વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

(583 ) “સ્વચ્છ ભારત અભિયાન”

 Clean india- Govind Patel

 સ્વચ્છ ભારત અભિયાનની ભીતર એક ડોકિયું  

આધુનિક સમયમાં જગતના દેશોમાં ભારતને એક દેશ તરીકે નીચા જોણું કરાવતી જો મુખ્ય ચાર બાબતો હોય તો એ “ગ “થી શરુ થતી આ ચાર છે :

ગરીબી, ગોટાળા , ગીર્દી અને ગંદકી.

દેશમાં ચોમેર દેખાતી અસ્વચ્છતા આપણી એક રાષ્ટ્રીય શરમ છે.

એમના જીવનમાં હમેશાં સ્વચ્છતાનો આગ્રહ રાખનાર મહાત્મા ગાંધીના જન્મ દિવસ એટલે કે ૨ જી ઓક્ટોબર ૨૦૧૪ ના દિવસથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની નીચે સ્વચ્છ ભારત અભિયાન શરુ થયું છે એ એક શુભ ચિન્હ છે. 

આ અભિયાન શરુ કરતાં મોદીએ  મહાત્મા ગાંધીની ૨૦૧૯ માં આવતી ૧૫૦મી જન્મ જયંતી સુધીમાં દેશને સ્વચ્છ બનાવવાની દેશવાસીઓને હાકલ કરી છે.

(આ વિડીયો જુઓ ) 

 પહેરવેશનાં ભભકાદાર કપડાંને કદી દાગ ના પડવા દેનાર નેતાઓ અને અભિનેતાઓને શેરીઓમાં  હાથમાં ઝાડું લઈને સફાઈ કરતા હોય એવા ફોટા અખબારો ,ટી.વી. ના પડદે અને બીજાં સમાચાર માધ્યમોમાં આપણે જોયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ગાંધી જયંતીના રોજ સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ ઝાડુ લગાવીને સમગ્ર દેશને ઝાડું લગાવતા કરી દીધા છે. અત્યાર સુધીમાં ઘણી સેલેબ્રીટી અને ઉદ્યોગપતિઓને  વડાપ્રધાનના પગલે દેશના વિવિધ વિસ્તારમાં ઝાડું લગાવતા જોવામાં આવે છે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને મોદીએ આ અભિયાનના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા છે એમણે પણ આ સફાઈ અભિયાનમાં ઝાડુ લગાવી શુભ શરૂઆત કરી હતી. બિગ બી એ મુંબઈમાં કરેલી સફાઈની તસવીર ટ્વિટર પર મુકીને લોકોને આ વિશેની માહિતી આપી હતી.

દેશની સ્વચ્છતા માટે લોક જાગૃતિ માટે આ બધું બરાબર છે પરંતુ જ્યાં સુધી લોકોમાં સદીઓથી ઘર કરી ગયેલી કુટેવોમાં જાતે સમજીને જો કોઈ ફેરફાર નહી થાય તો એમાં બહું ફેર પડવાનો નથી.

હું જ્યારે ગ્રીન કાર્ડ લઈને ૧૯૯૨માં અમેરિકા આવ્યો ત્યારે મારે સિંગાપોર એરપોર્ટ ઉપર લોસ એન્જેલસ જવા માટે પ્લેન બદલવાનું હતું.  સિંગાપોર એરપોર્ટ ઉપર ચારેક કલાક રોકાવાનું હતું. એ સમયે એરપોર્ટ ઉપર લટાર મારતાં ત્યાંની સ્વચ્છતા જોઇને દંગ થઇ ગયો હતો. મેં એક મુસાફર ભાઈને આવી સ્વચ્છતાનું કારણ પૂછ્યું તો માલુમ પડ્યું કે એરપોર્ટ ઉપર જો કોઈ પણ સિગારેટનું ઠુંઠું કે બીજો કોઈ પણ જાતનો કચરો ફેંકતો પકડાય તો એને ૨૦૦  ડોલરનો દંડ આપવો પડે એવો કાયદો હતો. આમ જો લોકો જાતે ના સુધરે તો  આવું કાયદાકીય દબાણ પણ કામ કરી જતું હોય છે.

આપણે સૌ જાણીએ છીએ કે ભારતના રેલ્વે સ્ટેશનો ઉપર અપાર ગંદકી જોવા મળતી કોય છે. લોકો મન ફાવે એમ ગંદકી ફેંકતા કે કરતા હોય છે.

દિવ્ય ભાસ્કરમાં એક સમાચાર પ્રગટ થયા હતા એ પ્રમાણે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે રેલવેની વિશેષ સ્કવોર્ડે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી એના અંતર્ગત સ્ટેશનના પ્લેટફોર્મ પર ગંદકી ફેલાવનારાને પકડીને તેમની પાસે જાહેરમાં જ પોતું કરાવાયું હતું. 

સ્વચ્છતા ઝુંબેશ માટે લોકોને મેસેજ આપી આપીને કંટાળેલા રેલવેના અધિકારીઓએ હવે ડાયરેક્ટર એક્શન માર્ગ અપનાવ્યો છે. સ્ટેશનના પ્લેટફોર્મ સહિતના કોઈપણ ભાગમાં કચરો કે ગંદકી ફેલાવનાર પાસે જ પોતું મરાવવાનું કે સાફ કરાવવાનું અભિયાન હાથ ધરાયું છે.આ રહી એની કેટલીક બોલતી તસ્વીરો.

 (ઉપરની પ્રથમ તસ્વીરમાં ઓફિસરો ગંદકી કરનારને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે ,બીજી અને ત્રીજી તસ્વીરમાં એક મહિલા અને એક બાળક અમદાવાદ સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પોતું મારી રહ્યાં છે એની તસવીર જુઓ )

 આમ પ્રજા જો જાતે ના સમજે તો પછી સતાવાળાઓએ આ રસ્તો લેવો પડે એ આપણું એક દુર્ભાગ્ય નહિ તો બીજું શું કહેવાય ? 

એક મિત્રના ફેસબુક પેજ ઉપર નીચેનું ચિત્ર જોવામાં આવ્યું એ થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે : 

Modi- kachravala-safaivala

સ્વચ્છતા અભિયાન ત્યારે જ સફળ થઇ શકે જ્યારે દેશનો દરેક નાગરિક એ માટે સજાગ બને અને સરકારના પગલાંની રાહ જોયા વિના સ્વયમ એમાં જોડાઈ જાય.

થોડા માણસો જો ધારે તો કેટલો ફેર પાડી શકે છે એ દર્શાવતા એક સરસ વિડીયોની લીંક શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલી આપી છે .એમના આભાર સાથે વિડીયો નીચે પ્રસ્તુત છે.

કામ ચાલુ, મુહ બંધ 

આ વિડીયો શરૂથી અંત સુધી જોવા જેવો છે. એમાં બોલ્યા વિના કામ કરવાની વાત કરવામાં આવી છે .કામ ચાલુ મુહ બંધ રાખીને જો આ વિડીયોમાં બતાવ્યું છે એમ કરવામાં આવે તો બેંગ્લોર જ નહી દેશના દરેક શહેરની સિકલ બદલી શકાય.

 Why is India so Filthy ? | The Ugly Indian | TEDxBangalore

This group Ugly Indian do a great job but anonymously in Bangalore!
Hope this trend spreads through the rest of India!

ગોદડીયો ચોરો ફેઈમ મારા મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલે સ્વચ્છતા અભિયાન ઉપર એમના બ્લોગમાં એક સુંદર કાવ્ય રચના પોસ્ટ કરી છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે. 

સ્વચ્છતા અભિયાનમાં લાગોને…કાવ્ય….

(રાગ= ચાંદીકી દિવાર ના તોડી પ્યાર ભરા દિલ તોડ દિયા– ફિલ્મ વિશ્વાસ ) 

આવ્યો છે અવસરિયો રુડો સ્વચ્છતા અભિયાનમાં લાગોને

સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ પુજ્ય બાપુના આદર્શને ઉજાળોને.

..આવ્યો છે અવસરિયો.

 

જગદંબા જગ જનનીના આપણ સહુ બાળક છઇએ

ગૌરવંતી ગુજરાતના આપણ સહુ જન જન છઇએ

ગરવા ગુજરાતીનો સાદ સુણી (૨)

એના ગોરવને વધારોને… આવ્યો છે અવસરિયો.

ગામ કેરી ગલીયો ગલીયો સાફ કરીને સફાઇ કરીએ

શહેર કેરી શેરીયોને કચરા ગંદકીથી નિર્મુળ જ કરીએ

નવ નવ જન કેરો નાદ ગજાવી (૨)

સફાઇ સંકલ્પ લેવડાવોને…આવ્યો છે અવસરિયો.

 

રસ્તાઓ વાળી ઝુડી સ્વચ્છતા અભિયાન સાર્થક કરીએ

દેશમાંથી ગંદકીને દુર કરી આરોગ્યના પથદર્શક બનીએ

‘સ્વપ્ન’સજાવી નરેન્દ્રભાઇનું (૨)

સમગ્ર ભારતને ચમકાવોને… આવ્યો છે અવસરિયો.

 

ગોવીંદ પટેલ — સ્વપ્ન જેસરવાકર (લોસ એન્જલસ..અમેરિકા) 

 આભાર …શ્રી ગોવીંદભાઈ  પટેલ,પરાર્થે સમર્પણ 

25 responses to “(583 ) “સ્વચ્છ ભારત અભિયાન”

 1. aataawaani November 5, 2016 at 3:51 PM

  स्वर्ग लोकसे आई गंगा करने पाप धुलाई
  वोही गंगा खुद मैली हो गई कौन करेगा सफाई

 2. aataawaani February 18, 2016 at 3:30 PM

  પ્રિય વિનોદ ભાઈ
  હવે તમે શકુંતલાની વિદાય વેળાની વાત વિનોદ વિહારમાં લખો મને થાક પણ લાગે છે . માર્ચની પહેલી તારીખ હું પૂર્વવત થઇ જઈશ એવી આશા છે

 3. aataawaani January 8, 2015 at 2:17 AM

  પ્રિય વિનોદ ભાઈ
  ગઈ રાતના મારો મોટો દીકરો દેવ જોશી અને એની દીકરી તાન્યા મને મળવા આવ્યા છે . પ્લેનમાંથી ઉતરીને ભાડાની કાર લઇ લીધી છે .બન્ને જણાં સીધાં મોટેલમાં ઉતર્યા છે . સવારે મને મળવા આવશે .અને ચારેક દિવસ રોકાશે . કનક રાવળ અને સુરેશ જાની દેવ જોશીને ઓળખે છે .

 4. aataawaani December 26, 2014 at 9:28 PM

  નરેન્દ્ર મોદી નરમાં ઇન્દ્ર
  સ્વચ્છ ભારત થશે ખરું .માણસોની નમો તરફની લાગણી પોતાના વિચારોમાં બદલાવ લાવશે . પાંચ વરસમાં બહુ સ્વચ્છતા દેખાશે ખરી . એવી મનેતો આશા છે . વિનોદ ભાઈ

 5. Mr.Pravinchandra P. Shah USA December 24, 2014 at 6:47 PM

  Thanks for putting your comments like this Dr. Chandrahas H. Trivedi. I while writing had encouraged and asked few colleagues and known persons to put few words in this direction but somehow people engrossed in their own affairs or other reasons could not echo their felt feelings to the authorities like AMC, SMC and our CM GOG then etc.–Mr. Pravinbhai P. Shah

 6. aataawaani December 24, 2014 at 4:27 PM

  इलाही ताकतवर बनाए रख्खे सबी भारतके लालोको

 7. smdave1940 December 14, 2014 at 3:28 PM

  It is quite essential to pick up those who are paid for keeping the roads and compound clean. But before these people are picked up who are paid to monitor these people. A notice should be given to each municipal commissioners their prime duty is to keep the town clean. Further CC TV camera can be put and monitored their cleanliness. A guilty can be punished. This will improve even law and order condition at a very large scale.

 8. aataawaani December 6, 2014 at 10:11 AM

  narendr modi svachchh bharat maate kaink chamtkar kashe kharo

 9. aavyas December 5, 2014 at 1:46 PM

  very interesting

 10. nabhakashdeep November 15, 2014 at 5:27 PM

  એક જનહિતાય અભિયાન…એક જોમ આ માર્ગે જાગે તો ભયો ભયો..શ્રી ગોવિંદભાઈની સુંદર પ્રેરણામય રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. hirals November 15, 2014 at 7:43 AM

  https://www.facebook.com/theugl.yindian
  gr8 honor for Ugly India team. Hope other cities will join them as part of Swachh Bharat Mission.

 12. Vinod R. Patel November 14, 2014 at 11:00 AM

  Web site link of The Ugly Indian , sent by an Anamik

  http://theuglyindian.com/books/

  • aataawaani December 3, 2014 at 12:15 PM

   ગોવિંદ ભાઈ પટેલે સુંદર કવિતા લખી છે
   એ વાત પણ સાચી છેકે કડક કાયદા વગર સુધારો થવો મુશ્કેલ છે લોકો કચરો કરતાજ રહેવાના ‘ જ્યાં સુધી માણસ પોતાના વિચારોમાં પરિવર્તન ન લાવે ત્યાં સુધી સ્વચ્છતા અભિયાન સફળ નહી થાય .

 13. jagdish48 November 13, 2014 at 8:50 PM

  TED Talk ખુબ સારી રહી. સફાઈ અભિયાન ધીમી ગતિના સમાચાર જેવું છે. ‘power’ ભારતીય પ્રજા પાસે ઝડપથી કામ કરાવી શકે તેમ છે. ગાંધીનગર સચીવાલયની ઓફીસો હવે કોર્પોરેટ ઓફીસો જેવી થઈ છે.બાકી રાષ્ટ્રીય શરમ સ્વીકારવામાં શરમ શાની ? નીચી મુંડીએ સ્વીકાર્ય…

 14. dee35 November 13, 2014 at 8:37 PM

  ભારતના દરેક નાગરીકની સોચ બદલાશે તોજ સ્વચ્છ ભારત અભિયાન સફળ થશે.

 15. Mr.Pravinchandra P. Shah November 13, 2014 at 8:05 PM

  You have done a great Yeoman’s job to enlighten Indian people in the wake of this movement which now the supreme incomparable marketing expert Shri Modi has taken up. I myself have written a letter covering some 30 issues running in 16 pages to the then Mayor, Mr. Aasit Vora of A’bad with copies to the Muni Commr, and the then CM Gujarat the same Modi on the said Gandhi Jayanti Day of 02-10-2011 and it has gone to gather dust as none has acknowledged where this highlighted filth, necessity of public lavatories, planting extra trees, stray cattle nuisance, undisciplined traffic, Education in public schools, and many more issues are raised with few well-thought-out suggestions where a fine is advocated with very high note as practiced in USA considering our century old mind set. This was written from USA and by burning midnight oil by myself for days together. Despite sending it through e-mail, i managed to send hard copies too. Now the same things appeared from horse’s mouth. I may add here I had also sent copies of this to some newspapers like Divyabhaskar and few NGOs christened as Lions of the society/city also but it went in usual way which bumped back from busy uncaring heads pronouncing their inner candid voice ” why should I care” and “ it is none of my business” . The sycophants’ of the said Rajpath/Karnavati club or GCC, A’bad etc will take broom if Modi sends a word or two provided photo session is ensured. What a pity. I being of A’bad and in A’bad i sought appoint in the end of Sept,14 new Muni Commr. Mrs. Thara (Successor of Mr. Mohapatra)but failed to get response and in Oct i came back in USA —Mr. P.P.Shah

 16. pravinshastri November 13, 2014 at 7:28 PM

  એક સમયે અમારૂં સુરત ગંદુ શહેર ગણાતું હતું. મેં તો સુરત ૧૯૬૮માં છોડ્યું હતું ત્યારે છે ગંદુ નહીં પણ તદ્દન સ્વચ્છ પણ ન્હોતું. મેં સાંભળ્યું હતું કે રાવ નામના કમિશ્નરે સુરતને ચંદીગઢ જેવું સ્વચ્છ બનાવ્યું હતું. ગળગુથીમાં ઘૂસી ગયેલી ગંદકી, કાયદા અને સજાની કઠોર ‘સર્જરી’ વગર નથી જ નિકળવાની એ પણ એક વાસ્તવિકતા છે. નેતા અભિનેતા કલાક-બે કલાક ફોટા પડાવીને પ્રજા પાસે તાળીઓ પડાવે તેનાથી કશો શુક્કરવાર ન વળે. સ્વચ્છતાનું વ્યસન લાગવું જોઈએ. વિનોદભાઈ, એઝ યુઝવલ સરસ સંકલન.

 17. Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના

 18. સુરેશ જાની November 13, 2014 at 5:13 PM

  Thanks foe sharing.
  Our power station was also a big dustbin before 1986. Mr.S.J.Coelho – an IAS officer came as our MD; and the first thing he did was to make small gardens at all such places; and inside PS- lots of flower pots – of course after sprint cleaning.

  Just an year after – SBI PS was CLEAN !!

  Same CAN happen in all of India too.

  • pragnaju November 13, 2014 at 6:29 PM

   Great message by a person behind the mask./ANAMIK Guy.Good spirit and real patriotic person.
   The government should be more responsible to take action with law and order,Government should put enough dumpster tins,Urinary and toilets facilities in every two blocks around and clean India by minor criminals and violators who violates civilian laws as a punishment to serve community hours like in USA. Indian people can not be straight out unless there is hefty punishment. In USA people scare to disobey any Government laws. In the sense if you want keep mission live for ever–clean and green India,then people should be displined by LAW AND ORDER for GOOD

 19. pragnaju November 13, 2014 at 4:26 PM

  “સ્વચ્છ ભારત અભિયાન” જેમા વિશ્વે સાથ આપ્યો

  • dR. c.h. trivedi. December 5, 2014 at 6:55 PM

   Yes , I also agree Govt should Make it compulsary that area near by house, ,Working place & near by shoud be clean & well maintain by owner. If found unclean should be warn & than punished. Dr. trivedi. surat.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: