વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 645 ) દીકરીની વિદાય વેળાએ .. અછાંદસ કાવ્ય રચના ….. વિનોદ પટેલ

વિ.વિ.ની “દીકરી બચાઓ, દીકરી પઢાઓ” વિશેની પોસ્ટ નમ્બર 643 ના અનુસંધાન રૂપે આજની પોસ્ટમાં મારી એક તાજી અછાંદસ કાવ્ય રચના “દીકરીની વિદાય વેળાએ “ પ્રસ્તુત છે.

આ કાવ્યમાં પોતાની વ્હાલી દીકરીને પિયરગૃહે થી સ્વસુરગૃહે જવા માટે વિદાય કરતા એક પિતાના મનોભાવોને રજુ  કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે આપને એ ગમશે.

વિનોદ પટેલ 

kanya vidaay-

 ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ 

દીકરીની વિદાય વેળાએ .. 

ઘેર દીકરી અવતરી,હરખાયા,

સૌએ કહ્યું,ઘરમાં લક્ષ્મી આવી.

જોઇને હૈયું ઠારતી ,ખેલતી,કુદતી,

ભણી ,ગણી,ડાહી બની,

વરસાદમાં વેલી વધે, એમ વધતી,

ખબર પણ ના પડી, એમ એક દિન ,

 ઢીંગલી મારી ,બાલિકામાંથી,

લગ્ન લાયક કન્યા બની ગઈ !

બરાબર યાદ છે એ દિવસો, મને જ્યારે,

થાવા લાગી હતી એના લગ્નની ચિંતાઓ,

અમે જ હર્ષથી છપાવી અને વહેંચી હતી ,

દીકરીના ઘડિયાં લગ્નની કંકોતરીઓ ,

અને એમ છતાં ,

કન્યા વિદાયની એ વસમી વેળાએ,

ક્યાં અદ્રશ્ય થઇ ગયો હતો, લગ્નનો એ હર્ષ ?

દુઃખનાં વાદળ કેમ ઉમટી આવ્યાં હતાં ?

બે આંખોમાં આંસુ બની કેમ વરસી રહ્યાં હતાં ?

હતી જે અમારી આંખોનો ઉજાસ,

એ વ્હાલી અમારી દીકરી, આ વેળા પછી,

શું અમારી આંખોથી ઓજલ થઇ જવાની ?

દુખી દિલ મારું ફરી ફરી કેમ ભીખી રહ્યું હતું ?

દીકરી તું કેમ જાય, થોડું વધુ રોકાઈ ના જા ?

થાપણ હતી મારી , શું હવે એ પારકી બની ગઈ ?

વિનોદ પટેલ,  1-26-2015

2 responses to “( 645 ) દીકરીની વિદાય વેળાએ .. અછાંદસ કાવ્ય રચના ….. વિનોદ પટેલ

 1. chandravadan જાન્યુઆરી 31, 2015 પર 3:43 પી એમ(PM)

  એ વ્હાલી અમારી દીકરી, આ વેળા પછી,

  શું અમારી આંખોથી ઓજલ થઇ જવાની ?

  દુખી દિલ મારું ફરી ફરી કેમ ભીખી રહ્યું હતું ?

  દીકરી તું કેમ જાય, થોડું વધુ રોકાઈ ના જા ?

  થાપણ હતી મારી , શું હવે એ પારકી બની ગઈ ?
  Saras Rachana…and these lines touching….A strong hearted Father has tears as he says Goodbye to his Daughter !
  Chandravadan
  http://www.chandrpukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

 2. aataawaani જાન્યુઆરી 31, 2015 પર 9:12 પી એમ(PM)

  પ્રિય વિનોદ ભાઈ મને તો કોકની દીકરી સાસરે જતી હું જોઉં છું અને દીકરીની આંખમાં આંસુ જોઉં છું તો મને મારી આંખમાં આંસુ આવી જાય છે .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: