વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 580) આજનો વિડીયો- સુરીલી ગાયક અંધ બાળા પ્રેરણા / કર્ણાટકી સંગીતમાં રામ કીર્તન કરતો ચાઇનીઝ ગાયક

આ અંધ બાળાનું નામ પ્રેરણા છે અને નામ પ્રમાણે જ એ સૌને માટે – દેખતા અને ના દેખતા- લોકો માટે પ્રેરણા રૂપ છે એ તો તમે આજનો વિડીયો જોશો એટલે તમને પણ જરૂર લાગશે .

 હિન્દી ટી,વી ઉપર Indian idol junior નો સરસ પ્રોગ્રામ આવે છે એમાં નાની ઉંમરનાં બાળકો ભાગ લઈને પોતાની સંગીતની શક્તિઓ ની ઝાંખી કરાવતાં હોય છે. આ પ્રોગ્રામમાં ૧૨ વર્ષની એક અંધ બાળા પ્રેરણા પણ ભાગ લઇ રહી છે એનો આ વિડીયો છે. 

ભગવાને આ ચિંથરે વીંટયા રતન પ્રેરણાની આંખોનાં રતન છીનવી લીધાં છે પણ બદલામાં જન્મથી જ એનામાં અદભૂત  સ્વર અને અન્ય અચંબો પમાડે એવી બીજી શક્તિઓનું  એનામાં આરોપણ કર્યું છે.પ્રેરણા એક અસામાન્ય પ્રતિભા છે. 

વિશ્વ  વિખ્યાત અંધ, મુક અને બધીર પ્રતિભા હેલન કેલરએ પણ કહ્યું છે  કે ભગવાન જ્યારે તમારા સુખનું એક દ્વાર બંધ કરે છે ત્યારે  બીજું દ્વાર અવશ્ય ખોલી આપે છે. પરંતુ આપણે પેલા બંધ દ્વાર ઉપર જ લાંબા સમય સુધી જોયા કરીએ છીએ એટલે પ્રભુએ જે દ્વાર આપણા માટે ખોલી આપ્યું છે એ દેખાતું નથી.

Helen Keller

 

Indian idol junior amazing performance by prerna 

 સાભાર- શ્રી વિપુલ દેસાઈ ,સુરતી ઊંધિયું

====================================

કર્ણાટકી સંગીતમાં રામ કીર્તન કરતો ચાઇનીઝ ગાયક

શ્રી સાઈબાબાના એક ચાઇનીઝ ભક્તને ચીનમાં યોજાએલ શ્રી સાઈબાબાના કાર્યક્રમમાં એના સુરેલા સ્વરમાં કર્ણાટકી સંગીતમાં ભગવાન રામનું ત્યાગરાજ રચિત કીર્તન ગાતો નીચેના વિડીયોમાં સાંભળીને તમે તાજુબ થઇ જશો.

ચાઇનીઝ લોકો આપણને સસ્તી ઇલેક્ટ્રોનીક્સ ચીજ વસ્તુઓ વેચવામાં નિપુણ હોય છે એ તો આપણે જાણીએ છીએ  ,પરંતુ આ કીર્તનના ગાનથી આ ચાઇનીઝ ગાયક આપણને જે આધ્યાત્મિક ઉંચાઈએ લઇ જાય છે એ અદ્ભુત છે.  આવું પવિત્ર ઉર્ધ્વ ગમન ચાઇનીઝ ઇલેક્ટ્રોનીક્સ ચીજો જેવું સસ્તું નહીં પણ ભારતીય સંગીતની વિરાસત જેવું કિંમતી–અમુલ્ય છે. ભારતીઓએ આ ચાઇનીઝ ગાયક પાસેથી ધડો લેવા જેવો છે.      

A Chinese Singing Carnatic Music in Shri Sai Baba

Function in China 

Chong Chiu Sen Sings Thyagaraja keerthan  on Lord Rama
  

સાભાર -શ્રી યોગેશ કણકિયા , મુંબઈ  

3 responses to “( 580) આજનો વિડીયો- સુરીલી ગાયક અંધ બાળા પ્રેરણા / કર્ણાટકી સંગીતમાં રામ કીર્તન કરતો ચાઇનીઝ ગાયક

 1. RamehPatel નવેમ્બર 10, 2014 પર 5:23 પી એમ(PM)

  અદભૂત શ્રવણ ને દર્શન…આવું પણ બને. આપના આ ખૂબ જ સુંદર સંકલનથી અમે સૌ સાથે લાભ્યા…ખૂબ ખૂબ આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. aataawaani નવેમ્બર 9, 2014 પર 3:19 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  અંધ બાળા પ્રેરણાને સાંભળી તેનો અવાજ પણ સુ મધુર હતો .અને કર્નાટકી રામભજન ગાવા વાળા ચીનના યુવકને અને પ્રેરણાને અને તમને ધન્ય વાદ
  આતા

 3. pragnaju નવેમ્બર 8, 2014 પર 4:31 પી એમ(PM)

  વાહ
  આવું પવિત્ર ઉર્ધ્વ ગમન ભારતીય સંગીતની વિરાસત જેવું કિંમતી–અમુલ્ય છે.
  ભારતીઓએ આ ચાઇનીઝ ગાયક પાસેથી ધડો લેવા જેવો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: