વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 654 ) ઝાડું આજે શું કહે છે ?….અછાંદસ …વિનોદ પટેલ

ઝાડું આજે શું કહે છે ?….અછાંદસ …વિનોદ પટેલ 

આજકાલ હું બહુ જ, બહુ જ ખુશમાં છું ,

જ્યાં જુઓ ત્યાં હું જ હું દેખાઉં છું,

મારી આબરૂમાં થયેલો વધારો જોઈ,

મનમાં આજે ખુબ જ મલકાઉ છું.

હડધુત થયું હતું હું જમાનાઓથી,

મારી જાતને ગંદી કરી બધું સ્વચ્છ કરતું એમ છતાં,

અસ્પૃશ્યો સાથે હું પણ અસ્પૃશ્ય બન્યું હતું !

મારું સ્થાન ઘરના એવા ખૂણામાં હતું ,

જયાં કોઈની નજર પણ કદી પડે નહી.

ખુબ જ દુખી હતું આવા હીન માનવ વર્તાવથી.

મારી ખરી કિંમત શું છે એ સૌએ ત્યારે જાણી,

જ્યારે ગાંધી જયંતીએ , દેશના વડા પ્રધાને,

મને હાથમાં પકડ્યું ,અન્યોને પકડાવ્યુ અને ,

સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું  ત્યારે .

એક દિવસે તો મારા ભાવ આસમાને ચડી ગયા ,

જ્યારે આમ આદમી પાર્ટીનું હું ચુનાવ ચિન્હ બન્યું ,

ઘર ઘર મારા ફોટા, નેતાઓના હાથમાં રમી થયું ,

સદા ખૂણામાં પડી રહેતું એ બજારમાં ઘૂમી રહ્યું,

મારા નિશાન બળે તો વિજય પતાકા લહેરાઈ ,

આમ આદમી પક્ષના પાંચ વર્ષના,

રાજ વહીવટનું હું નિમિત બની શક્યું .

આજકાલ હું બહુ ખુશ છું, ગર્વિષ્ટ પણ છું,

લોક સમુહે જ્યારે મારી ખરી કિંમત જાણી છે,

જ્માનાઓથી થતો અન્યાય હવે દુર થયો છે .

ઝાડું ભલે રહ્યું ,પણ કામનું છું ,અરે કીમતી છું ,

માટે હાથ જોડી અરજ કરું છું,

મહેરબાની કરી મને હવે ફરી કદી તિરસ્કૃત કરશો નહિ.

દુનિયામાં કોઈ ઉચ્ચ નથી ,કોઈ નીચ નથી ,

સમય આવ્યે, દરેકની કિંમત થતી વર્તાય છે .  

વિનોદ પટેલ, 2-15-2015 

 

 

8 responses to “( 654 ) ઝાડું આજે શું કહે છે ?….અછાંદસ …વિનોદ પટેલ

 1. chandravadan February 17, 2015 at 9:31 AM

  ઝાડું ભલે રહ્યું ,પણ કામનું છું ,અરે કીમતી છું ,

  માટે હાથ જોડી અરજ કરું છું,

  મહેરબાની કરી મને હવે ફરી કદી તિરસ્કૃત કરશો નહિ.

  દુનિયામાં કોઈ ઉચ્ચ નથી ,કોઈ નીચ નથી ,

  સમય આવ્યે, દરેકની કિંમત થતી વર્તાય છે .

  વિનોદ પટેલ, 2-15-2015
  SARAS !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

 2. hansvahini February 17, 2015 at 8:21 AM

  વિનોદભાઇ, સુંદર રચના છે.

 3. Pragnaji February 16, 2015 at 7:01 PM

  very well said.સરસ વાત કાવ્યરૂપે.,

  આજકાલ હું બહુ જ, બહુ જ ખુશમાં છું ,
  જ્યાં જુઓ ત્યાં હું જ હું દેખાઉં છું,
  આજકાલ હું બહુ ખુશ છું, ગર્વિષ્ટ પણ છું,
  લોક સમુહે જ્યારે મારી ખરી કિંમત જાણી છે,
  મારું સ્થાન ઘરના એવા ખૂણામાં હતું ,
  જયાં કોઈની નજર પણ કદી પડે નહી.
  ખુબ જ દુખી હતું આવા હીન માનવ વર્તાવથી.
  મારી ખરી કિંમત શું છે એ સૌએ ત્યારે જાણી
  મારી આબરૂમાં થયેલો વધારો જોઈ,
  મનમાં આજે ખુબ જ મલકાઉ છું.
  દુનિયામાં કોઈ ઉચ્ચ નથી ,કોઈ નીચ નથી ,
  સમય આવ્યે, દરેકની કિંમત થતી વર્તાય છે.
  just read with different angles

 4. aataawaani February 16, 2015 at 5:48 PM

  वाह विनोदभाई पटेल आपने खूब कही आपका अछांदस बराबर था सचोट था धन्यवाद

 5. P.K.Davda February 16, 2015 at 5:36 PM

  Vah Vinodbhai, very well said.

 6. pravinshastri February 15, 2015 at 4:33 PM

  વિનોદભાઈ સરસ વાત કાવ્યરૂપે. આભાર સહિત રિબ્લોગ કરું છું. સ્વસ્થ થવાના પ્રયાસો ચાલુ જ છે. થોડો સમય લાગશે પણ બધું થાળે પડી જશે. આપના આશિષ અને શુભેચ્છા હંમેશા ફળ્યા છે.

 7. Mr.Pravinchandra P. Shah USA February 15, 2015 at 3:11 PM

  A fine piece reflective of all present scenario with coverage of all happening around us portraying national compaign

 8. dee35(USA) February 15, 2015 at 12:29 PM

  ઝાડુના માનપાન વધી ગયાં! સમય સમયને માન છે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: