વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 7, 2014

( 605 ) ઇન્ડીયન અમેરિકન…. (સત્યકથા પર આધારિત વાર્તા ) ….વિનોદ પટેલ

ગુજરાતી બ્લોગ વિશ્વમાં ખુબ જાણીતા બ્લોગર શ્રી જીગ્નેશ અધ્વર્યુએ એમના ખુબ વંચાતા બ્લોગ અક્ષરનાદના તારીખ ૪ થી ડીસેમ્બર ૨૦૧૪ના અંકમાં એક સત્યકથા ઉપર આધારિત મારી વાર્તા ‘ઇન્ડીયન અમેરિકન’ પ્રસિદ્ધ કરી છે, એ મારે માટે આનંદની વાત છે. 

અક્ષરનાદ માટે ખાસ લખેલ આ વાર્તાને પ્રગટ કરવા માટે હું સંપાદક શ્રી જીગ્નેશ અધ્વર્યુનો ખુબ આભારી છું .  

આ વાર્તાનો પ્રેરણા-વિચાર સ્ત્રોત …….

અમેરિકામાં જે વડીલો એમના નિવૃતિના કાળમાં એમના બાળકો વાળા સંતાનો સાથે રહે છે તેઓ એમના અમેરિકામાં સંઘર્ષમય સમયમાં એમને ખુબ મદદ રૂપ બનતાં હોય છે.પોતાનાં જ મા-બાપને એમના બાળકને સંભાળ માટે મુકીને તેઓ નિશ્ચિત મને જોબ કરી શકે છે.

ઘરમાં એકલાં પડેલાં વડીલો પણ પોતાના વંશને ઉછેરવામાં અને  બાળક સાથે બાળક બનીને રમવામાં આનંદ લેતાં હોય છે.એનાથી એમને આ દેશમાંની ઘરની એકલતા પણ સાલતી નથી. એમના માટે તો આ એક LABOUR OF LOVE બની જાય છે .

વડીલોના સહવાસથી બાળક પર વડીલોના ભારતીય સંસ્કારોનું જાણે અજાણે આરોપણ પણ થયા કરે છે.જે ઘરમાં વડીલો નથી હોતાં એ ભારતીયોની તકલીફો ઘણી હોય છે. ધંધાકીય બેબી સીટરને બાળક સોપીને જોબ ઉપર જવું પડે છે ત્યારે એમને મનમાં સતત બાળકની ચિંતા રહ્યા કરે છે.

ધંધાકીય બેબી સીટર ઘણાં મા-બાપનાં બાળકોનું ધ્યાન રાખે છે.ઘણીવાર ચાઈલ્ડ એબ્યુજના બનાવો પણ અખબારોમાં ચમકતા હોય છે.આવા અસંસ્કારમય વાતાવરણમાં ઉછરેલાં બાળકો વડીલોની છત્ર છાયા અને પ્રેમ વિના મોટાં થઈને ડ્રગ અને બીજાં વ્યસનોના શિકાર પણ બનતાં હોય છે.આ દ્રષ્ટીએ ઘણાં ભારતીય કુટુંબોમાં ઘરમાં રહેતા વડીલો એક આશીર્વાદ રૂપ બને છે.

જે એન.આર.આઈ. બાળકો ભારતીય સંસ્કારો વચ્ચે ઉછર્યા નથી તેઓ મહદ અંશે ભારત જવાનું પસંદ કરતાં નથી.તેઓને મન ભારત એક ગંદો, ઘોંઘાટીયો, ગીચ વસ્તી વાળો દેશ છે.ત્યાં જઈને શું જોવાનું એવા ખ્યાલો એમના મગજમાં રમતા હોય છે. આ કારણે તેઓ ભારત જોવા જવાના નામથી જ હમેશાં દુર રહે છે.

આવાં એન.આર.આઈ.બાળકોનાં ઘણાં મા-બાપ ભારતમાં જ જન્મેલાં હોવા છતાં ત્યાંના અન હાઈજીનીક માહોલમાં એમનું બાળક માંદુ પડશે  વિગેરે ખોટાં યા ખરાં કારણોથી નથી પોતે જતાં નથી કે નથી પોતાનાં બાળકો સાથે ભારત જવાનું પસંદ કરતાં .આવેલી તકોને હમેશાં ટાળતાં હોય છે.

પરંતુ જ્યાં સુધી પોતાના  બાળકને લઈને તેઓ જ્યાં એમનું મૂળ નંખાયુ છે એવા પોતાના જ વતનમાં જઈને એમના બાળકને બધું બતાવે નહી ત્યાં સુધી એમને ભારતનો સાચો ખ્યાલ કેવી રીતે આવી શકે !

આવી અગત્યની બાબતો ઉપર એક સત્ય કથા ઉપર આધારિત મારી આ વાર્તા ‘ઇન્ડીયન અમેરિકન” પ્રકાશ પાડે છે.આશા છે આપને એ ગમશે .

તો આ પાશ્ચાદભૂમિ સાથે હવે વાંચો અક્ષરનાદમાં પ્રગટ  

સત્યકથા પર આધારિત આ વાર્તા ……

ઇન્ડિયન અમેરિકન….. (વાર્તા ) ……વિનોદ પટેલ

દુનિયાની એક અજાયબી તાજમહાલણે જોઇને ખુશીથી હવામાં ઉછળતો એક પરદેશી પ્રવાસી- આ વાર્તાનો યશ જ માની લો ને !
દુનિયાની એક અજાયબી તાજમહાલને જોઇને ખુશીથી હવામાં ઉછળતો એક પરદેશી પ્રવાસી- આ વાર્તાનો યશ જ માની લો ને !

“બેટા યશ,આ ડીસેમ્બરમાં હું અને દાદી દેશમાં જઈએ છીએ.તારે હવે ક્રિસમસનું વેકેશન પડશે,  તું પણ અમારી સાથે ઇન્ડિયા ચાલ.ઘણું નવું જોવાનું, જાણવાનું મળશે ,મજા આવશે.”

“પણ દાદા, તમે મારી મમ્મી ડેડીને પૂછ્યું ?”યશ એ શંકા બતાવી .

“હા બેટા ,અમારી હા છે ,સાથે સ્કુલની બુકો લેતો જજે.ફરવાનું અને સાથે અભ્યાસ પણ કરવાનો.”

આમ કહી પલ્લવી અને સંજયે યશને ઇન્ડિયા જવાની રજા આપી દીધી .

અમેરિકાના ન્યુ જર્સી શહેરની રવિવારની એક ખુશનુમા સવારે આખું કુટુંબ કિચનના ટેબલ ઉપર રજાના મુડમાં ચા-નાસ્તાની મોજ માણી  રહ્યું હતું ત્યારે ઉપરનો સંવાદ થયો.

આખુ કુટુંબ એટલે ૬૫ વર્ષના નિવૃત નરેશભાઈ જોશી, એમનાં પત્ની જયવંતીબેન, નરેશભાઈનાં દીકરી પલ્લવી ,દીકરા જેવો જ  જમાઈ સંજય અને દાદા-દાદીનો ચહીતો દોસ્ત જેવો દસમા ધોરણમાં અભ્યાસ કરતો દોહિત્ર યશ.

યશ જન્મથી જ ભારત અને અમેરિકાની  એમ બે દેશની સંસ્કૃતિના સંસ્કારો વચ્ચે ઉછરીને મોટો થયો છે .એના જન્મથી જ એ નરેશભાઈ અને જયવંતીબેન સાથે ઉછર્યો છે . ભારત વિશેની ઘણી વાતો એણે દાદા પાસેથી જાણી છે……

( આ આખી વાર્તાને નીચેના અક્ષરનાદના લોગો ઉપર ક્લિક કરીને વાંચો.)

aksharnaad logo image