વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 653 ) પ્રેમનું .. પ્રેમીઓનું .. પર્વ…… વેલેન્ટાઇન્સ ડે

ફેબ્રુઆરીની ૧૪મી એટલે પ્રેમીઓ માટે પ્રેમની અભિવ્યક્તિનું પર્વ –વેલેન્ટાઇન્સ ડે

આમ જોવા જાઓ તો ફેબ્રુઆરી મહિનો એટલે જ જાણે કે પ્રેમની મોસમ ,

વસંત અને વેલેન્ટાઈન ડે બંને ફેબ્રુઆરીમાં જ આવે એટલે વેલેન્ટાઈન ડે

એ વસંતપંચમીનું જ એક બીજું સ્વરૂપ છે.

આ ઋતુમાં તમને પ્રકૃતિમાં બધે પ્રેમ છલકાતો જ દેખાય.વસંત એટલે સૃષ્ટિનું

યૌવન અને યૌવન એટલે જીવનની વસંત .

વસંતનાં વધામણાં થતાંની સાથે પ્રકૃતિ નવ પલ્લીત થાય છે. પ્રકૃતિમાં નવી

માદકતા આવે છે.એવું જ વેલેન્ટાઇન ઉપર યુવાન હૈયાંઓમાં બને  છે. 

વેલેન્ટાઈન ડે એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અનેક રીતે પ્રેમની લાગણીઓને

અભિવ્યક્ત કરવાનો,ઈઝહાર કરવાનો, દિવસ .

પ્રેમનાં અનેક સ્વરૂપો છે. આ ભાવને વ્યક્ત કરતી મારી એક કાવ્ય રચના

“પ્રેમશું છે ?” નીચે પ્રસ્તુત છે.

Two Doves love

 પ્રેમ શું છે ? … વિનોદ પટેલ 

પ્રેમ ખરેખર શુ છે એ બહું ગહન સવાલ છે,

પ્રેમ કહેવાની નહી, પણ અનુભૂતિની ચીજ છે,

પ્રેમમાં પડવાનું નહી પણ ઊભા થવાનું હોય છે,

પતંગની જેમ ઉંચે ગગનમાં ઉડવાનું હોય છે,

મનુષ્યના મનને ગમતી એક ઉત્તમ લાગણી છે,

બધાજ દર્દોની પ્રેમ એક અકસીર દવા છે,

પ્રેમનું બંધન એ એક મન ગમતું બંધન છે,

પ્રેમ અનેક સ્વરૂપે સર્વત્ર વિહરતો હોય છે,

મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે,

પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે,

પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે,

દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે,

સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે,

ચલચિત્રોમાંનો પ્રેમ એક બનાવટી પ્રેમ છે,

લયલા-મજનું ને શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે,

તિરસ્કાર નહીં પણ પ્રેમ જ એક સત્ય છે,

પ્રેમ આંધળો હોય છે એમ લોકોમાં કહેવાય છે,

પ્રેમાંધ સંત તુલસી સાપને રસ્સી માની છેતરાય છે,

બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે,

મોહન ઘેલી મીરાનો પ્રેમ કેવો અદભૂત છે!

વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે,

રામ-પ્રેમ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર અર્પે છે,

જેમ રસોઈમાં નમક એમ જીવનમાં પ્રેમ છે,

પ્રેમ જેણે કર્યો નથી, એનું જીવન બેકાર છે,

પ્રેમ વિનાનું કોઈનું જીવન ક્લ્પવું મુશ્કેલ છે .

વિનોદ પટેલ , સાન ડિયેગો 

====================

પ્રેમ એટલે કે….. પ્રેમ……ઈ-બુક 

PREM ETLE PREM

સૌજન્ય- શબ્દોનું સર્જન 

 ઇન્ડીયન કોમ્યુનીટી સેન્ટર ,મિલ્પીટાસ, “બેઠક ” નાં સંચાલિકા  શ્રીમતી પ્રજ્ઞા દાદભાવાળાએ એક  સહિયારું સર્જન “પ્રેમ એટલે …કે પ્રેમ”ઈ-બુક (જેમાં મારી ઉપરની કાવ્ય રચના પણ છે) સંપાદિત કર્યું છે. એમાં પ્રેમ વિષેની રસસ્પદ સાહિત્ય સામગ્રી  વાંચવા મળે છે.

 આ ઈ-બુક વાંચવા અહીં ક્લિક કરો. 

પ્રેમ ઉપર સ્વ-રચિત હાઈકુ રચનાઓ 

પાવક જ્વાળા

પ્રેમ પંથ કહેવાય

મીરાંએ જાણ્યો

——–

પ્રેમનો વ્યાપ

એનો પ્રભાવ,દિશે

સર્વ દિશાએ 

——–

પ્રેમ નથી તો

જીવન બને ખારું

દિશે અંધારું

——–

પ્રેમ એ તો છે

પ્રભુની અણમોલ

એક બક્ષિસ

——

યુવા દિલોની

ધડકન એટલે

વેલેન્ટાઇન

વિનોદ પટેલ

આજ વેલેન્ટાઈન ડે ના દિવસે સૌને વિનોદ વિહાર

તરફથી પ્રેમ ભર્યા નમસ્કાર અને 

 સૌ પ્રેમીજનોને હેપ્પી વેલેન્ટાઇન્સ ડે

Love -rvishankar

Love-key bord

4 responses to “( 653 ) પ્રેમનું .. પ્રેમીઓનું .. પર્વ…… વેલેન્ટાઇન્સ ડે

 1. તુષાર મણીયાર July 1, 2015 at 9:03 AM

  આદીકાળથી માનવી પ્રેમ કરતો આવ્યો છે. પ્રેમ થકી જ જીવતો રહ્યો છે, છતાં પ્રેમના સાચા સ્વરૂપને સમજી શક્યો નથી. માનવી પ્રેમ પાછળ પ્રેમના સાચા સ્વરૂપને સમજ્યા વગર જ અંધ બની ગયો છે. શું માનવી ખરેખર પ્રેમ પાછળ અંધ છે ખરો?

  આ પ્રશ્નનો ઉત્તર આપવો અને સમજાવો ખરેખર મુશ્કેલ છે.

  પ્રેમ કરનાર વ્યક્તિ પ્રેમ પામનાર પણ છે. પ્રેમ પામવાની ક્રીયા બીજી કોઈ પણ ક્રીયા કરતા વધુ સહજ છે. છતાં પ્રેમ કદી કોઈ વ્યક્તિને સંપૂર્ણપણે ગ્રસી લેતો નથી. પ્રેમમાં પડ્યા પછી પ્રેમ કે પ્રેમી પાછળ પાગલ બની ફના થઈ જનાર વ્યક્તિના પ્રેમમાં મૂળભુત ઘટકોનો અભાવ હોય છે. પ્રેમ કદી માનવીના વ્યક્તિત્વને ઈજા પહોંચાડતો નથી, પરંતુ માનવીના વિકાસને વેગ આપે છે. બે માનવી વચ્ચે હંમેશા માધુર્ય રહે જ ઍવુ પણ નથી. બંને વચ્ચે કડવાશ પણ જન્મે, ઘર્ષણ પણ ઉત્પન થાય. છતાં પ્રેમ બધા પર વિજય મેળવી સતત ધબકતો રહે છે. પ્રેમને લીધે જ સંબંધ મજબૂત બને છે.

  ખરેખર પ્રેમ અંધ નથી. છતાં કેટલીક બાબતો કે જેના પ્રત્યે અંધ હોવુ આવશ્યક છે તે બાબતો પ્રત્યે અંધ હોવુ જરૂરી પણ છે.

 2. dee35(USA) February 14, 2015 at 9:00 AM

  આપને અને સર્વેને હેપી વેલેન્ટાઈન્સ ડે.

  • Vinod R. Patel February 14, 2015 at 8:51 AM

   શ્રી સુરેશભાઈ, આભાર,
   આ ત્રણ સુંદર રંગબેરંગી ફૂલો મૂકી તમોએ કશું શબ્દોમાં નાં કહીને પણ ભાવાત્મક રીતે ઘણું બધું કહી દીધું !
   આપને હેપ્પી વેલેન્ટાઈન્સ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: