ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 608 ) પ્રતિલિપિ …..એમાં પ્રકાશિત મારી સાહિત્ય કૃતિઓ….મારો ઈન્ટરવ્યું
પ્રતિલિપિ શું છે ?

- LOGO OF PRATILIPI
પ્રતિલિપિની સૌ પ્રથમ જાણ મને એના એક સ્થાપક મેમ્બર સુ.શ્રી સહૃદયી મોદી (શૈલી)ના તારીખ ૨૨મી ઓગસ્ટ ૨૦૧૪ તથા સપ્ટેમ્બર ૭,૨૦૧૪ના નીચેના ઈ-મેલથી થઇ.
આ ઈ-મેલમાંથી પ્રતિલિપિ શું છે એની પ્રાથમિક માહિતી મળશે.
From- Sahradayi Modi To Vinod Patel
Aug 22 2014
પ્રિય વિનોદભાઇ,
તમારા જેવા સફળ વ્યક્તિઓ ના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અમે યુવા હૈયાઓએ (Belong to BITS PILANI & FMS ) અમારો પ્રથમ ગુજરાતી બ્લોગ ચાલુ કરેલ છે. જેના માધ્યમ થી અમે પ્રતિલિપિ ના શુભારંભ સુધી ની દરેક નાની નાની માહિતી લોકો સુધી પહોચાડીશુ.
પ્રતિલિપિ ઍક બેંગ્લોર સ્થિત સોશિયલ નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે, જે ફક્ત ભારતીય ભાષા- સાહિત્ય ને પ્રોત્સાહન આપે છે. અમે શરૂઆતી તબક્કામાં ગુજરાતી, તમિલ , હિન્દી અને અંગ્રેજી ભાષા સાહિત્ય સાથે પગરણ માંડીશું .
આપની સલાહ અને સૂચન ઘણા જ આવકાર્ય છે.
મહેરબાની કરી આપશ્રી આ બ્લોગ ને આપના મિત્ર વર્તુળ માં શેર કરશોજી.
સાથે સવિનય જણાવાનુ કે, આપ શ્રી www.pratilipi.com પર નિઃશુલ્ક સબસ્ક્રાઇબ કરીને સાહિત્યનો વિનામુલ્યે આનંદ માણી શકો છો.
Sept 7, 2014 ના ઈ મેલમાં તેઓએ લખ્યું …….
પ્રતિલિપિ તરફથી રજાના દિવસની આરામદાયી સુપ્રભાત. આપ સહુના સહયોગ સાથે 14મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસના મંગલ દિને પ્રતિલિપિની વેબસાઈટનું લૌંચ નિર્ધાર્યું છે.
પ્રાથમિક તબક્કે અમે દરેક ભાષાભિન્ન સાહીત્યકારો નો ટૂંક પરિચય અને તેઓની પ્રતિલિપિ સાથેની પ્રથમ રચના (વાર્તા, કવિતા, કવિતા સંગ્રહ , લઘુકથા , વાર્તા સમૂહ, લેખ , લેખ સંગ્રહ , ગઝલ, પુસ્તક ) નિઃશુલ્ક પ્રકાશિત કરી રહ્યાં છીએ. આપને વિનંતી છે કે ભારતીય ભાષા સાહિત્યકારોને (નવોદિત તેમજ દિગ્ગજ ) એક મંચ પર લાવવાના અમારા આ પ્રયત્નમાં આપ જોડાઓ અને અમારા દુનિયાભરના વાંચક વર્ગ સુધી દરેક સાહિત્યકારને પહોચાડવાના આ કાર્યમાં ભાગીદાર બનો.
આપશ્રીને વિનંતી છે કે આપનો એક ટૂંક -પરિચય, એક ફોટો તેમજ કોઈ પણ એક રચના જે આપ પ્રતિલિપિના મંચ પર વાંચક વર્ગને સહુ પ્રથમ વખત પીરસવા માંગો છો તે અમને જેટલું થઇ શકે એટલું જલ્દી મોકલી આપવા વિનંતી.
આપના સહકાર અને સહયોગની આશામાં,
આપની શૈલી,
પ્રતિલિપિ તરફથી,
આના જવાબમાં સપ્ટેમ્બર ૮ ૨૦૧૪ના રોજ મારી પ્રથમ કાવ્ય રચના અન્ય વિગતો સાથે એમને મોકલી આપી હતી.ત્યારબાદ એમના પ્રોત્સાહનથી એમની સાથેનો ઈ-મેલ સંપર્ક અને મારી સાહિત્ય કૃતિઓને પ્રતિલિપિ માટે મોકલવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.
સુ.શ્રી શૈલી અને આખી પ્રતિલિપિ ટીમનો ઉત્સાહ અને જુદી જુદી ભાષાઓના પસંદગીના સાહિત્યને લોકો સુધી પહોંચાડીને એમને વાંચતા કરવાની સેવા અને સગવડ જે વિના મુલ્ય આપે છે એ અભિનંદનીય અને ધન્યવાદને પાત્ર છે .પ્રતિલિપિ ની શરૂઆતના કાળમાં મારાથી શક્ય એટલો સહકાર અપાયો એનો મને આનંદ છે.
પ્રતિલિપિની વેબ સાઈટની About Pratilipi લીંક ઉપર ક્લિક કરી એના ધ્યેય અને બીજી માહિતી જેવી કે Team Pratilipi તથા એમાં આજ સુધી પ્રકાશિત હિન્દી તથા ગુજરાતી ભાષાના પુસ્તકો,લેખો, કાવ્યો ,વાર્તાઓ વી. ની પુષ્કળ માહિતી જોવા અને વાંચવા મળી શકશે.
14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળતાથી લૌંચ કરવામાં આવ્યું એના ફક્ત ૫૦ દિવસોમાં જ એણે કેટલી ભવ્ય પ્રગતિ સાધી છે એનો રીપોર્ટ બ્લોગમાં રજુ કરવામાં આવ્યો છે એમાં જણાવ્યું છે કે-
This effort is not without rewards though. In 50 days we have around 8,000 readers and 220 authors with us, we are selected as one of the semi-finalists in IIT Mumbai global B-Plan event Eureka,
we have been invited to present our work and our vision at various places, one of our books is being adapted into a movie, we are growing at a double digit rate every single week, we have published interviews with 24 authors and most importantly we have been showered with much love(and much scrutiny) from our readers all over the world(About 25% of our readers are from outside India).
સુ.શ્રી સહૃદયી મોદી (શૈલી)

- Sahradayi Modi -ShallyCourtesy Face Book
મારાં ફેસ બુક મિત્ર સુ.શ્રી સહૃદયી મોદી (શૈલી) પ્રતિલિપિમાં લેખકો અને વાચકો સાથે સંપર્ક જાળવી રાખવાનું તથા સાહિત્ય કૃતિઓને પસંદ કરી ગ્રાફિક માં સજાવી રજુ કરવાનું કામ જે ઉત્સાહ અને ખંતથી કરે છે એ કાબિલે દાદ છે.તેઓ મૂળ વડોદરાના વતની છે અને હાલ બેંગ્લોરમાં રહે છે.
ફેસ બુક ઉપર એમનો પરિચય અંગ્રેજીમાં આ પ્રમાણે આપેલ છે.
Sahradayi Modi-Shally Modi
SP University, M.Sc., M.B.A., double gold medalist, loves preparing chai 😀
Co – Founder & Author Relations Head at Pratilipi
Past: Vodafone India and All India Institute of Medical Sciences Delhi
Studied Master’s Degree at ARIBAS
Past: Sardar Patel University and Ghpibm
Lives in Bangalore, India
From Baroda, Gujarat, India
એમનો વિગતે પરિચય એક જુદી પોસ્ટમાં થોડા સમયમાં પ્રસ્તુત કરવામાં આવશે.
પ્રતિલિપિમાં પ્રકાશિત મારી કૃતિઓ….મારો ઈન્ટરવ્યું
પ્રતિલિપિમાં મારો પરિચય તથા આજ સુધીમાં એમાં પ્રકાશિત થયેલ ૧૪ કાવ્યો, ૬ વાર્તાઓ તથા એક ચિંતન લેખ તથા પ્રતિલિપિ સાથેનો મારો ઈન્ટરવ્યું Sahradayi Modi-Shally ના નીચેના ઈ-મેલમાં આપેલ બે લીંકો ઉપર ક્લિક કરીને વાંચશો એવી આશા છે.
On Tuesday, December 9, 2014, Sahradayi Modi <shally@pratilipi.com> wrote:
Respected Vinod bhai,
mentioned below is a link of your author account :
below mentioned is your interview with Pratilipi :
If you like our work than share it in your network as well.
Along with this , if you want us to publish more of your content send me on the same mail ID.
Thanking you,
Warm regards,
Shally
Team Pratilipi
+919979880776
P.S. Really nice interview 🙂
Like this:
Like Loading...
Related
પ્રતિલીપીનો પરિચય કરાવવા બદલ ખૂબ-ખૂબ આભાર.
ખુલજા સીમ-સીમ જેવા અણમોલ ખજનાના દરવાજે પહોંચાડવા બદલશત-શતપ્રણામ.
LikeLike
ધન્યવાદ
LikeLike
This i wonderful 🙂
LikeLike
Reblogged this on Pratilipi and commented:
Things make me happy 🙂
LikeLike
મારે આ બધી જ વિગતો વારંવાર વાંચીને સમજવી પડ્શે. એક વાર્તા સંગ્રહ પ્રગટ કરવાની ઈચ્છા છે પણ ઈ-બુકની પ્રક્રિયા હજુ પણ સમજી શક્યો નથી. આપે આપેલી લિન્ક્સ ફરી રિફર કરીશ. સૌ મિત્રોને માર્ગદર્શન માટે હાર્દિક વિનંતી. પ્રતિલીપીની ઈ=મેઈલ મળી હતી પણ સમજ ના પડી એટલે યથા યોગ્ય પ્રતિભાવ આપી ન શક્યો.
LikeLike
Pingback: ( 612 ) પ્રતિલિપિ અને એની ટીમનો ગુજરાતીમાં વિશેષ પરિચય | વિનોદ વિહાર
“પ્રતિલીપી”નો પરિચય કરાવવા બદલ ખૂબ-ખૂબ આભાર.
ખુલજા સીમ-સીમ જેવા અણમોલ ખજનાના દરવાજે પહોંચાડવા બદલ શત-શત અભિનંદન…..
LikeLike
Pingback: પ્રતિલિપિ ની ગુજરાતી પ્રતિનિધિ -શૈલી મોદી | વિજયનું ચિંતન જગત-
Pingback: ( 640 ) પ્રતિલિપિમાં પ્રગટ મારી બે કાવ્ય રચનાઓ …. વિનોદ પટેલ | વિનોદ વિહાર