વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 625 ) મારાં સંસ્મરણો…..સાંકડીશેરી, સાયકલ અને કુટુંબ ……. શ્રી નવીન બેન્કર

હ્યુસ્ટન,ટેક્સાસ,નિવાસી મારા મિત્ર શ્રી  નવીન બેન્કરએ એમનાં અમદાવાદનાં ભૂતકાળનાં સંસ્મરણો વિષેનો એક સરસ લેખ ખાસ વિનોદ વિહાર માટે લખી એમના તારીખ ૧૨-૧૨-૫૦ના ઈ-મેલથી મોકલ્યો છે. આ માટે હું એમનો આભારી છું.
જે વાચકો અમદાવાદમાં રહેલા છે અને હાલ રહે છે એ સૌને આ લેખમાં વિશેષ રસ પડશે.

આજે તો અમદાવાદના રસ્તાઓ ઉપર મોટર ગાડીઓ ખુબ દેખાય છે અને સાઈકલ સવારો દિવસે દિવસે ખુબ ઓછા થતા જાય છે.

આજથી ૫૦ વર્ષ પહેલાનું અમદાવાદના રસ્તાઓ ઉપરનું ચિત્ર કઇંક જુદું જ હતું. શાળા,કોલેજ, નોકરી તથા એક જગાથી બીજી જગાએ જવા માટે સાઈકલ એ ઘર ઘરનું અગત્યનું વાહન હતું. મને બરાબર યાદ છે કે ત્યારે સાઈકલનું ખુબ જતન કરવામાં આવતું.નવી સાઈકલ જોતરાય એ વખતે અને દશેરાના દિવસે સાઈકલને કંકુનો ચાંલ્લો કરી ફૂલનો હાર પહેરાવવામાં આવતો.

શ્રી બેન્કરે ભૂતકાળમાં એમની સાઈકલ પ્રત્યે એમને કેવો લગાવ હતો એ વિષે લખ્યું છે:

“૧૯૬૦માં લીધેલી એ સેકન્ડહેન્ડ સાઇકલ મેં છેક ૨૦૦૮ સુધી ચલાવી હતી.આજે અમેરિકામાં, ટોયોટા કોરોલા ચલાવતાં જે આનંદ નથી આવતો એ સાયકલ ચલાવતાં આવતો હતો.”

મને આશા છે, શ્રી બેન્કરે ભૂતકાળમાં અમદાવાદની સાંકડી શેરીની પોળનું એમનું જીવન, એમની સાયકલ અને કુટુંબીજનો વિષે એમના આ રસસ્પદ લેખમાં જે સરસ શબ્દ ચિત્રો ઉપજાવ્યાં છે એને માણવાની મજા પડશે.

શ્રી નવીન બેન્કર નો પરિચય.

અગાઉ વિનોદ વિહારની નીચેની બે પોસ્ટમાં શ્રી નવીનભાઈ બેન્કર નો વિશદ પરિચય કરાવવામાં આવ્યો છે .

 

નવા વર્ષ ૨૦૧૫ની અનેક શુભેચ્છાઓ સહીત,

વિનોદ પટેલ 

—————————————————–

8 responses to “( 625 ) મારાં સંસ્મરણો…..સાંકડીશેરી, સાયકલ અને કુટુંબ ……. શ્રી નવીન બેન્કર

  1. smdave1940 જાન્યુઆરી 3, 2015 પર 3:02 પી એમ(PM)

    સાયકલ અને અમદાવાદ વાંચીને અમારી સાયકલ યાદ આવી.

    ભાવનગરમાં અમે ૯૧૫૪માં હરક્યુલીસ ઈન્ડીયા સાયકલ જોડાવેલી. હા તે વખતે “સાયકલ જોડાવવી” એમ કહેવામાં આવતું હતું.

    સાયકલ ખરીદવા માટે અમે લગભગ સહ કુટૂંબ અને મારા પિતાશ્રીના એક કલીગને લઈને સાયકલ ની દુકાને મેઈન બજારમાં ગયેલ. ફ્રેમ, વ્હીલ ઉપરના પંખા, કેરીયર, હેન્ડલ, બ્રેક એસેમ્બ્લી, બેલ, કેરોસીન પૂરવું પડે તેવી બત્તી, ચેન, ચેન કવર, સીટ, સીટ કવર, ટાયર, ટ્યુબ, હવા પુરવાનો હેન્ડપંપ, ઓઈલીંગની કુપ્પી વિગેરે અલગ અલગ પૂરજાઓ પસંદ કરવા પડતા હતા. અને પછી બે ત્રણ દિવસે સાયકલનીડીલીવરી મળતી. અમારું બીલ ૨૧૦/૨૨૦ રુપીયા થયેલ. તે વખતનો જમાનો આવક કે પગારને લક્ષમાં લઈયે તો અછત અને સખત મોંઘવારી નો હતો. મારા પિતાશ્રી જોકે બેંકમાં મોટા ઓફીસર હતા તો પણ તેમનો હોમ-ટેક સેલેરી માંડ રૂ. ૫૦૦/- હતી.

    જોકે આ સાયકલ મારા વચલા ભાઈ માટે ખરીદવામાં આવી હતી કારણ કે તેઓ કોલેજના પહેલા વર્ષમાં આવેલ. તેમની કોલેજ અમારા ગીતા-૨ (ડૉન એરિયા) ઘરથી લગભગ બે કીલોમીટર દૂર હશે. અમે સ્કુલમાં તો દોડીને પહોંચી જતા હતા. શનિવારે મારે આલ્ફ્રેડ હાઈસ્કુલમાં બપોરે જવાનું હતું. તેથી શનિવારે મારો સાયકલ લઈ જવાનો નંબર લાગતો. અમારી આલ્ફ્રેડ હાઈ સ્કુલમાં બહુ મોટી હતી. દરેક શ્રેણીના (૮મી થી ૯મી સવારે, અને ૧૦મી ને ૧૧મી શ્રેણી બપોરે એમ બે પાળીઓ ચાલતી. દરેક શ્રેણીના લગભગ ૮ થી ૧૦ ક્લાસ રહેતા). તો પણ એક પાળીમાં કદાચ કુલ સાયકલ ૫/૭ આવતી. સેન્ટ્રલ હોલની નજીકની ફોઈરમાં માં પાર્ક થતી. મારા મોટા ભાઈને રજા હોય ત્યારે મને સ્કુલમાં લઈ જવા સાયકલ મળતી. ૧૯૬૦ પછી આ સાયકલનો હું માલિક થઈ ગયેલ. આ સાયકલ મેં ૧૯૮૦ સુધી વાપરી. એ પછી એ ચોરાઈ ગઈ. પોલીસમાં કંપ્લેન્ટ કરી તો તેમણે બીલ માગ્યું.

    Like

  2. vimala જાન્યુઆરી 3, 2015 પર 3:04 પી એમ(PM)

    વડીલ શ્રી નવીનભાઈના “સાંકડી શેરી,સાયકલ….ના સ્મરણો”ઍ અમદાવાદ બતાવી દિધું. મજા આવી.
    ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય તરીકે દેવિકાબેનને સાંભળવાનો લાભ મળેલ છે. અન્ય મહાનુભાવોને
    મળવા સદભાગી થઈ શકીશ ઍવી આશા બંધાઈ છે કારણ કે અમે ૪ મહિના પહેલા ફ્લોરીડથી હ્યૂસ્ટન
    આવ્યા ને સાહિત્ય સરિતાનો લાભ મળતા ખૂબ ખુશી થઈ. .

    Like

  3. pragnaju જાન્યુઆરી 3, 2015 પર 3:59 પી એમ(PM)

    સાંકડીશેરી અમદાવાદની મુલાકાતથી અનુભવાતી નૉશ્ટેલજીક યાદો ! આજે ય એનું એ જ છે. શહેરની આકાશરેખા અને ક્ષિતિજ બદલાઈ છે. કદાચ શરીર બદલાયું છે પણ આત્મા એનો એ જ છે. .કાળુપુર, શાહપુર, ખાનપુર, દરિયાપુર, ઘીકાંટા, પાનકોરનાકા, સાંકડીશેરી નાકા, … માણેકચોકમાં રાણીના હજીરા પાસે આવેલુ નોટબુકો ચોપડાઓના વેચાણનું કાગદી બજાર ખૂબ જાણીતુ હતું. માણેકચોક ચાંલ્લાઓળ-સાંકડીશેરી સર્કલ તથા ફર્નાન્ડિઝબ્રિજ નીચે આવેલી પાઠયપુસ્તકોની દુકાનમાંથી પુસ્તકો ખરીદીને અમે સીધા આ કાગદી બજારમાં આવતા હતા અને નોટબુકો ખરીદીને જૂના શેરબજારની ગલીમાંના ખુમચાઓ પરની પાણીપૂરી, પકોડી-સમોસા-કચોરી ઝાપટતા હતા.
    ગુજર ગયા વો જમાના

    Like

  4. સુરેશ જાની જાન્યુઆરી 12, 2015 પર 3:24 પી એમ(PM)

    અમારા ઘરને ત્રણ માળ હતાં ; પણ ઘણી બધી વાતો અમારા ઘરને પણ લાગુ પડે તેવી છે.
    અમદાવાદના મધ્યમ વર્ગની આ યાદો બહુ જ પોતીકી લાગી.

    Like

  5. દીપક જાન્યુઆરી 27, 2015 પર 6:02 એ એમ (AM)

    આપના સંસ્મરણો વાંચવાની મજા પડી…તાદ્‍શ્ય થઈ ગયા!
    બીજું કે “આજે જીવનના બધા જ થ્રીલ, એક્સાઈટમેન્ટ્સ ખત્મ થઈ ચૂક્યા છે.” આ વાક્ય હું પોઝિટીવલી લઈ રહ્યો છું. કેમ કે નદી જેમ જેમ દરિયા તરફ વધે શાંત થતી જાય છે. પણ શાંત, સ્થિર દરિયો એ થંભી જવાનું પ્રતીક બિલકુલ નથી!

    Like

  6. Pingback: ( 770 ) મારો લાલિયો કુતરો …… લેખક- શ્રી નવીન બેન્કર | વિનોદ વિહાર

  7. મનસુખલાલ ગાંધી ડિસેમ્બર 14, 2017 પર 10:32 પી એમ(PM)

    હું તો મુંબઈનો, પણ, તમારા સૌના અમદાવાદના સંસમરણો વાંચવાની પણ બહુ મજા આવી..

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.