વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 593 ) બસ એટલી સમજ; ગઝલાવલોકન -૪ —- સુરેશ જાની

સુરેશ જાની

સુરેશ જાની

વી.વી.ની ગઝલાવલોકન શ્રેણીમાં ,પાળિયાને બેઠા કરી દે એવી ગઝલોના રચયિતા “મરીઝ “સાહેબની એક જાણીતી ગઝલ “બસ એટલી સમજ મને પરવરદિગાર દે,”ને શ્રી સુરેશ જાનીએ ગઝલાવલોકન -૪  માટે પસંદ કરીછે.

શ્રી સુરેશ જાનીએ આ ગઝલનો એમની આગવી સ્ટાઈલમાં આજની પોસ્ટમાં આસ્વાદ કરાવ્યો છે.એમના આભાર સાથે આ ગઝલને જાણીતા ગાયક મનહર ઉધ્ધાસ અને અન્ય ગાયકોના કંઠે સંગીતના સુરો સાથે માણો.

વિનોદ પટેલ 

=========================

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, ત્યાં બધાના વિચાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

આખી ગઝલ અહીં વાંચો અને સાંભળો

    અહીં આપણે આ ગઝલનું રસદર્શન કરવું નથી; એ જરૂરી પણ નથી. એક પણ શેર સમજાવવો પડે તેવો નથી. ‘મરીજ઼’ની આ જ તો ખુબી છે – સીધા દિલમાં ઉતરી જાય તેવા શબ્દો.

    પણ આખી ગઝલમાંથી નમ્રતા અને કૃતજ્ઞતા શબ્દે શબ્દે છલકાય છે. આપણા મોટા ભાગનાં દર્દોની દવા આ જ તો છે. બસ! આટલી જ સમજની જરૂર છે ને?

     દુઃખમાં તો સૌ ઈશ્વર, અલ્લા, જિસસને યાદ કરે; પણ સુખમાં આપણે કોઈને યાદ કરીએ છીએ ખરા? બસ એ મજાઓ માણીને બેસી જ પડ્યા. મરીઝ એટલી સમજ માંગે છે કે, આવી ચંદ ક્ષણોમાં પણ બીજાને યાદ કરીએ.

     પીઠામાં જ આપણું માન હોય છે! – બધા ભાન ભુલેલા, બેહોશ, બકવાસ કરતા, લથડતા, આથડતા, માનના ભુખ્યાઓનો સમૂહ.આપણે માનના કેટલા બધા ભુખ્યા હોઈએ છીએ?  જ્યાં પરમ તત્વની વાત હોય ત્યાં આપણા જેવા ભાન ભુલેલાનું શું સ્થાન?

   મત્લાના શેરમાં ઋણસ્વીકાર છે; પણ એ ઉપકારોનો  બદલો આપવા માટે આપણી પાસે શું છે? કશુંય આપણું પોતાનું, આગવું છે ખરું? એ પણ અલ્લા ઉધાર આપે તો જ બદલો વાળી શકીએ.

    આઝાદ બનવા માટેની પ્રારંભિક પૂર્વશરતો.

હું કાંઈ નથી.
મારી પાસે કશું નથી.
મારે કશું જોઈતું નથી.

બસ! આટલી જ સમજ
આપણા રોમે રોમમાં;
આપણા જિન્સમાં
આવી જાય તો?

5 responses to “( 593 ) બસ એટલી સમજ; ગઝલાવલોકન -૪ —- સુરેશ જાની

  1. aataawaani નવેમ્બર 20, 2014 પર 6:11 પી એમ(PM)

    અલ્લાહ તું મને એટલી સમજતો દે
    સુરેશે મોકલેલ ગઝલ સાંભળવાને દે
    સુરેશ ભાઈ હું આ ગઝલ સાંભળી નથી શક્યો .હવે જોઉં છું કે વિનોદભાઈ ના ઈ મેલ ઉપર સંભળાય છે કે નહિ .

    Like

  2. pragnaju નવેમ્બર 21, 2014 પર 7:16 પી એમ(PM)

    હું કાંઈ નથી.
    મારી પાસે કશું નથી.
    મારે કશું જોઈતું નથી.

    તો તમે આઝાદ

    Like

  3. La' Kant નવેમ્બર 25, 2014 પર 2:39 એ એમ (AM)

    કોઇ પણ પ્રકારની અપેક્ષારહિતતાનું ” હળવાપણું” [ એક આશાયેશતાનો વૈભવ ] એ જ મારી સમજઃણ જેને
    ઉપલબ્ધ થતો રહું ! આજ મારી સભરતા…. છલોછલ છું ….
    -લા’ કાંત / ૨૫.૧૧.૧૪

    Like

  4. Ramesh Patel નવેમ્બર 28, 2014 પર 10:44 પી એમ(PM)

    વાહ! મરીઝ કહું કે વાહ ગઝલ કહું કે વાહ! આઝાદીના ઉદઘોષક ગુરુ .

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: