વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 596 ) થેંક્સ ગીવિંગ ડે નાં અભિનંદન / શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખો

 (Pl. Click and watch video of your Thanks Giving Greeting Card Messages 

અમેરિકામાં અને કેનેડામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર ને થેન્ક્સ ગીવીંગ ડે (આભાર પ્રગટ દિવસ )તરીકે ઉજવવાનો રીવાજ વર્ષોથી ચાલ્યો આવે છે .

થેંક્સ ગીવીગ ડે નો આવિર્ભાવ કેવી રીતે થયો એનો ઈતિહાસ આ વિડીયોમાંથી જાણવા મળશે.  

આ દિવસે લોકો મા -બાપ , કુટુંબી જનો અને સ્નેહી-મિત્રોને હળે મળે છે અને ખાવા-પીવાની મિજબાનીઓ યોજી રજાનો આનંદ માણે છે.આ દિવસથી ક્રિસમસ સુધી અમેરિકામાં ઉત્સવ જેવો માહોલ છવાઈ જાય છે.રજાઓના  આનંદ પ્રમોદ સાથે સ્ટોરોમાં અવનવી ચીજ વસ્તુઓની  ખરીદી માટે ગીર્દી જોવા મળે છે.

આ દિવસે ગરીબો તથા હોમલેસ લોકોને માટે ભોજન વ્યવસ્થા તથા દાન કરી પ્રભુનાં આ કમનશીબ બાળકો પ્રત્યે દયા  ભાવ દર્શાવાય  છે.બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે પણ કહ્યું છે “ જેની પાસે આપવાની હીંમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.”

સંત તુલસીદાસના આ દુહામાં પણ દયાભાવ રાખવાની  શીખ એમણેઆપી છે.

દયા ધરમકા મૂલ હૈ , પાપ મૂલ અભિમાન

 તુલસી દયા ન છાંડીએ, જબ લગ ગટમેં પ્રાન

આ દિવસે પરમ કૃપાલુ પરમાત્માએ મનુષ્ય જાતને  આપેલ અગણિત ભેટો અને કરેલ ઉપકારો બદલ એને યાદ કરી એનો આદરથી આભાર માનવાનો પણ દિવસ છે .

થેંક્સ ગીવીગ ડે (આભાર પ્રગટ દિવસ)ના સ્પીરીટને  વ્યક્ત કરતી મારી આ કાવ્ય રચના આપને વાંચવી ગમશે.

ઓ પ્રભુ ,તારો આભાર !

અન્ન અને વસ્ત્ર આપવા માટે પ્રભુ તારો આભાર,

સવારે સૂર્યપ્રકાશમાં જગાડવા માટે તારો આભાર,

માથે છત્ર અને રાત્રે આરામ માટે તારો આભાર,

સ્નેહીજનો અને મિત્રોના પ્રેમ માટે તારો આભાર,

આમ અગણિત ઉપકારો છે જીવનમાં ,પ્રભુ તારા,

કેટલા ઉપકારો માટે માનું આભાર,એ સમજાય ના .

-વિનોદ પટેલ 

આ થેન્ક્સ ગીવિંગ ડે (આભાર પ્રગટ દિવસ )નો સ્પીરીટ

અને એનો આનંદ સૌને મુબારક હો.

HAPPY THANKSGIVING DAY 2014  

===============================

 ‘ગુજરાતમીત્ર’ દૈનીક માં શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખો 

થેંક્સ ગીવીંગના આ જન ઉત્સવ પ્રસંગે સુરતના અખબાર ‘ગુજરાતમીત્ર’ દૈનીકની બુધવારીય પુર્તી ‘દર્પણ’માં ન્યુ જર્સી નિવાસી હાસ્ય–લેખક હરનીશ જાનીની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં તારીખ ૨૬ મી નવેમ્બરના રોજ પ્રકાશીત એક હળવો લેખ નીચેની પી.ડી.એફ ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને માણો

થેંક યુ ફોર શોપીંગ -થેંકસ ગીવીંગ -હરનીશ જાની -G.M.-DP-2014-11-26 

હરનીશભાઈના હાસ્ય લેખો દર બુધવારે ગુજરાત મિત્રમાં એમની  ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ કોલમમાં નિયમિત પ્રકાશિત થતા રહે છે.

આ બધા લેખોની પિ.ડી.એફ.ફાઈલની લીંક મોકલવા માટે સુરતના મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો અને હાસ્ય લેખક શ્રી હરનીશભાઈનો આભારી છું. 

ગુ.મી.માં  આ અગાઉ પ્રગટ એમના આ ત્રણ લેખ પણ તમને વાંચવા ગમશે.

ક્રિસમસ એક અમેરિકન દિવાળી -હરનીશ જાની ..ગુ.મી…૧૧-૧૯-૧૪

 અમેરિકામાં પોલીસ સામે પાકીટ ખોલો તો જેલ ભેગા થવાનો વારો આવે.-હરનીશ જાની ..ગુ.મી. ..૧૧-૧૨ -૧૪ 

 ‘મેરા લાલ દુપટ્ટા ખાદી કા...હરનીશ જાની..ગુ.મી….૧૧-૫-૧૪

 સંપર્ક  

harnishjani5@gmail.com

Phone 609-585-0861 * Cell 609-577-7102

 

 

 

8 responses to “( 596 ) થેંક્સ ગીવિંગ ડે નાં અભિનંદન / શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખો

 1. ગોદડિયો ચોરો… November 29, 2014 at 7:29 PM

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  થેન્ક્સ ગીવિંગના મોડે મોડા અભિનંદન

 2. pragnaju November 29, 2014 at 6:57 AM

  HAPPY THANKSGIVING DAY 2014

  સદા જેમ હા જાજીના મઝાના લેખ

 3. Ramesh Patel November 28, 2014 at 10:36 PM

  શુભેચ્છા સહ..ખૂબ જ સુંદર સંકલન. નીવડેલા લેખકશ્રી હર્નિશભાઈની કલમ છવાતી જાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. jagdish48 November 28, 2014 at 6:37 AM

  પશ્ચિમમાં વર્ષમાં એક દિવસ ઉજવાય છે જ્યારે પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયમાં ત્રિકાલ સંધ્યાના મંત્રો દ્વારા દિવસમાં ઇશ્વર અને અન્ય તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વાત કરી છે. કોઈવાર કૃતજ્ઞતા સમારોહ પણ યોજાય છે.
  નવી જાણકારી માટે થેન્કસ.

 5. mdgandhi21, U.S.A November 27, 2014 at 6:08 PM

  Happy Thanksgiving to you…….

  શ્રી હરનીશભાઈના ત્રણે લેખો વાંચ્યા. કેટલું બધું સચોટ વર્ણન કર્યું છે…. બહુ સુંદર લેખો છે……

 6. dee35 November 27, 2014 at 9:50 AM

  थेंक्स गीवींग आपको और आपके सब रीडरको मूबारक हो.

 7. સુરેશ જાની November 27, 2014 at 5:27 AM

  થેંક યુ ફોર થેન્કસ ગીવીંગ !!

 8. ગોવીન્દ મારુ November 27, 2014 at 4:51 AM

  ‘‘થેંક યુ ફોર શોપીંગ– થેન્કસ ગીવીંગ’’ લેખ ‘ગુજરાતમીત્ર’માં અધુરો છપાયો છે માટે શ્રી. હરનીશભાઈ જાનીનો સમ્પર્ક કરી તેની વર્ડ મુકશો તો આ તહેવાર અંગે.આપણા ભારતીયોના વલણ અને વર્તનની વાચકમીત્રોને માહીતી મળશે..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: