વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 628 ) જેવી દ્રષ્ટિ, એવી સૃષ્ટિ …. ( ચિંતન લેખ ) …..વિનોદ પટેલ

ચાંદ મીલતા નહિ સબકો સંસારમેં,

હૈ દીયા ભી બહોત રોશની કે લીયે.

(એક ફિલ્મી ગીતમાંથી )

જો તમારો દ્રષ્ટિકોણ બદલાય… તો …તમારી દુનિયા બદલાઈ જાય 

જીવનમાં સારા કે નરસા પ્રસંગો હમેશાં બનતા જ રહે છે.સુખ અને દુખ એ એક સિક્કાની બે બાજુ સમાન છે.

તમારી પાનખરનું દુખ ના કરો, 

ધીરજ ધરી આગળ વધતા રહો ,

વસંત તમને જરૂર સામી જ મળશે .

પાનખર-વસંત છે એક જીવન ક્રમ. 

જીવનના કોઈ એક પ્રસંગ પરત્વે જોવાની કે વિચારવાની દ્રષ્ટિ બે માણસની જુદી જુદી હોય છે ,એક સરખી નથી હોતી.

એક જ પ્રસંગ કે બાબતને કોઈ વ્યક્તિ નકારાત્મક રીતે જોશે તો કોઈ વ્યક્તિ એ જ બાબતને સકારાત્મક રીતે જોશે.કોઈને પ્યાલો અર્ધો ભરેલો દેખાશે તો કોઈને એ જ પ્યાલો અર્ધો ખાલી દેખાશે.

એક જ પ્રસંગને જોવાનો બે માણસોનો દ્રષ્ટિકોણ ભિન્ન હોય છે.

જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ .

નકારાત્મક વલણ ધરાવતા માણસો અનાવશ્યક ચિંતાઓના બોજમાં એવી રીતે સપડાઈ જાય છે કે તેઓ એને કારણે સાચી અને સારી રીતે વિચારી શકતા નથી પરિણામે પોતાની સ્વાભાવિકતા અને પ્રસન્નતા ખોઇ બેસે છે. જે વ્યક્તિ સકારાત્મક અભિગમ ધરાવે છે અને નકારાત્મકતાથી દુર રહે છે એની સંગત અને એનો સંસર્ગ રાખવાથી લાભ થાય છે.

પગમાં પહેરેલા જોડામાં ખૂંચતી ખીલીનું દુખ થતું હોય ત્યારે જેને પગ નથી અને જોડા પહેરી શકે એવી સ્થિતિમાં નથી એવા માણસનો વિચાર કરતાં ખૂંચતી ખીલીનું આપણું દુખ ભુલાઈ જાય છે.  

દિલને હલાવી નાખે એવા એમના જીવનના બે કસોટી ભર્યા બનાવોમાંથી પસાર થયેલા મારા એક સ્નેહીજને એમના ઈ-મેલમાં અંગ્રેજીમાં એક સરસ બોધ વાર્તા મને મોકલી છે જે મારી ઉપર કહેલ બાબતની વધુ સ્પષ્ટતા કરે છે.

આ વાર્તાનો ગુજરાતીમાં કરેલ મારો ભાવાનુવાદ આ પ્રમાણે છે.

નવા વર્ષની શરૂઆતમાં એક પ્રસિદ્ધ લેખક એમની સ્ટડી રૂમમાં એમના જીવનમાં બનેલા બનાવો ઉપર વિચાર કરતા બેઠા હતા. આ લેખકે કાગળ અને પેન લઈને લખવાનું  શરુ કર્યું :

***ગયા વરસે મારે ગાલ બ્લેડર દુર કરવા માટે સર્જરી કરાવવી પડી હતી .આ સર્જરીને લીધે મારે ઘણા લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવું પડ્યું હતું.

*** એ જ વરસે હું ૬૦ વરસનો થયો અને મારે કંપનીના નિયમ મુજબ મને ગમતી મારી જોબ છોડી દેવી પડી.એક પબ્લીશીંગ કંપનીની જોબમાં મારી જિંદગીનાં મેં ૩૦ વર્ષ વિતાવ્યાં હતાં એટલે જોબ અને મિત્રોને છોડતાં મનને ઘણું દુખ થયું હતું.

***અને એ જ વરસે મારા પિતાનું અવસાન થતાં મારે એમને ગુમાવ્યાનું પણ દુખ અનુભવવું પડ્યું હતું .

***અધૂરામાં પુરું ,એ જ વરસે મારા દીકરાને કાર એકસીડન્ટ થતાં એ મેડીકલ ડીગ્રી માટેની એની પરીક્ષામાં નાપાસ થયો હતો. મારા દીકરાને થયેલ ગંભીર ઈજાને લીધે પગે લગાવેલ કાસ્ટ સાથે બિચારાને હોસ્પીટલમાં ઘણા દિવસો સુધી પડી રહેવાનું થયું હતું.આ એકસીડન્ટમાં એની કાર પણ બિલકુલ નાશ પામી હતી એ વળી એક બીજું વધારાનું નુકસાન હતું.

અંતમાં આ લેખકે એની નોંધ પૂરી કરતાં  લખ્યું :

” ઓહ ,આ જે ગયું એ વર્ષ કેટલું ખરાબ વર્ષ હતું.!”

આ લેખકની પત્ની જ્યારે રૂમમાં દાખલ થઇ ત્યારે એના પતિને હાથમાં કાગળ પકડીને નિરાશ વદને કોઈ ઊંડા વિચારોમાં ખોવાએલો એણે જોયો.એની પીઠ પાછળ ઉભા રહી  પતિએ  કાગળમાં શું લખ્યું છે એ એણે વાંચી લીધું . પતિને ખબર ના પડે એમ શાંતિથી એ રૂમની બહાર નીકળી ગઈ. થોડા સમય પછી એક કાગળ લઈને ત્યાં આવી અને એના પતિએ ટેબલ ઉપર જ્યાં એનો લખેલો કાગળ રાખ્યો હતો એની બાજુમાં જ જોડાજોડ એનો કાગળ મુક્યો.

આ લેખકે એની પત્નીએ મુકેલ કાગળ ઉપાડીને વાંચ્યું તો એમાં આ પ્રમાણે લખ્યું હતું :

***ગયા વરસે છેવટે મને પીડતા ગાલ બ્લેડરને દુર કરવાની સર્જરી સફળતાથી પતી ગઈ.ઘણા વર્ષોથી ગાલ બ્લેડર મને પીડા આપી રહેલ એમાંથી છુટકારો મળ્યો એથી મનને શાંતિ થઇ .

***ગયા વરસે મારી ૬૦ વર્ષની ઉંમરે સુંદર સ્વાસ્થ્ય સાથે મારી જોબમાંથી નિવૃત્તિ લઇ લીધી.હવે મારા નીવૃતીકાળના ફાજલ સમયમાં શાંતિથી સારા લેખો લખવા માટે મારું ધ્યાન હવે હું કેન્દ્રિત કરી શકીશ.

 ***આ જ વરસે મારા પૂજ્ય પિતાશ્રી એમની ૯૫ વર્ષની પાકટ ઉંમરે કશું જ દુખ ભોગવ્યા સિવાય અને કોઈના ઉપર કશો બોજો બન્યા સિવાય શાંતિથી આ જગતમાંથી વિદાય લઇ ભગવાનના ધામમાં પહોંચી ગયા.

***આ જ વરસે મારા પ્રિય પુત્રને પરમ કૃપાળુ પરમાત્માએ નવું જીવન દાન આપ્યું.  કારના અકસ્માતમાં ભલે કારને નુકશાન થયું હોય પણ મારો પુત્ર કોઈ પણ મોટી ઈજા સિવાય અને કોઈ પણ અંગ ગુમાવ્યા સિવાય જીવતો રહ્યો એથી મનમાં મોટી રાહત થઇ .

કાગળના અંતમાં લેખકની પત્નીએ આ શબ્દોથી એનું લખાણ પૂરું કર્યું હતું :

“આ રીતે મારું ગયું એ વર્ષ ભગવાનની અઢળક કૃપા અને આશીર્વાદથી સારી રીતે પસાર થયું હતું .”

તમે જોયું ને !

જીવનના પ્રસંગો તો એક જ હતા પરંતુ એના પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ લેખક પતિ અને એની પત્નીનો કેવો ભિન્ન હતો !

કોઈ બનાવ બન્યો હોય એનાથી કેટલો વધારે એ ખરાબ બની શક્યો હોત એ દ્રષ્ટીએ જો આપણે વિચારીએ તો આપણને પરમ કૃપાલું પરમાત્મા પ્રત્યે આભારવશતાની લાગણી જરૂર થઇ આવે. 

આ આખી કથાનો બોધપાઠ એ છે કે  સુખ મળે ત્યારે આભારવશ બનવું સહેલું છે પણ દુખ પડે ત્યારે આભારવશતા ટકાવી રાખવી અઘરી છે.આપણી રોજબરોજની જિંદગીમાં આપણે એ યાદ રાખવું જોઈએ કે સુખમાંથી આભારવશતા નહીં પરંતુ આભારવશતામાંથી સુખની પ્રાપ્તિ થાય છે.

Its not happiness that makes us grateful,

But gratefulness that makes us happy.

અનેક દુખો અને મુશ્કેલીઓ વચ્ચે પણ, હમેશાં,હમેશાં,એવું ઘણું ઘણું બચ્યું હોય છે જેને માટે આપણે પ્રભુનો આભાર જરૂર માનવો જ પડે.

તમારો દ્રષ્ટિકોણ જો બદલાય તો તમારી આખી દુનિયા જ બદલાઈ જાય છે.

૨૦૧૫ ના આ નવા વરસે સંકલ્પ લો કે આ ઉપર કહી એ પ્રકારની  પ્રભુ પ્રત્યેની આભારવશતા હું મનમાં કાયમ તાજી રાખીશ.

Stay Blessed!

પ્રભુના આશીર્વાદ આપના ઉપર સદા વરસતા રહે એવી અભિલાષા .

વિનોદ પટેલ

 

 

3 responses to “( 628 ) જેવી દ્રષ્ટિ, એવી સૃષ્ટિ …. ( ચિંતન લેખ ) …..વિનોદ પટેલ

 1. pragnaju જાન્યુઆરી 6, 2015 પર 1:11 પી એમ(PM)

  આપણે બદલાવવાનું છે દુનિયા બદલાવવાની નથી
  જે છે તેનો સ્વીકાર
  દરેક પ્રત્યે માફી અને માફ કરવાનો અભિગમ
  અને બધા સુખી રહે તે ભાવના
  આ આધ્યા
  ત્મિક પગલા થી દ્રુષ્ટિ સુંદર બનશે…સૃષ્ટિ સુંદર લાગશે

  Like

 2. Ramesh Patel જાન્યુઆરી 7, 2015 પર 12:28 પી એમ(PM)

  સમયની સાથે જીંદગીના અવનવા રંગો જોડાયેલા છે. જે છે તેને સ્વીકારવાનું છે ,તેમાં જો હકારાત્મક ભાવ ભરે તો, સંતાપો ઓછા થાય, સ્વસ્થતા આવે ને જીંદગી સરસ રીતે જીવી જવાય..સરસ સંદેશ ભર્યો ,નવા વર્ષનો લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. Hemant Bhavsar જાન્યુઆરી 7, 2015 પર 3:46 પી એમ(PM)

  Dear Vinodbhai ,

  Inspirational blog , Thank you for sharing .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: