વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 8, 2015

( 650 ) અંધારા ભેદાઈ ગયા…..ને !……/ દેશ રે જોયા, દાદા, પરદેશ જોયા ! …. શ્રી મધુરમ્ મેકવાન

ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક અને વાર્તાકાર સ્વ. જોસેફ મેકવાનના નામથી કોઈ સાહિત્ય રસિક વ્યક્તિ અજાણ નહી હોય.

તેઓ ધર્મે કેથોલિક ખ્રિસ્તી હતા. એમના પુત્ર શ્રી મધુરમ મેકવાન કેનેડામાં જઈને ત્યાં સ્થાયી થયા છે.કેનેડામાં દર નાતાલ વખતે એમને એમના પિતાની સ્મૃતિઓ તાજી થાય છે. પિતા પુત્રને વતનમાંથી દર નાતાલે પત્ર લખતા હતા .

પિતા અને પુત્ર ના મધુર સંબંધોનું મનને ચોંટી જાય એવું ચિત્રણ કરતો શ્રી મધુરમ મેકવાન નો લેખ અંધારા ભેદાઈ ગયા…..ને !.અને પરદેશમાં આવીને વસેલા ડાયસ્પોરાના હૃદયની અકથિત સંવેદનાઓને આબેહુબ રજુ કરતો બીજો લેખ દેશ રે જોયા, દાદા, પરદેશ જોયા ! મને ગમતાં લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.

મને આશા છે આ બે પ્રેરણાદાયી અને રસસ્પદ લેખો આપને પણ એ ગમશે.

અંધારા ભેદાઈ ગયા…..ને ! લેખના અંતે એમણે એમના પ્રિય પિતાના જીવનનો છેલ્લો પત્ર મુક્યો છે જે હૃદય સ્પર્શી છે.

Last letter” બેટા મધુ,

પોતાને સાચું સમજાઈ રહ્યું છે એવું માનવા છતાં પણ, માણસ સત્યને અનુસરે નહીં એ સૌથી મોટી કમનસીબી, એ સ્વીકારે નહિ એ જાત સાથેની છેતરપિંડી અને એ પ્રમાણે જીવે નહીં એ કાયરતા છે.

આવી આત્મવંચના વચ્ચે જીવવું એના કરતા માંહ્યલો કહે એમ મરી મીટવું એ જ જિંદગી જીવ્યાનો હરખ છે. ઇસુજન્મ નિમિત્તે ઈસાઈ હોવાનો જો તું ગર્વ અનુભવતો હોય તો ઇસુપણું ઉજવજે…….નાતાલ નહિ.” ..

..લીખીતન બાપુ, ઇસુજયંતી, ૨૦૦૮.

જીવનનો છેલ્લો નાતાલપત્ર હતો તેમનો સત્યનો મર્મ સમઝાવતો અને શુભેચ્છાઓ પણ, નાતાલનો મર્મ સમઝાવતી !

આ વખતે નાતાલની ઢગલો પોસ્ટ આવી છે ખાલી બાપુનો કાગળ જ નથી આવ્યો એમાં.

મધુરમ મેકવાન.
૨૦, ડિસેમ્બર, શુક્રવારની મધ્યરાત્રી,
સમય બાર વાગીને બે મિનીટ,ઇસ્વીસન ૨૦૧૩.
બ્રામ્પટન, કેનેડા.

શ્રી મધુરમ મેકવાન ના બ્લોગ ભવાટવિ માં આ આખો પ્રેરક લેખ વાચવા માટે આ લીંક ઉપર ક્લિક કરો. 

==========================================શ્રી મધુરમ્ મેકવાન

શ્રી મધુરમ્ મેકવાન

દેશ રે જોયા, દાદા, પરદેશ જોયા ! …. શ્રી મધુરમ્ મેકવાન

મૂળ ભારતીય ગુજરાતી પણ હાલ ઇન્ડો-કેનેડિયન શ્રી મધુરમ્ જોસેફ મેકવાન નો એક બીજો આવો જ રસસ્પદ લેખ “દેશ રે જોયા, દાદા, પરદેશ જોયા ! ” પણ મનનીય છે.

પરદેશમાં આવીને વસેલા ભારતીય ડાયસ્પોરાના હૃદયની અકથિત સંવેદનાઓને આબેહુબ રજુ કરતો આ લેખ પણ તમને ગમશે .

લેખ વાંચવા નીચે ક્લિક કરો. 

દેશ રે જોયા ,દાદા, પરદેશ જોયા ….શ્રી મધુરમ મેકવાન  

શ્રી મધુરમ્ મેકવાનના બ્લોગનું નામ ‘ભવાટવિ’ પણ કેટલું સૂચક છે ! આ બ્લોગમાં પરદેશની ‘ભવાટવિ’ માં ભૂલા પડેલા ગુજરાતી ડાયસ્પોરાની સમસ્યાઓ, સંઘર્ષો, પુનર્વસન માટેના પ્રયત્નો જેવી અનેક બાબતોનું એમણે કરેલું નિરૂપણ તમને જોવા મળશે.

===================

આભાર- શ્રી મધુરમ્ મેકવાન, શ્રી વિપુલ કલ્યાણી- ઓપીનીયન