વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 590 ) વનઅપમેનશિપ કે ઉબુન્ટુ?

સમાજવાદ એ નિષ્ફળતાની ફિલસૂફી છે, અજ્ઞાનનો પંથ છે,

અને અદેખાઇનું ધર્મસૂત્ર છે, એનો જ્ન્મજાત વિશિષ્ટ ગુણ છે કંગાલિયતની સરખી ભાગબટાઇ.

વિન્સ્ટન ચર્ચિલ

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ ના બ્લોગ નિરવ રવે માં એમના સુપુત્ર શ્રી પરેશ વ્યાસ લિખિત આ લેખ વાંચતાં જ

ગમી ગયો . આ બન્ને વિદ્વાન મા-દીકરાના આભાર સાથે વી.વી.માં એને રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

નીરવ રવે

વનઅપમેનશિપ કે ઉબુન્ટુ?

 ભાજપ-શિવસેનાનાં સંબંધોનું કમઠાણ…

ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે,
તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું.

મકરંદ મુસળે

પચ્ચીસ પચ્ચીસ વર્ષોનાં સંબંધો ભડભડ બળ્યાં. રાજકારણની હવા જ તો કંઇક એવી છે. જુઓને, ભાજપ અને શિવસેનાનું કેસરી સહ-જીવન ટક્યું નહીં. ગુજરાતી લેક્સિકોન અનુસાર  કેસરીજીવન વૈદ્યક દવામાં વપરાતું એક ચાટણ છે જે અભ્રકભસ્મ, બંગભસ્મ, રસસિંદૂર અને કેસર નાખીને બનાવાય છે. તે પૌષ્ટિક, વીર્યવર્ધક અને બળદાયક છે. કેસરીજીવનનાં ચાટણથી બન્ને પક્ષોનું સંવર્ધન થયું જરૂર પણ આખરે કેસરિયા રાજકારણનાં પ્રણેતા ભાજપ આણિ શિવસેનાની માઝી સટકેલ થઇ. પચ્ચીસ વર્ષનું સાનિધ્ય છિન્ન થયું. સત્તાની દોડમાં તેઓ ભૂલી ગયા કે આપણે છઇએ તો હું છું. પણ હશે ભાઇ, રાજકારણીમાં ભલે હોય પણ રાજકારણમાં માનવીય મૂલ્યોને કોઇ અવકાશ હોતો નથી. અહીં જતું કરવાનો રિવાજ નથી.  ‘હું તારાથી બળુકો’ માટે અંગ્રેજ શબ્દ છે: વન-અપમેનશિપ(One-upmanship) અને  ‘મૈં નહીં, હમ’ માટે આફ્રિકન ઝુલુ બોલીનો શબ્દ છે: ઉબુન્ટુ (UBUNTU).

એકવાર…

View original post 573 more words

2 responses to “( 590 ) વનઅપમેનશિપ કે ઉબુન્ટુ?

  1. pragnaju નવેમ્બર 19, 2014 પર 3:23 એ એમ (AM)

    ચિંતનાત્મક પ્રતિભાવ અને રીબ્લોગ માટે ધન્યવાદ 

    Like

  2. aataawaani નવેમ્બર 19, 2014 પર 4:52 એ એમ (AM)

    મને ચર્ચિલની વાત ગમી ,અને સાચી લાગી .અને રશિયા જેવા પાવર ફૂલ સામ્યવાદી દેશ નો ભૂકો બોલી ગયો .

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.