આધુનિક સમયમાં જગતના દેશોમાં ભારતને એક દેશ તરીકે નીચા જોણું કરાવતી જો મુખ્ય ચાર બાબતો હોય તો એ “ગ “થી શરુ થતી આ ચાર છે :
ગરીબી, ગોટાળા , ગીર્દી અને ગંદકી.
દેશમાં ચોમેર દેખાતી અસ્વચ્છતા આપણી એક રાષ્ટ્રીય શરમ છે.
એમના જીવનમાં હમેશાં સ્વચ્છતાનો આગ્રહ રાખનાર મહાત્મા ગાંધીના જન્મ દિવસ એટલે કે ૨ જી ઓક્ટોબર ૨૦૧૪ ના દિવસથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની નીચે સ્વચ્છ ભારત અભિયાન શરુ થયું છે એ એક શુભ ચિન્હ છે.
આ અભિયાન શરુ કરતાં મોદીએ મહાત્મા ગાંધીની ૨૦૧૯ માં આવતી ૧૫૦મી જન્મ જયંતી સુધીમાં દેશને સ્વચ્છ બનાવવાની દેશવાસીઓને હાકલ કરી છે.
પહેરવેશનાં ભભકાદાર કપડાંને કદી દાગ ના પડવા દેનાર નેતાઓ અને અભિનેતાઓને શેરીઓમાં હાથમાં ઝાડું લઈને સફાઈ કરતા હોય એવા ફોટા અખબારો ,ટી.વી. ના પડદે અને બીજાં સમાચાર માધ્યમોમાં આપણે જોયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતીના રોજ સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ ઝાડુ લગાવીને સમગ્ર દેશને ઝાડું લગાવતા કરી દીધા છે. અત્યાર સુધીમાં ઘણી સેલેબ્રીટી અને ઉદ્યોગપતિઓને વડાપ્રધાનના પગલે દેશના વિવિધ વિસ્તારમાં ઝાડું લગાવતા જોવામાં આવે છે.
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને મોદીએ આ અભિયાનના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે એમણે પણ આ સફાઈ અભિયાનમાં ઝાડુ લગાવી શુભ શરૂઆત કરી હતી. બિગ બી એ મુંબઈમાં કરેલી સફાઈની તસવીર ટ્વિટર પર મુકીને લોકોને આ વિશેની માહિતી આપી હતી.
દેશની સ્વચ્છતા માટે લોક જાગૃતિ માટે આ બધું બરાબર છે પરંતુ જ્યાં સુધી લોકોમાં સદીઓથી ઘર કરી ગયેલી કુટેવોમાં જાતે સમજીને જો કોઈ ફેરફાર નહી થાય તો એમાં બહું ફેર પડવાનો નથી.
હું જ્યારે ગ્રીન કાર્ડ લઈને ૧૯૯૨માં અમેરિકા આવ્યો ત્યારે મારે સિંગાપોર એરપોર્ટ ઉપર લોસ એન્જેલસ જવા માટે પ્લેન બદલવાનું હતું. સિંગાપોર એરપોર્ટ ઉપર ચારેક કલાક રોકાવાનું હતું. એ સમયે એરપોર્ટ ઉપર લટાર મારતાં ત્યાંની સ્વચ્છતા જોઇને દંગ થઇ ગયો હતો. મેં એક મુસાફર ભાઈને આવી સ્વચ્છતાનું કારણ પૂછ્યું તો માલુમ પડ્યું કે એરપોર્ટ ઉપર જો કોઈ પણ સિગારેટનું ઠુંઠું કે બીજો કોઈ પણ જાતનો કચરો ફેંકતો પકડાય તો એને ૨૦૦ ડોલરનો દંડ આપવો પડે એવો કાયદો હતો. આમ જો લોકો જાતે ના સુધરે તો આવું કાયદાકીય દબાણ પણ કામ કરી જતું હોય છે.
આપણે સૌ જાણીએ છીએ કે ભારતના રેલ્વે સ્ટેશનો ઉપર અપાર ગંદકી જોવા મળતી કોય છે. લોકો મન ફાવે એમ ગંદકી ફેંકતા કે કરતા હોય છે.
દિવ્ય ભાસ્કરમાં એક સમાચાર પ્રગટ થયા હતા એ પ્રમાણે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે રેલવેની વિશેષ સ્કવોર્ડે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી એના અંતર્ગત સ્ટેશનના પ્લેટફોર્મ પર ગંદકી ફેલાવનારાને પકડીને તેમની પાસે જાહેરમાં જ પોતું કરાવાયું હતું.
સ્વચ્છતા ઝુંબેશ માટે લોકોને મેસેજ આપી આપીને કંટાળેલા રેલવેના અધિકારીઓએ હવે ડાયરેક્ટર એક્શન માર્ગ અપનાવ્યો છે. સ્ટેશનના પ્લેટફોર્મ સહિતના કોઈપણ ભાગમાં કચરો કે ગંદકી ફેલાવનાર પાસે જ પોતું મરાવવાનું કે સાફ કરાવવાનું અભિયાન હાથ ધરાયું છે.આ રહી એની કેટલીક બોલતી તસ્વીરો.
(ઉપરની પ્રથમ તસ્વીરમાં ઓફિસરો ગંદકી કરનારને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે ,બીજી અને ત્રીજી તસ્વીરમાં એક મહિલા અને એક બાળક અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પોતું મારી રહ્યાં છે એની તસવીર જુઓ )
આમ પ્રજા જો જાતે ના સમજે તો પછી સતાવાળાઓએ આ રસ્તો લેવો પડે એ આપણું એક દુર્ભાગ્ય નહિ તો બીજું શું કહેવાય ?
એક મિત્રના ફેસબુક પેજ ઉપર નીચેનું ચિત્ર જોવામાં આવ્યું એ થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે :
સ્વચ્છતા અભિયાન ત્યારે જ સફળ થઇ શકે જ્યારે દેશનો દરેક નાગરિક એ માટે સજાગ બને અને સરકારના પગલાંની રાહ જોયા વિના સ્વયમ એમાં જોડાઈ જાય.
થોડા માણસો જો ધારે તો કેટલો ફેર પાડી શકે છે એ દર્શાવતા એક સરસ વિડીયોની લીંક શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલી આપી છે .એમના આભાર સાથે વિડીયો નીચે પ્રસ્તુત છે.
કામ ચાલુ, મુહ બંધ
આ વિડીયો શરૂથી અંત સુધી જોવા જેવો છે. એમાં બોલ્યા વિના કામ કરવાની વાત કરવામાં આવી છે .કામ ચાલુ મુહ બંધ રાખીને જો આ વિડીયોમાં બતાવ્યું છે એમ કરવામાં આવે તો બેંગ્લોર જ નહી દેશના દરેક શહેરની સિકલ બદલી શકાય.
Why is India so Filthy ? | The Ugly Indian | TEDxBangalore
This group Ugly Indian do a great job but anonymously in Bangalore! Hope this trend spreads through the rest of India!
ગોદડીયો ચોરો ફેઈમ મારા મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલે સ્વચ્છતા અભિયાન ઉપર એમના બ્લોગમાં એક સુંદર કાવ્ય રચના પોસ્ટ કરી છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
સ્વચ્છતા અભિયાનમાં લાગોને…કાવ્ય….
(રાગ= ચાંદીકી દિવાર ના તોડી પ્યાર ભરા દિલ તોડ દિયા– ફિલ્મ વિશ્વાસ )
આવ્યો છે અવસરિયો રુડો સ્વચ્છતા અભિયાનમાં લાગોને
સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ પુજ્ય બાપુના આદર્શને ઉજાળોને.
વાચકોના પ્રતિભાવ