વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 631) પ્રતિલિપિ પ્રકાશિત ક્લાસિક ઈ-બુકો વિના મુલ્ય વાંચો.

ગુજરાતી સાહિત્યમાં કવિ દલપતરામ ડાહ્યાભાઈ ના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. એમની કવિતાઓ ઉપરાંત તેઓ એમનાં મિથ્યાભિમાન -નાટક જેવાં અન્ય પુસ્તકોથી પણ તેઓ ખુબ જાણીતા છે.

 કવિ દલપતરામનું બાવલું 

DALPATRAAM

સૌજન્ય -વિકિપીડિયા -પરિચય 

પ્રતિલિપિ એ દલપતરામની લખેલી બોધ કથાઓ ની એક ઈ-બુક

 तार्किक बोध

પ્રકાશિત કરી છે એ સૌએ વાંચવા જેવી છે .  

तार्किक बोध

પંજાબનો રહેવાશી ક્રૂરચંદ, અને ગુજરાતનો સુરચંદ, એ બંને રોજગાર વાસ્તે પરદેશ જતાં રસ્તામાં એકઠા થયા.

તેઓ ચાલ્યા જતા હતા તે માર્ગને એક પડખે સુકા તળાવમાં વગર બાંધેલો કૂવો હતો, તેમાંથી કોઈ એક માણસે બૂમ પાડીને કહ્યું કે-

“અરે મને આમાંથી કોઈ કાઢો” તે સાંભળીને ક્રૂરચંદે તો મનમાં કંઈ ધાર્યું નહીં, પણ સુરચંદે જોયું તો, પાણી પીવા ઉતરતાં ખશી પડેલો. અને ગભરાયેલો આદમી તે કુવામાં દીઠો. પછી તેણે ક્રૂરચંદને બોલાવ્યો. તેણે પણ આવીને જોયું.

સુરચંદ : આપણે બંને જણ મળીને તતબીરથી આને બહાર કાઢીએ.

ક્રૂરચંદ : મારે એની કે એના બાપની ગરજ નથી. એની મેળે ઘણોયે નીકળશે. આપણે શા વાસ્તે ખોટી થવું જોઈએ ?

સુરચંદ : ત્યારે તમારે જવું હોય તો જાઓ, પણ હું તો એને બહાર કાઢ્યા વિના આવીશ નહિ.

આ આખી બોધ કથા તથા ઘણી બધી દલપતરામ લિખિત બોધકથાઓ નીચેની ઈ-બુકમાં વાંચવી તમને ખુબ ગમશે.

તાર્કિક બોધ – કવિ દલપતરામની બોધ કથાઓ

Tarkik bodh

 આ ઈ-બુક વાંચવા માટે ઉપરના ચિત્ર ઉપર ક્લિક કરો.

દલપતરામ નાં બીજાં ત્રણ ખુબ જાણીતાં પુસ્તકો

૧. મિથ્યાભિમાન -નાટક

૨. અંધેર નગરી

૩.કથના સપ્તશતી -કહેવત સંગ્રહ

ની ત્રણ ઈ-બુકો પણ પ્રતિલિપિ ના સૌજન્યથી નીચેની લીંક

ઉપર વિના મુલ્યે વાંચી શકશો

પ્રતિલિપિ- દલપતરામ -ઈ બુકો 

સત્યના પ્રયોગો અથવા આત્મકથા -ગાંધીજી 

મહાત્મા ગાંધીની આત્મકથા -સત્યના પ્રયોગો ની ઈ-બુક પણ પ્રતિલિપિ એ પ્રકાશિત કરી છે .

આ આત્મકથાના પુસ્તકના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આખું પુસ્તક વાંચવાનો વિના મુલ્ય લાભ લેવાની તક ચુકશો નહિ.

atmakatha

આત્મકથાના બીજા ભાગ તથા પ્રતિલિપિ પ્રકાશિત બધી જ ક્લાસિક હિન્દી ,ગુજરાતી ઈ-બુકો વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો .

http://www.pratilipi.com/classics/books

3 responses to “( 631) પ્રતિલિપિ પ્રકાશિત ક્લાસિક ઈ-બુકો વિના મુલ્ય વાંચો.

  1. nabhakashdeep જાન્યુઆરી 13, 2015 પર 10:59 પી એમ(PM)

    ખૂબ જ વ્હાલું લાગતું કામ….વાંચવાનો અમૂલ્ય લ્હાવો લૂંટીએ..

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. vimala જાન્યુઆરી 13, 2015 પર 11:09 એ એમ (AM)

    તાર્કિક બોધ – કવિ દલપતરામની બોધ કથાઓ:
    ઍક પછી ઍક મણકા પરોવીને બનેલી બોધમાળા પહેરવાનો લાહવો મલિયો.ખુબ મજા આવી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: