વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 30, 2015

( 645 ) દીકરીની વિદાય વેળાએ .. અછાંદસ કાવ્ય રચના ….. વિનોદ પટેલ

વિ.વિ.ની “દીકરી બચાઓ, દીકરી પઢાઓ” વિશેની પોસ્ટ નમ્બર 643 ના અનુસંધાન રૂપે આજની પોસ્ટમાં મારી એક તાજી અછાંદસ કાવ્ય રચના “દીકરીની વિદાય વેળાએ “ પ્રસ્તુત છે.

આ કાવ્યમાં પોતાની વ્હાલી દીકરીને પિયરગૃહે થી સ્વસુરગૃહે જવા માટે વિદાય કરતા એક પિતાના મનોભાવોને રજુ  કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે આપને એ ગમશે.

વિનોદ પટેલ 

kanya vidaay-

 ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ 

દીકરીની વિદાય વેળાએ .. 

ઘેર દીકરી અવતરી,હરખાયા,

સૌએ કહ્યું,ઘરમાં લક્ષ્મી આવી.

જોઇને હૈયું ઠારતી ,ખેલતી,કુદતી,

ભણી ,ગણી,ડાહી બની,

વરસાદમાં વેલી વધે, એમ વધતી,

ખબર પણ ના પડી, એમ એક દિન ,

 ઢીંગલી મારી ,બાલિકામાંથી,

લગ્ન લાયક કન્યા બની ગઈ !

બરાબર યાદ છે એ દિવસો, મને જ્યારે,

થાવા લાગી હતી એના લગ્નની ચિંતાઓ,

અમે જ હર્ષથી છપાવી અને વહેંચી હતી ,

દીકરીના ઘડિયાં લગ્નની કંકોતરીઓ ,

અને એમ છતાં ,

કન્યા વિદાયની એ વસમી વેળાએ,

ક્યાં અદ્રશ્ય થઇ ગયો હતો, લગ્નનો એ હર્ષ ?

દુઃખનાં વાદળ કેમ ઉમટી આવ્યાં હતાં ?

બે આંખોમાં આંસુ બની કેમ વરસી રહ્યાં હતાં ?

હતી જે અમારી આંખોનો ઉજાસ,

એ વ્હાલી અમારી દીકરી, આ વેળા પછી,

શું અમારી આંખોથી ઓજલ થઇ જવાની ?

દુખી દિલ મારું ફરી ફરી કેમ ભીખી રહ્યું હતું ?

દીકરી તું કેમ જાય, થોડું વધુ રોકાઈ ના જા ?

થાપણ હતી મારી , શું હવે એ પારકી બની ગઈ ?

વિનોદ પટેલ,  1-26-2015