વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 587 ) નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલીયા યાત્રા – સિડનીમાં પણ ફેલાયો “ મોદી જવર “

 સિડનીમાં હજારોની જનમેદનીને સંબોધતા મોદી

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની તાંજેતરની ઓસ્ટ્રેલિયાની સફર અનેક દ્રષ્ટીએ એક યાદગાર અને સફળ વિદેશ યાત્રા બની રહી.

જગતના સૌથી વિકસિત અને વિકસી રહેલી અર્થવ્યવસ્થાના પ્રતિનિધિ જેવા ટોચના વીસ વડાઓની હાજરી વાળા બ્રિસ્બેનમાં યોજાએલ નવમા જી-૨૦ સંમેલનમાં મોદીએ વિદેશોમાં પડેલ દેશનું કાળુ નાણું, બેરોજગારીમાં વૃદ્ધિ આતંકવાદ જેવા ભારતની ચિંતાઓના અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા કરીને અગત્યની કામગીરી બતાવી હતી. આ બધા દેશ નેતાઓને રૂબરૂ મળી, ચર્ચા કરી એક વિશ્વ નેતા તરીકે  તેઓ ઉભરી આવ્યા હતા . અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામાએ તો  એમને “ મેન ઓફ એક્શન” કહીને બિરદાવ્યા હતા.

બ્રિસ્બેનમાં મોદીની કામગીરીનો અહેવાલ તસ્વીરો સાથે આ લીંક ઉપર જોવા મળશે.

PM Narendra Modi wins people’s hearts in Brisbane, Australia/

બ્રિસબેનમાં આયોજીત જી૨૦ દેશોની બેઠકમાં ભાગ લીધા બાદ વડા પ્રધાન મોદી તારીખ ૧૭ મી નવેમ્બર 2014 ની સવારે સિડની આવી પહોંચ્યા હતા. અહીં બપોરે એક વાગે તેમણે ઓલિમ્પિક પાર્કમાં આવેલા ઓલફાન્સો અરિના ખાતે હજારોની જનમેદનીને સંબોધન કર્યું. ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર જેવો જ માહોલ સિડનીના આલ્ફોંસ એરિનામાં પણ જોવા મળ્યો હતો.

અંદાજે ૧૬૦૦૦ ઓસ્ટ્રેલીયામાં વસતા રાષ્ટ્રપ્રેમી ઉત્સાહી ભારતીયોથી આ આડિટોરિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું,

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ બંને દેશોના રાષ્ટ્રગાન બાદ વડા પ્રધાન મોદીએ સ્ટેજ પર માથું નમાવીને ખીચોખીચ હોલમાં હાજર લોકોનું અભિવાદન કરી એમનું પ્રવચન શરુ કર્યું હતું. અંતમાં ‘સ્વચ્છ ભારત’ માટે સહકાર આપવા  મોદીએ સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયા મૂળના ચિત્રકાર રમેશ ચંદ્રા સાથે મુલાકાત કરી છે. ચંદ્રા કેન્સરની દર્દી છે અને તેમણે ખાસ મોદી સાથે મુલાકાત માટેની ઈચ્છા રજૂ કરી હતી જે મોદીએ આ વખતે એમને મળીને પૂરી કરી હતી. 

આ પ્રસંગનો તસ્વીરો સાથેનો અહેવાલ જોવા શ્રી મોદીની વેબ સાઈટની આ લીંક ઉપર પહોંચી જાઓ.

શ્રી મોદીએ આપેલ એક ઐતિહાસિક પ્રવચનનો સંપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનો વિડીયો આ રહ્યો  .   

 PM Narendra Modi won people’s hearts during his eventful stay in Australia .  

સિડનીના આ ઓડિટોરિયમ બહાર પણ અદ્દભૂત નજારો જોવા મળ્યો. અહીં ગુજરાતી ફૂડના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા . લોકો મોદીના માસ્ક અને તેમના ચહેરા વાળી ટી-શર્ટ પહેરી નમો નમોના નારા લગાવી રહ્યા હતા. અંદાજે ૫૦૦૦ જેટલા લોકોને ટિકીટ મળી ના હોવાથી તેઓ ઓડિટોરિયમની બહાર લાગેલા સ્ક્રીન પર મોદીનું ભાષણ નિહાળી રહ્યા હતા.

મોદી એક્સપ્રેસ

MODI EXPRESS

સિડનીમાં આયોજિત મોદીનાં ભાષણને સાંભળવા માટે આવનારાં લોકો માટે એક વિશેષ ટ્રેન ‘મોદી એક્સ્પ્રેસ’ની વ્યવસ્થા કરવામાં આવી હતી.  ચાર બોગીવાળી આ મોદી એક્સપ્રેસ ટ્રેનમાં મેલબર્નથી સિડની જવા ૨૦૦ લોકો ઢોલ નગારા સાથે મુસાફરી કરીને આવ્યા હતા .મેલબર્નના ઇતિહાસમાં કોઈ બહારની વ્યક્તિના નામ પર ટ્રેન દોડાવવામાં આવી હોય અને ટ્રેનમાં એક્સ્ટ્રા  બોગી જોડવામાં આવી હોય એવું પહેલી જ વાર બન્યું હતું.

મેલબર્નના રેલવેતંત્રની મદદથી ‘મોદી એક્સ્પ્રેસ’ને તિરંગા ફુગ્ગા, મોદીપોસ્ટર અને ફોટોગ્રાફથી સજાવવામાં આવી હતી. ભારતીય સમુદાયના ઘણા લોકોને જગાના અભાવે  ટિકિટ ના મળવાથી નિરાશા સાંપડી હતી. આયોજકોએ ટ્રેનમાં મુસાફરોને મોદીઢોકળાં અને મોદીફાફડા પીરસવાની વ્યવસ્થા કરી હતી. ટ્રેનમાં સમગ્ર યાત્રા દરમિયાન મ્યુઝિક અને ડાન્સના કાર્યક્રમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આખો માહોલ જાણે કે મોદીમય બની ગયો હતો . આને કહેવાય મોદી જવર !

3 responses to “( 587 ) નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલીયા યાત્રા – સિડનીમાં પણ ફેલાયો “ મોદી જવર “

  1. સુરેશ નવેમ્બર 17, 2014 પર 4:42 પી એમ(PM)

    મોદીઢોકળાં અને મોદીફાફડા
    —-
    ખાય તેણે સીધા કામ કરવા ઉપડવું પડે; (ક્યાં એ ન પુછતા !)

    Like

  2. pragnaju નવેમ્બર 17, 2014 પર 5:57 પી એમ(PM)

    ખૂબ સરસ સંકલન
    છેલ્લા થોડા દીવસથી વારંવાર પ્રવચનો સાંભળ્યા છે.
    તો દી. ચિ. સુ.જા.ની વાત પર પ્રતિભાવ
    ………………………………………………
    અમારા ભત્રિજાને વાર બહુ લાગે તેથી ગાય
    હું જાઉં છું હું જાઉં છું
    ત્યાં આવશો કોઇ નહીં
    સાંકળ ઘણી ખખડાવશો
    પણ ફાવશો કોઇ નહીં !
    અને
    મોદીઢોકળાં અને મોદીફાફડા પછી તેના
    મિત્રને વારંવાર જવું પડે તો ગાય
    ઇસ અંજુમનમેં આપકો આના હૈ બાર બાર
    ઇન દરોદીવારકો પહેચાન લીજીએ !

    Like

  3. Vinod R. Patel નવેમ્બર 18, 2014 પર 10:24 એ એમ (AM)

    મોદીએ ભલ ભલાને કામ કરવા ઉપડવું પડે એવા કરી દીધા છે ! ( સમજી ગયા ને !)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: