વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ડિસેમ્બર 2014

( 624 ) નવા વર્ષ ૨૦૧૫ નું સ્વાગત …..અને ….થોડી રમુજ

Happy New year-2015

ગત વર્ષ ૨૦૧૪  દરમ્યાન વિનોદ વિહારમાં  પ્રેરણાત્મક ચિંતનાત્મક લેખો, કાવ્યો , વિડીયો વી. સંપાદિત કરીને  જીવન માટે ઉપયોગી  સાહિત્ય સામગ્રી પીરસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એને વાં ચકોનો સારો  પ્રતીસાત  સાંપડ્યો હતો.

આ અગાઉ પોસ્ટમાં નંબર 622 માં વર્ડ પ્રેસએ તૈયાર કરેલ ૨૦૧૪ ના વર્ષનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો જે  દરેક દ્રષ્ટીએ જોતાં સંતોષ આપે એવો હતો.આ રીપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૪ દરમ્યાન ૭૪૦૦૦ નવા વાંચકો વિનોદ વિહારમાં લટાર મારી ગયા હતા અને વિશ્વના ૭૮ દેશોમાં પથરાયેલા વાચકોએ બ્લોગની મુલાકાત લીધી હતી.

૨૦૧૪ના વર્ષને અંતે વાંચકોની કુલ સંખ્યાનો આંકડો  ૧૯૫૬૦૦ + સુધી પહોંચ્યો છે .બ્લોગને નિયમિત રીતે ફોલો કરતા માનવંતા સભ્યોની સંખ્યા ૨૬૧ સુધી પહોંચી ગઈ છે.

મારા બ્લોગીંગના કાર્યને સારો આવકાર આવકાર આપવા બદલ સૌ વાચકોનો હું અત્યંત આભારી છું..

વાચક મિત્રો તરફથી આવો જ સુંદર પ્રતિભાવ અને પ્રેમભાવ મને ૨૦૧૫ ના વર્ષમાં પણ  મળતો રહેશે જે મને વધુ પ્રગતી કરવા પ્રોત્સાહિત કરતો રહેશે એવી આશા રાખું છું .

નવા વર્ષ ૨૦૧૫ની અભિલાષા  

ભૂલી જાઓ ભૂતકાળ અને કરેલી ભૂલોને,

નવેસરથી નવી પાટી ઉપર અક્ષર માંડો.

નવા વર્ષની દિલમાં એક જગા બનાવી,

ભાવિની ચિંતા છોડી, વર્તમાનને વધાવો.

હર પળને ઉત્સવ માની સદા હસતા રહો,

ખુશીઓથી ભરાઈ જશે,તમારું નવું વરસ.

મિત્રો,આપ તથા આપના સ્નેહીજનો માટે,

સુખ,શાંતિ ભર્યું બની રહે, આ નવું વરસ.

The Best “day” is today -So enjoy to its fullest

Have a wonderful and joyous New year 2015 .

વિનોદ પટેલ,સાન ડિયેગો,

1st January ,2015 

===================

નવા વરસે થોડી રમુજ

Business people-showing teamwork

જીવનના પશ્નો ઉકેલવાની ગડમથલમાં  અને ભાગદોડ માં આજે માણસોના ચહેરા  ઉપરથી સ્મિત વિલાઈ રહ્યું  હોય એવું જણાઈ રહ્યું છે.. હાસ્ય એ  જીવનની  ઘસાતી મશીનરીને સારી રીતે  સરળતાથી ચલાવવા  માટેનું  એક પીંજણ -Lubricant છે . હાસ્ય એ ચેપી રોગ જેવું છે .કરમાઈ ગયેલા ચહેરાઓ એમની આજુબાજુ હાસ્ય નહીં પણ ગંભીરતા ફેલાવતા હોય છે .

વિનોદ વિહારમાં અગાઉ પોસ્ટ નંબર ૮૭ માં  મુકેલ  ચિંતન  લેખક  શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એક સુંદર લેખ ”  હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે “અહીં  ફરી વાંચવા જેવો છે.

વિશ્વ વિખ્યાત હાસ્ય નટ ચાર્લી ચેપ્લિનનું એક કથન છે.

“દિવસમાં તમે એક પણ વાર ન હસ્યા હોવ તો સમજી લેજો કે તમારો એ દિવસ નકામો ગયો.”

ઈસ્વી સન ૨૦૧૫ નવું વરસ અનેક અરમાનો અને આશાઓ સાથે શરુ થઇ ચૂક્યું છે .ભાવિની ભીતરમાં શું ભંડારાયું છે એની કોઈને ખબર નથી. પરંતુ  ચાર્લી ચેપ્લીનના ઉપરના કથન મુજબ દરેક દિવસને આનંદથી જીવવા માટે કોઈ પણ જગાએથી હાસ્યને શોધીને હસતા રહેવાનો  અને હસાવતા ર હેવાનો વર્ષારંભે સંકલ્પ કરીએ. 

આજે વર્ષ ૨૦૧૫  ના વર્ષારંભે મનમાં એવો સંકલ્પ થયો કે આ વર્ષની શરૂઆત ગમ્ભીર લેખથી નહીં પણ એક હાસ્ય લેખથી કરીએ તો કેવું ?

આ સંકલ્પની ફલશ્રુતિ રૂપે  આજની નવા વર્ષ ૨૦૧૫ ની  આ પ્રથમ પોસ્ટમાં નવા વર્ષના સંકલ્પો વિષે નો  હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલનો અગાઉ પોસ્ટ થયેલો એક હાસ્ય લેખ એમના આભાર સાથે નીચે કિલક કરીને માણો .શ્રી ચીમન પટેલનો  આ  હાસ્ય લેખ  તમને  જરૂર  ગમશે અને તમારા મુખ ઉપર  સ્મિતની લકીર ખીલી ઉઠશે .

Laughter

 નવા વર્ષના સંકલ્પો (હાસ્ય લેખ ) લેખક- ચીમન પટેલ “ ચમન“

HILARIOUS! ENJOY.

નેટ જગત અને મિત્રોના ઈ-મેલમાં પ્રાપ્ત મને ગમતા કેટલાક મળ્યા એ સ્વરૂપે અને થોડા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં રૂપાંતરિત કરેલ રમુજી ટુચકાઓને આ નવા વર્ષ ૨૦૧૫ની શરૂઆતમાં માણીને  હળવા થઈએ.

આશા છે આપને પણ આ રમુજ-જોક્સ ગમશે.

૧. મા-દીકરાનો સંવાદ 

એક મા એના એક જાડા  દીકરાને નવા વર્ષમાં એની તંદુરસ્તી સુધારવા માટે

સલાહ આપતાં કહે છે :

“દીકરા , તારે તબિયત સુધારવી હોય તો રોજે રોજ તારે ચાલવું જોઈએ ,તરવું

જોઈએ , ભોજનમાં વેજીટેબલ ખાવા જોઈએ અને દોડવું  જોઈએ.” 

માતાની આ સલાહ સામે નવા યુગના દલીલ બાજ એના યુવાન દીકરાએ

એની આ દલીલો રજુ કરી . 

” જો મા, તું મને ચાલવાનું કહે છે પણ જો ચાલવું સારું હોત તો ટપાલીઓ સો

વરસ જીવતા હોત.તું તરવાનું કહે છે પણ વહેલ માછલી આખો દિવસ તરે છે

,ફક્ત માછલી ખાય છે, ફક્ત પાણી પીએ છે એમ છતાં કેમ જાડી છે ? 

તું વેજીટેબલ ખાવાનું  કહે છે પણ સસલું ફક્ત વેજીટેબલ જ  ખાય છે, આખો

દિવસ દોડતું જ હોય છે એમ છતાં ફક્ત ૫ વર્ષ જ કેમ જીવે છે. ? 

તું દોડવાનું કહે છે પણ કાચબો જરા એ દોડતો નથી અને શક્તિ મળે એવું કશું

જ કરતો નથી,ધીમે ધીમે ચાલે છે એમ છતાં એ ૪૫૦ વર્ષ કેમ જીવે છે ? 

અને તું મને આ બધી  કસરતો  કરવાનું કહે છે ! કોઈ બીજાને સમજાવજે,

મને નહિ !”. 

આ દીકરો નીચેના વાક્યમાં માનતો હશે ….

Drink 5 cups of milk and try to push the wall…

And then drink 5 cups of alcohol and watch…

wall will move on its own!!

૨.દૂધવાળો !

અમદાવાદમાં એક ભાઈ સિવિલ હોસ્પીટલમાં મરવાની અણીએ પથારીમાં

સુતા હતા.એમણે ધીમેથી એમના મોટા દીકરાને પાસે બોલાવીને કહ્યું:

“બેટા, નહેરુનગરના ૧૫ બંગલા તારા.’

પછી વચલા દીકરાને પાસે બોલાવીને કહ્યું :” નવરંગપુરાના ૨૫ ફલેટ તારા.’

અને સૌથી નાનાને કહ્યું:

” શિવરંજની અને સેટેલાઈટની બન્ને સોસાયટીઓ તારી.’

આ સાંભળીને ત્યાં ઉભેલી નર્સે ત્યાં ઉભેલી ત્રણેય દીકરાની માતાને કહ્યું:

“બહેન, તમે તો બહુ નસીબદાર છો, તમને આટલા બધા ધનવાન

પતિ મળ્યા છે !”

આ સાંભળીને પત્ની બોલી:

“શું તંબુરો નસીબદાર! મારો વર તો ઘેર ઘેર ફરીને દૂધ આપવા

જવાનો ધંધો કરે છે . મારો પીટ્યો મારા દીકરાઓને દૂધ વેચવાનો

એરિયા વહેંચી રહ્યો છે !”

૩.પતિ-પત્ની સંવાદ 

પત્ની (પતિને ):” તમને મારી ખુબસુરતી સારી લાગે છે કે મારી

હોંશિયારી સારી લાગે છે ?”

પતિ :”મને તો તારી આમ મજાક કરવાની આદત ખુબ સારી લાગે છે!”

૪. બીએમડબલ્યુ કાર !

એક વાર છગન પોતાની પ્રેમિકા લીલીને બીએમડબલ્યુ કારમાં બેસાડીને લોંગ ડ્રાઈવ ઉપર  લઈ

ગયો.. એક સ્થળ પર તેણે ગાડી રોકીને કહ્યુ:

” આજ સુધી મેં તારાથી એકવાત સંતાડી છે.”

લીલી (ગભરાઈને) બોલી :” કંઈ વાત ?”

છગન કહે :”….. કે હું પરણેલો છુ.”

લીલી કહે :” તેં તો મારો શ્વાસ જ અધ્ધર કરી નાંખ્યો હતો..

મને તો એમ હતું કે તું  એમ કહીશ ,બીએમડબલ્યુ કાર તારી નથી!.”

૫.ડાયેટિંગ ! 

એક છોકરીએ એક રેસ્ટોરન્ટમાં જઈને પીઝાનો ઓર્ડર આપ્યો . 

વેઈટરે પૂછ્યું :” મેમ ,પીઝાના ચાર ટુકડા કરું કે આઠ ?” 

છોકરી કહે  :” ચાર જ કર, આઠ જો ખાઈશ તો જાડી થઇ જઈશ !” 

૬.સ્પેશિયલ પેકેજ ! 

એક એર લાઈન કંપનીએ વધુ ટ્રાવેલ કરતા બીઝનેસમેંન માટે એક સ્પેશિયલ

પેકેજની સ્કીમની જાહેરાત કરી. 

આ પેકેજ સ્કીમ હતી – Buy your Ticket ,Get your Wife’s Ticket

Free- એટલે કે બિજનેસમેન એની એર ટિકેટ ખરીદે એની સાથે એ એની પત્નીને ફ્રી

ટિકેટમાં  ટ્રાવેલ કરાવી શકે. 

એરલાઈનની આ સ્કીમને ખુબ સારી સફળતા મળી .

કમ્પનીએ ખુશ થઈને બધા બીઝનેસ મેંનની પત્નીઓને  કાગળ લખ્યો અને  

એમને  પૂછ્યું કે ટ્રીપનો એમનો અનુભવ કેવો રહ્યો ? 

એર કંપનીને બધી જ પત્નીઓ તરફથી જે જવાબ મળ્યો

એ એક સરખો જ હતો :” કઈ ટ્રીપ ?”

કેટલીક જોક્સ અંગ્રેજીમાં જ માણવી સારી રહે છે .એનો ગુજરાતીમાં તરજુમો કરીને જો મુકીએ તો એમાં મૂળ જોક્સ જેવી મજા નથી રહેતી.આવી કેટલીક ગમેલી અંગ્રેજી જોક્સ નીચે પ્રસ્તુત છે. 

LAUGH AND LIVE LONGER….!!!! 

૭. જેવા સાથે તેવા …

An award winning Joke ! 

(This particular joke won an award for the best joke in a competition in Britain) 

A Chinese walks into a bar in America late one night and he saw Steven Spielberg.

As he was a great fan of his movies, he rushes over to him, and asks for his autograph.

Instead, Spielberg gives him a slap and says, 

“You Chinese people bombed our Pearl Harbour, get outta here.” 

The astonished Chinese man replied, 

“It was not the Chinese who bombed your Pearl Harbour, it was the Japanese”. 

“Chinese, Japanese, Taiwanese, you’re all the same,” replied Spielberg. 

In return, the Chinese gives Spielberg a slap and says, 

“You sank the Titanic, my forefathers were on that ship.” 

Shocked, Spielberg replies, “It was the iceberg that sank the ship, not me.” 

The Chinese replies, “Iceberg, Spielberg, Carlsberg, you’re all the same.” 

૮. સેલફોન મેસેજ 

Husband texts to wife on cell.. 

“Hi, what are you doing Darling?” 

Wife: I’m dying..! 

Husband jumps with joy but types “Sweet Heart, how can

I live without U?” 

Wife: “U idiot! I’m dying my hair..” 

Husband: “Bloody English Language!”

૯.  નમૂનેદાર પત્ની !

A Husband was seriously ill. 

Doctor told to his wife: Give him healthy breakfast, 

be pleasant and in good mood, don’t discuss your

problems, no TV  serial, 

don’t demand new clothes and  gold jewels, Do this for

one year and he will be ok.

On the way home.. Husband asked his wife :

what did the doc say ? 

Wife:- No chance for you  to survive !

૧૦. નમૂનેદાર પતિ ! 

A husband was throwing knives on wife’s picture.

All were missing the target!

Suddenly he received call from her wife :

“Hi, what are you doing?”

His honest reply, “MISSING YOU !” 

૧૧.બુદ્ધિશાળી પત્ની-An Intelligent Wife!

”An Intelligent Wife Is One Who Makes Sure She Spends

So much That Her Husband Can’t Afford

Another Women”

વાચકોને પણ  આવા ટુચકા-જોક  મોકલવા માટે આમન્ત્રણ છે  .એ જો ગમશે તો  એમના નામ સાથે એને  એકાદ પો સ્ટમાં  આભાર સાથે મુકવામાં આવશે  . 

એક અદભૂત વિડીયો-  માનવ કેલિડોસ્કોપ ! 

સાભાર- શ્રી વિપુલ દેસાઈ , સુરતીનું ઊંધિયું 

E-Greetings From Narendra Modi ,Prime Minister of India 

( 623 ) મળવા જેવા માણસ ….અરવિંદ અડાલજા….પરિચય ….પી. કે. દાવડા.

શ્રી પી.કે. દાવડા એ એમની પરિચય શ્રેણી “મળવા જેવા માણસ “માં સમાજના કુરિવાજો સામે મક્કમતાથી ઊભા રહેલા શ્રી અરવિંદ અડાલજાનો પરિચય ઈ-મેલથી મોકલ્યો છે.

આજની ૨૦૧૪ના વર્ષની વી.વી.ની છેલ્લી પોસ્ટમાં પ્રસ્તુત હમ ઉમ્ર ,હમ સફર સાહિત્ય પ્રિય મિત્ર શ્રી  અરવિંદ અડાલજાનો પરિચય વાચક મિત્રોને જરૂર ગમશે અને પ્રેરક જણાશે.

વિનોદ પટેલ 

===========================================

મળવા જેવા માણસ ….શ્રી અરવિંદ અડાલજા….

પરિચય ….શ્રી પી. કે. દાવડા.

શ્રી અરવિંદ અડાલજા

શ્રી અરવિંદ અડાલજા

 અરવિંદભાઈનો જન્મ ૧૯૩૯ માં જામનગરમાં થયો હતો. એમના જન્મના ત્રણ-ચાર મહિના બાદ જ એમના પિતાનું અકાળ અવસાન થયું. અરવિંદભાઈ અને એમની મોટી બહેનને ઉછેરવાની જવાબદારી એમના માતા, નાની અને પરદાદાએ નિભાવી. પરદાદાને મળતું નજીવી રકમનું પેનશન અને માતા અને નાની ને નાના-મોટા કામો કરી મળતી આવકમાંથી કુટુંબનો  નિભાવ થતો. 

અરવિંદભાઈનું પ્રાથામિક શાળાનું શિક્ષણ ગામની શાળામાં થયું. માધ્યમિક શાળાનું શિક્ષણ નવાનગર હાઈસ્કૂલમાં થયું. અહીંથી તેમણે ૧૯૫૬ માં SSCપરીક્ષા પાસ કરી. SSC બાદ તેમણે જામનગરની ડી. કે. વી. કોલેજમા આર્ટસમાં પ્રવેશ મેળવી, ૧૯૬૦ માં  અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર (Political Science) માં B.A. ની ડીગ્રી મેળવી. શાળા અને કોલેજના અભ્યાસ દરમ્યાન એમને મોઢ-વણિક જ્ઞાતિની સંસ્થાએ ખૂબ જ સહાય કરી. વાંચનનો શોખ એમનો શાળાના સમયની શરૂ થઈ ગયેલો, જે કોલેજના અભ્યાસ દરમ્યાન પણ જળવાઈ રહ્યો. અરવિંદભાઈ કહે છે, “વાંચને મને તટસ્થાતાથી વિચારવા પ્રેર્યો અને મારાં વિચારો પૂર્વગ્રહ રહિત તથા પ્રી કંડીશન્ડ નહિ થતાં ખૂલ્લા મને વિચારી મારાં પોતાના વિચારો ઘડતા શીખવ્યો.”

B.A. નો અભ્યાસ પુરો કરી, બેંકમાં નોકરી કરતાં કરતાં એમણે રાજકોટની લૉ કોલેજમાં અભ્યાસ કરી, ૧૯૬૨ માં L. L. B. ની ડિગ્રી મેળવી. નોકરી હોવાથી આર્થિક ભીંસમાંથી થોડી રાહત મળી. વકીલાત કરવા તેમની પસંદગી જામનગર ઉપર હતી, એટલે એમણે બેંકને વિનંતી કરી, પોતાની બદલી જામનગર ખાતે કરાવી લીધી. અહીં વકિલાત શરૂ કરતાં પહેલાં જ એમના હાથમાં “An Art Of An Advocate” પુસ્તક આવ્યું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક લાઈનમાં લખેલું, “WE HAVE TO LIVE ON OTHERS MISFORTUNE”. આ વાક્યે એમને વિચારતા કરી મૂક્યા. એમણે વકિલાત કરવાને બદલે બેંકની નોકરીમાં જ રહેવાનો નિર્ણય કર્યો.

Arvind Adalja-2

૧૯૬૩ માં અરવિંદભાઈના લગ્ન હસુમતિબેન (કલ્પનાબેન) સાથે અત્યંતસાદાઈ પુર્વક થયા. આ દંપતીને બે પુત્રીઓ અને એક પુત્રની પ્રાપ્તી થઈ.૩૭ વર્ષના અત્યંત સુમેળ ભર્યા દાંપત્ય જીવનબાદ, કલ્પના બહેનનો ૨૦૦૦માં કેન્સરની બિમારીથી અવસાન થયું. અરવિંદભાઈ કલ્પના બહેન વિષે કહેછે, “મારી જીવનસંગીનીએ અભ્યાસ ઈંટર આર્ટ્સ સુધી કરી છોડી દીધો હતો. પિયરમાં એકની એક દિકરી તરીકે લાડ-કોડમાં ઉછરેલી, સાસરવાસમાં એક અત્યંત સમજદાર, કુશળ અને પરગજુ ગૃહિણિ પુરવાર થઈ.”

અરવિંદભાઈ, કલ્પનાબેન, ત્રણ બાળકો અને અરવિંદભાઈના માતા, એમ છ જણાના સુખેથી ચાલતા પરિવારમાં ૧૯૭૬ માં કટોક્ટી ઉભી થઈ. અચાનક એમના બનેવીનું અવસાન થતાં બહેન અને એના ચાર બાળકોની તમામ જવાબદારી અરવિંદભાઈ ઉપર આવી પડી. આ સમયે તેઓ જૂનાગઢમાંહતા.આમ એમના કુટુંબના છ અને બહેનના કુટુંબના પાંચ મળી ૧૧વ્યક્તિની તમામ પ્રકારની જવાબદારી નિભાવવામાં એમની પત્નીકલ્પનાબેને  સિંહનો ફાળો આપ્યો. એ સમયને યાદ કરી અરવિંદભાઈ કહે છે, “કપરા કાળમાં જ વ્યક્તિની સમજદારી-કુનેહ, કુશળતા તથા વ્ય્વહારિક સમજની કસોટી થતી રહે છે, જેમાં મારી કલ્પુએ અમોને પાર ઉતાર્યા. આ સમય દરમિયાન એણે નોકરી કરી, કરકસરથી બંને પરિવારને સાચવ્યા,ઉપરાંત પાંચ વર્ષ સુધી પોતાના માટે એક કપડું નહિ ખરીદ્યું. અમારા બાળકોને પણ સાદાઈ અને કરકસરથી જીવન બસર કરવાના સંસ્કાર આપ્યા.બહેનની ત્રણ દિકરી અને એક દીકરાના શિક્ષણ, લગ્ન વગેરે સમજદારી પૂર્વક સાદાઈથી કરી, તેમને સર્વેને પોતાના પગ ઉપર ઉભા કરી તેમનો સંસાર વસાવી આપ્યો. સંસાર ચલાવવાની તેની કુનેહ અને હોંશિયારીને કારણે અમે અમારાં સ્વપનનું પોતીકું ઘર ” વિસામો ” બનાવી શક્યા, ઉપરાંત બાળકોના લગ્ન વગેરે પણ સારી રીતે ઉકેલી શકયા.”

અરવિંદભાઈ અને કલ્પનાબહેનના વિચારોનું એમના બાળકોએ પણ એમના પોતાના જીવનમાં અનુસરણ કર્યું છે. સ્વાલંબન, સાદગી અને કુટુંબ વત્સલતાના ગુણો એમના ત્રણે બાળકોએ અપનાવ્યા છે. જરૂરત વખતે સખત પરિશ્રમ કરી કુટુંબની મુશ્કેલીઓનો સામનો કરવામાં હાથ બઢાવ્યો છે, અને સમાજના ખોટા રીત રિવાજને તિલાંજલી આપી, એમણે સાદાઈથી લગ્ન કર્યા છે. ત્રણે બાળકો હવે જીવનમાં ઠરીઠામ થઈ પોતપોતાનું જીવન વ્યતિત કરે છે.

અરવિંદભાઈ અંધ શ્રધ્ધાથી ખૂબ જ દૂર રહે છે. ગ્રહદશા, બાધા-આખડી,શુકન-અપશુકન વગેરેમાં જરાપણ વિશ્વાસ ધરાવતા નથી. આજકાલ મંદિરોના હાલચાલ વિષે તેઓ કહે છે, “આપણાં દેશમાં મંદિરો વ્યવસાય બની ચૂક્યા છે. મંદિરોની ભવ્યતા, અઢળક ધનરાશી, સાધુ-સ્વામીઓ અને મહંતોની વૈભવી જીવન શૈલી જોઈ મગજ ચકનાચુર બની જાય છે. પશ્ચિમના દેશોને વાર તહેવારે ભાંડતા આ લોકો તેમના દ્વારા શોધાયેલી તમામ ચીજ-વસ્તુઓ પ્રેમથી વાપરે છે, અને ઉનાળાના ચાતુર્માસ પણ વિદેશમાં વિતાવે છે. આ લોકોની ધાર્મિકતા-આધ્યાત્મિકતા, નિષ્ઠા કેટલી પ્રમાણિક હોઈ શકે તેવો પ્રશ્ન મને સતત સતાવ્યા કરે છે.” વધુમાં તેઓ કહે છે, “દેશભરમાં અનેક મંદિરો અસ્તિત્વમાં હોવા છતાં સંપ્રદાયોની હરીફાઈને કારણે નવા મંદિરો બંધાયે જાય છે. આ મંદ્દિરો બાંધવા કે પુરાણા મંદિરોને ભવ્યાતિભવ્ય બનાવવા દાનવીરો દાન આપતા રહે છે. આવી દાનમાં આવતી ધનરાશીકયા વ્યવસાયમાંથી દાનવીરે પ્રાપ્ત કરી છે તે કોઈ દાન સ્વીકારનાર સાધુ-સંત-સ્વામી કે મંહત પૂછતા હોવાનું જાણ્યું નથી. મોટે ભાગે આ ધનરાશી ગેરરીતી દ્વારા મેળવેલી હોય છે. આવા દાનવીરોનો આત્મા કદાચ ક્યારેક ડંખતો હોવાને કારણે થોડું દાન આપી આત્માને મૂંગો કરવા સાથે કીર્તિ અને પ્રતિષ્ઠા મેળવી, સમાજમાં ધાર્મિક હોવાનું બીરૂદ પણ અંકે કરવા કોશિશકરતા રહે છે. આવી ગેરરીતી દ્વારા મેળવેલ ધનથી બંધાયેલા મંદિરોમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવા છતાં ઇશ્વર આવે ખરો? “ 

આપણે ત્યાં મૃત્યુ પાછળ પણ અનેક કર્મકાંડ અને કુરિવાજો અસ્તિત્વ ધરાવે છે. જો આ કર્મકાંડ કે રિવાજો ના કરવામાં આવે તો મૃતકનો મોક્ષ ના થાય,સ્વર્ગ ના મળે અને નર્કની યાતનાઓ ભોગવવી પડે વગેરે અનેક પ્રકારનો ભય દેખાડી લાગણીઓનું બ્લેકમેલીંગ કરવામાં આવે છે, આવી માન્યતાઓને જાકારો આપી, અરવિંદભાઈએ એમના માતુશ્રી અને પત્નીના મૃત્યુ બાદ કોઈ જાતના કર્મકાંડની વિધિઓ નહિ કરી, સમાજને આ ઉપજાવેલી ભયાવહ વાતોમાંથી બહાર નિકળવા પ્રેરણા આપી છે.

આજે ૭૫ વર્ષની વયે અરવિંદભાઈ, બાળકો બધી રીતે સગવડ કરી આપવા તૈયાર હોવા છતાં, એકલા રહે છે અને રાંધવાના અને અન્ય ઘરના કામો જાતે કરે છે. એમના બ્લોગ http://arvindadalja.wordpress.com/ માં પોતાના વિચારો કોઈપણ જાતના આડંબર સિવાય નિર્ભયતાથી રજૂ કરતા રહે છે. એમના સ્વતંત્ર, un-biased વિચારો એમને મળવા જેવા માણસ બનાવે છે.

-પી. કે. દાવડા

 

( 622 ) વિનોદ વિહારનો 2014 ના વર્ષનો અહેવાલ ….વિહંગાવલોકન

વિનોદ વિહાર બ્લોગનો ૨૦૧૪ ના વર્ષનો અહેવાલ વર્ડ પ્રેસ.કોમ તરફથી મળ્યો છે.

બ્લોગીંગ ક્ષેત્રે આવી ઉપયોગી સેવા બજાવવા માટે આ સંસ્થાના આભાર

સાથે વિનોદ વિહાર વિશેનો આ અહેવાલ આજની પોસ્ટમાં પ્રસ્તુત છે,

૨૦૧૪ના વર્ષમાં આવો સુંદર સહકાર આપવા માટે સૌ વાચકોનો આભાર .

૨૦૧૫ના વર્ષ માટે પણ સહકારની આશા સાથે

નવા વર્ષની આપને અનેક શુભેચ્છાઓ . 

વિનોદ પટેલ 

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 74,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 3 days for that many people to see it.

Click here to see the complete report.

( 621) સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર -પરેશ શાહ

એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી

Pandit Omkarnath Thakur

Pandit Omkarnath Thakur

મહાત્મા ગાંધી ફિલ્મ અને સંગીતથી દૂર રહ્યાની બાબતથી દેશ અને દુનિયા અજાણ નહોતાં, તેમને એનું ખેંચાણ પણ નહોતું, બીજું તેમની પાસે અનેક મોટા કાર્યો હતાં, છતાં તેમણે એકવાર પંડિત ઓમકારનાથ ઠાકુરના ગાયનને વખાણ્યું હતું. ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે “પંડિત ઓમકારનાથજી એક ગીત ગાઈને જે હાંસલ કરી શકે છે તે હું સંખ્યાબંધ ભાષણો આપીને પણ મેળવી શકતો નથી. પંડિત ઓમકારનાથના ગાયન અને વ્યક્તિત્વનો આવો પ્રભાવ હતો. બીજો એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી, એમ પુસ્તક ‘સૂર અને સ્વર’ લખેલું મળે છે. ગતકાળના પ્રખ્યાત અભિનેતાઓ અને રાજ, શમ્મી, શશી જેવા હોનહાર પુત્રોના ઍક્ટર-નાટ્યસર્જક પિતા પૃથ્વીરાજ કપૂર તેમના ગાયનના ઘેલા ચાહક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે ‘પંડિતજી એટલું અદ્ભુત ગાય છે કે તેમના ગીતોને સાંભળવા જ નહીં, પણ આંખથી જોવા પણ જોઈએ.’ પંડિતજી ગાયનમાં અભિનય કે નાટકીયતા પર પણ ભાર મૂકતા હતા.

અહીં આ મહાન ગાયક અને સંગીતમાર્તંડ, સંગીતના શાસ્ત્રજ્ઞને યાદ કરવાનો અવસર એટલે આવ્યો છે કે તેમનો દેહવિલય ૨૯ ડિસેમ્બર, ૧૯૬૭ના દિવસે થયો હતો. આ મહિનો તેમને અંજલિપૂર્વક યાદ કરવાનો છે. તેઓ સંગીતના જગતમાં જે સ્થાને પહોંચ્યા ત્યાં પહોંચવા પહેલા તેમને આંખમાંથી આંસુ પડાવે અને હૈયું વલોવી નાખે એવો સંઘર્ષ કર્યો હતો. તેમનો કિશોરકાળ તેમને માણવા મળ્યો જ નહોતો એમ કહી શકાય. તેમની લાઈફ-સ્ટોરી કોઈ એક વ્યક્તિના ભાગ્યમાં સિદ્ધિઓ અને નામના કેવી રીતે આવી મળે છે અને કસોટીની એરણે કંચન જ ચડે એની વાત કહે છે. 

તેમનો જન્મ ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત પાસેના જહાજ નામના ગામમાં ૨૪ જૂન, ૧૮૯૭ના દિવસે થયો હતો. જહાજ ગામ ખંભાતથી પાંચ કિલોમીટરના અંતરે અને આણંદથી પાંત્રીસ કિલોમીટરના અંતરે છે. ઓમકારનાથ ચોથું સંતાન હતા. તેમને બે મોટાભાઈઓ, નાનો ભાઈ અને એક બહેન હતાં. તેમના જન્મ વખતે મોટાભાઈ બાલકૃષ્ણ ૧૨ વર્ષના, 

રવિશંકર ચાર વર્ષના અને બહેન પાવર્તી આઠ વર્ષનાં હતાં. સરકારી (એ વખતે રાજાઓની) ચાકરી કરનારા કુટુંબમાં જન્મેલા ઓમકારનાથના દાદા પંડિત મહાશંકર નાનાસાહેબ પેશ્ર્વાના લશ્કરમાં હતા તો પિતા ગૌરીશંકર વડોદરાના મહારાજા સાયાજીરાવ ગાયકવાડના માતા મહારાણી જમનાબાઈના લશ્કરમાં બસો સશસ્ત્ર ઘોડેસવારોની ટુકડીના કમાન્ડર હતા, પણ ‘અલવણીબાબા’ નામના યોગીના સંપર્કમાં આવીને ગૌરીશંકરે નોકરી છોડી સંન્યસ્ત ગ્રહણ કરી લીધું, પિતા પ્રણવના ઉપાસક બન્યા એટલે સંતાનો ઉછેરવાની અને ઘર ચલાવવાની બેવડી જવાબદારી માતા ઝવેરબાના માથે આવી. પિતાની આ અવસ્થામાં ચોથા સંતાનનો જન્મ થતા તેમનું નામ ઓમકાર રાખવામાં આવ્યું હતું. ગૌરીશંકરે ઘર છોડ્યું નહોતું, પણ ઘરસંસારમાં તેમનું મન નહોતું. ઝવેરબાને સંયુક્ત કુટુંબની જવાબદારી ઉપાડવાની હતી તે સાથે જેઠના મિજાજને અને વડીલોના અપમાનોને સાંખવાના હતા. સંતાનોને પ્રેમ આપવાનો સમય તેમની પાસે ક્યાંથી હોય? માતા શારીરિક અને માનસિક ગજબની ખુમારીવાળાં હતાં, તેમની મહેનત કરવાની વૃત્તિ અને પિતાના સાહસના ગુણ ઓમકારનાથના લોહીમાં આવ્યા હતા. ઉપરાંત પિતા પાસેથી પ્રણવ-ઉપાસનાનો પાસ પણ મેળવ્યો હતો. એ વખતના બહુ ઓછા સંગીતકારો-ગાયકો-કળાકારો શરીરની સુદૃઢતા પ્રત્યે ધ્યાન આપતા હતા જ્યારે ઓમકારનાથ નિયમિતપણે વ્યાયામ અને સૂર્યનમસ્કાર કરતા હતા જે તેમણે ગામા પહેલવાન પાસેથી શીખ્યા હતા. વળી તેઓ ખાનપાનમાં બહુ જ કડક હતા ચુસ્ત શાકાહારી હતા અને પોતાના આરોગ્ય પ્રત્યે બહુ સભાન રહેતા. વર્ષો સુધી સ્વીમિંગ અને રેસલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. ઓમકારનાથે જીવનભર શિસ્તભર્યું જીવન વીતાવ્યું હતું. પિતાએ નોકરી છોડતા ઘરની આર્થિક સ્થિતિ કથળી એટલે પિતા કુટુંબને લઈને પગપાળા ભરુચ આવીને વસ્યા હતા. પંડિતજીનો જન્મ જ આવા સંજોગોમાં થયો હતો. પિતા તો પછી નર્મદાકિનારે સાધનામાં લાગી ગયા. માતાએ રસોઈ કરવાનું કામ કરવા માંડ્યું. પિતા પાસે અનેક યોગિક શક્તિ હોવાનું ઓમકારનાથજી કહેતા. પિતાએ પોતાના મૃત્યુનો સમય ભાખ્યો હતો અને મૃત્યુ અગાઉ પંડિતજીની જીભ પર એક મંત્ર લખી આશીર્વાદ આપ્યા હતા. ઓમકારનાથ ૧૪ વર્ષના હતા ત્યારે પિતા દેવલોક થયા હતા.

કપરી સ્થિતિમાં પંડિતજી રાંધણકળા શીખી ગયા અને તેમણે એક વકીલને ત્યાં રસોઈ કરવાનું કામ કર્યું હતું. સાથે પિતાની સેવા કરવા તેમની ઝૂંપડીએ પણ જતા. પંડિતજીએ વખત પડતા મિલ મજૂર તરીકે કામ કર્યું હતું ઉપરાંત નાનાં મોટાં કામો કરી માતાને આર્થિક ટેકો આપવાના પ્રયાસ કર્યા હતા. મિલ કામદાર તરીકે કામ કરતા ત્યારે વાંકડિયા ઝુલ્ફાવાળા હેન્ડસમ, હોંશિયાર અને હાર્ડ વર્કિંગ છોકરા પર મિલમાલિક ફિદા થઈ ગયા અને પંડિતજીને દત્તક લેવા વિચાર્યું પણ માતાએ એમ કહીને ના પાડી ક્ે ‘મારો દીકરો કોઈ પૈસાવાળાનો દત્તક દીકરો શું કામ બને? એ તો મા સરસ્વતીની કૃપાથી બહુ મોટી કિર્તી-નામના મેળવવાનો છે.’ છેવટે માતાના એ શબ્દો ખરા પડ્યા પણ.

વિમલકુમાર મોહનલાલ ધામીએ લખેલા પુસ્તક ‘સૂર અને સ્વર’માં નોંધાયું છે કે પંડિતજીનો અવાજ પહેલેથી મધુર, ભજનો ગાતા, તેમની દસ વર્ષની વયે રામલીલાના એક સંચાલકે તેમનો અવાજ સાંભળીને લક્ષ્મણની ભૂમિકા માટે રોકી લીધા. ચાર મહિના તેમાં કામ કરીને પંડિતજીને ૩૨ રૂપિયાનું વેતન મળ્યું એ માતાને આપી દીધું હતુું. તેમના આવા અવાજ પર ખુશ થઈને શેઠ શાપુરજી મંચેરજી ડુંગાજી નામના એક પારસી ધનાઢ્યે તેમને અને તેમના નાના ભાઈ રમેશચંદ્રને સ્પોન્સર કરતા બેઉ બંધુઓ મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરની નિગેહબાની હેઠળ ચાલતા ગાંધર્વ મહાવિદ્યાલયમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શીખવાની તક મળી. છ વર્ષના શિક્ષણમાં ગુરુ-શિષ્યનો નાતો પિતા-પુત્ર સમાન બન્યો હતો. ૧૯૧૬માં પંડિત પલુસ્કરે લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલય શરૂ કરતા તેમણે ૨૦ વર્ષના પંડિત ઓમકારનાથ ઠાકુરને પ્રિન્સિપલ તરીકે મુક્યા. વર્ષો પછી ઑગસ્ટ ૧૯૫૦માં બનારસ હિન્દુ વિદ્યાપીઠમાં મ્યુઝિક ફેક્લ્ટી શરૂ કરવામાં આવી ત્યારે પંડિત ઓમકારનાથજી ઠાકુર તેના પહેલા ડીન બન્યા હતા.

આ ઠાકુર અટકની પણ એક કથા છે, જે મૂળ સુરતના પણ અધ્યાપન કાર્ય અંગે વડોદરા પાસે સાવલીમાં વસતા પ્રોફેસર અને કવિ જયદેવ શુક્લે કહી હતી કે પંડિતજી કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જબરદસ્ત ચાહક હતા અને તેમનાથી પ્રભાવિત પણ હતા. એ અસરમાં તેમણે ઠાકુર શબ્દને અટક તરીકે અપનાવી લીધો હતો. જયદેવભાઈના કહેવા અનુસાર પંડિતજી પ્રણવરંગના ઉપમાને કાવ્યો-ગીતો લખી તેને કમ્પોઝ પણ કરતા હતા. કવિ શુક્લનું કહેવું છે કે પંડિતજી ગ્વાલિયર ઘરાણાના સૌથી પહેલા એવા ગાયક છે જેમણે તેમની ગાયકીમાં ગ્વાલિયર ઘરાણાને યથાવત્ રાખી તેને કિરાણા ઘરાણાનો પાસ આપ્યો હતો જેથી તેમનું ગાયન વધુ મધુર બન્યું હતું. વળી અન્ય ગાયકો બે તાનપુરાનો સંગાથ મેળવતા પણ પંડિતજી ચાર તાનપુરાનો ઉપયોગ કરતા જેથી તેમના ગાયન-માધુર્યમાં અજબનું ઊંડાણ જણાતું-અનુભવાતું. સંગીતમાં એક મુકામ હાંસલ કર્યા બાદ પણ તેમણે પોતાની નાદોપાસના થંભાવી નહોતી. તેમણે અપ્રચિલત, ઓછા પ્રચલિત રાગોમાં ગીતો કમ્પોઝ કરી તેને સ્ટેજ પરથી ગાવાની હિંમત કરી હતી.

૧૯૨૨માં ઓમકારનાથજી સુરતના ધનાઢ્ય શેઠ પ્રહ્લાદજી દલસુખરામ ભટ્ટના પુત્રી ઈંદિરાદેવીને પરણ્યા હતા. ઘરસંસાર સુખી હતો. લગ્ન બાદ પંડિતજી ભરૂચમાં સ્થાયી થયા હતા. સંગીતમાંથી થતી આવકમાંથી ઘરનું ગાડું ગબડતું હતું. ૧૯૨૪માં તેમને પહેલીવાર નેપાળ જવાની તક મળી. નેપાળના મહારાજા વીર શમશેર જંગબહાદુર સંગીત જલસા ગોઠવતા હતા. નાનાભાઈ રમેશચંદ્ર સાથે પંડિતજી નેપાળ ગયા અને ત્યાં તેમણે શાહી ઘરાણાને જીતી લીધું. તેમને ૫,૦૦૦ રૂપિયાનો રિવૉર્ડ મળ્યો તે સાથે મહારાજાએ તેમને ૩,૦૦૦ રૂપિયાના માસિક પગારે દરબારી સંગીતકાર તરીકે નોકરીની ઑફર કરી પણ અલગારી સંગીતસાધકે તે નકારી કાઢી હતી. ૧૯૩૦થી તેમને સતત નેપાળનું આમંત્રણ મળવા લાગ્યું હતું. આ આવક પણ તેમણે માતાના ચરણે ધરી દીધી હતી.

પંડિતજી સંગીત કાર્યક્રમો, સંગીત વિષયક લેક્ચરો વગેરે માટે વિદેશ જતા થયા, ફ્લોરેન્સ ગયા, પછી જર્મની, હોલૅન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, લંડન, વેલ્સ, સ્વીત્ઝર્લૅન્ડ વગેરે સ્થળોનો પ્રવાસ કરીને નામના મેળવી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં કિંગ અમાનુલ્લા ખાન સમક્ષ પણ ગાયન કર્યું હતું. લંડનમાં તેમને મિત્રોએ કહ્યું કે પંચમ કિંગ જ્યોર્જની સમક્ષ ગાવાની તક માગવાની અરજ કરવા જણાવીને કહ્યું કે તેઓ તમને ‘રાવબહાદુર’નો ઈલ્કાબ આપશે. કલાકાર હૃદય ઉકળી ઉઠ્યું અને ના પાડી દીધી. વિદેશ પ્રવાસમાં તેઓ રશિયા જતા હતા ત્યારે સુવાવડમાં બાળકની સાથે ઈંદિરાદેવીનું અવસાન થયાનો સંદેશો મળતા દુ:ખી હૃદયે દેશમાં પાછા ફર્યા હતા. આઘાતથી એટલા બેબાકળા થઈ ગયા હતા કે હંગામી ધોરણે તેમને વિસ્મૃતિનો રોગ થયો હતો. તેઓ પત્નીને બહુ ચાહતા હતા એટલે તેમણે ફરી લગ્ન કરવાનું નકારી કાઢ્યું હતું અને એ માટે તેમના ઈષ્ટદેવ ભગવાન રામનો દાખલો આપ્યો હતો.

પંડિતજીને અનેક શિષ્યો હતા અને બધા જ શિષ્યો પ્રખ્યાત થયા. તેમનાં કેટલાક નામોમાં ડૉ. પ્રેમલતા શર્મા, યશવંતરાય પુરોહિત, બલવંતરાય ભટ્ટ, કનકરાય ત્રિવેદી, શિવકુમાર શુક્લ, ફિરોજ કે. દસ્તુર, બીજોનબાલા ઘોષ દસ્તીદાર, ડૉ. એન. રાજમ, રાજભાઉ સોનટક્કે, શ્રીમતી સુભદ્રા કુલશ્રેષ્ઠ, અતુલ દેસાઈ, પી. એન. બર્વે, કુમારી નલિની ગજેન્દ્રગડકર અને સુરતના મહાદેવ શર્મા શાસ્ત્રીનો સમાવેશ થાય છે. સાહિત્યકાર-નાટ્યકાર પ્રાગજી ડોસા પણ પંડિતજીના શિષ્યગણમાં હતા.

જયદેવ શુક્લે બીજી એક અજબ વાત કહી હતી કે એકવાર સુરતમાં વરસાદ ન પડયો, લંબાઈ ગયો ત્યારે કિલ્લાના મેદાનમાં પંડિતજીએ આખો દિવસ મલ્હાર રાગના જુદા જુદા પ્રકારો ગાયા કર્યા હતા અને મોડી સાંજે વરસાદ પડ્યો હતો, આ વાત સિદ્ધહસ્ત સાહિત્યકાર અને પત્રકાર ભગવતીકુમાર શર્માએ કોઈ ઠેકાણે નોંધી છે. ખાસ વાત એવી છે કે ગ્વાલિયર ઘરાનાની ગમકની તાનો સાથે કિરાના ઘરાનાના ઉમદા સ્પર્શને કારણે તેમના ગાયનનું માધુર્ય મીઠું અને પંડિતજીના સમકાલીનો કરતા જુદું છે. નિલાંબરી, કોમલ રિષભ આશાવરી, માલકૌંસ તો એમને ગમતા રાગ એટલે એવું મન મૂકીને ગાતા કે શ્રોતા દંગ રહી જતો. એ સાથે તેમનું બહુ જાણીતું ભૈરવીમાં ગાયેલું ‘જોગી મત જા…’ ગીત તો દરેક વખતે ફરમાઈશ દ્વારા ગવાયાના દાખલા છે. ‘વંદેમાતરમ’ની પણ કાયમની ડિમાન્ડ હતી જે તેઓ પ્રચલિત ઢાળ મૂકીને પોતાની રીતે કંમ્પોઝ કરેલું એ ગાતા અને દેશના દુશ્મનો પણ વાહ પોકારી ઉઠતા હતા. તેમણે ખાસ પ્રચલિત નહીં એવા ચંપક અને સુહા-સુહાગ રાગ પણ વારંવાર ગાયા છે.

ઓમકારનાથજીએ સંગીત વિષયક કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં સંગીતાંજલિ, સ્વરશાસ્ત્ર, રાગશાસ્ત્ર, પ્રણવભારતી, રસશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. વળી તેમણે ૧૯૪૨માં મુંબઈ છોડ્યું અને વિદ્યાલય બંધ કર્યું. સુરત આવી વસ્યા હતા. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક સહિત નેપાળના રાજાએ ‘સંગીત મહોદય’, કાશી સંસ્કૃત વિદ્યાલયે ‘ગાનસમ્રાટ’, બંગાળે ‘સંગીત સમ્રાટ’, પંડિત મદનમોહન માલવિયાએ ‘સંગીત પ્રભાકર’ અને ભારત સરકારે ‘પદ્મશ્રી’ આપ્યો હતો. ૧૯૬૩માં બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી ‘ડિ લિટ’ અને ૧૯૬૪માં કલકત્તા યુનિ. તરફથી ‘ડોક્ટર્સ ઑફ લેટર્સ’ની પદવી અપાઈ હતી તેમ જ રવીન્દ્રભારતી યુનિ.એ પણ તેમને કલામાં માનદ્ ડિગ્રી આપી હતી. એક આડવાત રવીન્દ્રભારતીની માનદ્ ડિગ્રી મેળવવામાં ગુજરાતના સપૂતો કદાચ આગળ છે, ગયા વર્ષે વિખ્યાત પેઈન્ટર અને સાહિત્યકાર ગુલામ મોહમ્મદ શેખને, તેનાા કેટલાંક વર્ષ અગાઉ નાટ્ય-સાહિત્ય સર્જક જ્યોતિ ભટ્ટને અને એ પહેલા ચં. ચી મહેતાને આ બહુમાન મળ્યું હતું. પત્નીના મૃત્યુ ઉપરાંત સ્વજનોની કાયમી વિદાયથી શોકમય રહેનારા પંડિતજીને અગાઉ ૧૯૫૪માં હાર્ટ-અટેક આવ્યો હતો, પણ તેમાંથી સાજા થઈ ગયા હતા પછી મુંબઈમાં જુલાઈ ૧૯૬૫માં લકવાનો ગંભીર હુમલો થયો હતો તેમાંથી તબિયતમાં આંશિક રીતે સુધારો થયો હતો. ૧૯૬૬માં તેમને લકવાનો વધુ ગંભીર હુમલો થયો તેને કારણે આખું શરીર ઝલાઈ ગયું અને તેમની સ્મરણશક્તિને પણ હાનિ પહોંચી હતી. તેમના જીવનના છેલ્લાં વર્ષો દયાજનક વીત્યા હોવાનું ડૉ. એન. રાજમ લખે છે. વધુમાં તેઓ લખે છે કે ‘એકલતામાં જીવન જીવતા અને ૬૫ વર્ષની પાકટ વયે તેમને ઝાડુ મારતા અને પોતાની રસોઈ બનાવતા જોવા ખરેખર બહુ દયાજનક હતું. છેલ્લે તો પથારીવશ રહ્યા હતા

અધ્યાત્મને સંગીત સાથે જોડવાનો પંડિતજીનો અભિગમ

પંડિત ઓમકારનાથ ઠાકુર જેટલા સંગીતમગ્ન હતા એટલા જ ધામિર્ક-આધ્યાત્મિક પણ હતા. ધામિર્ક વિધિ-વિધાનમાં પૂરી સમર્પિતતા સાથે સામેલ થતા. એમના સુરતના નિવાસ દરમિયાન સુરતના સમર્થ યજુર્વેદ પંડિત સ્વ. ચન્દ્રકાંત શુક્લ સાથે એમનો નિકટનો સંબંધ હતો. પ્રત્યેક નવરાત્રિમાં નવે નવ દિવસ શુકલજીએ ઓમકારનાથજીના ઘરે ચંડીપાઠ માટે જવાનું રહેતું, પણ પંડિતજી અનોખા યજમાન હતા. પોતે હાર્મોનિયમ લઈને શ્રવણ કરવા બેસતા. પંડિતજી હાર્મોનિયમ પર મધ્ય સપ્તકના પંચમનો સૂર લગાડી એમાં જ આખો ચંડીપાઠ કરવાનો આગ્રહ રાખતા. સંગીતના અને પંડિતજીના ચાહક શુક્લજીને આ રીતે પાઠ કરવામાં સામાન્ય કરતા બમણો સમય લાગતો અને આમ નવેનવ દિવસ કરાતું. આધ્યાત્મને સંગીત સાથે જોડવાના પંડિતજીના આ અભિગમને શુક્લજી પણ અનહદ પ્રેમથી સાથ આપતા.

સૌજન્ય-શ્રી પરેશ શાહ, મુંબઈ સમાચાર ,

સાભાર-ડો.કનકભાઈ રાવલ

============================================

પંડિત ઓમકારનાથ ઠાકુરના કંઠે ગવાયેલું એક ગુજરાતી મીરા ભજન 

રાજા તારા ડુંગરિયા પર બોલે જીણા મોર

મોર જ બોલે બપૈયા બોલે , કોયલ કરે કલશોર  

નીચેના વિડીયોમાં એનો આસ્વાદ માણો.

મત જા ઓ જોગી -રાગ ભૈરવી -પંડિત ઓમકારનાથ ઠાકુર

Pt Omkarnath Thakur- Raag Bhairavi,’Jogi Mat Ja’

યુ-ટ્યુબ વિડીયોની આ લીંક ઉપર પંડિત ઓમકારનાથ ઠાકુરને વિવિધ  રાગ ઉપર ગાતા સાંભળી શકાશે.

 ગુગલમાંથી પ્રાપ્ત નીચેની લીંક ડો. કનકભાઈ એ મોકલી છે.

એમાં પંડિતજીનાં કેટલાંક જાણીતાં ગાયનોનો પણ સમાવેશ થાય છે.

સંગીત રસિયાઓ એનો પણ લાભ લઇ શકે છે. 

( 620) હૉ…હૉ…હૉ…અને સાન્તાની વિદાય…ક્રિસમસ વાર્તા…પ્રવીણ શાસ્ત્રી

મિત્રો,

વી.વી. ની આ અગાઉની પોસ્ટ નમ્બર ૬૧૯ માં તમે મારી બે ક્રિસમસ વાર્તાઓ વાંચી.

આજની પોસ્ટમાં ન્યુ જર્સી નિવાસી મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ શાસ્ત્રીના બ્લોગમાં પોસ્ટ થયેલ અને મને ગમેલ એક હૃદય સ્પર્શી ક્રિસમસ વાર્તા એમના આભાર સાથે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

મારી પોસ્ટમાંની બે વાર્તાઓમાં એક ૪ વર્ષની બાળકી અને એક પંદર વર્ષના ટીન- એજ્રરની વાત છે તો પ્રવીણભાઈ ની વાર્તામાં એક વયોવૃદ્ધ પૌત્ર પ્રેમી દાદા રાજેન્દ્ર ભાઈની દિલને સ્પર્શી જાય એવી વાત છે , જે આપને જરૂર ગમશે.

ફરી સૌ વાચકોને ક્રિસમસ અભિનંદન અને નવા વર્ષ ૨૦૧૫ ની અનેક શુભેચ્છાઓ.

વિનોદ પટેલ

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

santa-claus-sleeping-in-living-room

હૉ…હૉ…હૉ…અને સાન્તાની વિદાય…

ધીમે પગલે સાન્તા લિવિંગ રૂમમા દાખલ થયા. મનિષાની પાછળ જઈને હૉ…હૉ…હૉ… નો સંકેત આપ્પ્યો; પણ હૉ…હૉ…હૉ…ની પાછળ ખોં…ખોં…ખોં…ખોં…સતત ઉધરસનું ખાંખણું આવ્યું. સાન્તા સોફા પર ફસડાઈ પડ્યા. મનિષા દોડીને પાણી લઈ આવી.

‘પપ્પા આજે સવારે તમને તાવ પણ હતો છતાંયે તમે જીદ કરીને ગયા જ. હવે તો થોડું મન હળવું કરો! ગીતામાં પણ કહ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આપણા નસીબમાં શ્રેણિકનું સુખ ન લખાયું હોય. સુખ દુઃખનું ચક્ર જીવનમાં ફરતું જ રહેવાનું છેને? તમે જ અમને શિખામણ આપો છો અને દર ક્રિસમસ પર અમને આપેલી સલાહ ભૂલી જાવ છો. એ વાતને પણ ઘણા વર્ષો થઈ ગયા.’

‘શ્રેણિક તારા હૈયાની બહાર નીકળ્યો છે ખરો? ‘
‘દીકરી મેં જ તારા શ્રેણિકને…’
‘બસ પપ્પા બસ…’
‘મારે કંઈ સાંભળવું નથી. કાલથી તમારે ઘરમાંથી બહાર નીકળવાનું નથી.’
એણે પપ્પાના લાંબા સૂઝ્ બેલ્ટ જેકેટ અને સફેદ દાઢી ઉતાર્યા.’

‘કેટલા બધા શ્રેણિક મારા ખોળામાં બેસવા આવે છે. હું માંદો છું એવું મને લાગતું…

View original post 779 more words

( 619 ) ક્રિસમસ- ૨૦૧૪ નાં સૌને અભિનંદન અને નવા વર્ષ ૨૦૧૫ની શુભેચ્છાઓ / મારી બે ક્રિસમસ વાર્તાઓ .

દરેક વર્ષની જેમ સન ૨૦૧૪ નું વર્ષ પણ દેશ અને દુનિયામાં અવનવા ગમતા -અણગમતા બનાવોની યાદો પાછળ છોડીને પુરું થવા આવ્યું .

આવી પહોંચ્યા વર્ષના અંતે આવતી ક્રિસમસની ઉજવણી અને નવા વર્ષ ૨૦૧૫ નું નવી આશાઓ અને નવા ઉમંગો સાથે એનું સ્વાગત કરવા.

આજની આ પોસ્ટમાં મારી એક પ્રસંગોચિત કાવ્ય રચના અને પ્રતિલિપિ માં પ્રગટ મારી બે ક્રિસમસ વાર્તાઓ(૧) કૃતિકાનો ભાઈ અને (૨ ) ક્રિસમસની અણમોલ ભેટ પ્રસ્તુત કરેલ છે.

આવો, ઉત્સાહ અને ઉલ્લાસથી ક્રિસમસની ઉજવણીમાં ભાગ લઇ હળવા બનીએ અને નવી આશાઓ અને નવા સંકલ્પોની ભાવનાઓ સાથે નવા વર્ષ ૨૦૧૫ નું સ્વાગત કરીએ .

વર્ષના આ સુંદરત્તમ સમય ક્રિસમસ પ્રસંગે વિનોદ વિહાર

સૌ સ્નેહીજનો/વાચક મિત્રોને ઉલ્લાસમય અને આનંદમય

ક્રિસમસ માટે તથા સુખદ નવા વર્ષ ૨૦૧૫ માટેની

અનેક હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે .

વિનોદ પટેલ

========================

૨૦૧૫ના વર્ષનું સ્વાગત

પસાર થઇ ગયું એક ઓર જુનું વરસ
ગમતી, અણગમતી યાદોને પાછળ મૂકી
આવી ઉભા એક નવા જ વર્ષને પગથાર.

નવા વરસે નવલા બનીએ, નવેસરથી,
કરુણા,પ્રેમની શુભેચ્છાઓ આપીએ,લઈએ

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર
જુના વરસના ઘાસ નીદામણ દુર કરી
નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ
નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી
૨૦૧૫ના નવા વર્ષનું હર્ષથી સ્વાગત કરીએ.

ચાલો , સૌ કરીએ દિલથી પ્રાર્થના કે-
ગત વર્ષો કરતાં આ નવલું ૨૦૧૫નું વર્ષ
સૌને માટે સુખ શાંતિ અને આરોગ્ય સહીત
સર્વ રીતે સર્વોત્તમ વર્ષ બનાવજે ,હે પ્રભુ .

વિનોદ પટેલ

===============================

હવે વાંચો પ્રસંગોચિત મારી બે ક્રિસમસ વાર્તાઓ.

ક્રિસમસ  વાર્તા -૧ 

“કૃતિકાનો ભાઈ !”…લેખક-વિનોદ પટેલ

Christmas-Santa-animation

ક્રિસમસ પ્રસંગે ચાર વર્ષની ગલગોટા જેવી નમણી બાલિકા કૃતિકા સંતાક્લોઝ પાસે કોઈ રમકડાની ભેટ નથી માગતી પણ કદી કોઈએ સાંતા પાસે માગી હોય ના હોય એવી એક અવનવી ભેટ માગે છે .

કૃતિકા એ માગેલી ભેટ કઈ છે એ જાણવા પ્રતિલિપિમાં પ્રકાશિત  ક્રિસમસ પ્રસંગે ખાસ લખેલી નીચેની મારી એક તરોતાજા ટૂંકી વાર્તા વાચો …..

KRUTIKA

ગલગોટા જેવી ચાર વર્ષની ભગવાનની એક અદ્ભુત કૃતિ સમી નમણી બાલિકા કૃતિકા ક્રિસમસ આવે એટલી ખુશ થઇ જાય કે કઈ કહેવાની વાત નહિ.

દર વર્ષની જેમ ક્રિસમસ ટ્રી ખરીદવા માટે એના પપ્પા જાય ત્યારે એમની સાથે રડીને પણ જતી.

ક્રિસમસ ટ્રીને અવનવી ચીજો,નાનાં રમકડાં તથા વીજળીના નાના રંગબેરંગી બલ્બના તોરણોથી ઘર શણગારાતું ત્યારે એનો ઝગમગાટ જોઈ કૃતિકા ખુશ ખુશ થઇ જતી અને એની ખુશી જોઈ પપ્પા-મમ્મી પણ ખુશ થઇ જતાં .

કૃતીકાનું ક્રિસમસનું બીજું આકર્ષણ એટલે દાઢી વાળા,મોટી ફાંદવાળા માથે મોટી લાલ ટોપી અને કોથળા જેવા લગર વગર લાલ પોશાકમાં સજ્જ સદા હસતા અને હસાવતા રહેતા પેલા સંતા ક્લોઝ.

આ સંતા ક્લોઝ દર વર્ષે ક્રિસમસ વખતે મોલમાં નિયમિત હાજર થઇ જતા અને ઘંટડી વગાડતા મોલમાં ફરીને સૌનું અને ખાસ કરીને નાનાં ભુલકાંઓનું મનોરંજન કરતા અને એમની સાથે ફોટો ખીંચાવતા.બધાંના એ મિત્ર બની ગયેલા . 

કૃતિકાના બાળ માનસમાં એ કોતરાઈ ગયેલું કે સંતા ક્લોઝ બાળકોને એમને જોઈએ એવી અવનવી ભેટ એના કોથળામાંથી આપે છે .

એના મમ્મી-પપ્પા ચાર વર્ષની કૃતિકાને લઈને એને સંતા ક્લોઝ બતાવવા શહેરના મોલમાં લઇ ગયા .ત્યાં સંતાના ખોળામાં બેસાડી એના પપ્પા એ ખુશખુશાલ કૃતિકાની સરસ યાદગાર તસ્વીર લીધી.

ત્યારબાદ બાદ સંતાએ કૃતિકાને વ્હાલથી માથે હાથ ફેરવતાં ફેરવતાં પૂછ્યું :“બોલ બેટા, તારે શું ભેટ જોઈએ છે ,તું કહે એ રમકડું આ કોથળામાંથી તને આપું,”

કૃતિકાના મમ્મી-પપ્પા અને સંતા એ શું માગે છે એ સાંભળવા આતુર નયને એની સામે જોઈ રહ્યા.

કૃતિકાને મનમાં એ ઠસી ગયેલું કે હું જે માગીશ એ જરૂર સંતા કોથળામાંથી હાથ નાખીને આપશે.

વિચાર કરીને કૃતિકાએ છેવટે એના મનની ઈચ્છા સંતાને કહી દીધી :

” સંતા, મને એક નાનકડો ભાઈ જોઈએ છે !”

આવી અજબ માગણીથી સંતા અને મમી-પપ્પા વિચારમાં પડી ગયા .

છેવટે સંતા કહે “ બેટા ,આજે તો તારા ભાઈનું આ નાનું રમકડું લઇ જા ,આવતે વરસે તને એક નાનકડો ભાઈ જરૂર મળશે ”

માતા-પિતા અને સંતા એકબીજા સામે જોઈને ખુબ હસી પડ્યાં !  

ક્રિસમસ બાદ પણ કૃતિકા સંતાએ આપેલા પેલા નાનકડા ભાઈને વ્હાલ કરતાં અને એની સાથે રમતાં થાકતી જ નથી !  

 ક્રિસમસ  વાર્તા -૨

“ક્રિસમસની અણમોલ ભેટ “… વિનોદ પટેલ 

પ્રતિલિપિ માં  પ્રગટ મારી બીજી એક  ક્રિસમસ વાર્તા “ક્રિસમસની અણમોલ ભેટ ” વાંચવા  માટે  નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી પ્રતિલિપિ ના મંચ ઉપર પહોંચી જાઓ .

Christmas present.

 આશા છે આપને આ બે વાર્તાઓમાં, માનવ સહજ લાગણીઓ ,સંબંધોના તંતુઓના તાણાવાણા અને એમાંનો સંદેશ ગમ્યો હશે.

આપનો પ્રતિભાવ જરૂર લખશો.

વિનોદ પટેલ