વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 655 ) બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

 હાસ્ય વેરી રહેલ એક નિર્દોષ કુમળા બાળકને હાથમાં પકડીને એવું જ નિર્દોષ હાસ્ય વેરી રહેલ યુગ પુરુષ મહાત્મા ગાંધીના નીચેના ચિત્રને જોઇને જે અછાંદસ કાવ્ય રચના પ્રગટી એ આ પોસ્ટમાં પ્રસ્તુત છે.- વિનોદ પટેલ 

Take time to laugh

  બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

દેશની આઝાદીની ચિંતાઓમાં ડૂબેલો આ ડોસો,

જુઓ કેવો બાળક શુ હાસ્ય વેરી રહ્યો છે !

ધન્ય થઇ ગયું આ હસતું ફૂલ કુમળું બાળક,

બોખા મુખે હસતા બાળક-બાપુના પાવન હાથોમાં.

અનેક વ્યસ્તતાઓના ઢેર વચ્ચે  ,હસવા માટે ,

આ મહાત્મા એનો સમય કેવો ફાળવી રહ્યો છે !

કહ્યું હતું આ રાષ્ટ્ર પિતાએ એક વાર કે,

જીવનમાં મારા હાસ્ય પ્રકૃતિ ના હોત તો,

ક્યારનો થઇ ગયો હોત હું એક પાગલ શો .

ઘણું ય છે શીખવાનું છે ,આ યુગપુરુષ પાસેથી ,

એની સાથે હાસ્યનું મહત્વ પણ શીખી લઈએ,

હાસ્ય તો છે જીવન મશીનરીનું એક પીંજણ,

વિના હાસ્ય જીવન ખોટવાઈ જવાનો છે સંભવ,

વિપદાઓ,વ્યસ્તતાઓ વચ્ચે પણ, સમય કાઢી,

હસતા રહી, હસાવતા રહેવાનો કરી લો સંકલ્પ.

વિનોદ પટેલ

 Life- laugh

સૌજન્ય- ફેસ બુક પેજ  

 

 

5 responses to “( 655 ) બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

 1. chandravadan February 18, 2015 at 9:26 AM

  હસતા રહી, હસાવતા રહેવાનો કરી લો સંકલ્પ.

  વિનોદ પટેલ
  AND then….
  Vinod R. Patel February 17, 2015 at 2:58 PM
  ઉમેરો –સંકલ્પ સાથે એનો અમલ પણ જરૂરી , માત્ર સંકલ્પ શું કામનો ? .
  Thus the FULL MESSAGE.
  Liked the Kavya Post !
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

 2. aataawaani February 18, 2015 at 9:15 AM

  પ્રિય વિનોદ ભાઈ
  તમારી અછાંદસ કવિતામાં તમે સારો ભાવ દર્શાવ્યો છે . બાપુના આ હાસ્ય જેવું નિખાલસ હાસ્ય ભાગ્યેજ જોવા મળે એમ છે

 3. SARYU PARIKH February 18, 2015 at 6:50 AM

  સ્નેહ, શાંતિ અને ઉત્સાહ સ્વભાવ સાથે વણાયેલા હોય તેનું હાસ્ય સહજ હોય છે, તેને માટે સમય કાઢવો પડતો નથી.
  વિનોદભાઈએ અંતરની મીઠાશના સંકર્પમાં રહેવાનું યાદ કરાવ્યું. આનંદ સાથ….સરયૂ

 4. સુરેશ February 17, 2015 at 1:07 PM

  હસતા રહી, હસાવતા રહેવાનો કરી લો સંકલ્પ.
  લો કર્યો !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: