વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 624 ) નવા વર્ષ ૨૦૧૫ નું સ્વાગત …..અને ….થોડી રમુજ

Happy New year-2015

ગત વર્ષ ૨૦૧૪  દરમ્યાન વિનોદ વિહારમાં  પ્રેરણાત્મક ચિંતનાત્મક લેખો, કાવ્યો , વિડીયો વી. સંપાદિત કરીને  જીવન માટે ઉપયોગી  સાહિત્ય સામગ્રી પીરસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એને વાં ચકોનો સારો  પ્રતીસાત  સાંપડ્યો હતો.

આ અગાઉ પોસ્ટમાં નંબર 622 માં વર્ડ પ્રેસએ તૈયાર કરેલ ૨૦૧૪ ના વર્ષનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો જે  દરેક દ્રષ્ટીએ જોતાં સંતોષ આપે એવો હતો.આ રીપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૪ દરમ્યાન ૭૪૦૦૦ નવા વાંચકો વિનોદ વિહારમાં લટાર મારી ગયા હતા અને વિશ્વના ૭૮ દેશોમાં પથરાયેલા વાચકોએ બ્લોગની મુલાકાત લીધી હતી.

૨૦૧૪ના વર્ષને અંતે વાંચકોની કુલ સંખ્યાનો આંકડો  ૧૯૫૬૦૦ + સુધી પહોંચ્યો છે .બ્લોગને નિયમિત રીતે ફોલો કરતા માનવંતા સભ્યોની સંખ્યા ૨૬૧ સુધી પહોંચી ગઈ છે.

મારા બ્લોગીંગના કાર્યને સારો આવકાર આવકાર આપવા બદલ સૌ વાચકોનો હું અત્યંત આભારી છું..

વાચક મિત્રો તરફથી આવો જ સુંદર પ્રતિભાવ અને પ્રેમભાવ મને ૨૦૧૫ ના વર્ષમાં પણ  મળતો રહેશે જે મને વધુ પ્રગતી કરવા પ્રોત્સાહિત કરતો રહેશે એવી આશા રાખું છું .

નવા વર્ષ ૨૦૧૫ની અભિલાષા  

ભૂલી જાઓ ભૂતકાળ અને કરેલી ભૂલોને,

નવેસરથી નવી પાટી ઉપર અક્ષર માંડો.

નવા વર્ષની દિલમાં એક જગા બનાવી,

ભાવિની ચિંતા છોડી, વર્તમાનને વધાવો.

હર પળને ઉત્સવ માની સદા હસતા રહો,

ખુશીઓથી ભરાઈ જશે,તમારું નવું વરસ.

મિત્રો,આપ તથા આપના સ્નેહીજનો માટે,

સુખ,શાંતિ ભર્યું બની રહે, આ નવું વરસ.

The Best “day” is today -So enjoy to its fullest

Have a wonderful and joyous New year 2015 .

વિનોદ પટેલ,સાન ડિયેગો,

1st January ,2015 

===================

નવા વરસે થોડી રમુજ

Business people-showing teamwork

જીવનના પશ્નો ઉકેલવાની ગડમથલમાં  અને ભાગદોડ માં આજે માણસોના ચહેરા  ઉપરથી સ્મિત વિલાઈ રહ્યું  હોય એવું જણાઈ રહ્યું છે.. હાસ્ય એ  જીવનની  ઘસાતી મશીનરીને સારી રીતે  સરળતાથી ચલાવવા  માટેનું  એક પીંજણ -Lubricant છે . હાસ્ય એ ચેપી રોગ જેવું છે .કરમાઈ ગયેલા ચહેરાઓ એમની આજુબાજુ હાસ્ય નહીં પણ ગંભીરતા ફેલાવતા હોય છે .

વિનોદ વિહારમાં અગાઉ પોસ્ટ નંબર ૮૭ માં  મુકેલ  ચિંતન  લેખક  શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એક સુંદર લેખ ”  હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે “અહીં  ફરી વાંચવા જેવો છે.

વિશ્વ વિખ્યાત હાસ્ય નટ ચાર્લી ચેપ્લિનનું એક કથન છે.

“દિવસમાં તમે એક પણ વાર ન હસ્યા હોવ તો સમજી લેજો કે તમારો એ દિવસ નકામો ગયો.”

ઈસ્વી સન ૨૦૧૫ નવું વરસ અનેક અરમાનો અને આશાઓ સાથે શરુ થઇ ચૂક્યું છે .ભાવિની ભીતરમાં શું ભંડારાયું છે એની કોઈને ખબર નથી. પરંતુ  ચાર્લી ચેપ્લીનના ઉપરના કથન મુજબ દરેક દિવસને આનંદથી જીવવા માટે કોઈ પણ જગાએથી હાસ્યને શોધીને હસતા રહેવાનો  અને હસાવતા ર હેવાનો વર્ષારંભે સંકલ્પ કરીએ. 

આજે વર્ષ ૨૦૧૫  ના વર્ષારંભે મનમાં એવો સંકલ્પ થયો કે આ વર્ષની શરૂઆત ગમ્ભીર લેખથી નહીં પણ એક હાસ્ય લેખથી કરીએ તો કેવું ?

આ સંકલ્પની ફલશ્રુતિ રૂપે  આજની નવા વર્ષ ૨૦૧૫ ની  આ પ્રથમ પોસ્ટમાં નવા વર્ષના સંકલ્પો વિષે નો  હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલનો અગાઉ પોસ્ટ થયેલો એક હાસ્ય લેખ એમના આભાર સાથે નીચે કિલક કરીને માણો .શ્રી ચીમન પટેલનો  આ  હાસ્ય લેખ  તમને  જરૂર  ગમશે અને તમારા મુખ ઉપર  સ્મિતની લકીર ખીલી ઉઠશે .

Laughter

 નવા વર્ષના સંકલ્પો (હાસ્ય લેખ ) લેખક- ચીમન પટેલ “ ચમન“

HILARIOUS! ENJOY.

નેટ જગત અને મિત્રોના ઈ-મેલમાં પ્રાપ્ત મને ગમતા કેટલાક મળ્યા એ સ્વરૂપે અને થોડા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં રૂપાંતરિત કરેલ રમુજી ટુચકાઓને આ નવા વર્ષ ૨૦૧૫ની શરૂઆતમાં માણીને  હળવા થઈએ.

આશા છે આપને પણ આ રમુજ-જોક્સ ગમશે.

૧. મા-દીકરાનો સંવાદ 

એક મા એના એક જાડા  દીકરાને નવા વર્ષમાં એની તંદુરસ્તી સુધારવા માટે

સલાહ આપતાં કહે છે :

“દીકરા , તારે તબિયત સુધારવી હોય તો રોજે રોજ તારે ચાલવું જોઈએ ,તરવું

જોઈએ , ભોજનમાં વેજીટેબલ ખાવા જોઈએ અને દોડવું  જોઈએ.” 

માતાની આ સલાહ સામે નવા યુગના દલીલ બાજ એના યુવાન દીકરાએ

એની આ દલીલો રજુ કરી . 

” જો મા, તું મને ચાલવાનું કહે છે પણ જો ચાલવું સારું હોત તો ટપાલીઓ સો

વરસ જીવતા હોત.તું તરવાનું કહે છે પણ વહેલ માછલી આખો દિવસ તરે છે

,ફક્ત માછલી ખાય છે, ફક્ત પાણી પીએ છે એમ છતાં કેમ જાડી છે ? 

તું વેજીટેબલ ખાવાનું  કહે છે પણ સસલું ફક્ત વેજીટેબલ જ  ખાય છે, આખો

દિવસ દોડતું જ હોય છે એમ છતાં ફક્ત ૫ વર્ષ જ કેમ જીવે છે. ? 

તું દોડવાનું કહે છે પણ કાચબો જરા એ દોડતો નથી અને શક્તિ મળે એવું કશું

જ કરતો નથી,ધીમે ધીમે ચાલે છે એમ છતાં એ ૪૫૦ વર્ષ કેમ જીવે છે ? 

અને તું મને આ બધી  કસરતો  કરવાનું કહે છે ! કોઈ બીજાને સમજાવજે,

મને નહિ !”. 

આ દીકરો નીચેના વાક્યમાં માનતો હશે ….

Drink 5 cups of milk and try to push the wall…

And then drink 5 cups of alcohol and watch…

wall will move on its own!!

૨.દૂધવાળો !

અમદાવાદમાં એક ભાઈ સિવિલ હોસ્પીટલમાં મરવાની અણીએ પથારીમાં

સુતા હતા.એમણે ધીમેથી એમના મોટા દીકરાને પાસે બોલાવીને કહ્યું:

“બેટા, નહેરુનગરના ૧૫ બંગલા તારા.’

પછી વચલા દીકરાને પાસે બોલાવીને કહ્યું :” નવરંગપુરાના ૨૫ ફલેટ તારા.’

અને સૌથી નાનાને કહ્યું:

” શિવરંજની અને સેટેલાઈટની બન્ને સોસાયટીઓ તારી.’

આ સાંભળીને ત્યાં ઉભેલી નર્સે ત્યાં ઉભેલી ત્રણેય દીકરાની માતાને કહ્યું:

“બહેન, તમે તો બહુ નસીબદાર છો, તમને આટલા બધા ધનવાન

પતિ મળ્યા છે !”

આ સાંભળીને પત્ની બોલી:

“શું તંબુરો નસીબદાર! મારો વર તો ઘેર ઘેર ફરીને દૂધ આપવા

જવાનો ધંધો કરે છે . મારો પીટ્યો મારા દીકરાઓને દૂધ વેચવાનો

એરિયા વહેંચી રહ્યો છે !”

૩.પતિ-પત્ની સંવાદ 

પત્ની (પતિને ):” તમને મારી ખુબસુરતી સારી લાગે છે કે મારી

હોંશિયારી સારી લાગે છે ?”

પતિ :”મને તો તારી આમ મજાક કરવાની આદત ખુબ સારી લાગે છે!”

૪. બીએમડબલ્યુ કાર !

એક વાર છગન પોતાની પ્રેમિકા લીલીને બીએમડબલ્યુ કારમાં બેસાડીને લોંગ ડ્રાઈવ ઉપર  લઈ

ગયો.. એક સ્થળ પર તેણે ગાડી રોકીને કહ્યુ:

” આજ સુધી મેં તારાથી એકવાત સંતાડી છે.”

લીલી (ગભરાઈને) બોલી :” કંઈ વાત ?”

છગન કહે :”….. કે હું પરણેલો છુ.”

લીલી કહે :” તેં તો મારો શ્વાસ જ અધ્ધર કરી નાંખ્યો હતો..

મને તો એમ હતું કે તું  એમ કહીશ ,બીએમડબલ્યુ કાર તારી નથી!.”

૫.ડાયેટિંગ ! 

એક છોકરીએ એક રેસ્ટોરન્ટમાં જઈને પીઝાનો ઓર્ડર આપ્યો . 

વેઈટરે પૂછ્યું :” મેમ ,પીઝાના ચાર ટુકડા કરું કે આઠ ?” 

છોકરી કહે  :” ચાર જ કર, આઠ જો ખાઈશ તો જાડી થઇ જઈશ !” 

૬.સ્પેશિયલ પેકેજ ! 

એક એર લાઈન કંપનીએ વધુ ટ્રાવેલ કરતા બીઝનેસમેંન માટે એક સ્પેશિયલ

પેકેજની સ્કીમની જાહેરાત કરી. 

આ પેકેજ સ્કીમ હતી – Buy your Ticket ,Get your Wife’s Ticket

Free- એટલે કે બિજનેસમેન એની એર ટિકેટ ખરીદે એની સાથે એ એની પત્નીને ફ્રી

ટિકેટમાં  ટ્રાવેલ કરાવી શકે. 

એરલાઈનની આ સ્કીમને ખુબ સારી સફળતા મળી .

કમ્પનીએ ખુશ થઈને બધા બીઝનેસ મેંનની પત્નીઓને  કાગળ લખ્યો અને  

એમને  પૂછ્યું કે ટ્રીપનો એમનો અનુભવ કેવો રહ્યો ? 

એર કંપનીને બધી જ પત્નીઓ તરફથી જે જવાબ મળ્યો

એ એક સરખો જ હતો :” કઈ ટ્રીપ ?”

કેટલીક જોક્સ અંગ્રેજીમાં જ માણવી સારી રહે છે .એનો ગુજરાતીમાં તરજુમો કરીને જો મુકીએ તો એમાં મૂળ જોક્સ જેવી મજા નથી રહેતી.આવી કેટલીક ગમેલી અંગ્રેજી જોક્સ નીચે પ્રસ્તુત છે. 

LAUGH AND LIVE LONGER….!!!! 

૭. જેવા સાથે તેવા …

An award winning Joke ! 

(This particular joke won an award for the best joke in a competition in Britain) 

A Chinese walks into a bar in America late one night and he saw Steven Spielberg.

As he was a great fan of his movies, he rushes over to him, and asks for his autograph.

Instead, Spielberg gives him a slap and says, 

“You Chinese people bombed our Pearl Harbour, get outta here.” 

The astonished Chinese man replied, 

“It was not the Chinese who bombed your Pearl Harbour, it was the Japanese”. 

“Chinese, Japanese, Taiwanese, you’re all the same,” replied Spielberg. 

In return, the Chinese gives Spielberg a slap and says, 

“You sank the Titanic, my forefathers were on that ship.” 

Shocked, Spielberg replies, “It was the iceberg that sank the ship, not me.” 

The Chinese replies, “Iceberg, Spielberg, Carlsberg, you’re all the same.” 

૮. સેલફોન મેસેજ 

Husband texts to wife on cell.. 

“Hi, what are you doing Darling?” 

Wife: I’m dying..! 

Husband jumps with joy but types “Sweet Heart, how can

I live without U?” 

Wife: “U idiot! I’m dying my hair..” 

Husband: “Bloody English Language!”

૯.  નમૂનેદાર પત્ની !

A Husband was seriously ill. 

Doctor told to his wife: Give him healthy breakfast, 

be pleasant and in good mood, don’t discuss your

problems, no TV  serial, 

don’t demand new clothes and  gold jewels, Do this for

one year and he will be ok.

On the way home.. Husband asked his wife :

what did the doc say ? 

Wife:- No chance for you  to survive !

૧૦. નમૂનેદાર પતિ ! 

A husband was throwing knives on wife’s picture.

All were missing the target!

Suddenly he received call from her wife :

“Hi, what are you doing?”

His honest reply, “MISSING YOU !” 

૧૧.બુદ્ધિશાળી પત્ની-An Intelligent Wife!

”An Intelligent Wife Is One Who Makes Sure She Spends

So much That Her Husband Can’t Afford

Another Women”

વાચકોને પણ  આવા ટુચકા-જોક  મોકલવા માટે આમન્ત્રણ છે  .એ જો ગમશે તો  એમના નામ સાથે એને  એકાદ પો સ્ટમાં  આભાર સાથે મુકવામાં આવશે  . 

એક અદભૂત વિડીયો-  માનવ કેલિડોસ્કોપ ! 

સાભાર- શ્રી વિપુલ દેસાઈ , સુરતીનું ઊંધિયું 

E-Greetings From Narendra Modi ,Prime Minister of India 

9 responses to “( 624 ) નવા વર્ષ ૨૦૧૫ નું સ્વાગત …..અને ….થોડી રમુજ

 1. Ramesh Patel ડિસેમ્બર 31, 2014 પર 11:08 પી એમ(PM)

  Really a great gift by your blog…..Resp Vinodbhai
  Ramesh Patel

  Like

 2. pragnaju જાન્યુઆરી 1, 2015 પર 7:36 એ એમ (AM)

  નવા વર્ષના પહેલા જ દીવસે રમુજના રસથાળથી મઝા કરાવી
  ધન્યવાદ
  આપને પણ નવા વર્ષની મુબારકબાદી

  Like

 3. Hemant Bhavsar જાન્યુઆરી 1, 2015 પર 1:57 પી એમ(PM)

  Dear Vinodbhai ,

  Wishing you a bright and promising wonderful 2015 year . Thank you for sharing thoughtful blogs throughout the year . All the best .

  Like

 4. P.K.Davda જાન્યુઆરી 1, 2015 પર 2:54 પી એમ(PM)

  ચાલો હાસ્યથી શરૂઆત થઈ છે આખું વર્ષ આનંદમાં જશે.

  Like

 5. mdgandhi21, U.S.A. જાન્યુઆરી 1, 2015 પર 4:10 પી એમ(PM)

  નવુ વર્ષ સહુને માટે સુખ સંપતિ અને સમૃધ્ધિ લાવે તેવી અભ્યર્થના….

  ગંભીર લેખો માટે તો આખું વરસ છેજ……. નવા વરસના પહેલાજ દિવસે આવા સરસ રમુજી ટુચકાઓ મોકલ્યા તે બહુ ગમ્યું….. હજી નવા નવા મોકલતાં રહેશો….

  Like

 6. vimala જાન્યુઆરી 1, 2015 પર 4:41 પી એમ(PM)

  વિડીયો- માનવ કેલિડોસ્કોપ ! અદભૂત, અદભૂત,અદભૂત……..

  Like

 7. jugalkishor જાન્યુઆરી 1, 2015 પર 5:34 પી એમ(PM)

  નામ જ ફૈબાએ પાડ્યું વિનોદ એટલે વર્ષારંભે સહજ છે !
  વિનોદે આરંભ અને આરંભે વિનોદ(ભાઈ) !!

  Like

 8. chandravadan જાન્યુઆરી 1, 2015 પર 5:59 પી એમ(PM)

  નવા વરસે થોડી રમુજ…………
  AND…Really Enjoyed !

  The Best “day” is today -So enjoy to its fullest

  Have a wonderful and joyous New year 2015 .

  વિનોદ પટેલ,સાન ડિયેગો,
  AND…
  Vinodbhai, Happy New Year to you & All in your Family !

  મારા બ્લોગીંગના કાર્યને સારો આવકાર આવકાર આપવા બદલ સૌ વાચકોનો હું અત્યંત આભારી છું..

  વાચક મિત્રો તરફથી આવો જ સુંદર પ્રતિભાવ અને પ્રેમભાવ મને ૨૦૧૫ ના વર્ષમાં પણ મળતો રહેશે જે મને વધુ પ્રગતી કરવા પ્રોત્સાહિત કરતો રહેશે એવી આશા રાખું છું
  Vinodbhai, You do post VERY NICE POSTS.
  I enjoy visiting your Blog.
  Wish you all the Best for 2015
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  See you @ Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: