વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 19, 2014

( 616 ) ‘PK’ ફિલ્મમાં આમિરના પાત્રનો અસલી કિરદાર એટલે ભારતીય-શ્રીલંકન ડૉ.અબ્રાહમ કવુર

Amir-1

(તસવીરઃ ડાબેથી પીકેમાંઆમિર ખાન અને ડૉ.અબ્રાહમ કવુર)

 Rajesh Vora|Dec 19, 2014, 

મુંબઈઃ  આમિરખાનની બહુચર્ચિત ફિલ્મ ‘પીકેઆજે રીલિઝ થઈ ગઇ છે.  પીકે તરીકે આમિર ખાને નિભાવેલુ આ પાત્ર એકદમ રોચક છે.પીકેના પાત્ર વિશે ઘણી બધી ચર્ચાઓ હતી જે આજે દર્શકો સામે આવી ગઇ છે. બીજી એક હકીકતનો પણ ખુલાસો થયો છે કે પીકેનું પાત્ર એકસુધારાવાદી શ્રીલંકન અને ભારતીય એવા અબ્રાહમ કવુરથી પ્રેરિત છે. ખરા પીકે તો અબ્રાહમ કવુર છે. પીકેધર્મો અને સમાજમાં વ્યાપેલી બદીઓ પર ‘WRONG’ નંબર કહીને સવાલો ઉઠાવે છે.લોકોને ડર બતાવી છેતરતા ધર્મના મેનેજેરો(ધર્મગુરૂઓ) અને દુકાનો(મંદિરો) સામે મેદાને પડે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી ધર્માંધતા સામે બળવો

પીકેપર જેનો પ્રભાવ છે, એવા અબ્રાહમ કવુર કોણ હતાં? તેઓ કેરળના સુધારાવાદી અને મનોવૈજ્ઞાનિક હતા. તેઓ લોકોને વિવિધ વૈજ્ઞાનિક કારણો દ્વારા સમજ આપીને પ્રપંચોને ઉઘાડા પાડતા હતા. તેમનો જન્મ10 એપ્રિલ 1898ના રોજ કેરળના ક્રિશ્ચિયન પરિવારમાં થયો હતો. તેમણે કોલકાતાની બેંગાબાસી કોલેજમાંમાંથી બોટની અને ઝુલોજીનો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ કેરળમાં જુનિયર પ્રોફેસર તરીકે નોકરી કરવા લાગ્યા; પણ થોડાં સમયમાં જ તેઓ શ્રીલંકા ચાલ્યા ગયા હતાં. જ્યાં તેઓ બોટની શીખવતા હતાં. ડૉ. કવ્વુર બુદ્ધના સુધારાવાદી વિચારોથી પ્રભાવિત હતાં; પણ હિન્દુ ધર્માંધતા સામે બળવાખોર હતાં. તેઓ લોકોને સહિષ્ણુતા અને વૈજ્ઞાનિક દૃષ્ટીકોણ શીખવતા હતા.

Amir-2

ડૉ.અબ્રાહમ કવુર

ડૉ. કવુર શ્રીલંકામાં હિન્દુ ગુરૂઓની જેમ ઘણીવાર તથાકથિત પવિત્ર રાખનું વિતરણ કરી  ઢોંગી બાબાઓની પોલ છતી કરવા માટે જાગૃતિ ફેલાવતા રહેતા. તેઓએ જ્યોતિષિઓ, ગોડ-મેન અને અલૌકીક શક્તિ હોવાનો દાવો કરતા લોકો સામે અનેકવાર મેદાને પડ્યા હતા. ત્યાર બાદ તેઓ એક નિષ્કર્ષ પર આવ્યા અને લખ્યું કે, ‘કોઈપણ પાસે ક્યારેય અલૌકીક શક્તિઓ હતી નહીં અને છે પણ નહીં‘. તે માત્ર ગ્રંથો અને સનસનાટી ફેલાવતા સમાચાર પત્રોમાં જ છે. તેનું પુસ્તક બેગોન ગોડમેન એન્ડ ગોડ્સએટલે કે બાબાઓ અને ઈશ્વરથી દૂર રહો.’

Amir-3

 પીકેશું કરે છે ?

ફિલ્મમાં પીકે‘(આમિર ખાન) પણ ઢોંગી બાબા(સૌરભ શુક્લા)સામે પડે છે અને ન્યૂઝ ચેનલ પર તેના સવાલોના જવાબો આપીને જાહેરમાં ઉઘાડા પાડે છે. પીકેદરેક વાત વિવેકબુદ્ધિથી વિચારે છે અને ત્યાર બાદ તેના પર પોતાનો મત વ્યક્ત કરે છે. લોકોને ડર બતાવીને ધર્મનો ફેલાવો કરીને તેના નામે એક મોટો બિઝનેસ ચાલી રહ્યો છે. આ માટે ફિલ્મમાં તે એક પ્રયોગ કરે છે, એક કોલેજમાં પરિક્ષા ચાલી રહી હોય છે, આ દરમિયાન પીકેત્યાં જઈને એક પથ્થરને લાલ રંગથી રંગે છે અને તેની પાસે થોડા પૈસા મુકી દે છે. ત્યાર બાદ પરિક્ષાથી ભયભીત વિદ્યાર્થીઓ ત્યાં આવીને વધુ પૈસા ધરાવી દર્શન કરે છે. આમ તે રોકાણનું બમણું વળતર અને વેપાર ધંધામાં ગ્રાહકને બોલાવવા પડે છે જ્યારે અંહી સામેથી આવીને પગમાં પડે છે. આ પ્રકારના ઉદાહરણથી તે લોકોનો ભય દૂર કરે છે. તેનો એક જ સંદેશ છે કે: ‘ઈશ્વરને મેળવવા માટે કોઈ ધર્મગુરૂની જરૂર નથી ત્યાં સુધી સીધા જ પહોંચી શકાય છે.’

સત્યસાંઈસામે બંડ

ડૉ.કવુર જન્મે ક્રિશ્ચિયન હોવા છતાં ઈશ્વરના શબ્દો તરીકે બાઈબલને સ્વીકારી શક્યા ન હતાં. ખાસ કરીને તેમના નિશાને સત્યસાંઈ બાબારહેતા અને તેમના ભભૂતિ અને તેની સામે બળવા રૂપે જ શ્રીલંકામાં કથિત પવિત્ર રાખનું વિતરણ કરતા હતાં. તેમની કેસ ડાયરી પરથી મલયાલમમાં પુનર્જન્મ (1972), તમિલમાં મારુ પીરાવી (1973) અને તેલુગુમાં નીન્થાકથા નામની ફિલ્મ્સ બની ચુકી છે. વર્ષ 2008માં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ગોડ, ડેમોન્સ એન્ડ સ્પીરીટના પંજાબીમાં અનુદીત બાસવાપ્રેમાનંદ પર પ્રતિબંધ મુકી દીધો હતો. પરંતુ તેમના વિચારોને હજુ પણ લાખો લોકો અનુસરે છે. તેમનાથી દેશમાં ઘણા લોકો પ્રભાવિત હતાં. તેમનાથી અભિનેતા ડૉ.શ્રીરામ લાગુ,અભિજાત જોશી અને રાજકુમાર હિરાણી સહિત અનેક દિગ્ગજ લોકો પ્રભાવિત હતાં. ડૉ. કવુરનું 80ની વયે1978માં શ્રીલંકાના કોલંબોમાં અવસાન થયું હતું.

Source :

http://bollywood.divyabhaskar.co.in/article-ht/ENT-BOL-here-is-the-real-pk-who-was-free-thinker-and-rationalist-4845039-NOR.html

સાભાર – શ્રી ઉત્તમભાઈ ગજ્જર