વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 21, 2014

( 617 ) પ્રતિલિપિમાં પ્રકાશિત વાચકોની પસંદની ટોપ દસ ગુજરાતી વાર્તાઓમાં મારી વાર્તા પ્રથમ સ્થાને

પ્રતિલિપિના મંચ પર અવનવા વિષયો પર રોજ ઢગલો વાર્તાઓ પ્રકાશિત થતી રહે છે .મને એ જણાવતાં આનંદ થાય છે કે પ્રતિલિપિના વાચકોએ ચૂંટી કાઢેલી ટોપ દસ વાર્તાઓમાં મારી વાર્તા ” એક નવો સેલ્સમેન ” પ્રથમ સ્થાને રહી હતી .

અત્યાર સુધીમાં સૌથી વધુ 5424 વાચકોએ આ વાર્તાને વાંચીને વધાવી છે.

આ વાર્તા આમ તો એક માઈક્રોફિક્શન સ્ટોરીની યાદ અપાવે એવી બહું જ ટૂંકી વાર્તા છે પણ એમાં હાસ્ય, કટાક્ષ સાથે એનો સંદેશ-મોરલ સૌને પસંદ પડે એવો છે.

આજે ખુબ જ ઝડપનો યુગ છે. સુખ મેળવવાની ઉંદર દોડમાં લોકો પાસે સમયની કમી છે. એમને વાંચવાની ભૂખ તો છે પણ ટૂંકું અને સારું વાંચવા જો મળે તો એમને ગમે છે. ખુબ જહેમત અને વિચારથી લખેલી લાંબી વાર્તાઓ ખુબ વંચાતી નથી એવું નથી .સાહિત્ય રસિકોમાં લાંબી વાર્તાઓનું પણ મહત્વ હોય છે અને એ પણ વંચાય છે એની ના નથી.  

જેમની પાસે પુષ્કળ સમય ફાઝલ હોય છે એવો સીનીયર સિટીઝનોનો વર્ગ છે તેઓ ઉમરને લીધે નબળી આંખે પણ લાંબી આખી વાર્તાઓ રસથી વાંચતા હોય છે એ પણ એટલું જ સાચું છે .

પ્રતિલિપિના વાચકોની પહેલી પસંદની મારી વાર્તા ” એક નવો સેલ્સમેન ” આ રહી… નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો. 

http://www.pratilipi.com/read?id=5759479270342656

pratilipi -vaartaa

પ્રતિલિપિના મંચ પર પ્રકાશિત ગુજરાતી વાર્તાઓમાં વાચકોની ટોપ ટેન પસંદ

અવનવા વિષયો પર રોજ પ્રકાશિત થતી ઢગલો વાર્તાઓમાં વાચકોએ ચૂંટી કાઢેલી ટોપ દસ વાર્તાઓ આપની સમક્ષ પેશ કરતા આનંદ અને પોતાપણાની મિશ્ર લાગણીઓનો અનુભવ થઇ રહ્યો છે.

બધા જ લેખકોને પ્રતિલિપિ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન.

સહૃદયી મોદી,પ્રતિલિપિ .

ટોપ ટેન ગુજરાતી વાર્તાઓ વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરી પ્રતિલિપિના મંચ ઉપર પહોંચી જાઓ.

http://www.pratilipi.com/blog/5650882632876032

 

 

.

PRATILIPI.COM