વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

( 598 ) મજા જે હોય છે ચુપમાં – ગઝલાવલોકન – ૫

સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ  છેલ્લા સાત આઠ વરસથી  બ્લોગ જગતમાં એમના લેખો/ કવિતાઓ લખી/ વાંચી; કોમેન્ટો મેળવી/ આપી ગુજરાતી બ્લોગ જગતમાં સારું નામ કમાયા છે .હવે આવું  એમના બ્લોગોનું એમને મતે “વળગણ ” ઓછું કરી, પ્રતિદિન આંતર યાત્રી થતા જાય છે.

આમ હોવા છતાં મારી વિનંતીને માન આપી વિનોદ વિહાર માટે એમણે યથાવકાશે ગઝલાવલોકનો લખવાનું સ્વીકાર્યું છે એ બદલ હું એમનો અત્યંત આભારી છું.

 આજની પોસ્ટમાં પ્રસ્તુત ગઝલાવલોકન – ૫ માં સુરેશભાઈ જાણે કે એમની જ, ચુપ રહેવાની-આર્ટ ઓફ સાયલન્સ! ની વાત કરતી “આસીમ” રાંદેરીની ગઝલ લઈને હાજર થયા છે .

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

જાણીતા ગઝલકારની આ સુંદર ગઝલને મનહર  ઉધાસના સુરીલા કંઠે ગવાતાં સૂર  શબ્દો અને સંગીત ના માફકસરના મેળવણથી ગઝલ ખુબ દીપી ઉઠી છે .તમને એ માણવી જરૂર ગમશે .તમને ગઝલ કેવી લાગી એ પણ જણાવશો.

વિનોદ પટેલ

=========================

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

– ‘આસીમ’ રાંદેરી

અહીં એ ગઝલ આખી વાંચો.(શ્રી. મનહર ઉધાસે નહીં ગાયેલ શેર પણ માણો.)

     સાત આઠ વરસ બ્લોગ જગતમાં લેખો/ કવિતાઓ લખી/ વાંચી; કોમેન્ટો મેળવી/ આપી … હવે ચુપ રહેવાનો મહિમા; આર્ટ ઓફ સાયલન્સ!

      અંતરયાત્રાનું એક પ્રદાન – ભાવજગતની અભિવ્યક્તિ નહીં; આખુંને આખું એ જગત જ, રોમે રોમમાં રમમાણ. જેમ જેમ એમાં ડુબકી વધારે ને વધારે સમય રહેતી થાય; તેમ તેમ ઝાંઝવાના જળ જેવા ‘ગંગાજળ’ માટે કોઈ વલોપાત નહીં. અંદર રહેલા, પોતીકા, તાપીના શીતળ જળનો આકંઠ આસ્વાદ.

5 responses to “( 598 ) મજા જે હોય છે ચુપમાં – ગઝલાવલોકન – ૫

  1. Ramesh Kshatriya ડિસેમ્બર 1, 2014 પર 3:05 પી એમ(PM)

    Snehi Sureshbhai thanks 4 reply, we met couple times in function, sure we will meet.

  2. pragnaju નવેમ્બર 30, 2014 પર 6:23 એ એમ (AM)

    ગુંજન સંભળાયું
    કબીરપંથી નિર્ગુણ ગાયક અને પદ્મશ્રી પ્રહલાદ ટીપણીયા અને તેમના સાજીંદાઓએ કબીરની જાણીતી રચના’ધીરે ધીરે ગાડી હાંકો રામ..’

  3. સુરેશ નવેમ્બર 29, 2014 પર 11:11 પી એમ(PM)

    આ જ ભાવ આ ગઝલાવલોકન લખ્યા પછી,સતત દોહરાયા કર્યો; વાગોળાતો રહ્યો – અને રાતના બાર વાગ્યા સુધી નિંદર હરામ થઈ ગઈ. એ ચુપકીદી ભરી જાગૃતિમાંથી સરી પડ્યો આ શેર…..

    અપેક્ષામાં નથી હોતી; ન હોતી એ ઉપેક્ષામાં
    મજા જે હોય છે ગળવામાં; ભળવામાં નથી હોતી.

  4. Ramesh Kshatriya નવેમ્બર 29, 2014 પર 9:11 પી એમ(PM)

    very heart touch Gazal, really Sureshbhai like badhi mudhi lakh ni- silent may weigh more some times.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: