વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 11, 2014

( 582 ) પેરન્ટિન્ગ ફોર પીસ – સંસ્થા પરિચય

ગુજરાતી પ્રતિભા પરિચય

      છેલ્લા એક મહિનાથી, દર રવિવારે અમે એક  સરસ ટીવી સિરિયલ જોઈએ છીએ – ‘सत्यमेव जयते’ લોકપ્રિય સિને કલાકાર આમીર ખાનનું સર્જન.

આ ચિત્ર પર 'ક્લિક' કરી સત્યમેવ જયતે ની વેબ સાઈટ પર પહોંચી જાઓ અને ઘણા બધા વિચારતા કરી દે તેવા એપિસોડ નિહાળો. આ ચિત્ર પર ‘ક્લિક’ કરી સત્યમેવ જયતે ની વેબ સાઈટ પર પહોંચી જાઓ અને ઘણા બધા વિચારતા કરી દે તેવા એપિસોડ નિહાળો.

એમાંનો ગયા રવિવારનો એપિસોડ હતો –  ‘મર્દાનગી’. એની  વાત તો અહીં અસ્થાને રહેશે; પણ  વિચારતા કરી મુકે એવા એ વિષયનો પ્રધાન સૂર હતો –

‘બાળકનો ઉછેર શી રીતે થાય છે –
એની પરથી એ કેવો માણસ બનશે;
એ નક્કી થાય છે.”

      આ જ વાતને સામાજિક સ્તરે અમલમાં મુકવાની અને કુટુમ્બ અને શાળાના પ્લેટફોર્મ પર એ માટે જાગૃતિ આણવાનો પ્રશંસનીય પ્રયત્ન કરી રહેલી આ સંસ્થાનો ટુંક પરિચય અહીં આપવો છે.

અા ચિત્ર પર 'ક્લિક' કરી P4P ની વેબ સાઈટ પર પહોંચી જાઓ. અા ચિત્ર પર ‘ક્લિક’ કરી P4P ની વેબ સાઈટ પર પહોંચી જાઓ.

પહેલાં એના મુખડા પરના આ બે ચિત્રો જુઓ..

P4p_1
———–

p4p_2

અને એક વિડિયો પણ

      સમાજની સમસ્યાઓ…

View original post 198 more words

( 581 ) કોઇ પ્રિત કરી તો જાણે! – ગઝલાવલોકન -૩

ગઝલાવલોકન લેખ શ્રેણીમાં શ્રી મહેન્દ્ર વ્યાસ ‘અચલ’ની ગુજરાતી ગઝલ “કોઈ પ્રિત કરી તો જાણે “અને એના ઉપર શ્રી સુરેશ જાની લિખિત અવલોકનને આજની પોસ્ટમાં એમના અને ગઝલકાર ના આભાર સાથે પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. 

આ સુંદર ગુજરાતી ગીત-ગઝલને જાણીતા અને માનીતા  ગઝલ ગાયક શ્રી મનહર ઉધાસના સુરીલા કંઠે આ પોસ્ટમાં મુકેલ યુ-ટ્યુબ વિડીયોમાં સાંભળવાનો આનંદ તો કોઈ ઓર જ છે !

વિનોદ પટેલ

==================

મોજાઓના પછડાટોથી, ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે, સાગર જ્યાં રૂઠી પણ જાયે…

એવા ભવસાગરમાં ડૂબી, કોઇ તરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!

– મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

[ આખી ગઝલ અહીં વાંચો ]

   આ અગાઉના બે ગઝલાવલોકનો પરસ્પર વિરોધી ભાવની અભિવ્યક્તિઓ હતી. પહેલાંમાં મિત્રોનો – મૈત્રીનો ઋણસ્વીકાર હતો; તો બીજામાં ટૂટેલા સંબંધો અંગે વ્યથા હતી.

     જીવનની હકિકત છે કે, આ બન્ને અવસ્થાઓ જીવનની વાસ્તવિકતાઓ છે. આપણે બેયનો અનુભવ કરવો પડે છે. કોઈ જીવન સર્વાંગ સમ્પૂર્ણ નથી હોતું.

     અહીં દર્શાવેલી ગઝલમાં આ વાસ્તવિકતાનો સ્વીકાર છે – અને એમને સહજ ભાવથી સ્વીકારી લેવાની વાત છે. ડૂબીને તરવાની ખુમારીની વાત છે. સતત પ્રીતના ભાવમાં રહેવાની વાત છે.

જીવવાની કળા એટલે મરવાની કળા!

     કદાચ આ વિધાન વિરોધાભાસી લાગે; પણ એને સમજવું જરૂરી છે. અહીં ‘મરતાં મરતાં’ – મડદાની જેમ જીવવાની વાત નથી. પણ ગયેલી પળને વીસારી દેવાની અને એમાં ઘટેલી ઘટનાને પણ વીસારી દેવાની વાત છે. હરેક પળમાં નવો જન્મ અને એ પળ વિત્યે મૃત્યુ. એ વીતેલી પળોને યાદ ન કરવાનું, એમને દફનાવી દેવાનું ગૌરવભર્યું ગીત છે.

     આપણે સૌ સારી રીત જાણીએ છીએ કે, આ કેટલું મુશ્કેલ કામ છે. પણ કદાચ એમાં જ હરખ અને શોકના મોજાંઓથી અલિપ્ત રહીને જીવનસાગરમાં મોજથી સર્ફિંગ કરતા રહેવાની ચાવી નથી વારૂ?