વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 581 ) કોઇ પ્રિત કરી તો જાણે! – ગઝલાવલોકન -૩

ગઝલાવલોકન લેખ શ્રેણીમાં શ્રી મહેન્દ્ર વ્યાસ ‘અચલ’ની ગુજરાતી ગઝલ “કોઈ પ્રિત કરી તો જાણે “અને એના ઉપર શ્રી સુરેશ જાની લિખિત અવલોકનને આજની પોસ્ટમાં એમના અને ગઝલકાર ના આભાર સાથે પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. 

આ સુંદર ગુજરાતી ગીત-ગઝલને જાણીતા અને માનીતા  ગઝલ ગાયક શ્રી મનહર ઉધાસના સુરીલા કંઠે આ પોસ્ટમાં મુકેલ યુ-ટ્યુબ વિડીયોમાં સાંભળવાનો આનંદ તો કોઈ ઓર જ છે !

વિનોદ પટેલ

==================

મોજાઓના પછડાટોથી, ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે, સાગર જ્યાં રૂઠી પણ જાયે…

એવા ભવસાગરમાં ડૂબી, કોઇ તરી તો જાણે!
કોઇ પ્રિત કરી તો જાણે!

– મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

[ આખી ગઝલ અહીં વાંચો ]

   આ અગાઉના બે ગઝલાવલોકનો પરસ્પર વિરોધી ભાવની અભિવ્યક્તિઓ હતી. પહેલાંમાં મિત્રોનો – મૈત્રીનો ઋણસ્વીકાર હતો; તો બીજામાં ટૂટેલા સંબંધો અંગે વ્યથા હતી.

     જીવનની હકિકત છે કે, આ બન્ને અવસ્થાઓ જીવનની વાસ્તવિકતાઓ છે. આપણે બેયનો અનુભવ કરવો પડે છે. કોઈ જીવન સર્વાંગ સમ્પૂર્ણ નથી હોતું.

     અહીં દર્શાવેલી ગઝલમાં આ વાસ્તવિકતાનો સ્વીકાર છે – અને એમને સહજ ભાવથી સ્વીકારી લેવાની વાત છે. ડૂબીને તરવાની ખુમારીની વાત છે. સતત પ્રીતના ભાવમાં રહેવાની વાત છે.

જીવવાની કળા એટલે મરવાની કળા!

     કદાચ આ વિધાન વિરોધાભાસી લાગે; પણ એને સમજવું જરૂરી છે. અહીં ‘મરતાં મરતાં’ – મડદાની જેમ જીવવાની વાત નથી. પણ ગયેલી પળને વીસારી દેવાની અને એમાં ઘટેલી ઘટનાને પણ વીસારી દેવાની વાત છે. હરેક પળમાં નવો જન્મ અને એ પળ વિત્યે મૃત્યુ. એ વીતેલી પળોને યાદ ન કરવાનું, એમને દફનાવી દેવાનું ગૌરવભર્યું ગીત છે.

     આપણે સૌ સારી રીત જાણીએ છીએ કે, આ કેટલું મુશ્કેલ કામ છે. પણ કદાચ એમાં જ હરખ અને શોકના મોજાંઓથી અલિપ્ત રહીને જીવનસાગરમાં મોજથી સર્ફિંગ કરતા રહેવાની ચાવી નથી વારૂ?

2 responses to “( 581 ) કોઇ પ્રિત કરી તો જાણે! – ગઝલાવલોકન -૩

 1. pragnaju નવેમ્બર 12, 2014 પર 7:12 પી એમ(PM)

  મઝાનું મધુર સંકલન

  Like

 2. pravinshastri નવેમ્બર 12, 2014 પર 7:54 પી એમ(PM)

  મારા દોસ્ત લલ્લુનો અનુભવ અચલ કરતાં જૂદો છે.

  કોઇ પ્રિત કરી તો જાણે!
  બિચારો પ્રિત કરવા ગયો
  ચંપલોના સપાટાઓ, છોકરીના ભાઈના પછડાટો, બાપાની લાતોના આઘાતથી દુઃખ સાગરને તળીયે જઈ ઉદાસના અવાજને બદલે એજ ગઝલ સાયગલની રીતે ગાતો થઈ ગયો હતો મારો દોસ્ત લલ્લુ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: