વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 605 ) ઇન્ડીયન અમેરિકન…. (સત્યકથા પર આધારિત વાર્તા ) ….વિનોદ પટેલ

ગુજરાતી બ્લોગ વિશ્વમાં ખુબ જાણીતા બ્લોગર શ્રી જીગ્નેશ અધ્વર્યુએ એમના ખુબ વંચાતા બ્લોગ અક્ષરનાદના તારીખ ૪ થી ડીસેમ્બર ૨૦૧૪ના અંકમાં એક સત્યકથા ઉપર આધારિત મારી વાર્તા ‘ઇન્ડીયન અમેરિકન’ પ્રસિદ્ધ કરી છે, એ મારે માટે આનંદની વાત છે. 

અક્ષરનાદ માટે ખાસ લખેલ આ વાર્તાને પ્રગટ કરવા માટે હું સંપાદક શ્રી જીગ્નેશ અધ્વર્યુનો ખુબ આભારી છું .  

આ વાર્તાનો પ્રેરણા-વિચાર સ્ત્રોત …….

અમેરિકામાં જે વડીલો એમના નિવૃતિના કાળમાં એમના બાળકો વાળા સંતાનો સાથે રહે છે તેઓ એમના અમેરિકામાં સંઘર્ષમય સમયમાં એમને ખુબ મદદ રૂપ બનતાં હોય છે.પોતાનાં જ મા-બાપને એમના બાળકને સંભાળ માટે મુકીને તેઓ નિશ્ચિત મને જોબ કરી શકે છે.

ઘરમાં એકલાં પડેલાં વડીલો પણ પોતાના વંશને ઉછેરવામાં અને  બાળક સાથે બાળક બનીને રમવામાં આનંદ લેતાં હોય છે.એનાથી એમને આ દેશમાંની ઘરની એકલતા પણ સાલતી નથી. એમના માટે તો આ એક LABOUR OF LOVE બની જાય છે .

વડીલોના સહવાસથી બાળક પર વડીલોના ભારતીય સંસ્કારોનું જાણે અજાણે આરોપણ પણ થયા કરે છે.જે ઘરમાં વડીલો નથી હોતાં એ ભારતીયોની તકલીફો ઘણી હોય છે. ધંધાકીય બેબી સીટરને બાળક સોપીને જોબ ઉપર જવું પડે છે ત્યારે એમને મનમાં સતત બાળકની ચિંતા રહ્યા કરે છે.

ધંધાકીય બેબી સીટર ઘણાં મા-બાપનાં બાળકોનું ધ્યાન રાખે છે.ઘણીવાર ચાઈલ્ડ એબ્યુજના બનાવો પણ અખબારોમાં ચમકતા હોય છે.આવા અસંસ્કારમય વાતાવરણમાં ઉછરેલાં બાળકો વડીલોની છત્ર છાયા અને પ્રેમ વિના મોટાં થઈને ડ્રગ અને બીજાં વ્યસનોના શિકાર પણ બનતાં હોય છે.આ દ્રષ્ટીએ ઘણાં ભારતીય કુટુંબોમાં ઘરમાં રહેતા વડીલો એક આશીર્વાદ રૂપ બને છે.

જે એન.આર.આઈ. બાળકો ભારતીય સંસ્કારો વચ્ચે ઉછર્યા નથી તેઓ મહદ અંશે ભારત જવાનું પસંદ કરતાં નથી.તેઓને મન ભારત એક ગંદો, ઘોંઘાટીયો, ગીચ વસ્તી વાળો દેશ છે.ત્યાં જઈને શું જોવાનું એવા ખ્યાલો એમના મગજમાં રમતા હોય છે. આ કારણે તેઓ ભારત જોવા જવાના નામથી જ હમેશાં દુર રહે છે.

આવાં એન.આર.આઈ.બાળકોનાં ઘણાં મા-બાપ ભારતમાં જ જન્મેલાં હોવા છતાં ત્યાંના અન હાઈજીનીક માહોલમાં એમનું બાળક માંદુ પડશે  વિગેરે ખોટાં યા ખરાં કારણોથી નથી પોતે જતાં નથી કે નથી પોતાનાં બાળકો સાથે ભારત જવાનું પસંદ કરતાં .આવેલી તકોને હમેશાં ટાળતાં હોય છે.

પરંતુ જ્યાં સુધી પોતાના  બાળકને લઈને તેઓ જ્યાં એમનું મૂળ નંખાયુ છે એવા પોતાના જ વતનમાં જઈને એમના બાળકને બધું બતાવે નહી ત્યાં સુધી એમને ભારતનો સાચો ખ્યાલ કેવી રીતે આવી શકે !

આવી અગત્યની બાબતો ઉપર એક સત્ય કથા ઉપર આધારિત મારી આ વાર્તા ‘ઇન્ડીયન અમેરિકન” પ્રકાશ પાડે છે.આશા છે આપને એ ગમશે .

તો આ પાશ્ચાદભૂમિ સાથે હવે વાંચો અક્ષરનાદમાં પ્રગટ  

સત્યકથા પર આધારિત આ વાર્તા ……

ઇન્ડિયન અમેરિકન….. (વાર્તા ) ……વિનોદ પટેલ

દુનિયાની એક અજાયબી તાજમહાલણે જોઇને ખુશીથી હવામાં ઉછળતો એક પરદેશી પ્રવાસી- આ વાર્તાનો યશ જ માની લો ને !
દુનિયાની એક અજાયબી તાજમહાલને જોઇને ખુશીથી હવામાં ઉછળતો એક પરદેશી પ્રવાસી- આ વાર્તાનો યશ જ માની લો ને !

“બેટા યશ,આ ડીસેમ્બરમાં હું અને દાદી દેશમાં જઈએ છીએ.તારે હવે ક્રિસમસનું વેકેશન પડશે,  તું પણ અમારી સાથે ઇન્ડિયા ચાલ.ઘણું નવું જોવાનું, જાણવાનું મળશે ,મજા આવશે.”

“પણ દાદા, તમે મારી મમ્મી ડેડીને પૂછ્યું ?”યશ એ શંકા બતાવી .

“હા બેટા ,અમારી હા છે ,સાથે સ્કુલની બુકો લેતો જજે.ફરવાનું અને સાથે અભ્યાસ પણ કરવાનો.”

આમ કહી પલ્લવી અને સંજયે યશને ઇન્ડિયા જવાની રજા આપી દીધી .

અમેરિકાના ન્યુ જર્સી શહેરની રવિવારની એક ખુશનુમા સવારે આખું કુટુંબ કિચનના ટેબલ ઉપર રજાના મુડમાં ચા-નાસ્તાની મોજ માણી  રહ્યું હતું ત્યારે ઉપરનો સંવાદ થયો.

આખુ કુટુંબ એટલે ૬૫ વર્ષના નિવૃત નરેશભાઈ જોશી, એમનાં પત્ની જયવંતીબેન, નરેશભાઈનાં દીકરી પલ્લવી ,દીકરા જેવો જ  જમાઈ સંજય અને દાદા-દાદીનો ચહીતો દોસ્ત જેવો દસમા ધોરણમાં અભ્યાસ કરતો દોહિત્ર યશ.

યશ જન્મથી જ ભારત અને અમેરિકાની  એમ બે દેશની સંસ્કૃતિના સંસ્કારો વચ્ચે ઉછરીને મોટો થયો છે .એના જન્મથી જ એ નરેશભાઈ અને જયવંતીબેન સાથે ઉછર્યો છે . ભારત વિશેની ઘણી વાતો એણે દાદા પાસેથી જાણી છે……

( આ આખી વાર્તાને નીચેના અક્ષરનાદના લોગો ઉપર ક્લિક કરીને વાંચો.)

aksharnaad logo image

7 responses to “( 605 ) ઇન્ડીયન અમેરિકન…. (સત્યકથા પર આધારિત વાર્તા ) ….વિનોદ પટેલ

 1. pravinshastri ડિસેમ્બર 7, 2014 પર 12:58 પી એમ(PM)

  વિનોદભાઈની વાત હોય કે વાર્તા, હંમેશાં હૃદયસ્પર્ષી જ હોય છે.

  Like

 2. pragnaju ડિસેમ્બર 7, 2014 પર 4:01 પી એમ(PM)

  આ તો જાણે અમારા સ્નેહીની વાત !
  તેઓ ગુજરી ગયા ત્યારે આ રીતે યાદ
  Mu.Nareshbhai has departed this world.
  He has left us in peace.
  He has left great memories behind with us
  which we will cherish all of our lives.
  He who has gone,
  so we but cherish his memory,
  abides with us,
  more potent,
  nay,
  more present than the living man.
  One of his teachings –Sadhana, devotion, we move a few steps ahead, but we also fail at times. There are situations, when thoughts about the material world are stronger, and detachment from this world becomes weaker. You may repeatedly contemplate about detachment from the material world, and try to concentrate on God, but it is difficult. It does happen that when there are bad days, how much ever you try contemplating on God, it becomes very difficult to concentrate on Him.

  People get frustrated and say, “What to do? The mind is not under my control.”
  If you scold your mind, it will react negatively. You were concentrating on God and suddenly your mind started thinking about your son. Now if you scold your mind as to why is it doing this, the mind will get more disturbed. So, first of all, be calm. Let your mind go wherever it wants to go, and then visualize the form of God in that place. If your mind started thinking about your son, visualize the form of God in your son. If your mind starts thinking about ice cream, place God in the ice cream and concentrate upon Him. If it thinks about the cricket match, imagine that God it standing in the field. So, in one way or the other, tie your mind to God.

  Like

  • Vinod R. Patel ડિસેમ્બર 7, 2014 પર 5:59 પી એમ(PM)

   પ્રજ્ઞાબેન, સુંદર પ્રતિભાવ માટે આપનો આભાર

   આ વાર્તાના કાલ્પનિક નરેશભાઈ અને આપના સ્વર્ગવાસી સ્નેહી વાસ્તવિક જગતના નરેશભાઈ પાસેથી ઘણું શીખવાનું છે.એમની વાતો સમજવા જેવી અને અનુસરવા જેવી છે.

   Like

 3. Vinod R. Patel ડિસેમ્બર 7, 2014 પર 8:43 પી એમ(PM)

  E-MAIL RESPONSE FROM–

  Kalpana Desai To me

  Today 12/7/14

  Thanks Vinodbhai. A good story with a good message.

  Like

 4. aataawaani ડિસેમ્બર 7, 2014 પર 9:29 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  તમારો ઇન્ડિયન અમેરિકન વાળો લેખ વાચ્યો
  સાચી વાત છે કે આપના બાળકોને ભારત બતાવવો જોઈએ બાળકો સાથે દાદા દાદી હોય એ પણ બહુ જરૂરી છે .અમારા મોટા દીકરાની વહુ અમેરિકન છે એના બે દીકરા સાથે ઘણો વખત હું અને મારી વાઈફ રહેલા છીએ મારી વાઈફે બંને દીકરાઓને ભારતીય ભોજનનો ચસ્કો લગાડી દીધો છે , નાનો દીકરો રાજીવ તુવેરની દાળ . પૂરી પુડલા શાક બનાવી જાણે છે . મોટો દીકરો ડેવિડ હુકમ કરે કે રાજીવ આજે ડાળ ભાત બનાવજે। પોતાને ખાવાનું ભાવે પણ બનાવવાનું નો ફાવે। એક વખત રાજીવ તૈયાર થઇ ગએલી તુવેર દાળને વાલોવતો હતો એ એટલા માટે કે ડાળ એક રસ થઇ જાય મેં એને પૂછ્યું કે આ તું ક્યાંથી શીખ્યો તો રાજીવ કહે બાએ મને શીખવ્યું અમારા બાપદાદાનો ઈતિહાસ તેને જાણવો બહુ ગમે છે .. એની દાદી એ શાક બનાવી રાખ્યું હોય અને રોટલી બનાવતી હોય તો રોટલી ત્યાર થાય એટલે દીકરાઓ રોટલીમાં શાક મૂકી ફીંડ લુ વાળી ટાકો બનાવીને ઉભા ઉભા ખાવા માંડી જાય લાડુ અને દૂધપાક બહુ ભાવે મારા ભાઈના ઘરેથી અમે અમારા દીકરાને ઘરે ન્યુ જર્સી જઈએ ત્યારે લાડુ બનાવીને લઇ જઈએ રેફરી જેટરમાં રાખ્યા હોય એટલે ઘી જામી જવાના કારણે લાડુ કઠણ થઇ ગયા હોય ,એટલે મોટો બોલે બા આ લાડુ તે રાખના બનાવ્યા છે? અમેરિકન પાણાનો ઉચ્ચાર રાખ કરતા હોય છે મારી વાઈફ રાખ એટલે રખિયા સમજે અમારી ગામઠી ભાષામાં રખીયાને રાખ કહે છે ગુજરાતી રખિયા કહે છે . પછી મારી વાઈફ બોલે રાખના લાડવા તારા બાપને ઘરે થતા હશે કોઈદી ?

  Like

  • Vinod R. Patel ડિસેમ્બર 7, 2014 પર 10:02 પી એમ(PM)

   વાહ આતાજી તમારાં જૂનાં સંસ્મરણો વાંચવાનો એક લ્લ્હાવો હોય છે.

   તમારું કુટુંબ પણ એક ઇન્ડો-અમેરિકન ફેમીલી જ છે . ડેવિડ અને રાજીવ બે દેશની સંસ્કૃતિ ના પ્રતિનિધિ છે.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: