વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 599 ) બ્લોગ્સની આજકાલ …..પી.કે.દાવડા

આ અગાઉની પોસ્ટ નંબર ( 597 ) માં મારો એક લેખ +કાવ્ય  “મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે .” તમે વાંચ્યું.આ પોસ્ટમાં મેં મારા બ્લોગર તરીકેના ત્રણ વર્ષના અનુભવોનું તારણ એમાં રજુ કર્યું છે. 

એના અનુસંધાનમાં આજની પોસ્ટમાં શ્રી પી.કે.દાવડા એ મોકલેલ લેખ બ્લોગ્સની આજકાલ “ એમના આભાર સહીત પ્રસ્તુત છે.

શ્રી દાવડાનો પોતાનો કોઈ બ્લોગ નથી પણ તેઓ વર્ષોથી ઘણા બ્લોગમાં એમના લેખો /કાવ્યો મોકલતા હોય છે. ઘણા બ્લોગર મિત્રો સાથે એમને નજીકનો સંબંધ છે. એમના આ લેખમાં બ્લોગ અને બ્લોગરો સાથેના એમના વર્ષોના અનુભવનું તારણ પ્રસ્તુત કર્યું છે .તમને એ જરૂર વાંચવું ગમશે.

એમનો આ ટૂંકો પણ મનનીય લેખ વાંચ્યા પછી તમે શ્રી દાવડાજીને ઓડિયો અને વિડીયોમાં એમની વિવિધ કૃતિઓને  રજુ કરતા સાંભળી/જોઈ શકશો.

વિનોદ પટેલ 

===================================

બ્લોગ્સની આજકાલ -શ્રી પી.કે.દાવડા

P.K.DAVDA

P.K.DAVDA

૨૦૦૫ની આસપાસ ગુજરાતી બ્લોગ્સની શરૂઆત થઈ.જોતજોતામાં  બ્લોગ્સ લોકપ્રિય થઈ ગયા. ૨૦૧૨ સુધીમાં તો બ્લોગ્સ લોકપ્રિયતાની પરાકાષ્ટાએ પહોંચી ગયા. Inverted Parabola ની આ ટોચ હતી. અહીંથી એની લોકપ્રિયતામાં ઓટ આવવા લાગી. 

આજની હકીકત કંઈક આવી છે. 

બ્લોગના સંચાલકો અને લેખકો ઈમેઈલથી વાચકોને આમંત્રણ મોકલે છે કે મારા બ્લોગ ઉપર પધારો. આમત્રંણને માન આપી કેટલાક લોકો બ્લોગમાં જઈ ચાંદલાના રૂપમાં કંઈપણ વાંચ્યા વગર Like નું બટન દબાવી આવે છે.એનાથી ‘મોટો ચાંદલો’ કરવો હોય તો ‘સરસ’, ‘બહુ સરસ’ કે કંઈક આવું પ્રતિભાવ રૂપે લખી આવે છે, એક પણ શબ્દ વાંચ્યા વગર. કેટલાક આમંત્રણ આપનારા ચાંદલો ન આપનારાને ફરી ફરી આમંત્રણના ઈમેઈલ મોકલ્યા કરે છે 

આવું કેમ છે ? ‘ફેસબુક’, ‘ટ્વીટર’ અને ‘વોટ્સએપ’,રીયલ ટાઈમ’ જાણવા જેવું બધું જ, અતિ ટુંકાણમાં જણાવી દે છે. આને લીધે વાંચકોની લાંબા લખાણ વાંચવાની આદતમાં ફેરફાર થવા લાગ્યા છે. Sweet & Short ના જમાનાએ પકડ જમાવવાની શરૂઆત કરી દીધી છે. સાહિત્ય કરતાં માહિતીનું મહત્ત્વ વધવા લાગ્યું છે. મોબાઈલના નાનકડા સક્રીન પર લાંબા લખાણ વાંચવા સગવડભર્યા પણ નથી. ડેસ્કટોપ અને લેપટટોપ કરતાં મોબાઈલ ઉપર સરફીંગ કરવાવાળાની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. આજે સિનીયરો પણ સ્માર્ટ ફોન વાપરતા થઈ ગયા છે, એટલે તેઓ પણ પહેલાંની જેમ લેપટોપ લઈ લાંબાં લખાણો વાંચતા નથી 

બીજું એક કારણ એ પણ હોઈ શકે, કે અસલી (જુનું ) હતું તે બધું પીરસાઈ ચૂક્યું છે, નવામાં જુના જેવો સ્વાદ નથી, અને તેથી લોકો એના ઉપર નજર કરી લે છે; પણ ફરી ફરીને માણતા નથી, કે અન્ય લોકો સાથે એની ચર્ચા પણ કરતા નથી. બ્લોગ્સની સંખ્યા એટલી વધારે છે કે શું વાચવું, ક્યાં વાંચવું વગેરેમાં સમય વપરાઈ જાય છે અને પરિણામે વાંચવાનું જ રહી જાય છે. 

હજી પણ કેટલીક જગ્યાએ ઈંટરનેટનો ચાર્જ ડાઉનલોડના વોલ્યુમ પ્રમાણે (per MB) લેવામાં આવે છે. સારું શોધવામાં જ એટલા બધા પૈસા ખર્ચાઈ જાય છે કે પછી લાંબું વાંચવું પોષાતું નથી. 

હજી પણ જે મુદ્દાસર ટુંકમાં લખે છે, તેમનાં લખાણ વંચાય છે.

પી. કે. દાવડા,ફ્રીમોન્ટ,

-CA-USA

============================

ઓડિયો -વિડીયો પર શ્રી પી.કે.દાવડા 

નીચેની લીંક ઉપર ક્લિક કરી તમે દાવડાજી ના  “કવિતા” વિષય ઉપર પાંચ ઓડિયો સાંભળી શકશો. આ સાંભળીને ગુજરાતી માધ્યમમાં ભણેલા લોકોની જૂની યાદો તાજી થશે.

શ્રી પિ.કે.દાવડાને આ ઓડિયો લીંક ઉપર સાંભળો . 

આ લીંક ઉપર શ્રી પી.કે.દાવડા ને વિડીયો માં સત્સંગ કરતા જુઓ/સાંભળો.

3 responses to “( 599 ) બ્લોગ્સની આજકાલ …..પી.કે.દાવડા

 1. pravinshastri નવેમ્બર 30, 2014 પર 3:33 પી એમ(PM)

  દાવડા સાહેબની વાત મુદ્દાની છે અને મહ્દઅંશે સાચી પણ છે. વાચકોની સંખ્યા કરતાં બ્લોગર્સ વધી રહ્યા છે એટલે સ્ વાભાવિક રીતે જ વાચકોની સંખ્યા ઘટતી જાય એમ લાગે. મોટેભાગે યુવાનો કરતાં વયસ્કો જેઓ લેપટોપ કે ડેસ્ક્ટોપ પર વાંચન કરતાં હોય તેઓ લાંબુ પણ વાંચે છે. નાના સ્ક્રિન પર કાવ્યો અને ટૂચકાઓ સુરેશભાઈનો હાસ્ય દરબાર કે વિપુલ દેસાઈનું સુરતી ઉંધીયુ વધારે જામે છે. જ્યારે સંકલિત સાહિત્યની વાત આવે ત્યારે વેબગુર્જરી અને વિનોદ વિહાર તરફ જ વાચકો વળે છે. હું મારી દરેક પોસ્ટમાટે મિત્રોને જણાવતો નથી. બે ત્રણ પોસ્ટ ભેગી થાય ત્યારે જ થોડા મિત્રોને ઈ-મેઈલ દ્વારા જણાવતો રહું છું. મારી પોસ્ટ કેટલા વાંચે છે તેના કરતાં મારી પોસ્ટમાં કેવાં અને કયા મિત્રોને રસ છે તે મારે માટે વધુ અગત્યનું છે.

  Like

 2. pragnaju નવેમ્બર 30, 2014 પર 4:39 પી એમ(PM)

  અમારા સ્નેહી કહેતા– પ્રેક્ષક આઠ અને એકટર સૉળ તે સાથે મા દાવડાજી ની વાતથી યાદ આવે દારાસીંગ ‘એક્ટર’ બન્યા પછી પણ ઠેઠ ૧૯૮૩ સુધી કુસ્તી કરતા જ રહ્યા હતા. એ દરેક ઇન્ટર્વ્યુમાં કહેતા કે કુસ્તી તેમનો પહેલો પ્રેમ છે. એટલે તે દિવસોમાં વડોદરાના માણેકરાવના અખાડામાં કસરત કરતા હોઇએ, ત્યારે ત્યાંના જેટલા પણ સ્નાયુબધ્ધ અખાડિયનને જોઇએ, એ દરેકને દારાસીંગના ત્રાજવામાં તોલવાનો પ્રયાસ કરીએ. પરંતુ, કોઇ આપણા ‘રૂસ્તમ-એ-હિન્દ’ની છબીની નજીક પણ ના લાગે. છોકરાંમાં જ્યારે કોઇ બે-ચાર જણને ઝગડો થાય, તે વખતે પણ દારાસીંગ અદ્રશ્ય સ્વરૂપે ઉપસ્થિત હોય. કેમ કે તેમાંથી એકાદ જણ તો બીજાને આ ડાયલોગ કહે જ કે “તુ વળી કયો મોટો દારાસીંગ છું?”

  અમને મઝા તો એ વાતની આવતી કે અમારા એ હીરો દુનિયાભરના દેશોમાં જાય, ત્યાંના સૌથી જાણીતા મલ્લ સાથે તે ‘મેચ લે’ અને દરેકને તેમને ઘેર, તેમના ઓડિયન્સની હાજરીમાં રીતસર ધૂળ ચાટતા કરીને પાછા આવે! દારાસીંગ એક માત્ર એવા કુસ્તીબાજ હતા કે જે કદી કોઇ ફાઇટ હાર્યા નહતા. હી વોઝ રીયલી એ વર્લ્ડ ચેમ્પિયન! અ રીયલ હીરો. આજનાં બાળકોને જેટલું WWEની ફાઇટ જોવાનું વ્યસન છે, એટલી જ એક જમાનામાં દારાસીંગની કુસ્તીના સમાચાર અને જાહેરાતો વાંચવાની ઇન્તેજારી બાળકોને રહેતી. તેથી જ્યારે એ હિન્દી ફિલ્મોમાં આવ્યા, ત્યારે બાળકોનું એક તૈયાર ઓડિયન્સ તેમની ફિલ્મો માટે ઉપલબ્ધ જ હતું.
  ગામા પહેલવાન
  દારાસીંગની અગાઉના ગામા પહેલવાન વિશેની પણ કેટલીય વાતો ત્યારે પ્રચલિત હતી. પણ તેમને સદેહે કેટલાએ જોયા હશે? જ્યારે ફિલ્મોમાં આવીને દારાસીંગે પહેલવાનીને અમર કરી દીધી. નાનાં છોકરાંને ‘ઝગમગ’, ‘બાલસંદેશ’ કે ‘રમકડું’ જેવાં બાળ સામયિકોમાં આવતી ચિત્રકથાઓની મારામારી હવે પડદે જોવા મળતી હતી. ચિલ્લરપાર્ટીને તો સુટ બુટ કે ધોતી ઝભ્ભામાં સજ્જ હીરોનાં સામાજિક પિક્ચરોના રોના ધોના કે ઇવન લવસ્ટોરી કરતાં પણ ઉઘાડા ડીલે રૂપેરી પડદે આવતા દારાસીંગ વધારે ગમતા.
  કીંગકોંગ
  દારાસીંગનું પિક્ચર છૂટે, ત્યારે ડોરકિપર હોલમાં ખાસ ઉભા રહે. કેમ કે ઓડિયન્સ એટલું ઉત્તેજીત થયેલું હોય કે થિયેટરમાંથી નીકળતાં નીકળતાં લોકો કશા કારણ વગર ખુરશીઓને મુક્કા મારતા નીકળે! એ તેમના વિરોધીઓની જે રીતે ધોલાઇ કરતા તેમાં ધોબી પછાડ પણ હોય અને સામા જુથના એકાદને ઉંચકીને હવામાં ગોળ ગોળ ફેરવીને વિરોધીઓના ટોળા ઉપર ફેંકવાના કસરતી દાવ પણ હોય. તેમની એક અસલી ફાઇટમાં ૧૩૦ કીલોના દારાસીંગે ૨૦૦ કિલો વજનના કીંગકોંગને ઊંચકીને પોતાના માથા ઉપર ગોળ ગોળ ઘુમાવીને રીંગની બહાર ફેંકી દીધાના રિપોર્ટ પણ છાપામાં ત્યારે આવી ચૂક્યા હતા. તેથી ફિલમના નાના-મોટા ૭૦- ૮૦ કે ૧૦૦ કિલોના કોઇ સ્ટંટ આર્ટીસ્ટને ઉઠાવવા એમને માટે કોઇ મોટી વાત નહતી.
  એ રીતે જોઇએ તો, દારાસીંગે અમિતાભ બચ્ચન માટેનું મેદાન તૈયાર કર્યું હતું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કેમ કે અગાઉની ફિલ્મોમાં પણ હીરો અને વિલનની ફાઇટ, લગભગ છેલ્લી રીલમાં, નિયમિત આવતી. પણ તે ‘વન ઓન વન’ પ્રકારની. વિલનના ગ્રુપના લોકોને પણ હીરો કદીક મારતા ખરા. પણ તે સામસામા ફેંટમબાજીમા જ…. સામૂહિક લગભગ નહીં. પણ દારાસીંગની બોડી અને તેમની સાઇઝને લીધે જ્યારે તેમણે એકલે હાથે દસ-બારને મારવા શરૂ કર્યા, ત્યારે તે શક્ય (બિલીવેબલ) લાગવું શરૂ થયું. તેથી જ્યારે અમિતાભે એકલે હાથે વિલનના જુથના આઠ-દસને મારવાની શરૂઆત કરી, ત્યારે દારાસીંગના ચાહકો જથ્થાબંધ પ્રમાણમાં બચ્ચન તરફ ટ્રાન્સફર થઇ ગયા હતા, એ બાબત કેટલાએ નોંધી હશે?
  દસ દસ કો એકને મારા…. રિયલી?
  ફરક એટલો જ હતો કે દારાસીંગની મારામારીમાં લોહી નહતું નીકળતું. એ વિલનને ડોકી મચડીને કે ગળા ઉપર કૂદીને પૂરો કરી નાખતા. અમિતાભ અને તેમના આજ દિન સુધીના અનુસંગીઓ પડદા ઉપર ટોમેટો કેચઅપની એટલી રેલમછેલ કરે છે કે તે બાળકોને જોવા દેવાય કે કેમ એ પણ સવાલ હોય છે. છતાં ગમ્મતની વાત એ કે દારાસીંગની ફિલ્મો ‘સી’ કે ‘ડી’ ગ્રેડની કહેવાતી અને બચ્ચન એન્ડ કંપનીનાં પિક્ચર્સ ‘એ’ ગ્રેડ ગણાયાં! જો કે એક્શન ફિલ્મોની સારામાં સારી વાત એ છે કે હવેના એક્ટર્સ બધા ખરેખર મજબુત થયા અને તેમનાં કસરતી બદન એક વેલકમ ફેશન છે. એવી કોઇ એકશન ફિલમમાંનો અમરીશ પુરીનો તકિયાકલામ યાદ આવે છે…. “જમાના બદલ ગયા હૈ, તોલારામ!”
  તેમ બ્લોગના ઇનામમા ..જમાના બદલ ગયા હૈ…

  Like

 3. pravinshastri નવેમ્બર 30, 2014 પર 8:53 પી એમ(PM)

  વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા

  190,359 મુલાકાતીઓ

  દાવડા સાહેબના લેખના અને મારી કોમેન્ટના સંદર્ભમાં ઉપરોક્ત આંકડા મુકવાનું મન થયું.
  મારો બ્લોગ તો પ્રમાણમાં ઘણો જ અજાણ્યો છે. મિત્રોની સંખ્યા પણ ઘણી ઓછી. ૨૦૧૩માં બાર મહિનામાં માત્ર ૭,૩૨૪ મુલાકાતીઓ અને ૨૦૧૪ના ૧૧ મહિનામાં ૧૮,૩૦૬ મુલાકાતીઓ. મને તો સંતોષ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: