વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 11, 2014

( 609 ) ૨૧ મી જુન હવે બન્યો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ‘International Day of Yoga’

ભારતનો યુ.એનમાં મુકેલ ઠરાવ મોટી બહુમતી એ પસાર થઇ ગયો. 

દરેક ભારતીય અને યોગપ્રેમીઓ માટે આનંદનો દિવસ 

Body of man

આજે ગુરુવારે, તારીખ ૧૧ મી ડીસેમ્બરના ૨૦૧૪ રોજ મળેલી આંતર રાષ્ટ્રીય સંસ્થા યુ.એ.ની જનરલ એસેમ્બલીએ મોટી બહુમતીએ ઠરાવ પસાર કરીને ૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘International Day of Yoga’ તરીકે ઉજવવાની ઓફિસીયલી જાહેરાત કરી દીધી છે.

ભારતના યુ.એન ખાતેના એમ્બેસેડર અશોક મુખર્જીએ આ સભામાં આ માટેનો ઠરાવ મુક્યો હતો એને વિશ્વના ૧૯૩ માંથી ૧૭૩ સભ્યોએ ટેકો આપી વિક્રમી જંગી બહુમતીથી આ ઠરાવ પસાર કર્યો હતો.આટલી બહુમતીથી ઠરાવ પસાર થયો હોય એવું યુ.એન ના ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે .

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર મહિનામાં સંયુક્ત રાષ્ટ્રમાં એમના પહેલા જ સંબોધનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે એક જોરદાર હિમાયત કરી હતી.એમના આ યાદગાર પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી મોદીએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં માન્યતા આપવાની અપીલ કરી હતી. ત્યારબાદ માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામાં આજે વિશ્વના બહુમતી દેશોએ એમના સૂચનને માન્ય રાખીને ભારતને અને અંગત રીતે વડા પ્રધાનને મોટું ગૌરવ અપાવ્યું છે.એમની અપીલ રંગ લાવી છે.

યોગએ ભારતની એક આગવી પહેચાન છે .વિશ્વને આપેલી એક અણમોલ ભેટ છે . ભારતની વિરાસત સમા યોગને હવે વિશ્વ ફલકમાં આ ઠરાવથી એક નવો દરજ્જો અને આયામ મળશે .પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગ ગુરુઓની અપીલ ફળી છે.

આ પહેલો મોકો નથી જેમાં નરેન્દ્ર મોદીનો યોગ પ્રેમ સામે આવ્યો હોય, પીએમ મોદી સતત દુનિયા ભરમાં યોગ પ્રચાર કરતા રહે છે. અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા, વડાપ્રધાન પોતાના સંબોધનમાં સતત યોગના વખાણ જરૂર કર્યા છે.

નરેન્દ્ર મોદી એક યોગ મુદ્રામાં

નરેન્દ્ર મોદી એક યોગ મુદ્રામાં

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પણ શ્રી મોદીની યોગ શક્તિથી પ્રભાવિત થયા હતા એ અગાઉ એક પોસ્ટમાં વિડીયો સહીત રજુ કર્યું છે એ નીચેની લિંક ઉપર  ક્લિક કરીને વાંચો.

( 574 ) નરેન્દ્ર મોદીના યોગના પ્રભાવમાં આવી ગયા બરાક ઓબામા !

દુનિયામાં યોગને મોટી ઓળખાણ આપવામાં દેશની બે વ્યક્તિઓનો મહત્વનો ફાળો છે, એક છે યોગ ગુરુ બીએસ આયંગર અને યોગ ગુરુ બાબા રામદેવ. આયંગર યોગના સેલિબ્રિટી છે તો રામદેવની કપાલભાતી અને અનુમોલ-વિમોલ ઘર ઘરમાં પહોંચી ગયા છે. યોગને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આપણી ફિલ્મોનો પણ મોટો ફાળો છે.

ભારતમાં જન્મેલી યોગ પધ્ધતિઓને પસંદ કરનારા લોકો આખી દુનિયામાં છે.બોલિવૂડથી લઇને હોલીવુડ સુધી તમામ સીને કલાકારો યોગથી પ્રભાવિત છે અને તેના વખાણ કરે છે. વિશ્વભરમાં ભારતની યોગ વિદ્યા પહોંચી ગઈ છે માત્ર એકલા અમેરિકામાં જ 1.5 કરોડ લોકો નિયમિત યોગ કરે છે.

વિશ્વ યોગ દિવસના આ મહત્વના આજના સમાચારનો આ રહ્યો એક વિડીયો.

175 nations out of 193 back India’s resolution

for World Yoga Day

============================

PM Narendra Modi welcomes UN decision to declare 21st June as International Day of Yoga!

http://www.narendramodi.in/pm-welcomes-un-decision-to-declare-21st-june-as-international-day-of-yoga/