વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 619 ) ક્રિસમસ- ૨૦૧૪ નાં સૌને અભિનંદન અને નવા વર્ષ ૨૦૧૫ની શુભેચ્છાઓ / મારી બે ક્રિસમસ વાર્તાઓ .

દરેક વર્ષની જેમ સન ૨૦૧૪ નું વર્ષ પણ દેશ અને દુનિયામાં અવનવા ગમતા -અણગમતા બનાવોની યાદો પાછળ છોડીને પુરું થવા આવ્યું .

આવી પહોંચ્યા વર્ષના અંતે આવતી ક્રિસમસની ઉજવણી અને નવા વર્ષ ૨૦૧૫ નું નવી આશાઓ અને નવા ઉમંગો સાથે એનું સ્વાગત કરવા.

આજની આ પોસ્ટમાં મારી એક પ્રસંગોચિત કાવ્ય રચના અને પ્રતિલિપિ માં પ્રગટ મારી બે ક્રિસમસ વાર્તાઓ(૧) કૃતિકાનો ભાઈ અને (૨ ) ક્રિસમસની અણમોલ ભેટ પ્રસ્તુત કરેલ છે.

આવો, ઉત્સાહ અને ઉલ્લાસથી ક્રિસમસની ઉજવણીમાં ભાગ લઇ હળવા બનીએ અને નવી આશાઓ અને નવા સંકલ્પોની ભાવનાઓ સાથે નવા વર્ષ ૨૦૧૫ નું સ્વાગત કરીએ .

વર્ષના આ સુંદરત્તમ સમય ક્રિસમસ પ્રસંગે વિનોદ વિહાર

સૌ સ્નેહીજનો/વાચક મિત્રોને ઉલ્લાસમય અને આનંદમય

ક્રિસમસ માટે તથા સુખદ નવા વર્ષ ૨૦૧૫ માટેની

અનેક હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે .

વિનોદ પટેલ

========================

૨૦૧૫ના વર્ષનું સ્વાગત

પસાર થઇ ગયું એક ઓર જુનું વરસ
ગમતી, અણગમતી યાદોને પાછળ મૂકી
આવી ઉભા એક નવા જ વર્ષને પગથાર.

નવા વરસે નવલા બનીએ, નવેસરથી,
કરુણા,પ્રેમની શુભેચ્છાઓ આપીએ,લઈએ

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર
જુના વરસના ઘાસ નીદામણ દુર કરી
નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ
નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી
૨૦૧૫ના નવા વર્ષનું હર્ષથી સ્વાગત કરીએ.

ચાલો , સૌ કરીએ દિલથી પ્રાર્થના કે-
ગત વર્ષો કરતાં આ નવલું ૨૦૧૫નું વર્ષ
સૌને માટે સુખ શાંતિ અને આરોગ્ય સહીત
સર્વ રીતે સર્વોત્તમ વર્ષ બનાવજે ,હે પ્રભુ .

વિનોદ પટેલ

===============================

હવે વાંચો પ્રસંગોચિત મારી બે ક્રિસમસ વાર્તાઓ.

ક્રિસમસ  વાર્તા -૧ 

“કૃતિકાનો ભાઈ !”…લેખક-વિનોદ પટેલ

Christmas-Santa-animation

ક્રિસમસ પ્રસંગે ચાર વર્ષની ગલગોટા જેવી નમણી બાલિકા કૃતિકા સંતાક્લોઝ પાસે કોઈ રમકડાની ભેટ નથી માગતી પણ કદી કોઈએ સાંતા પાસે માગી હોય ના હોય એવી એક અવનવી ભેટ માગે છે .

કૃતિકા એ માગેલી ભેટ કઈ છે એ જાણવા પ્રતિલિપિમાં પ્રકાશિત  ક્રિસમસ પ્રસંગે ખાસ લખેલી નીચેની મારી એક તરોતાજા ટૂંકી વાર્તા વાચો …..

KRUTIKA

ગલગોટા જેવી ચાર વર્ષની ભગવાનની એક અદ્ભુત કૃતિ સમી નમણી બાલિકા કૃતિકા ક્રિસમસ આવે એટલી ખુશ થઇ જાય કે કઈ કહેવાની વાત નહિ.

દર વર્ષની જેમ ક્રિસમસ ટ્રી ખરીદવા માટે એના પપ્પા જાય ત્યારે એમની સાથે રડીને પણ જતી.

ક્રિસમસ ટ્રીને અવનવી ચીજો,નાનાં રમકડાં તથા વીજળીના નાના રંગબેરંગી બલ્બના તોરણોથી ઘર શણગારાતું ત્યારે એનો ઝગમગાટ જોઈ કૃતિકા ખુશ ખુશ થઇ જતી અને એની ખુશી જોઈ પપ્પા-મમ્મી પણ ખુશ થઇ જતાં .

કૃતીકાનું ક્રિસમસનું બીજું આકર્ષણ એટલે દાઢી વાળા,મોટી ફાંદવાળા માથે મોટી લાલ ટોપી અને કોથળા જેવા લગર વગર લાલ પોશાકમાં સજ્જ સદા હસતા અને હસાવતા રહેતા પેલા સંતા ક્લોઝ.

આ સંતા ક્લોઝ દર વર્ષે ક્રિસમસ વખતે મોલમાં નિયમિત હાજર થઇ જતા અને ઘંટડી વગાડતા મોલમાં ફરીને સૌનું અને ખાસ કરીને નાનાં ભુલકાંઓનું મનોરંજન કરતા અને એમની સાથે ફોટો ખીંચાવતા.બધાંના એ મિત્ર બની ગયેલા . 

કૃતિકાના બાળ માનસમાં એ કોતરાઈ ગયેલું કે સંતા ક્લોઝ બાળકોને એમને જોઈએ એવી અવનવી ભેટ એના કોથળામાંથી આપે છે .

એના મમ્મી-પપ્પા ચાર વર્ષની કૃતિકાને લઈને એને સંતા ક્લોઝ બતાવવા શહેરના મોલમાં લઇ ગયા .ત્યાં સંતાના ખોળામાં બેસાડી એના પપ્પા એ ખુશખુશાલ કૃતિકાની સરસ યાદગાર તસ્વીર લીધી.

ત્યારબાદ બાદ સંતાએ કૃતિકાને વ્હાલથી માથે હાથ ફેરવતાં ફેરવતાં પૂછ્યું :“બોલ બેટા, તારે શું ભેટ જોઈએ છે ,તું કહે એ રમકડું આ કોથળામાંથી તને આપું,”

કૃતિકાના મમ્મી-પપ્પા અને સંતા એ શું માગે છે એ સાંભળવા આતુર નયને એની સામે જોઈ રહ્યા.

કૃતિકાને મનમાં એ ઠસી ગયેલું કે હું જે માગીશ એ જરૂર સંતા કોથળામાંથી હાથ નાખીને આપશે.

વિચાર કરીને કૃતિકાએ છેવટે એના મનની ઈચ્છા સંતાને કહી દીધી :

” સંતા, મને એક નાનકડો ભાઈ જોઈએ છે !”

આવી અજબ માગણીથી સંતા અને મમી-પપ્પા વિચારમાં પડી ગયા .

છેવટે સંતા કહે “ બેટા ,આજે તો તારા ભાઈનું આ નાનું રમકડું લઇ જા ,આવતે વરસે તને એક નાનકડો ભાઈ જરૂર મળશે ”

માતા-પિતા અને સંતા એકબીજા સામે જોઈને ખુબ હસી પડ્યાં !  

ક્રિસમસ બાદ પણ કૃતિકા સંતાએ આપેલા પેલા નાનકડા ભાઈને વ્હાલ કરતાં અને એની સાથે રમતાં થાકતી જ નથી !  

 ક્રિસમસ  વાર્તા -૨

“ક્રિસમસની અણમોલ ભેટ “… વિનોદ પટેલ 

પ્રતિલિપિ માં  પ્રગટ મારી બીજી એક  ક્રિસમસ વાર્તા “ક્રિસમસની અણમોલ ભેટ ” વાંચવા  માટે  નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી પ્રતિલિપિ ના મંચ ઉપર પહોંચી જાઓ .

Christmas present.

 આશા છે આપને આ બે વાર્તાઓમાં, માનવ સહજ લાગણીઓ ,સંબંધોના તંતુઓના તાણાવાણા અને એમાંનો સંદેશ ગમ્યો હશે.

આપનો પ્રતિભાવ જરૂર લખશો.

વિનોદ પટેલ 

 

 

8 responses to “( 619 ) ક્રિસમસ- ૨૦૧૪ નાં સૌને અભિનંદન અને નવા વર્ષ ૨૦૧૫ની શુભેચ્છાઓ / મારી બે ક્રિસમસ વાર્તાઓ .

  1. Hemant Bhavsar ડિસેમ્બર 24, 2014 પર 1:28 પી એમ(PM)

    Merry Christmas and Happy holidays to all of you .

    Like

  2. vimala ડિસેમ્બર 24, 2014 પર 2:26 પી એમ(PM)

    પ્રસંગોચીત્ત ,લાગણિસભર વાર્તાઓ;ખૂબ ગમી.
    મારી દીકરીયે મોકલેલ નાની-નાની વસ્તુઓની ભેટ જોઈ
    થયુ કે અરે!! મારી પસંદની તેને ખબર પણ છે. તે જાણીને
    અનેઅહીં આપની બે વાર્તાઓ વાંચી-માણી .નાતાલની શુભેચ્ચ્છાઓ
    આપ સૌને.

    Like

  3. pragnaju ડિસેમ્બર 24, 2014 પર 3:14 પી એમ(PM)

    સુંદર વાર્તાઓ
    ક્રિસમસ- ૨૦૧૪ નાં આપ સૌને અભિનંદન
    અને
    નવા વર્ષ ૨૦૧૫ની શુભેચ્છાઓ

    Like

  4. chandravadan ડિસેમ્બર 24, 2014 પર 5:10 પી એમ(PM)

    MERRY CHRISTMAS…..HAPPY NEW YEAR ( 2015)
    Nice to be back on your Blog ( after a long time while in India)…Now I am back Home…Inviting you @ my Blog @
    http://www.chandrapukar.wordpress.com
    Chandravadan

    Like

  5. pravinshastri ડિસેમ્બર 25, 2014 પર 9:23 એ એમ (AM)

    ખૂબ જ થોડા શબ્દોમાં હૈયું શુભ લાગણીઓથી ભર્યું ભર્યું થઈ જાય એવી વાતો આપે રજુ કરી છે.

    Like

  6. dee35 ડિસેમ્બર 25, 2014 પર 9:39 એ એમ (AM)

    શ્રી વિનોદભાઈ,આપને પણ મેરી ક્રીસમસ અને હેપી હોલીડેઝ. Deejay.

    . From: વિનોદ વિહાર To: dthakore35@yahoo.com Sent: Wednesday, December 24, 2014 2:09 PM Subject: [New post] ( 619 ) ક્રિસમસ- ૨૦૧૪ નાં સૌને અભિનંદન અને નવા વર્ષ ૨૦૧૫ની શુભેચ્છાઓ / મારી બે ક્રિસમસ વાર્તાઓ . #yiv4065993781 a:hover {color:red;}#yiv4065993781 a {text-decoration:none;color:#0088cc;}#yiv4065993781 a.yiv4065993781primaryactionlink:link, #yiv4065993781 a.yiv4065993781primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv4065993781 a.yiv4065993781primaryactionlink:hover, #yiv4065993781 a.yiv4065993781primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv4065993781 WordPress.com | Vinod R. Patel posted: “દરેક વર્ષની જેમ સન ૨૦૧૪ નું વર્ષ પણ દેશ અને દુનિયામાં અવનવા ગમતા -અણગમતા બનાવોની યાદો પાછળ છોડીને પુરું થવા આવ્યું .આવી પહોંચ્યા વર્ષના અંતે આવતી ક્રિસમસની ઉજવણી અને નવા વર્ષ ૨૦૧૫ નું નવી આશાઓ અને નવા ઉમંગો સાથે એનું સ્વાગત કરવા.આજની આ પોસ્ટમાં મા” | |

    Like

  7. Pingback: ( 827 ) ડાયવોર્સ !…..એક નવી ક્રિસમસ વાર્તા ….વિનોદ પટેલ | વિનોદ વિહાર

  8. Pingback: 1259- મારી ત્રણ ક્રિસમસ વાર્તાઓ …. વિનોદ પટેલ/ ક્રિસમસ ૨૦૧૮ ની શુભેચ્છાઓ | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: