વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 594 ) સર્વવ્યાપી પ્રભુ……એક પ્રાર્થના કાવ્ય ….. વિનોદ પટેલ

સવારની ચા અને નાસ્તો પતાવી તાજો માજો બની મારી રૂમમાં આવી, કોમ્પ્યુટર ખોલી, મારા વર્ક ટેબલની ખુરશીમાં બેસીને આજની પોસ્ટના વિચારો કરતો બારી બહાર જોઉં છું,તો સૂર્યનાં બાળ કિરણો બધે ફેલાઈ ગયાં છે.વાતાવરણમાંની આહલાદક ઠંડી મનને એક અગમ ચેતના આપી રહી છે. આવી મજાની સવારે પ્રભુની અકળ લીલાઓ અને પ્રભુ સ્મરણ મનનો કબજો લઇ લે છે.

આવી સુંદર પ્રભુમય મનોસ્થિતિમાંથી આકાર પામ્યું એક પ્રાર્થના કાવ્ય .એને ઝટપટ કોમ્પ્યુટરમાં કેદ કરીને વાચકોના આસ્વાદ માટે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે .

આશા છે એ આ પ્રાર્થના કાવ્ય મારી માફક તમને એ દિવ્ય પ્રભુ શક્તિનો થોડો પણ અહેસાસ કરાવવામાં કામયાબ નીવડશે.  

વિનોદ પટેલ 

 God is everywhere

સર્વવ્યાપી પ્રભુ

હે પ્રભુ, આવા પ્રશ્નો મનમાં થયા કરે ,

તું છે ? ક્યાં છે ? છે, તો દેખાય કેમ નહિ ?

પણ ક્ષણમાં મન જ જવાબ આપી દે,

ફૂલોના રંગો અને એની સુગંધમાં તું છે,

પતંગીયાની પાંખની રંગોળીમાં તું છે,

ઘટાદાર કબીર વડના બીજમાં તું છે,

આકાશમાં ઉડતા પંખીની પાંખમાં તું છે,

દરિયાઈ માછલીના ભૂતળ તરણમાં તું છે.

મેઘ ધનુષ્યના મનમોહક રંગોમાં તું છે ,

ઉષાની લાલી ,સંધ્યાની કાલીમામાં તું છે,

દરીયાની ભરતી,ઓટ અને સુનામીમાં તું છે,

પર્વત ટોચેથી વહેતા લાવારસમાં તું છે,

માતાના ગર્ભ અને પ્રસુતિ પીડામાં તું છે,

માતાના પ્રેમ અને શિશુના સ્મિતમાં તું છે,

કેમ ભૂલું છું, જ્યાં જ્યાં નજર કરું છું હું,

અત્ર ,તત્ર,સર્વત્ર જે દેખાય એ જ તું છે,

પ્રભુ મને એવી દિવ્ય દ્રષ્ટિ આપ કે જેથી,

તને સાચા સ્વરૂપે હર હંમેશ નીરખી શકું,

તારામય બની ,જીવન ધન્ય બનાવી શકું.

વિનોદ પટેલ , 11-22-2014         

  

 

4 responses to “( 594 ) સર્વવ્યાપી પ્રભુ……એક પ્રાર્થના કાવ્ય ….. વિનોદ પટેલ

 1. Mr.Pravinchandra P. Shah નવેમ્બર 22, 2014 પર 11:15 એ એમ (AM)

  Nice chronicle of Omnipresent and all pervasive almighty‘S radiant and governing several forms also reckoned in Geeta

  Like

 2. dee35 નવેમ્બર 22, 2014 પર 11:58 એ એમ (AM)

  આત્માસો પરમાત્મા……તેની ઓળખ શોધવા ક્યાં ફાંફા મારવાં?

  Like

 3. pragnaju નવેમ્બર 23, 2014 પર 4:10 પી એમ(PM)

  ભાવવાહી પ્રાર્થના
  રીબ્લોગ કરશુ

  Like

 4. ગોદડિયો ચોરો… નવેમ્બર 29, 2014 પર 7:35 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  સવારના આલ્હાદક વાતાવરણમાં સુર્ય સાક્ષિઍ સરસ પ્રાથાના આપની કલમથી પ્રગટી છે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: