વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 4, 2015

( 626) 2015નું વર્ષ રોગ વિનાનું રહે તે માટે શરૂ કરો, આ 25 કામ!…..

ક્રિસમસ-નવા વર્ષના દિવસો દરમ્યાન ઈન્ટરનેટ પર વિહાર કરતાં દિવ્ય ભાસ્કર.કોમ ની વેબ સાઈટ ઉપર એક લેખ “2015નું વર્ષ રોગ વિનાનું રહે તે માટે 25 ડિસેમ્બરથી શરૂ કરો, આ 25 કામ!” વાંચવામાં આવ્યો.

એક કહેવાય છે કે પહેલું સુખ એ જાતે નર્યા , એટલે કે પોતાની જાત જો રોગ વિનાની નહીં હોય તો કોઈ પણ પ્રકારનું સુખ માણસ ભોગવી નથી શકતો .

નવા વર્ષની શરૂઆતને  થોડા દિવસ જ થયા છે ત્યારે નવા વર્ષમાં વાચકોને આ લેખ એમના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બનશે એ હેતુથી એને આજની પોસ્ટમાં દિવ્ય ભાસ્કરના સૌજન્યથી પ્રસ્તુત કર્યો છે.

આશા છે કે નવા વર્ષના માહોલમાં એક સંકલ્પ લેવા જેવો આ લેખ વાચકોને ગમશે અને ઉપયોગી બનશે.

વિનોદ પટેલ 

=============================

2015નું વર્ષ રોગ વિનાનું રહે તે માટે શરૂ કરો, આ 25 કામ!

25 things to do on christmas

આમ તો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ તો ચાલતી જ રહે છે અને એમાંય આજના સમયમાં સૌથી વધુ લોકો તણાવનો શિકાર બની રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે આવી જ કેટલીક સમસ્યાઓનો અંત લાવવા માટેનો ઉત્તમ દિવસ છે ક્રિસમસ. આ ક્રિસમસે તમે તમારી તમામ ખરાબ આદતો અને પરેશાનીઓને ત્યજીએ એક નવી લાઈફની શરૂઆત કરી શકો છો. નવા વર્ષમાં બધી જ ખોટી આદતોને દૂર કરવા માટે આ સ્પેશિયલ ડેના દિવસે શું કરવું એ આજે અમે તમને જણાવીશું.

1-આ વર્ષે જે પ્રકારની પરેશાનીઓ સૌથી વધારે છે તેને સૌથી પહેલાં તમારાથી દૂર કરવી. તેના માટે તમારા વિચારો સકારાત્મક રાખો. સાથે જ કેટલીક એવી એક્સરસાઈઝ કરવી જેનાથી ફિઝિકલ ફિટનેસની સાથે મગજ પણ મજબૂત બની શકે. આ એક ઉપાય પહેલાં અપનાવો. સવારે ઉઠીને જીભને દાંતની પાછળ રાખીને મોથી શ્વાસ લો. ત્યારબાદ નાકથી શ્વાસને બહાર કાઢો. આ પ્રક્રિયા 10 વાર કરો. પોતાને રિલેક્સ મૂડમાં રાખો. એક વાતનું હમેશા ધ્યાન રાખો કે જીવનમાં ઉતાર-ચઢાવ તો ચાલતા રહેશો, તેના માટે તમારા મગજને વધુ ભાર ન આપો નહિતર સ્વાસ્થ્યને બાનિ થશે.

2-ચ્હામાં એલિથિનિએન હોય છે જે આપણા મગજને શાંત રાખવામાં મદદ કરે છે. જેથી જ્યારે પણ તમને લાગે કે ટેન્શન વધી રહ્યું છે ત્યારે એક કપ ચ્હાનો પી લેવો.

3-તમે જે તેલ લગાવો છો તેને ગરમ કરીને માથા પર હળવેથી માલિશ કરો. નવા દિવસ અને નવી લાઈફની શરૂઆત કરવા માટે સૌથી પહેલાં મગજને દુરસ્ત રાખવું જરૂરી છે જેથી માથામાં તેલ માલિશ તમને ફાયદો કરશે.

4-આત્મવિશ્વાસને મજબૂત બનાવી શાંત રહેવા માટે પોતાને હિપ્નોટાઈઝ કરવું. હિપ્નોટાઈઝમાં વસ્તુઓને કેટલીકવાર ફરીવાર કરવાની હોય છે. એવું હિપ્નોથેરાપિસ્ટ મેરિસા પીરનું માનવું છે. પોતાની જાતને હિપ્નોટાઈઝ કરો અને પોતાની જાત સાથે સારી-ખરાબ વસ્તુઓ વિશે વાત કરો.

5-સૌથી પહેલાં પોતાની જાતને ઓળખો અને જ્યારે પણ તમને લાગે ત્યારે ખુદથી વાત કરો. પોતાનાથી વાત કરવાથી ખબર પડી જાય છે કે તમે સારું કરી રહ્યા છો કે ખોટું. કારણ કે જેટલું તમે પોતાની જાત વિશે જાણો છો અને સમજો છો એટલું કોઈ જાણી શકે નહીં.

6-એક ઓસ્ટ્રેલિયન રિસર્ચ પ્રમાણે નાંરગીને સૂંઘવાથી અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે ખાસ કરીને દાંતના દર્દીઓ પર આ રિસર્ચ કરવામાં આવ્યો હતો.

7-તમારી ખુશી અને તહેવારોને તમારા મિત્રો સાથે મનાવો. બધાને પ્રેમથી શુભચ્છા પાઠવો અને પાર્ટી માટે તમારા વ્યસ્ત દિવસમાંથી સમય કાઢો. વિતતા વર્ષમાં મન મૂકીને જશ્ન મનાવો અને એક નવી અને સકારાત્મક લાઈફની શરૂઆત કરવી.

8- હર્બલ વસ્તુઓનું સેવન કરવું. એક રિસર્ચ પ્રમાણે હર્બલ વસ્તુઓ એન્ગઝાઈટીને ખતમ કરવાની સાથે સાથે અલર્ટનેસ પણ વધારે છે. જેથી આ નવા વર્ષની શરૂઆતથી જ હર્બલ વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરી દેવું.

9-બજારમાં આવેલી નવી-નવી વસ્તુઓ ખરીદવી અને એકવાર તો તેનો અનુભવ કરવો જેથી તમને ખબર પડે કે આ વસ્તુઓની કેવી અસર પડે છે. એક ડોક્ટર મુજબ નવી વસ્તુઓને યાદ રાખવા માટે સૌથી સારો રસ્તો છે કે તમે એ વસ્તુઓ પોતે ખરીદો અને તેનો ઉપયોગ કરો.

10-નવા મ્યૂઝિકને આઈપેડમાં સામેલ કરો, કારણ કે સ્ટ્રેસ અને ટેન્શનને દૂર કરવા માટેનો આ એક બેસ્ટ ઉપાય છે.

11-શરીરને એનર્જેટિક અને ચુસ્ત રાખવા માટે રોજ સવારે નાસ્તામાં દળિયા ખાવા. એકવાર ક્રિસમસ પર આ નિયમ બનાવી લો કે હવે તમે આ વાતનું ધ્યાન રાખશો અને સવારે હેલ્ધી નાસ્તાનું જ સેવન કરશો.

12-શોપિંગ કરતી વખતે પાર્કિંગ કરવામાં ધ્યાન રાખવું. કારણ કે કંઈપણ ખરીદતી વખતે યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવું અત્યંત જરૂરી છે. જેથી હમેશા ગાડી યોગ્ય જગ્યાએ પાર્ક કરવી. શોપિંગ જલ્દી કરવી અને ભીડવાળી જગ્યાએ ન જવો કારણે કે તેનાથી મગજ થાકી જાય છે.

13- આ નવા વર્ષે કોશિશ કરવી કે જે મિત્રોના સંપર્કમાં તમે નથી તેમનાથી મળવું. કારણ કે ખુશ રહેવા માટે જીવનમાં મિત્રો હોવા અત્યંત જરૂરી છે. આ વાતને તમે પોતે પણ અનુભવી શકો છો કે લાઈફમાં મિત્રો કેટલા જરૂરી છે.

25 things

14-વર્કઆઉટ કરવું ચૂકવું નહીં. દિવસમાં 10 મિનિટ માટે પણ વોક, સાઈકિલિંગ અને સ્વિમિંગ જેવી કસરત અવશ્ય કરવી. આનાથી તમારું સ્ટ્રેસ દૂર થશે.

15-જીવનની સૌથી મોટી સમસ્યા છે જે દર વખતે તમારા જીવન સાથે જોડાયેલું હોય છે. સ્ટ્રેસથી આપણે દૂર ભાગી શકતા નથી પરંતુ તેને ઓછું કરવા કે કેટલાક સમય માટે તેનાથી દૂર રહેવા માટે કસરત કે એક્યૂપ્રેશર ટ્રિટમેન્ટનો ઉપયોગ પણ કરી શકાય છે.

16-સમસ્યાઓ પર વધુ ધ્યાન આપવું નહીં. તમને ભલેને કોઈપણ વાત ખૂંચતી હોય પરંતુ તેની તરફ ધ્યાન જ ન આપવું. એક વાતને હમેશા મગજમાં રાખો કે જે થાય છે તે સારા માટે જ થાય છે. જેથી આ ક્રિસમસે નક્કી કરી લો કે હવે તમે સમસ્યા પ્રત્યે ધ્યાન આપશો નહીં.

17- તમારા રૂમ કે ગાર્ડનમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે વોક કરો, દિવસમાં ઓછામાં ઓછી 10 મિનિટની વોક એકદમ સ્ટ્રેસ ફ્રિ હોવી જોઈએ. આનાથી તમારું મગજ તાજગીસભર અને હેલ્ધી રહેશે. ડોક્ટર્સ પણ દર્દીઓને વોક કરવાની સલાહ આપે છે.

18-પ્રોટીન અને વિટામિનવાળા ફુડ ખાવા જોઈએ. આ સિવાય ઘરનું ભોજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તમે જે કંઈપણ ખાઓ તે પ્રોટીન, વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય એવું આ નવા વર્ષે નિયમ બનાવો. સાથે જ જંક ફુડ અને ફાસ્ટ ફુડનું સેવન ઓછું કરી દો.

19- જ્યારે પણ તમે કોઈને મળો મન ખુશ રાખીને મળવું અને સામાવાળા વ્યક્તિને પણ એહસાસ કરાવવો કે તે વ્યક્તિ તમારા માટે કેટલું મહત્વનું અને સન્માનપાત્ર છે. અન્યો સાથે વાત કરતી વખતે તેમની આંખોમાં જુઓ અને ચહેરા પર સ્માઈલ રાખવી.

20- શિયાળો તો આવી જ ગયો છે અને તેની સાથે ક્રિસમસનું પર્વ. એવામાં મૂડ અને હેલ્થને ફિટ રાખવા માટે નટ્સ ખાઓ. નટ્સ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે.

21-એવું કહેવાય છે કે સવારનો સમય બહુ જ ફ્રેશ અને ખાસ હોય છે. જેથી સવારે વહેલાં ઉઠવું અને તમને જે ગમે તે કાર્ય કરવું. ચ્હા પીવી, વોક, વર્કઆઉટ કઈપણ કરી શકો છો.

22- આઠ કલાકની ઉંઘ લેવી. દિવસભર કામ અને તણાવગ્રસ્ત લાઈફમાંથી ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘ તો લેવી જ જોઈએ. સંશોધન પ્રમાણે આઠ કલાકની ઉંઘ લેવાથી તણાવમાં ઘટાડો થાય છે.

24-જો સ્નાન કરતી વખતે તમારે ગીત ગાવાની આદત છે તો રોજ ગાવું જોઈએ. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો સવારે ઉઠીને અથવા તો સ્નાન કરતી વખતે ગીત ગાય છે તેમનો મૂડ સારો રહે છે. તેનાથી તમારું ઉત્સાહ અને ધ્યાન બરકરાર રહે છે અને હેલ્થ સારી રહે છે.

25-તમારી પસંદગીની કવિતા કે શાયરી તમારે ગાવી જોઈએ. આનાથી તમારું દિલ હેલ્થી રહે છે. એવું એક જર્મન રિસર્ચમાં સાબિત થયું છે.

સાભાર- સૌજન્ય :  દિવ્ય ભાસ્કર.કોમ