વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 616 ) ‘PK’ ફિલ્મમાં આમિરના પાત્રનો અસલી કિરદાર એટલે ભારતીય-શ્રીલંકન ડૉ.અબ્રાહમ કવુર

Amir-1

(તસવીરઃ ડાબેથી પીકેમાંઆમિર ખાન અને ડૉ.અબ્રાહમ કવુર)

 Rajesh Vora|Dec 19, 2014, 

મુંબઈઃ  આમિરખાનની બહુચર્ચિત ફિલ્મ ‘પીકેઆજે રીલિઝ થઈ ગઇ છે.  પીકે તરીકે આમિર ખાને નિભાવેલુ આ પાત્ર એકદમ રોચક છે.પીકેના પાત્ર વિશે ઘણી બધી ચર્ચાઓ હતી જે આજે દર્શકો સામે આવી ગઇ છે. બીજી એક હકીકતનો પણ ખુલાસો થયો છે કે પીકેનું પાત્ર એકસુધારાવાદી શ્રીલંકન અને ભારતીય એવા અબ્રાહમ કવુરથી પ્રેરિત છે. ખરા પીકે તો અબ્રાહમ કવુર છે. પીકેધર્મો અને સમાજમાં વ્યાપેલી બદીઓ પર ‘WRONG’ નંબર કહીને સવાલો ઉઠાવે છે.લોકોને ડર બતાવી છેતરતા ધર્મના મેનેજેરો(ધર્મગુરૂઓ) અને દુકાનો(મંદિરો) સામે મેદાને પડે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી ધર્માંધતા સામે બળવો

પીકેપર જેનો પ્રભાવ છે, એવા અબ્રાહમ કવુર કોણ હતાં? તેઓ કેરળના સુધારાવાદી અને મનોવૈજ્ઞાનિક હતા. તેઓ લોકોને વિવિધ વૈજ્ઞાનિક કારણો દ્વારા સમજ આપીને પ્રપંચોને ઉઘાડા પાડતા હતા. તેમનો જન્મ10 એપ્રિલ 1898ના રોજ કેરળના ક્રિશ્ચિયન પરિવારમાં થયો હતો. તેમણે કોલકાતાની બેંગાબાસી કોલેજમાંમાંથી બોટની અને ઝુલોજીનો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ કેરળમાં જુનિયર પ્રોફેસર તરીકે નોકરી કરવા લાગ્યા; પણ થોડાં સમયમાં જ તેઓ શ્રીલંકા ચાલ્યા ગયા હતાં. જ્યાં તેઓ બોટની શીખવતા હતાં. ડૉ. કવ્વુર બુદ્ધના સુધારાવાદી વિચારોથી પ્રભાવિત હતાં; પણ હિન્દુ ધર્માંધતા સામે બળવાખોર હતાં. તેઓ લોકોને સહિષ્ણુતા અને વૈજ્ઞાનિક દૃષ્ટીકોણ શીખવતા હતા.

Amir-2

ડૉ.અબ્રાહમ કવુર

ડૉ. કવુર શ્રીલંકામાં હિન્દુ ગુરૂઓની જેમ ઘણીવાર તથાકથિત પવિત્ર રાખનું વિતરણ કરી  ઢોંગી બાબાઓની પોલ છતી કરવા માટે જાગૃતિ ફેલાવતા રહેતા. તેઓએ જ્યોતિષિઓ, ગોડ-મેન અને અલૌકીક શક્તિ હોવાનો દાવો કરતા લોકો સામે અનેકવાર મેદાને પડ્યા હતા. ત્યાર બાદ તેઓ એક નિષ્કર્ષ પર આવ્યા અને લખ્યું કે, ‘કોઈપણ પાસે ક્યારેય અલૌકીક શક્તિઓ હતી નહીં અને છે પણ નહીં‘. તે માત્ર ગ્રંથો અને સનસનાટી ફેલાવતા સમાચાર પત્રોમાં જ છે. તેનું પુસ્તક બેગોન ગોડમેન એન્ડ ગોડ્સએટલે કે બાબાઓ અને ઈશ્વરથી દૂર રહો.’

Amir-3

 પીકેશું કરે છે ?

ફિલ્મમાં પીકે‘(આમિર ખાન) પણ ઢોંગી બાબા(સૌરભ શુક્લા)સામે પડે છે અને ન્યૂઝ ચેનલ પર તેના સવાલોના જવાબો આપીને જાહેરમાં ઉઘાડા પાડે છે. પીકેદરેક વાત વિવેકબુદ્ધિથી વિચારે છે અને ત્યાર બાદ તેના પર પોતાનો મત વ્યક્ત કરે છે. લોકોને ડર બતાવીને ધર્મનો ફેલાવો કરીને તેના નામે એક મોટો બિઝનેસ ચાલી રહ્યો છે. આ માટે ફિલ્મમાં તે એક પ્રયોગ કરે છે, એક કોલેજમાં પરિક્ષા ચાલી રહી હોય છે, આ દરમિયાન પીકેત્યાં જઈને એક પથ્થરને લાલ રંગથી રંગે છે અને તેની પાસે થોડા પૈસા મુકી દે છે. ત્યાર બાદ પરિક્ષાથી ભયભીત વિદ્યાર્થીઓ ત્યાં આવીને વધુ પૈસા ધરાવી દર્શન કરે છે. આમ તે રોકાણનું બમણું વળતર અને વેપાર ધંધામાં ગ્રાહકને બોલાવવા પડે છે જ્યારે અંહી સામેથી આવીને પગમાં પડે છે. આ પ્રકારના ઉદાહરણથી તે લોકોનો ભય દૂર કરે છે. તેનો એક જ સંદેશ છે કે: ‘ઈશ્વરને મેળવવા માટે કોઈ ધર્મગુરૂની જરૂર નથી ત્યાં સુધી સીધા જ પહોંચી શકાય છે.’

સત્યસાંઈસામે બંડ

ડૉ.કવુર જન્મે ક્રિશ્ચિયન હોવા છતાં ઈશ્વરના શબ્દો તરીકે બાઈબલને સ્વીકારી શક્યા ન હતાં. ખાસ કરીને તેમના નિશાને સત્યસાંઈ બાબારહેતા અને તેમના ભભૂતિ અને તેની સામે બળવા રૂપે જ શ્રીલંકામાં કથિત પવિત્ર રાખનું વિતરણ કરતા હતાં. તેમની કેસ ડાયરી પરથી મલયાલમમાં પુનર્જન્મ (1972), તમિલમાં મારુ પીરાવી (1973) અને તેલુગુમાં નીન્થાકથા નામની ફિલ્મ્સ બની ચુકી છે. વર્ષ 2008માં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે ગોડ, ડેમોન્સ એન્ડ સ્પીરીટના પંજાબીમાં અનુદીત બાસવાપ્રેમાનંદ પર પ્રતિબંધ મુકી દીધો હતો. પરંતુ તેમના વિચારોને હજુ પણ લાખો લોકો અનુસરે છે. તેમનાથી દેશમાં ઘણા લોકો પ્રભાવિત હતાં. તેમનાથી અભિનેતા ડૉ.શ્રીરામ લાગુ,અભિજાત જોશી અને રાજકુમાર હિરાણી સહિત અનેક દિગ્ગજ લોકો પ્રભાવિત હતાં. ડૉ. કવુરનું 80ની વયે1978માં શ્રીલંકાના કોલંબોમાં અવસાન થયું હતું.

Source :

http://bollywood.divyabhaskar.co.in/article-ht/ENT-BOL-here-is-the-real-pk-who-was-free-thinker-and-rationalist-4845039-NOR.html

સાભાર – શ્રી ઉત્તમભાઈ ગજ્જર 

3 responses to “( 616 ) ‘PK’ ફિલ્મમાં આમિરના પાત્રનો અસલી કિરદાર એટલે ભારતીય-શ્રીલંકન ડૉ.અબ્રાહમ કવુર

 1. pravinshastri ડિસેમ્બર 20, 2014 પર 9:23 એ એમ (AM)

  મારી પાસે ઈન્ડિયન મુવીની કોઈ ચેનલ નથી એટલે ઘણાં લાંબા સમયથી કોઈ બોલીવૂડ મુવી જોયું નથી. જે કંઈ જાણું છું જે વેબ ન્યુઝ દ્વારા જ જાણું છું એટલે કૉમેન્ટ ના કરી શકાય. ફેસબુક પર અમિરના નગ્ન ફોટાઓ આવે છે એટલી જ ખબર હતી. આજે થોડું વધારે જાણ્યું.

  Like

  • Vinod R. Patel ડિસેમ્બર 20, 2014 પર 9:44 એ એમ (AM)

   પ્રવીણભાઈ આભાર આપના નિખાલસ પ્રતિભાવ માટે

   એ નગ્ન ફોટો આ જ પીકે ફિલ્મનું એક દ્રશ્ય છે !

   એ નગ્ન ફોટો કદાચ ફિલ્મ રીલીઝ થાય એ પહેલાં લોકોને આકર્ષવા માટેનો એક કીમિયો હશે !

   આજકાલ સુપર સ્ટારોમાં કોણ વધારે કરોડ કમાણી કરે છે એની હરીફાઈ ચાલે છે .આ આંકડો

   ૩૦૦ કરોડ સુધી પહોંચવા આવ્યો છે !

   Like

 2. smdave1940 ડિસેમ્બર 31, 2014 પર 8:53 પી એમ(PM)

  ડૉ. કુવુર નું નામ જાણીતું છે. તેમણે ચમત્કારો અને ભાવી કથનો ઉપર ઈનામ બહાર પાડેલ.

  આમ તો હિન્દુ ધર્મ, માત્ર અને માત્ર હિન્દુ ધર્મને લપેટમાં લેવાની ફેશન ચાલુ થઈ છે.
  ધતીંગો કરતા બાવાઓ સુધી આ વાત મર્યાદિત રહે ત્યાં સુધી વાંધો નથી.

  ભારતના ઐતિહાસિક પાત્રો અને ધર્મના પ્રાકૃતિક પ્રતિકાત્મક પાત્રો ઉપર સામાન્ય જનતાને અપાર શ્રદ્ધા અને માન છે. આ બધા હિન્દુઓની રોજીન્દી પૂજા પ્રણાલીઓમાં વણાઈ ગયા છે. હજારો વર્ષોથી પ્રણાલીઓ ચાલી આવે છે. આ પાત્રોને મજાકના પાત્ર બનાવવા અને તેમને અપમાન જનક સ્થિતિમાં પ્રસ્તુત કરવા તે કોઈ રીતે સુસંસ્કૃત નથી અને ક્ષમ્ય નથી.

  આપણા કેટલાક મૂર્ધન્યો, દંભી તાટસ્થ્યના પ્રદર્શન દ્વારા, સ્વ-ઓળખ ની ગ્રંથીથી પીડાય છે. આ સ્થિતિનો મુસ્લિમો અને ખ્રીસ્તીઓ લાભ ઉઠાવે છે. અને તેઓ ખુશ થાય છે. હિન્દુઓ આ બાબતમાં સરખામણીએ ઘણે અંશે સુસંસ્કૃત છે. અને બીજાઓના ધર્મની અંધશ્રદ્ધા કે દુરાચારોને હવા આપીને ઉછાળતા નથી.

  હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જે જુદી જુદી મનોવૃત્તિ અને રુચિઓ પ્રમાણે કુદરતી તત્વોના સ્વરુપોને માનવીય રુપો આપી, એક લય બદ્ધ રીતે માનપૂર્વક પૂજે છે. શિવ એ વિશ્વમૂર્ત્તિ છે. અને તેના સ્વરુપોમાં ગુઢ તત્ત્વજ્ઞાન છે. સામાન્ય વ્યક્તિને તેમાં સુજ્ઞતા ન હોય અને જાણવામાં બહુ રસ પણ ન હોય.

  વાર તહેવારે મંદિરે જવું. પગ છૂટો કરવો, ભગવાનના શણગાર જોવા, ઘંટ વગાડવો, નમસ્કાર કરવા, ફુલ ચડાવવા કે પાણી રેડવું, મંત્ર બોલવા, આરતીના સંગીતનો લ્હાવો લેવો, પ્રસાદ વહેંચવો, પ્રસાદ ખાવો અને સૌ સાથે આનંદ કરવો. આ બધામાં લય અને તે દ્વારા મળતો આનંદ અને એકાત્મતાની ભાવના મહત્વના છે. અંધશ્રદ્ધા ની વાતને જોડવી અને તેને મીથ્યા જાહેર કરી પોતાની પીઠ થાબડવી એ એક અર્ધદગ્ધતા છે.

  જો આપણે નિરર્થકતાને અંધશ્રદ્ધા સાથે જોડવામાં સુજ્ઞતા માનતા હોઈએ તો પછી આપણે બધે જ આવું વલણ અપનાવવું જોઇએ. ભારતના રષ્ટ્રપતિ પાછળ અને ગવર્નરો પાછળ જે કંઈ કર્ચ કરીએ છીએ તેમાંનો મોટાભાગનો ખર્ચ શું નિરર્થક નથી? આ એવા ખર્ચાઓ છે જે જનતાના પૈસે થાય છે છતાં પણ આપણા મૂર્ધન્યો તેની સામે આંખ મીંચામણા કરે છે, જ્યાં વ્યક્તિ સ્વેચ્છાએ પોતાને પરવડે એવા ખર્ચ કરે છે ત્યાં મૂર્ધન્યો પ્રાથમિકતાની પીંજણ કરે છે.
  હિન્દુઓએ શું સુધારા કરવા એ વાત હિન્દુઓ કહેશે. હિન્દુઓ વધારે સુધારાવાદી છે તેમાં કોઈએ અને ખાસ કરીને પરધર્મીઓએ શંકા ન રાખવી. પૂર્વાશ્રમમાં કાલીદાસે પોતે જે ડાળી ઉપર બેઠો હતો તે ડાળીને જ કાપવાનું કામ કરેલું, ભારતીય મૂર્ધન્યોએ તેવું કરવાથી દૂર રહેવું. આપણા મોટા ભાગના મૂર્ધન્યો રોગીષ્ઠ છે. તેઓ તો મુકબુલ ફીદા હુસૈનના હિન્દુ દેવદેવીઓના અપમાન જનક ચિત્રોનો બચાવ કરવા મેદાનમાં કૂદી પડેલા.

  એક ચિત્ર એવું હતું કે જેમાં એક નગ્ન વાંદરો (હનુમાન) ચિતરેલ. તેના પૂંછડા ઉપર બંને બાજુ એકએક પગ રાખીને એક નગ્ન સ્ત્રી (સીતા) બેઠેલી. આ સ્ત્રીની નગ્નતાની એટલે કે યોનીના સ્પર્ષની અનુભૂતિ વાંદરો કરતો હતો. હુસૈનના ચિત્રમાં દશમાથાવાળો નગ્ન માણસ નગ્ન સીતાને ઉપાડીને જતો હતો કે જેથી સ્ત્રીના નગ્નત્વની તેને પણ અનુભૂતિ થાય.
  શું રામાયણમાં સીતાએ હનુમાનના પૂંછડાને પોતાના બે પગ વચ્ચે જનનેદ્રીયને સ્પર્ષે અને તેની સાથે ઘસાય તે પ્રમાણે બેઠી હોય તેવો કોઈ પ્રસંગ હતો? શું રામયણમાં રાવણ નગ્ન હાલતમાં આવી સીતાને નગ્ન કરીને ઉપાડીને ગયો હતો તેવો પ્રસંગ છે ખરો? શું આ ચિત્રમાં કશું કળા તત્વ હતું? શું આમાં કોઈ સંદેશ હતો? શું આમાં કોઈ કથાત્મક તત્વજ્ઞાન હતું? શું આમાં કોઈ સૌંદર્ય હતું? આવા કોઈપણ મુદ્દાઓ ઉપર આપણા કળાપારખુઓએ ચર્ચા કરી હોય તેવું જાણવા મળ્યું નથી. બસ “કળા” નામમાત્ર ઉપર લોલં લોલ હતું. મારા જેવા અલ્પજ્ઞ તો, આને મૂર્ધન્યોની અંધશ્રદ્ધા જ કહેશે.
  શિવને પેશાબ કરતા બતાવવાથી ડૉ.કુવુર સાથે જેની સરખામણી કરવામાં આવી છે તે હિરા ભાઈ શું કહેવા માગે છે અને કેવો સંદેશો આપવા માગે છે?

  શું હિન્દુ ધર્મના પૂજ્યપાત્રો પરધર્મીઓ માટે મજાકના વિષયો બનવા દેવા છે? કળાને નામે વ્યર્થ રીતે બધું ચલાવી લેવું છે?

  ગૌવધ બંધીની માગ કરવા વાળાઓને જ્યારે નહેરુએ કહ્યું કે મારે મન ગાય અને ઘોડો અને ગધેડો બધા સરખા જ છે. ત્યારથી હિન્દુઓ મજાકને પાત્ર બની ગયા છે. કારણ કે તે વખતે ભારતના બની બેઠેલા મૂર્ધન્યો અને કળા પારખુઓએ તાળીઓ પાડેલ. નહેરુએ કહેલ કે હું જન્મે હિન્દુ છું. કર્મે મુસ્લિમ છું અને ધર્મે ખ્રીસ્તી છું. આ ઉચ્ચારણનું ભારતીય અર્થઘટન એમ જ થાય કે હું હિન્દુ તો એક આકસ્મિકરીતે જ છું. કર્મે હું ઝનુની, મનમાની કરનારો હિંસક, કૃતઘ્ન અને અભી બોલે અભી ફોક છું. ધરમે હું ફુલફટાક અને સ્વચ્છંદી છું. નહેરુના લક્ષણો તો આવા જ હતા. પણ મૂર્ધન્યોએ તેમને ઉંચકી ઉંચકીને ફેરવ્યા. એટલે તો જ્યાં સુધી દેશ રસાતાળ ન થયો ત્યાં સુધી તેમના પક્ષે રાજ કર્યું અને અનેક તેમના જેવા રાક્ષસવૃત્તિવાળા પક્ષો પેદા થયા તે લટકામાં.

  જોકે વિનોદભાઈનો આ લેખમાં મેં જણાવેલ મૂર્ધન્યો જેવો હેતુ ન પણ હોય. પણ પહેલું નિશાન નક્કી કરવામાં તેમણે ચૂક કરી છે.

  આપણા હિરાભાઈ પહેલા પોતાના ઘરનાને જતિ કરે તો સારું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: