જીવનના વિવિધ તબક્કે ઝડપાયેલી મારી તસ્વીરોમાંથી પસંદગીની કેટલીક .
૧૫મી જાન્યુઆરી ૨૦૧૫,એક ઓર જન્મ દિવસનું આગમન !
જીવન યાત્રાનાં ૭૮ રંગારંગ વર્ષ થયાં પૂરાં .
આવીને ઉભો ૭૯મા વર્ષને પ્રવેશદ્વાર .
રાજી થવું કે નારાજ થવું ?
જેટલી વધી એટલી જ ઘટી ગઈ જિંદગી !
કુલ આયખામાં થયો એક વર્ષનો વધારો,
નિર્મિત આયુષ્યમાં થયો એક વર્ષનો ઘટાડો !
રંગુનની ધરતી પર ,૭૮ વર્ષ પહેલાં ,
જન્મ લીધો હતો ખુબ સુખ સાયબીમાં,
સંજોગો બદલાયા , જીવનના રાહ બદલાયા.
જીવન નવલ કથાનાં પાછલાં પૃષ્ટો જોતાં જોતાં,
ગત ૭૮ વર્ષનો જો હું હિસાબ માંડું છું તો ,
૪ વર્ષની ઉંમરે રંગુનમાંથી વિશ્વ યુદ્ધને લીધે ભાગીને આવવું પડ્યું, વતનના ગામ ડાંગરવામાં.
કમનશીબે ગામમાં પોલીયો વાયરસના શિકાર બન્યા પછી શરુ થયા જીવનના પડકારો,
પ્રાથમિક શિક્ષણ,સ્કુલ ગામની શાળામાં .ગામમાં બાળપણની ગ્રામ્ય જીવનની અવનવી જિંદગી,ખેતી -વગડાના અનુભવોની યાદો સાથે પૂરાં થયાં જીવનનાં ૧૨ વર્ષ.
કિશોર વયે ડાંગરવાથી કડી, બોર્ડીંગ-આશ્રમ સાથેની હાઈસ્કુલ ,સર્વ વિદ્યાલયમાંમાંથી એસ.એસ.સી થયા .૩૫૦ છાત્રો વચ્ચે રહી આશ્રમમાં અને સ્કુલમાં ગુરુઓ દ્વારા જીવનનો ખરો પાયો નંખાયો,
અમદાવાદમાં કોમર્સ કોલેજ,બી.કોમ,એમ.કોમ.એલ.એલ.બી.,
આમ અભ્યાસમાં પાણીની જેમ વહી ગયાં ૨૬ વર્ષ, ઘણી યાદો મુકીને.
હવે શરુ થયું,ઓછી મજા ,વધુ જવાબદારી, ગંભીરતા સાથેનું પૈસા રળવા માટેનું સંઘર્ષમય અને પરિશ્રમી જીવન .
જોતરાયા જીવન ઘાણીના બળદની જેમ નોકરીમાં .
લગ્ન થયાં , ઘર સંસાર અને સામાજિક જીવન શરુ થયું .ઘર સંસારના શરૂના વરસોમાં જ પ્રથમ જન્મેલ પુત્ર નૈમેષને એની દસ મહિનાની કુમળી વયે ગુમાવ્યાનો આઘાત સહન કરવો પડ્યો.
કસોટીનો કાળ વીત્યા પછી ,ભાડાના મકાનમાંથી સગવડ વાળા સોસાયટીના પોતાના બંગલામાં માતા-પિતા , સપત્ની ,બાળકો સાથે ૨૨ વર્ષની સુખી સહ જીવન ની જિંદગી એ મારા જીવનનું મોટું સંભારણું છે.
કઠવાડા-અમદાવાદ એક જ ગ્રુપ કંપનીમાં ૩૫ વર્ષની સળંગ જોબમાં દામ સાથે નામ કમાયો ,ટોપ મેનેજમેન્ટ સાથેના કૌટુંબિક સંબંધો બંધાયા વિગેરે અનેક યાદો મગજમાં અકબંધ પડી છે.
દરમ્યાન ,ત્રણ ભાઈઓ , બે પુત્ર ,પુત્રીનું અમેરિકા ગમન શક્ય બન્યું.
૧૯૯૨ એપ્રિલમાં ૩૦ વર્ષના સુખી દામ્પત્ય બાદ ધર્મ પત્ની કુસુમની એમની ૫૨ વર્ષની ઉંમરે ચીર વિદાય પછી એકાકી જીવનની શરૂઆત .
૧૯૯૫માં મારાં પુ.માતુશ્રી અને ૨૦૦૭ માં પુ. પિતાશ્રી પણ સ્વર્ગવાસી થયાં છે.કુસુમ અને માતા-પિતા જીવ્યાં ત્યાં સુધી મારી સાથે રહ્યાં અને મને ખુબ મોરલ સપોર્ટ આપ્યો હતો.મારા હૃદયની ખુબ નજીકની આ ત્રણ વ્યક્તિઓની ખોટ વર્તાય છે.
૧૯૯૪ માં જોબમાંથી નિવૃત્તિ લઇ લીધા બાદ ગ્રીન કાર્ડ લઇ અમેરિકા ,કેલીફોર્નીયામાં થયેલ આગમન .
આ રીતે પૂરાં થયાં જીવનનાં કભી ખુશી -કભી ગમ અને પડકારો સાથેનાં જિંદગીનાં ૫૮ વર્ષ.
નવી જ રીતભાત વાળા નવા દેશ અમેરિકામાં, સારી રીતે સેટ થયેલ સંતાનો ,પરિવારજનો સાથે શરુ થયો નિવૃત્તિ કાળ.
નિવૃતીકાળમાં વાચન,લેખન,ભ્રમણ,ગુજરાતી બ્લોગ પ્રવૃત્તિ દ્વારા શક્ય સાહિત્ય સેવા ,ચિંતન,મનન,લેખન,મિત્ર પરિચયો,મિત્ર સંપર્ક વિગેરેમાં નીજાનંદ…..વિનોદ વિહાર ….
વતન અમદાવાદની વિદાય બાદ અમેરિકામાં આવ્યાને આજ કાલ કરતાં ૨૦ વર્ષ પૂરાં થઇ ગયાં એની ખબર પણ ના પડી !
આમ પૂરાં થઇ ગયાં આજે જીવનનાં ૭૮ વર્ષ !
૧૯૩૭ ના જાન્યુઆરીમાં એ વખતે વિદેશ ગણાતા રંગુન ,બ્રહ્મ દેશમાં થયેલ જન્મ પછી ઉપડેલો મારો જીવન રથ વતન ડાંગરવા,કડી, અમદાવાદ-કઠવાડા- અમદાવાદની ૫૮ વર્ષની લાંબી મુસાફરી કરીને હાલ ૭૮ વરસે અમેરિકામાં, સાન ડિયેગોમાં આવીને અટક્યો છે.શારીરીક રીતે હજી કાર્યરત રહેવાય છે એને હું પ્રભુ કૃપા માનું છું.
આમ અનેક મેઘ ધનુષી રંગો નિહાળ્યા છે જિંદગીના,
૭૮ વર્ષના પડકાર ભર્યા,ધબકતા વર્ષોમાં.
કોને ખબર છે,શું પડ્યું છે ભાવિના ભંડારમાં ,
પ્રભુ ભરોસે જીવન નૌકા સ્થિર ગતિએ ચાલી રહી છે હાલમાં .
જીવન સંધ્યાનો આ સોનેરી સમય ચિંતન,મનન,આંતર યાત્રા , અને આત્મ ખોજનો સમય છે .નિવૃતિનો આ સોનેરી સમય આનંદથી જીવવા મનગમતી પ્રવૃતિમાં મન પરોવવાથી અને ધર્મની સાથે કર્મને જોડવાથી પાછલી જિંદગી રસમય બની શકે છે.
મારી જીવન યાત્રા દરમ્યાન મેં જે મેળવ્યું છે અને મેળવી રહ્યો છું એ બીજાઓને વિનોદ વિહારના માધ્યમથી વહેંચવા માટેનો મારાથી શક્ય એટલો પ્રયત્ન હું કરી રહ્યો છું.
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.
આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને,
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.
નીવૃતીકાળની નવરાશની પળોની આ રહી બીજી કેટલીક
ચિંતન પ્રસાદી ….
મન, માનવ અને મનન
પ્રભુને મન થયું એટલે એક દિન ,
એણે બનાવ્યો માનવ મનવાળો.
પડ્યો માનવ, મનના ચકરાવામાં,
ભૂલ્યો પછી એ, મનન, પ્રભુ નામનું .
જીવન અને સંઘર્ષ
જિંદગી જીવવી કદી સહેલી નથી હોતી,
જીવન સંઘર્ષ વિના આગળ વધાતું નથી,
હથોડાના પ્રહારો એ ખમે નહી ત્યાં સુધી,
પથ્થર પણ ભગવાન બની પૂજાતો નથી.
મારે મન -જિંદગી શું છે ?
રેત યંત્રની રેતીની જેમ જિંદગી,સતત સરતી રહે,
હરેક પળે આ જિંદગી એના રંગો બદલતી જ રહે,
સુખ-દુખના ફરતા ચકડોળમાં બેઠાં છીએ આપણે,
ભૂલી ચિંતાઓ,જીવન મેળાનો આનંદ અહેસાસીએ.
મનમોહક નાટકનો મજાનો એક ખેલ છે જિંદગી,
પડદો પડી જાય એ પહેલાં,નાટકની મજામાણીએ.
દરેક પળને મન ભરીને જીવી લેવાનું ભૂલવું નહી,
કેમ કે જીવનમાં આ જીવન એક જ વાર મળે છે.
જીવન રાહમાં મુશ્કેલીઓ પાર વગરની ભલે હોય,
સદા હસતા રહેવાનો મિજાજ એક ઔષધી રૂપ છે.
રોદડાં રડવામાં સમય ગુમાવવા જિંદગી ટૂંકી છે.
માટે જેવી પણ હોય જિંદગી, ચિંતાઓ છોડી દઈ,
સદા હસતા રહેવું, હસાવતા રહેવું એ જ એક ધર્મ.
જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ સહેલો નથી,
જવાબ ટૂંકમાં સમજાવું ? આ જિંદગી શું નથી !
જીવનની સફળતા શેમાં ?
જીવનમાં મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે,
જીવનમાં જે આપ્યું એનાથી જિંદગી બની જાય છે,
બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના નાખો,
કદીક કોઈ એક હાથ કોઈ દુખી તરફ પણ લંબાવો.
જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,
જ્યારે જશો ત્યારે બધું જ પાછળ મુકી જવાના છો,
જ્યારે જીવો છો ત્યારે કંઇક એવું કરીને જ જાઓ ,
લોકો યાદ કરે ,જનાર એક સજ્જન માણસ હતો .
વિનોદ પટેલ
પ્રભુનો પાડ …..
જીવન-માર્ગ મારો ખાડા ટેકરાવાળો વિકટ ભલે રહ્યો,
માર્ગના દરેક પગલે, કર ગ્રહી, પ્રભુ મારો ચાલી રહ્યો,
મારી દિલી પ્રાર્થનાના પોકારથી પ્રભુ દુર નથી રહ્યો,
સુણી સાદ મારો,માર્ગદર્શક બની, એ સદા દોરી રહ્યો.
થોડું લઇ લીધું છે તો ઘણું બધું પ્રભુ તેં આપ્યું પણ છે,
ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સદભાગ્ય શું ઓછું છે!
પ્રભુ પાડ માનું તારો પડકારો ઝીલવાની શક્તિ માટે,
ભાંગી પડી મનથી, ભાગી ના જાઉં ,એવી હિમત માટે.
દિવસેદિવસે સ્વની સાથે રહેવાનો,વાતો કરવાનો ,મહાવરો વધતો ચાલ્યો છે.પ્રભુએ ભલે શારીરિક દ્રષ્ટીએ થોડું લઇ લીધું હોય તો સામે કેટલું બધું આપ્યું છે એ માટે એનો પાડ માનવાનું કેમ ભૂલું .
કવિ ઉમાશંકર જોશી કહે છે એમ –
“ત્રણ વાનાં મુજને મળ્યાં , હૈયું ,મસ્તક હાથ
બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું. “
અમેરિકામાં ત્રણ સંતાનોનો સુખી અને પ્રેમાળ પરિવાર-જોઇને મન હરખાય એવાં ૬ પૌત્રો-પૌત્રીઓની અનેરી ભેટ. આમ ૭૯ વરસે ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું સુખ શું ઓછું સુખ છે !
મારાં ૬ પૌત્ર -પૌત્રીઓ સાથેની એક તસ્વીર -ક્રિસમસ ૨૦૧૪
સંતાનો, કુટુંબી જનો , સ્નેહી જનો, મિત્રો-બ્લોગર મિત્રો- અને વિશાળ ભાવક અને વાચક વર્ગ સહિત, સૌનો નિસ્વાર્થ પ્રેમ એ કેટલી બધી અમુલ્ય મૂડી છે !
કુદરતની કરામતો ન્યારી છે, ક્યારે ? કેમ? શું શું ? ક્યાંથી ? તમારી સામે ધરી દેતી હોય છે ! આનંદ આનંદ।… પરમાનંદ ની અનુભૂતિ …
યાદ આવે ,ગની દહીંવાલાની આ પંક્તિઓ …
આજ ભલેને તારી હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
એ જ ઊતારશે પાર,
ખલાસી! માર હલેસાં માર.
મારી શ્રધ્ધા
જીવનમાં એવું કોઈ કામ કે એવો,
કોઈ પણ પ્રશ્ન એવો કઠિન નથી,
જેને હું અને મારો ભગવાન એમ ,
બે ભેગા મળી, ઉકેલી ના શકીએ .
અંતે ,એક અજ્ઞાત કવિની આ રચના રજુ કરી વિરમું છું.
ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત, કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને. હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો, મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.
મારી આજ સુધીની જીવન યાત્રાને સહ્ય અને સરળ બનાવવા તથા નિવૃતિના આ સોનેરી કાળમાં ને સ-રસ અને આનંદનો અનુભવ કરાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અનેક સહૃદયી મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.
તારીખ- જાન્યુઆરી ૧૫,૨૦૧૫ ,
૭૯મો જન્મ દિવસ …. વિનોદ પટેલ, સાન ડિયેગો.
આજના મારા ૭૯મા જન્મ દિવસે મને પ્રિય એક સુંદર ગુજરાતી પ્રાર્થના યુ-ટ્યુબના સૌજ્ન્યથી નીચેના વિડીયોમાં માણો.
જન્મદિવસની શુભ કામનાઓ.
૭૯વર્ષના જીવનનું આપનું આત્મમંથન અને ચિંતન પ્રેરણારૂપ છે અમારા માટે.
આવી પ્રેરણા અમને મળતી રહે ઍ જ પ્રાર્થના.
“જીવન અંજલી”પ્રાર્થના ગીત મારી પ્ર્રિય પ્રાર્થના છે.
आपको ७८वा जन्मदिन मुबारक, विनोदभाई । आपका गुजराती ब्लोग पढनेमें बड़ा मझा आता है । आपका विचार, व्यक्तित्व और पिछली जिंदगीमें भी सेवाकी भावना सब ब्लोग वाचकको प्रभावित करती है । आपकी लम्बी स्वास्थ्यपूर्ण जिन्दगीके लीये प्रभु प्रार्थना ।
શતમ્ જીવતુ: શરદ:! જન્મદિનની હાર્દીક શુભેચ્છાઓ. આપે એવરેસ્ટ જેવડા ચઢાણ ચઢ્યા, ખળ ખળ ઝરણાંના અમી પીધ્યાં અને પીવડાવ્યાં અને હજી પણ લેખ, કવિત અને મૈત્રી દ્વારા આ અમિસિંચન કરતા રહ્યા છો! આવી અમિધારા લાંબો સમય વહેતી રાખો એવી પ્રાર્થના! Happy Birthday, Vinodbhai.
આદરણીય વિનોદકાકાને જન્મ દિન વધામણાં….કાવ્ય.
વિનોદ વિહાર અધિપતિ આદરણીય વિનોદકાકાને જન્મ દિન વધામણાં…કાવ્ય.
========================================
આદરણીય વિનોદકાકા
happybirthday6.jpgજન્મ દિન શુભકામના
=========================================================================================
બે હજાર પંદરના જાન્યુઆરી પંદરમીની આજે છે સવાર.
ફોન,એસએમએસ,મેઇલ દ્વારા અભિનંદો વિનોદ વિહાર.
સર્વેના માનીતા અને જાણીતા વિનોદભાઇનું જન્મ ટાણું.
૧૯૩૭માં ડાંગરવામાં રેવાભાઇને ત્યાં ગવાયું હતું ગાણું.
નિવૃતિમાંય એ શોધે પ્રવૃતિ સાનડિયાગોમાં રહ્યા વસી.
લેખ કવિતા કે હાસ્ય કેરા ગુલાલથી સૌ દિલને જાય રંગી.
પુત્રો ને પુત્રી સાથે જ છ પૌત્ર પૌત્રીના બની રહ્યા છે દાદા .
સદાય હસમુખા ને ફોનમાં રણકો એવો કે ગમે એમની અદા.
જુગ જુગ જીવો ને જન્મ દિન ઉજવીએ ભેગા મળીને સદાય.
નામી અનામી બ્લોગરો કહે અભિનંદન સ્વીકારો અમારાય.
ફુલોની છાબ કે સુંડલા ભરીને આપને ક્યાં દઇએ વધામણાં.
અંતર ઉમળકે શબ્દો ભરી આપને અભિનંદી કરીયે ઉજવણાં.
આતાજી,,સુરેશ,પ્રજ્ઞાજુ,દાવડાજી,કેપ્ટન નરેન્દ્રના ઝાઝા જુહાર.
ચંદ્રપુકાર,પ્રવિણ શાસ્ત્રી,આકાશદીપ,સાથે સ્વપ્નના છે નમસ્કાર.
============================================
સ્વપ્ન જેસરવાકર
Vinodbhai.
Namaste !
HAPPY 79th BIRTHDAY !
Hope you have the Bst of the Day.
May have all the JOY @ Pioneer Party.
Seeing the Photos of YOU & your FAMILY is like meeting you ALL.
I wish it was REAL.
I had posted my FEELINGS after reading the Poem which I share here>>>>
chandravadan
January 15, 2015 at 4:31 am
chandravadan
January 15, 2015 at 4:26 am
GOVINDBHAI’s POEM…Re-Blogged here.
Reading it I ADD>>>>
Govindbhai…Nice Poem….I will miss you..but enjoy the day.
Happy Birthday, Vinodbhai !
Pragnajuben…Thanking you to publish the Poem on your Blog in this Post.
Many Many happy returns of the day. Happy B’day. Wishing you happy, healthy & wealthy long life.
There is too much depth in your thoughts. one may like to read and think again and again.
God Bless.
સ્નેહી શ્રી વિનોદભાઈ,
જન્મ દિવસે હ્રદય પૂર્વકની શુભેચ્છાઓ સ્વીકારશો. પ્રભુ તમને સુખમય અને તંદુરસ્ત લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુને પ્રાર્થના કરી તમારો જન્મદિવસ ઉજવું છું.
-દાવડા
Vinodbhai yr life story is inspiration story 4 others, @ 79 yu have strength and spirit 4 activness like youngster, Happy brth day and pray God yu achive all goal of yr life and be success @ all step of yr life.
Vinodbhai yr life story is inspiration 4 others, yu have strength,spirit and will power like young,wish yu Happy birthday, I pray God yu win all goals of life and be success at every step of yr life.
જીવનના અનેક પડકારો વચ્ચે પોતાનું જીવન આનંદ થી વિતાવનાર જવાં મર્દ વિનોદભાઈ તમને મારા હૃદયના ઉમળકાથી જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા મારા મન નો મોરલીયો નાચી ઉઠે છે .
એક ખાનગી વાત કોઈ ન સાંભળે એમ કહી દઉં કે તમારી સોમી વર્ષ ગાંઠ ઉજવતી વખતે મને આમંત્રણ આપવાનું ભૂલશો નહિ .
જન્મ દિવસની વધાઈ………………….
જન્મ દિવસે હ્રદય પૂર્વકની શુભેચ્છાઓ સ્વીકારશો. પ્રભુ તમને સુખમય અને તંદુરસ્ત લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને વધારે ને વધારે બ્લોગ દ્વારા તમારી રચનાઓની પ્રસાદી આપતા રહો એવી અભિલાષા…..
તમારી પોસ્ટ પર પણ જન્મદિનના અભિનંદન
સાથે યાદ આવે ડૉ વિવેકની કવિતા
ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.
આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.
તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે.
યુગોની પ્યાસ, જૂઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું આજે તો થશે ‘હતી’ કે આજે તારી વર્ષગાંઠ છે.
ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે !
સુ.શ્રી પ્રજ્ઞાબેન,
મારા જન્મ દિન નિમિત્તે મિત્ર શ્રી ગોવીંદ ભાઈ પટેલ(ગોદ્ડીયો ચોરો ફેઈમ ) એ પ્રગટ કરેલ ખાસ પોસ્ટને આપના બ્લોગ નિરવ રવે માં રી-બ્લોગ કરી મને શુભેચ્છાઓ પાઠવી આપના મારા પ્રત્યેના સ્નેહનો પરિચય કરાવવા બદલ આપનો ફરી ખુબ આભાર માનું છું.
આજના પ્રતિભાવમાં આપે કવી વિવેક ટેલર નું સરસ પ્રસંગોચિત કાવ્ય શોધીને મુકવા બદલ પણ આપનો આભારી છું.
ડો વિવેક ટેલર નું એક બીજું સોનેટ –કાવ્ય “પંચોતેરમેં વરસે” પણ ખુબ સરસ ભાવવાહી છે. આ રહ્યું એ કાવ્ય-સોનેટ.
(મુક્ત સૉનેટ ~ કટાવ છંદ)
પાન બધાંયે ખરી ગયાં છે,
કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !
ડાળ બરડ સૌ તરડ-તરડ થઈ ધીમે ધીમે નમી રહી છે,
કેટકેટલી પાનખરો આ રસ્તાઓએ એક પછી એક સતત સહી છે !
ટાઢ-તાપ-વર્ષાની આંધી જરઠ ઝાડને સતત વીતાડે,
નાગો ચહેરો ઊર્મિઓને ક્યાં સંતાડે ?
સાચવ્યા છે કંઈ કંઈ પેઢીના કલરવ કંઈ ટહુકાઓ ને કંઈ માળાને,
ગણિત માંડવા બેસીએ તો માઠું લાગે સરવાળાને.
એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
બાદ થયા છે હવે પ્રતીક્ષામાંથી પંથી ને પનિહારી, બચ્ચા-કચ્ચા, ઝૂલા આદિ…
રાહ છે એક જ – પવન ફૂંકાશે કબ દખણાદી ?
સહસા વેલી એક ક્યાંકથી ઊગી નીકળી ને પહોંચી ગઈ થડથી લઈને ડાળ સુધી ત્યાં,
કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…
સાન ફ્રાંસીસ્કો નિવાસી, સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ એમના બ્લોગ “શબ્દોનું સર્જન ” ની એક ખાસ પોસ્ટમાં મને શુભેચ્છાઓ પાઠવી છે એ બદલ એમનો ખુબ જ આભારી છું.એમના બ્લોગની લીંક .
બસ, આમ જ ગમતાંનો ગુલાલ કરતા રહો ને મોકળાશના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ
કરતા રહો..
આ ઉમ્મરે હવે આપણે જોઈએય શું બીજું ? અને આથી બીજી કોઈ
સારી પ્રવૃત્તી હાલ તો બીજી કોઈ નજરે ચડતીયે નથી..
વળી, આ આપણી રસની અને મનગમતી પ્રવૃત્તી છે..
જેમાં તમને તો ખાસ્સો જશ મળ્યો છે.. ધન્યવાદ..
તમારું સ્વાસ્થ્ય ખુબ સરસ રહે એવી અમારી વીશેષ શુભેચ્છા..
વીશ યુ ઓલ ધ બેસ્ટ..
..ઉ.મ..
જાન્યુઆરીમાં જન્મદિનની શુભેચ્છા માર્ચમાં વ્યક્ત થાય? ભલે હું મોડો છું. પણ આજે કહીશ પ્રભુ આપને સ્વાસ્થયુક્ત દિર્ઘાયુષ્ય બક્ષે જેથી વિનોદ વિહારના વિશ્વમાં ફેલાયલા તમામ વાચકોને આપના ઉત્તમ લેખોનો રસાસ્વાદ માણવાનો લાભ મળતો જ રહે. જન્મ અને મૃત્યુ વચ્ચે મળતો સમય, માનવ જીંદગી એ ઈશ્વરની ભેટ છે. સમય લાંબો ટૂંકો હોય એ અંગત પ્રારબ્ધની વાત છે. રંગુનથી પ્રગટેલી આપની જીવનગંગા સાન્ડિયેગોમાં ગંગા સાગર બની સ્થિર થઈ. અને વિનોદ વિહારદ્વારા ગુજરાતી વાચકો માટે વિશ્વભરમાં ફેલાઈ. નિત નિત નવું વાંચન મળતું રહે એ માટે આપનું સ્વાસ્થ્ય જરૂરી છ્રે. બસ પ્રભુ પ્રાર્થના કે આપ તંદુરસ્ત રહો; અને પ્રેરણા દાયક વાંચન પીરસતા રહો.
ભારતની ભૂમિમાં જન્મ લઈને ત્યાં કારકિર્દી બનાવી પાછલી જિંદગી અમેરિકામાં નિવૃતિની પ્રવૃત્તિ તરીકે યથા શક્તિ સાહિત્ય સર્જન કરી વિતાવી રહેલ આપના જેવા પ્રવૃત્તિશીલ પ્રેમાળ મિત્રોનો પ્રેમ જ મને પ્રોત્સાહિત કરતો રહે છે . એ બધાંનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
મુરબ્બી શ્રી વિનોદભાઇ,
જન્મ દિનથી શરૂ થતા આપના અગામી વર્ષો માટે ખુબ ખુબ શુભકામના.આપનું જીવન પ્રેરણાદાયી છે. એકલતામાં અનુભવાતા એકાકીપણાને વળોટીને આપના સર્જનનો પરિચય આપે કરાવ્યો છે….. અભિનંદન
Good life story good strength
Wishing healthy busy life
LikeLike
Thank you Surendrabhai
LikeLike
જન્મદિવસની શુભ કામનાઓ.
૭૯વર્ષના જીવનનું આપનું આત્મમંથન અને ચિંતન પ્રેરણારૂપ છે અમારા માટે.
આવી પ્રેરણા અમને મળતી રહે ઍ જ પ્રાર્થના.
“જીવન અંજલી”પ્રાર્થના ગીત મારી પ્ર્રિય પ્રાર્થના છે.
LikeLike
વિમળાબેન, આપની શુભેચ્છાઓ માટે આભાર
LikeLike
હાર્દિક અભિનંદન.
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.——-વહેતા રહો; ગાતા રહો.
LikeLike
આપનો હાર્દિક આભાર , સુરેશભાઈ,
આપના પ્રેરક પ્રતિભાવ માટે
LikeLike
आपको ७८वा जन्मदिन मुबारक, विनोदभाई । आपका गुजराती ब्लोग पढनेमें बड़ा मझा आता है । आपका विचार, व्यक्तित्व और पिछली जिंदगीमें भी सेवाकी भावना सब ब्लोग वाचकको प्रभावित करती है । आपकी लम्बी स्वास्थ्यपूर्ण जिन्दगीके लीये प्रभु प्रार्थना ।
LikeLike
७९वा जन्मदिन
LikeLike
thank you very much, Dhaneshbhai
LikeLike
મારા તરફથી વર્ષગાંઠની હાર્દીક શુભેચ્છા સ્વીકારશો.
LikeLike
આપનો ખુબ આભાર
LikeLike
શતમ્ જીવતુ: શરદ:! જન્મદિનની હાર્દીક શુભેચ્છાઓ. આપે એવરેસ્ટ જેવડા ચઢાણ ચઢ્યા, ખળ ખળ ઝરણાંના અમી પીધ્યાં અને પીવડાવ્યાં અને હજી પણ લેખ, કવિત અને મૈત્રી દ્વારા આ અમિસિંચન કરતા રહ્યા છો! આવી અમિધારા લાંબો સમય વહેતી રાખો એવી પ્રાર્થના! Happy Birthday, Vinodbhai.
LikeLike
ખુબ આભાર , નરેન્દ્રભાઈ , આપની હાર્દિક શુભેચ્છાઓ માટે
LikeLike
આદરણીય વિનોદકાકાને જન્મ દિન વધામણાં….કાવ્ય.
વિનોદ વિહાર અધિપતિ આદરણીય વિનોદકાકાને જન્મ દિન વધામણાં…કાવ્ય.
========================================
આદરણીય વિનોદકાકા
happybirthday6.jpgજન્મ દિન શુભકામના
=========================================================================================
બે હજાર પંદરના જાન્યુઆરી પંદરમીની આજે છે સવાર.
ફોન,એસએમએસ,મેઇલ દ્વારા અભિનંદો વિનોદ વિહાર.
સર્વેના માનીતા અને જાણીતા વિનોદભાઇનું જન્મ ટાણું.
૧૯૩૭માં ડાંગરવામાં રેવાભાઇને ત્યાં ગવાયું હતું ગાણું.
નિવૃતિમાંય એ શોધે પ્રવૃતિ સાનડિયાગોમાં રહ્યા વસી.
લેખ કવિતા કે હાસ્ય કેરા ગુલાલથી સૌ દિલને જાય રંગી.
પુત્રો ને પુત્રી સાથે જ છ પૌત્ર પૌત્રીના બની રહ્યા છે દાદા .
સદાય હસમુખા ને ફોનમાં રણકો એવો કે ગમે એમની અદા.
જુગ જુગ જીવો ને જન્મ દિન ઉજવીએ ભેગા મળીને સદાય.
નામી અનામી બ્લોગરો કહે અભિનંદન સ્વીકારો અમારાય.
ફુલોની છાબ કે સુંડલા ભરીને આપને ક્યાં દઇએ વધામણાં.
અંતર ઉમળકે શબ્દો ભરી આપને અભિનંદી કરીયે ઉજવણાં.
આતાજી,,સુરેશ,પ્રજ્ઞાજુ,દાવડાજી,કેપ્ટન નરેન્દ્રના ઝાઝા જુહાર.
ચંદ્રપુકાર,પ્રવિણ શાસ્ત્રી,આકાશદીપ,સાથે સ્વપ્નના છે નમસ્કાર.
============================================
સ્વપ્ન જેસરવાકર
LikeLike
ખુબ ખુબ આભાર સ્નેહી શ્રી ગોવીંદભાઈ
આપના જેવા ભાવિક મિત્રોનો પ્રેમ એ મારે માટે નોળવેલ રૂપ છે.
LikeLike
“વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.” …બસ આમાં જીવ્યાના આનંદની ચાવી મળી ગઈ.
શુભેચ્છા સાથ. સરયૂના નમસ્તે.
LikeLike
Vinodbhai.
Namaste !
HAPPY 79th BIRTHDAY !
Hope you have the Bst of the Day.
May have all the JOY @ Pioneer Party.
Seeing the Photos of YOU & your FAMILY is like meeting you ALL.
I wish it was REAL.
I had posted my FEELINGS after reading the Poem which I share here>>>>
chandravadan
January 15, 2015 at 4:31 am
chandravadan
January 15, 2015 at 4:26 am
GOVINDBHAI’s POEM…Re-Blogged here.
Reading it I ADD>>>>
આ છે ચંદ્ર-હ્રદયભાવો શબ્દોમાં>>>
ગોવિન્દજી કાવ્યે “ચંદ્રપૂકાર”ના નમસ્તે કહે,
એ પછી, ચંદ્ર પોતે જ આવી સૌને કહેઃ
૧૫મી જાન્યુઆરી ૨૦૧૫માં આવી જ્યારે,
બર્થડે ઉજવવાની વાત વિનોદ મુખે છે ત્યારે,
” ચંદ્ર, તમે પાયોનીરીઅર રેસ્ટોરાન્ટની પાર્ટીએ આવજો,
જીવનસાથી કમુને પણ જરૂર સાથે તમે લાવજો !”
પણ..પ્રભુની લીલા છે ન્યારી, કોણ સમજી શકે એને ?
ચંદ્ર હૈયે ઉમંગ, છતાં વિધાતા સંજોગો ઘડે સમજી શકે કોણ એને ?
શનિવાર,૧૭મી જાન્યુઆરીની પાર્ટીમાં હાજરી આપવી બને અશક્ય,
ચંદ્ર રહે દુર, પણ હૈયે એના વિનોદભાઈ, કહેવું એવું છે જરૂર શક્ય,
“સ્વીકારજો, વિનોદભાઈ,હ્રદય્ભાવભર્યા બર્થડે અભિનંદન મારા,
આવે ફરી ફરી બર્થડે તમારી એવી આશાઓ ભર્યા અભિનંદન છે મારા,”
શનિવારે ના મળી શક્યાનો રહ્યો ચંદ્ર હૈયે અફસોસ આજે,
પ્રભુકૃપાથી જરૂર મળીશું એક દિવસ ભલે ના મળી શક્યા આજે !
….ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Govindbhai…Nice Poem….I will miss you..but enjoy the day.
Happy Birthday, Vinodbhai !
Pragnajuben…Thanking you to publish the Poem on your Blog in this Post.
LikeLike
ખુબ ખુબ આભાર આપનો ડો. ચન્દ્રવદનભાઈ
આપના હાર્દિક ભાવવાહી કાવ્યમય પ્રતિભાવ માટે આભારી છું.
આપને રૂબરૂ મળવાની એક તક હતી એ શક્ય ના બનતાં અફસોસ થયો . ખેર,
ભગવાનની મરજી હશે તો ,બીજી કોઈ બીજીવાર.
LikeLike
Many Many happy returns of the day. Happy B’day. Wishing you happy, healthy & wealthy long life.
There is too much depth in your thoughts. one may like to read and think again and again.
God Bless.
LikeLike
Thank you, Hiral , for your warm wishes on my 79th B.D.
I appreciate your comments.
LikeLike
Pingback: થોડો વિનોદ પણ કરીએ…૭૯ મા જન્મદિને …રજૂઆત સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)… | આકાશદીપ
શ્રી. પિ.કે. દાવડા એ મોકલેલ ઈ-મેલ સંદેશ .
જન્મ દિવસની વધાઈ
સ્નેહી શ્રી વિનોદભાઈ,
જન્મ દિવસે હ્રદય પૂર્વકની શુભેચ્છાઓ સ્વીકારશો. પ્રભુ તમને સુખમય અને તંદુરસ્ત લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુને પ્રાર્થના કરી તમારો જન્મદિવસ ઉજવું છું.
-દાવડા
LikeLike
આપની શુભેચ્છાઓ અને આશીર્વાદ માટે ખુબ ખુબ આભાર ,દાવડાજી .
LikeLike
Wish you very Happy birthday , May you find more happiness and God bless you a healthy life .
LikeLike
Vinodbhai yr life story is inspiration story 4 others, @ 79 yu have strength and spirit 4 activness like youngster, Happy brth day and pray God yu achive all goal of yr life and be success @ all step of yr life.
LikeLike
Vinodbhai yr life story is inspiration 4 others, yu have strength,spirit and will power like young,wish yu Happy birthday, I pray God yu win all goals of life and be success at every step of yr life.
LikeLike
જીવનના અનેક પડકારો વચ્ચે પોતાનું જીવન આનંદ થી વિતાવનાર જવાં મર્દ વિનોદભાઈ તમને મારા હૃદયના ઉમળકાથી જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા મારા મન નો મોરલીયો નાચી ઉઠે છે .
એક ખાનગી વાત કોઈ ન સાંભળે એમ કહી દઉં કે તમારી સોમી વર્ષ ગાંઠ ઉજવતી વખતે મને આમંત્રણ આપવાનું ભૂલશો નહિ .
LikeLike
આદરણીય આતાજી,
મારા ૭૯મા જન્મ દિવસે આપના હૃદયના ઉમળકા ભરી જન્મ દિવસની શુભેચ્છાઓ અને આશીર્વાદ
પાઠવવા બદલ આપનો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.
આપના જેવા બુઝર્ગ વડીલ ના આશીર્વાદ મારા માટે પ્રેરણા રૂપ છે.
LikeLike
વહાલા વીનોદભાઈ,
હજારો વર્ષ જીવો, હજારો દીવસ હો વર્ષોના, હજારો પળ હો દીવસની અને દરેક પળ મંગળમય થાઓ; જન્મ દીવસની અઢળક શુભેચ્છાઓ અને અભીનંદન..
LikeLike
પ્રિય ગોવિંદભાઈ,
મારા ૭૯મા જન્મ દિવસે આપની હાર્દિક શુભેચ્છાઓ અને અભીનંદન માટે આપનો ખુબ આભાર .
LikeLiked by 1 person
સ્નેહી શ્રી વિનોદભાઈ,
જન્મ દિવસની વધાઈ………………….
જન્મ દિવસે હ્રદય પૂર્વકની શુભેચ્છાઓ સ્વીકારશો. પ્રભુ તમને સુખમય અને તંદુરસ્ત લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને વધારે ને વધારે બ્લોગ દ્વારા તમારી રચનાઓની પ્રસાદી આપતા રહો એવી અભિલાષા…..
LikeLike
શ્રી વિનોદભાઈ,
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન
શતમ જીવો શરદ:
લેખના અંતે મુકેલ મારા પ્રિય ગીતમાં એક કડીમાં થોડીક ભુલ છે તે સુધારી લેવા વિનંતી.
પડખાં કયા ચરણો મારા નીત,
તારા સમીપે રાજો….
હૈયાના પ્રત્યેક સ્પંદને,
તારૂં નામ રટાજો….
ના બદલે
વણથાક્યા ચરણો મારા નીત, તારી સમીપે ધાજો….
હૈયાના પ્રત્યેક સ્પંદને, તારૂં નામ રટાજો….
LikeLike
પ્રિય અતુલભાઈ ,
આપની શુભેચ્છાઓ અને ભૂલ નિર્દેશન માટે આપનો આભાર .
કાવ્યમાંની ભૂલ સુધારી દીધી છે.
LikeLike
૭૯મા જન્મ દિવસની અંતરપૂર્વક ની શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ સ્વીકારશો. પ્રભુ તમારું જીવન સુખમય અને તંદુરસ્ત રાખે તેમજ દીર્ઘાયુ અર્પે એજ પ્રભુને પ્રાર્થના.
‘દાસ’
લંડન
LikeLike
પ્રિય અશોકભાઈ,
આપની શુબેચ્છાઓ માટે આભાર .
LikeLike
તમારી પોસ્ટ પર પણ જન્મદિનના અભિનંદન
સાથે યાદ આવે ડૉ વિવેકની કવિતા
ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.
આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.
તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે.
યુગોની પ્યાસ, જૂઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું આજે તો થશે ‘હતી’ કે આજે તારી વર્ષગાંઠ છે.
ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે !
LikeLike
સુ.શ્રી પ્રજ્ઞાબેન,
મારા જન્મ દિન નિમિત્તે મિત્ર શ્રી ગોવીંદ ભાઈ પટેલ(ગોદ્ડીયો ચોરો ફેઈમ ) એ પ્રગટ કરેલ ખાસ પોસ્ટને આપના બ્લોગ નિરવ રવે માં રી-બ્લોગ કરી મને શુભેચ્છાઓ પાઠવી આપના મારા પ્રત્યેના સ્નેહનો પરિચય કરાવવા બદલ આપનો ફરી ખુબ આભાર માનું છું.
આજના પ્રતિભાવમાં આપે કવી વિવેક ટેલર નું સરસ પ્રસંગોચિત કાવ્ય શોધીને મુકવા બદલ પણ આપનો આભારી છું.
ડો વિવેક ટેલર નું એક બીજું સોનેટ –કાવ્ય “પંચોતેરમેં વરસે” પણ ખુબ સરસ ભાવવાહી છે. આ રહ્યું એ કાવ્ય-સોનેટ.
(મુક્ત સૉનેટ ~ કટાવ છંદ)
પાન બધાંયે ખરી ગયાં છે,
કાળ તણી ચાબુકના ડરથી જાણે કેવાં ડરી ગયાં છે !
ડાળ બરડ સૌ તરડ-તરડ થઈ ધીમે ધીમે નમી રહી છે,
કેટકેટલી પાનખરો આ રસ્તાઓએ એક પછી એક સતત સહી છે !
ટાઢ-તાપ-વર્ષાની આંધી જરઠ ઝાડને સતત વીતાડે,
નાગો ચહેરો ઊર્મિઓને ક્યાં સંતાડે ?
સાચવ્યા છે કંઈ કંઈ પેઢીના કલરવ કંઈ ટહુકાઓ ને કંઈ માળાને,
ગણિત માંડવા બેસીએ તો માઠું લાગે સરવાળાને.
એક સમયનો હણહણતો હય ભૂલી ગયો છે જીવતરનો લય,
લોહી હજી પણ વહે છે રગમાં, કામ છતાં પણ કરી રહી વય.
બાદ થયા છે હવે પ્રતીક્ષામાંથી પંથી ને પનિહારી, બચ્ચા-કચ્ચા, ઝૂલા આદિ…
રાહ છે એક જ – પવન ફૂંકાશે કબ દખણાદી ?
સહસા વેલી એક ક્યાંકથી ઊગી નીકળી ને પહોંચી ગઈ થડથી લઈને ડાળ સુધી ત્યાં,
કંપ થયો આખી કાયામાં, પાન નામની ફૂટી ઘટના…
(૧૯-૦૯-૨૦૧૩)
http://vmtailor.com/archives/2797
LikeLike
મિત્ર ડો. જગદીશ જોશી તરફથી મળેલ શુંભેચ્છા સંદેશ .
પ્રિય વડીલ વિનોદભાઈ,
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ, ભવિષ્યના વર્ષો ખુબ સુખમય નિવડે તેવી પ્રભુપ્રાર્થના.
આપની પોસ્ટ્માં હૃદયને સ્પર્શી ગયેલી પંક્તિઓ –
પ્રભુને મન થયું એટલે એક દિન ,
એણે બનાવ્યો માનવ મનવાળો.
પડ્યો માનવ, મનના ચકરાવામાં,
ભૂલ્યો પછી એ, મનન, પ્રભુ નામનું .
જન્મદિવસમાં તમારાથી એક દિવસ સીનીયર છું હોં ! (૧૪ જાન્યુઆરી, ૬૭ પુરા કર્યા.)
જયશ્રી કૃષ્ણ
જગદિશ જોશી
LikeLike
પ્રિય ડો.જગદીશભાઈ ,
આપના ભાવ સભર ઈ-મેલ શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર .
આપના ૧૪ મી જાન્યુઆરી ના જન્મ દિવસ નિમિત્તે આપને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ,
અને સુખમય ભવિષ્ય માટે મારી હાર્દિક પ્રભુપ્રાર્થના છે.
વિનોદભાઈ
LikeLike
E-mail message from a old friend from Huoston- Mr & Mrs.Padmakant Khambhati
Padmakant Khambhati To me
Jay Shri Krishna Vinodbhai,
H…..a….p,,,,,p…..y, H……a…..p…..p….y BIRTHDAY , Vinoddbhai
Rama & I wish you enjoy more and more days like today with healthy body and mind health.
Padmakant & Rama .
Thank you Padmakantbhai and Rama Bhabhi -Vinodbhai
LikeLike
સાન ફ્રાંસીસ્કો નિવાસી, સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ એમના બ્લોગ “શબ્દોનું સર્જન ” ની એક ખાસ પોસ્ટમાં મને શુભેચ્છાઓ પાઠવી છે એ બદલ એમનો ખુબ જ આભારી છું.એમના બ્લોગની લીંક .
https://shabdonusarjan.wordpress.com/2015/01/16/%E0%AA%B6%E0%AA%A4%E0%AA%AE-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B6%E0%AA%B0%E0%AA%A6/
એવી જ રીતે મારા મિત્રો શ્રી ગોવિંદભાઈ પટેલ , શ્રી રમેશભાઈ પટેલ અને સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસે પણ એમના
બ્લોગોમાં એક અલગ પોસ્ટ માં મારા જન્મ દિવસ નિમિત્તે જે અને જેવી રીતે ભાવવાહી શુભેચ્છાઓ પાઠવી
પ્રેમ દર્શાવ્યો છે એથી હું ગદગદિત થયો છું . આ સૌ આત્મીય મિત્રોનો હું હાર્દિક આભાર માનું છું.
એથી હું
LikeLike
E-mail message from Shri Dilip Patel , San Diego
Vinoduncle,
Jay Swaminarayan.
Wish you a happy Birthday. I am regular reader of your blog.
I really enjoyed it.
Keep it up. You are doing excellent.
Thanks
Dilipbhai Na Jay Swaminarayan.
LikeLike
Thank you Dilipbhai,
I appreciate your remembering me on my B.D. and taking time to send a nice
encouraging e-mail message.
Vind Uncle
LikeLike
ઈટ ઈઝ નેવર લેટ ‘ટુ રિપેર’ ….બીલેટેડ… “HBDay” Vinodbhai
LikeLike
આપની શુભેચ્છાઓ માટે આપનો ખુબ આભાર લ ‘કાન્તભાઈ
LikeLike
સુરતનાં હાસ્ત લેખિકા સુ,શ્રી કલ્પના દેસાઈનો ઈ-મેલ શુભેચ્છા સંદેશ
Kalpana Desai To Me
Abhinandan ne shubhechchhao.
આભાર ,કલ્પના બેન .. વી.પ.
LikeLike
E-mail message from Shri Uttambhai Gajjar ,Surat
વહાલા વીનોદભાઈ,
તા.૧૫ના તમારા ૭૯મા જન્મદીવસે અમ બન્ને તરફથી તમને અઢળક શુભેચ્છાઓ..
બસ, આમ જ ગમતાંનો ગુલાલ કરતા રહો ને મોકળાશના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ
કરતા રહો..
આ ઉમ્મરે હવે આપણે જોઈએય શું બીજું ? અને આથી બીજી કોઈ
સારી પ્રવૃત્તી હાલ તો બીજી કોઈ નજરે ચડતીયે નથી..
વળી, આ આપણી રસની અને મનગમતી પ્રવૃત્તી છે..
જેમાં તમને તો ખાસ્સો જશ મળ્યો છે.. ધન્યવાદ..
તમારું સ્વાસ્થ્ય ખુબ સરસ રહે એવી અમારી વીશેષ શુભેચ્છા..
વીશ યુ ઓલ ધ બેસ્ટ..
..ઉ.મ..
Uttam & Madhukanta Gajjar, 35-Gurunagar, Varachha Road, SURAT-395006
LikeLike
આદરણીય ઉત્તમભાઈ,
આપના પ્રેરક શુભેચ્છા સંદેશ માટે અપનો ખુબ આભાર
LikeLike
Pingback: ( 638 ) મિત્રો…થેંક યુ ….આભાર …. વિનોદ પટેલ | વિનોદ વિહાર
જાન્યુઆરીમાં જન્મદિનની શુભેચ્છા માર્ચમાં વ્યક્ત થાય? ભલે હું મોડો છું. પણ આજે કહીશ પ્રભુ આપને સ્વાસ્થયુક્ત દિર્ઘાયુષ્ય બક્ષે જેથી વિનોદ વિહારના વિશ્વમાં ફેલાયલા તમામ વાચકોને આપના ઉત્તમ લેખોનો રસાસ્વાદ માણવાનો લાભ મળતો જ રહે. જન્મ અને મૃત્યુ વચ્ચે મળતો સમય, માનવ જીંદગી એ ઈશ્વરની ભેટ છે. સમય લાંબો ટૂંકો હોય એ અંગત પ્રારબ્ધની વાત છે. રંગુનથી પ્રગટેલી આપની જીવનગંગા સાન્ડિયેગોમાં ગંગા સાગર બની સ્થિર થઈ. અને વિનોદ વિહારદ્વારા ગુજરાતી વાચકો માટે વિશ્વભરમાં ફેલાઈ. નિત નિત નવું વાંચન મળતું રહે એ માટે આપનું સ્વાસ્થ્ય જરૂરી છ્રે. બસ પ્રભુ પ્રાર્થના કે આપ તંદુરસ્ત રહો; અને પ્રેરણા દાયક વાંચન પીરસતા રહો.
LikeLike
પ્રિય પ્રવીણભાઈ ,
આપની હૃદયમાંથી નીકળેલ પ્રેમસભર શુભ કામનાઓ માટે આપનો ખુબ ખુબ આભાર
ભારતની ભૂમિમાં જન્મ લઈને ત્યાં કારકિર્દી બનાવી પાછલી જિંદગી અમેરિકામાં નિવૃતિની પ્રવૃત્તિ તરીકે યથા શક્તિ સાહિત્ય સર્જન કરી વિતાવી રહેલ આપના જેવા પ્રવૃત્તિશીલ પ્રેમાળ મિત્રોનો પ્રેમ જ મને પ્રોત્સાહિત કરતો રહે છે . એ બધાંનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
LikeLiked by 1 person
સ્નેહી વિનોદભાઈ, આજે પ્રવીણકુમારની મહેરબાની થી આપનું જીવન કવન વાંચ્યુ. તમે જીવનમાં ઘણી તડકી છાંયડી જોઈ છે,અને હાર્યા સિવાય તમે સુંદર રીતે જીવો છો. એમાંથી મારે–દરેકે ઘણું શીખવાનું છે.
હરનિશ ના સ્નેહવંદન.
LikeLiked by 1 person
પ્રિય હરનીશભાઈ ,
આપની શુભ લાગણીઓ માટે આપનો ખુબ આભાર.
ત્રણ ત્રણ બાય પાસ સર્જરી પછી પણ હંમેશાં હસતા અને હસાવતા તમારા જેવા હસમુખા હાસ્ય લેખક પાસેથી
મારે ઘણું શીખવાનું છે. તમારા હાસ્ય લેખો વાંચવા એ મારે મન મોટો લ્હાવો છે.દુખીઓનું દુખ ભૂલાવવાની
તાકાત રાખે એવા સત્વશીલ હાસ્ય સાહિત્ય સર્જકને અભિનંદન અને શુભેચ્છાઓ.
LikeLike
Pingback: ( 837) ૮૦ મા જન્મદિને એક નવું પ્રસ્થાન-વાર્તાઓ અને ચિંતન લેખોના ઈ-પુસ્તકોનું વિમોચન | વિનોદ વિહાર
મુરબ્બી શ્રી વિનોદભાઇ,
જન્મ દિનથી શરૂ થતા આપના અગામી વર્ષો માટે ખુબ ખુબ શુભકામના.આપનું જીવન પ્રેરણાદાયી છે. એકલતામાં અનુભવાતા એકાકીપણાને વળોટીને આપના સર્જનનો પરિચય આપે કરાવ્યો છે….. અભિનંદન
LikeLike
Pingback: ( 1001 ) અમદાવાદની ઉત્તરાણ /વાસી ઉતરાણ – જન્મ દિવસનાં સંસ્મરણો | વિનોદ વિહાર