વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 654 ) ઝાડું આજે શું કહે છે ?….અછાંદસ …વિનોદ પટેલ

ઝાડું આજે શું કહે છે ?….અછાંદસ …વિનોદ પટેલ 

આજકાલ હું બહુ જ, બહુ જ ખુશમાં છું ,

જ્યાં જુઓ ત્યાં હું જ હું દેખાઉં છું,

મારી આબરૂમાં થયેલો વધારો જોઈ,

મનમાં આજે ખુબ જ મલકાઉ છું.

હડધુત થયું હતું હું જમાનાઓથી,

મારી જાતને ગંદી કરી બધું સ્વચ્છ કરતું એમ છતાં,

અસ્પૃશ્યો સાથે હું પણ અસ્પૃશ્ય બન્યું હતું !

મારું સ્થાન ઘરના એવા ખૂણામાં હતું ,

જયાં કોઈની નજર પણ કદી પડે નહી.

ખુબ જ દુખી હતું આવા હીન માનવ વર્તાવથી.

મારી ખરી કિંમત શું છે એ સૌએ ત્યારે જાણી,

જ્યારે ગાંધી જયંતીએ , દેશના વડા પ્રધાને,

મને હાથમાં પકડ્યું ,અન્યોને પકડાવ્યુ અને ,

સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું  ત્યારે .

એક દિવસે તો મારા ભાવ આસમાને ચડી ગયા ,

જ્યારે આમ આદમી પાર્ટીનું હું ચુનાવ ચિન્હ બન્યું ,

ઘર ઘર મારા ફોટા, નેતાઓના હાથમાં રમી થયું ,

સદા ખૂણામાં પડી રહેતું એ બજારમાં ઘૂમી રહ્યું,

મારા નિશાન બળે તો વિજય પતાકા લહેરાઈ ,

આમ આદમી પક્ષના પાંચ વર્ષના,

રાજ વહીવટનું હું નિમિત બની શક્યું .

આજકાલ હું બહુ ખુશ છું, ગર્વિષ્ટ પણ છું,

લોક સમુહે જ્યારે મારી ખરી કિંમત જાણી છે,

જ્માનાઓથી થતો અન્યાય હવે દુર થયો છે .

ઝાડું ભલે રહ્યું ,પણ કામનું છું ,અરે કીમતી છું ,

માટે હાથ જોડી અરજ કરું છું,

મહેરબાની કરી મને હવે ફરી કદી તિરસ્કૃત કરશો નહિ.

દુનિયામાં કોઈ ઉચ્ચ નથી ,કોઈ નીચ નથી ,

સમય આવ્યે, દરેકની કિંમત થતી વર્તાય છે .  

વિનોદ પટેલ, 2-15-2015 

 

 

8 responses to “( 654 ) ઝાડું આજે શું કહે છે ?….અછાંદસ …વિનોદ પટેલ

  1. dee35(USA) ફેબ્રુવારી 15, 2015 પર 12:29 પી એમ(PM)

    ઝાડુના માનપાન વધી ગયાં! સમય સમયને માન છે!

    Like

  2. Mr.Pravinchandra P. Shah USA ફેબ્રુવારી 15, 2015 પર 3:11 પી એમ(PM)

    A fine piece reflective of all present scenario with coverage of all happening around us portraying national compaign

    Like

  3. pravinshastri ફેબ્રુવારી 15, 2015 પર 4:33 પી એમ(PM)

    વિનોદભાઈ સરસ વાત કાવ્યરૂપે. આભાર સહિત રિબ્લોગ કરું છું. સ્વસ્થ થવાના પ્રયાસો ચાલુ જ છે. થોડો સમય લાગશે પણ બધું થાળે પડી જશે. આપના આશિષ અને શુભેચ્છા હંમેશા ફળ્યા છે.

    Like

  4. aataawaani ફેબ્રુવારી 16, 2015 પર 5:48 પી એમ(PM)

    वाह विनोदभाई पटेल आपने खूब कही आपका अछांदस बराबर था सचोट था धन्यवाद

    Like

  5. Pragnaji ફેબ્રુવારી 16, 2015 પર 7:01 પી એમ(PM)

    very well said.સરસ વાત કાવ્યરૂપે.,

    આજકાલ હું બહુ જ, બહુ જ ખુશમાં છું ,
    જ્યાં જુઓ ત્યાં હું જ હું દેખાઉં છું,
    આજકાલ હું બહુ ખુશ છું, ગર્વિષ્ટ પણ છું,
    લોક સમુહે જ્યારે મારી ખરી કિંમત જાણી છે,
    મારું સ્થાન ઘરના એવા ખૂણામાં હતું ,
    જયાં કોઈની નજર પણ કદી પડે નહી.
    ખુબ જ દુખી હતું આવા હીન માનવ વર્તાવથી.
    મારી ખરી કિંમત શું છે એ સૌએ ત્યારે જાણી
    મારી આબરૂમાં થયેલો વધારો જોઈ,
    મનમાં આજે ખુબ જ મલકાઉ છું.
    દુનિયામાં કોઈ ઉચ્ચ નથી ,કોઈ નીચ નથી ,
    સમય આવ્યે, દરેકની કિંમત થતી વર્તાય છે.
    just read with different angles

    Like

  6. hansvahini ફેબ્રુવારી 17, 2015 પર 8:21 એ એમ (AM)

    વિનોદભાઇ, સુંદર રચના છે.

    Like

  7. chandravadan ફેબ્રુવારી 17, 2015 પર 9:31 એ એમ (AM)

    ઝાડું ભલે રહ્યું ,પણ કામનું છું ,અરે કીમતી છું ,

    માટે હાથ જોડી અરજ કરું છું,

    મહેરબાની કરી મને હવે ફરી કદી તિરસ્કૃત કરશો નહિ.

    દુનિયામાં કોઈ ઉચ્ચ નથી ,કોઈ નીચ નથી ,

    સમય આવ્યે, દરેકની કિંમત થતી વર્તાય છે .

    વિનોદ પટેલ, 2-15-2015
    SARAS !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.