ્રશ્ન કર્યો હતો .

ત્યારે મોદીએ ઓબામાને માત્ર એક શબ્દનો જવાબ આપ્યો હતો “ યોગા “ . ઓબામાનાં પત્ની મિશેલ યોગથી થોડાં ઘણાં પરિચિત છે ,પણ ઓબામા ફક્ત જીમની જ કસરતો કરે છે. મોદીની અસરથી હવે ઓબામા યોગ કરવા માટે આકર્ષાયા હોય એવું જણાય છે .આ વિડીયોમાં ઓબામા ઉપર મોદીની યોગ ભક્તિ ની શું અસર થઇ એ વિષે સરસ માહિતી આપી છે.

નરેન્દ્ર મોદીના યોગ વિશેના પ્રેમ અને જ્ઞાન નો ખ્યાલ એમણે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે લકુલેશ યોગ યુનીવર્સીટી નું ઉદઘાટન કરતી વખતે આપેલા સુંદર પ્રવચનના આ વિડીયોમાંથી મળી રહેશે.

Awesome Speech – Narendra Modi – Lakulish Yoga University

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતીયો ઉપર ઓળઘોળ

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજીની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી છે.

સુશ્રી અઝીતાએ ૨૦૧૨ની સાલમાં બરાક ઓબામાની ચૂંટણી સમયે ૩ મિલિયન ડોલર ઉપરાંત ફંડ એકત્રિત કરી આપ્‍યુ હતું.આ અગાઉ તેઓ વ્‍હાઈટ હાઉસમાં પ્રેસિડન્‍ટ કમિશનમાં સેવાઓ આપી ચૂકયા છે.

સુશ્રી અઝિતાની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેકિન રાજદૂત તરીકે થતાં તેઓ અમેરિકાના બીજા નંબરના ભારતીય પૂર્વના રાજદૂત બન્‍યા છે.

આ અગાઉ પ્રેસીડન્ટ ઓબામાએ ભારત ખાતે એક ઇન્ડીયન અમેરિકન શ્રી રાહુલ વર્માની અમેરિકાના રાજદૂત તરીકે થોડા સમય પહેલાં જ નિમણુંક કરી હતી..

 નરેન્દ્ર મોદીની પાકિસ્તાની મુસ્લિમ બહેન 

નરેન્દ્ર મોદીને એક મૂળ પાકિસ્તાનની મુસ્લિમ બહેન છે એ વિષે તમે જાણો છો ?

આ બહેનનું નામ ક મ ર છે. આ બેન શ્રી મોદીને છેલ્લા ૧૮ વર્ષથી રક્ષા બંધન પર્વ વખતે એમને પ્રેમથી અચૂક રાખડી બાંધે છે .

યુ-ટ્યુબના નીચેના વિડીયોમાં આ બહેનને આ વાત કહેતાં સાંભળો .

આ વિડીયો જોઇને કોણ કહેશે કે મોદી મુસ્લિમ વિરોધી છે !છાસ વારે મોદી વિરુદ્ધ સેક્યુલારિઝમનું  ઢોલ પીટતા કહેવાતા બુદ્ધિવાદીઓ આ વિડીયો જુએ અને એમના દિલમાં મોદી વિશેનું જે ઝેર ભર્યુ છે એનું વમન કરી નાખે !

 

 

10 responses to “( 574 ) નરેન્દ્ર મોદીના યોગના પ્રભાવમાં આવી ગયા બરાક ઓબામા !

 1. સુરેશ નવેમ્બર 3, 2014 પર 5:14 એ એમ (AM)

  યોગના ફાયદા અનુભવ્યા હોવાના સબબે … બહુ જ કામનો લેખ.

  Like

 2. pragnaju નવેમ્બર 3, 2014 પર 10:03 એ એમ (AM)

  વિશ્વમા બધા યોગ અપનાવે તો સ્વાસ્થ્યનો સવાલ હલથાય અને મન સુધરે તો ગુન્હાનું પ્રમાણ ઘટૅ

  Like

 3. dee35 નવેમ્બર 3, 2014 પર 7:51 પી એમ(PM)

  વાહ,વિનોદભાઈ વાહ, બહુ સરસ માહીતીની જાણકારી મળે છે આપના વિનોદ વિહાર મારફત.આભાર.

  Like

 4. pushpa1959 નવેમ્બર 4, 2014 પર 3:07 એ એમ (AM)

  Yog thi sharirma utsah ane karyshakti jode sharir nirogi rhe che ane hmesha freshness mhesus karie chie. At list 1 thi 2 mhina nirantar kro to mhesus thashe

  Like

 5. chandravadan નવેમ્બર 4, 2014 પર 6:30 એ એમ (AM)

  Vinodbhai,
  This is one of the BEST informative post on MODIJI.
  Liked it !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 6. સુરેશ નવેમ્બર 4, 2014 પર 8:41 એ એમ (AM)

  Reblogged this on સૂરસાધના and commented:

  યોગના ફાયદા સમજ્યા, અનુભવ્યા હોવાના સબબે … આ લેખ બને તેટલા વધારે લોકો વાંચે ; અને પોતાના જીવનમાં નવી આશાનો સૂરજ પ્રગટાવે તેવી અભિપ્સા સાથે…..

  Like

 7. mdgandhi21, U.S.A. નવેમ્બર 4, 2014 પર 7:51 પી એમ(PM)

  બહુ સુંદર જાણકારી આપી છે.

  Like

 8. aataawaani ડિસેમ્બર 2, 2014 પર 11:14 એ એમ (AM)

  પ્રિય વિનોદ ભાઈ
  મોદીને મુસ્લિમ વિરોધી કહેવા વાળા કમરનો મોદી પ્રેમ જોઇને કંઈ સમજશે ખરા કે મોદી એ બિન પક્ષપાતી વ્યક્તિ છે . તમને એમ લાગે છે ?

  Like

 9. Pingback: ( 609 ) ૨૧ મી જુન હવે બન્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ‘International Day of Yoga’ | વિનોદ વિહાર

 10. Pingback: 1126-ગરીબોના મસીહા અને સવાઈ સેક્યુલર વડા પ્રધાન શ્રી મોદી | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: