વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 658 ) આનું નામ ગુજરાતી ! – મોદી સુટની વાત … અછાંદસ …. વિનોદ પટેલ

મોદીના સુટની વાત ….અને એક અછાંદસ .

વડા પ્રધાન મોદીનો બહુ વખણાયેલો અને રૂપિયા 10 લાખનો ગણાવાતો સુટ સુરતના સાયન્સ સેન્ટરમાં એમને ભેટ સોગાદોના પ્રદર્શન અને હરાજીમાં મુકાયો હતો. મોદીએ આ મોંઘો સુટ યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે પત્રકાર પરિષદ વખતે પહેરેલો .

સમગ્ર સુટ પર નરેદ્ર દામોદરદાસ મોદીનો મોનોગ્રામ પીન સ્ટ્રીપ કરેલો હતો. આટલો મોંઘો સુટ પહેરવાને લઇને મોદી દેશભરના મીડિયામાં ચર્ચાનું તો કયાંક ટીકાનું કેદ્ર બન્યા હતા.રાહુલ ગાંધીએ પણ તેમની રેલીમાં નરેદ્ર મોદી દ્વારા કથિત રીતે આ 10 લાખની કિંમતનો સુટ પહેરવાને લઇને તેમના પર નિશાન સાધ્યું હતું.

હકીકત તો એ છે કે આ સુટ એક NRI એ મોદીને એના પુત્રના લગ્ન પ્રસંગે મોદીને ભેટ આપેલ હતો અને દસ લાખનો પણ ન હતો.( વિગતો અહીં વાંચો)

મોદીના આ બહુ ચર્ચિત સુટ ખરીદવા માટે ઉદ્યોગકારોમાં હોડ જામી હતી .

છેલ્લા સમાચારો પ્રમાણે સુરતના હિરાના વેપારી અને ધરમાનંદન ડાયમંડ્સના માલિક હિતેશ લાલજીભાઈ પટેલે મોદીનો બંધ ગળાનો સુટ ૪.૩૧ કરોડમાં ખરીદ્યો છે.

હરાજી બંધ થઇ એ પછી રૂપિયા પાંચ કરોડની બોલી લગાવાઈ હતી પણ તે સાંજે હરાજીની ડેડલાઈન પાંચ વાગ્યા બાદ કરાઈ હતી એટલે માન્ય રખાઈ ન હતી.

આ લિલામમાં ઉપજેલી રકમ વડા પ્રધાનના સ્વચ્છ ગંગા મિશનમાં આપી દેવામાં આવશે.

વિગતે ચિત્રલેખા સમાચારોમાં (અહીં વાંચો)

શ્રી મોદીના આ બહુ ચર્ચિત સુટની હરાજીના સમાચારો વાંચી મને એક  અછાંદસ કાવ્ય સર્જનની પ્રેરણા થઇ જે નીચે પ્રસ્તુત છે !

આનું નામ ગુજરાતી ! – મોદી સુટ ની વાત

ગુજરાતી એટલે વેપારમાં પારંગત ,
મંગળ ગ્રહ પર પહેલી દુકાન,
એક દિન એક ગુજરાતીની જ હશે !

જુઓ શું થયું આ મોદી સુટનું,
મૂળ તો હજારોનો જ ભેટમાં મળેલ સુટ,
જાહેર કર્યો બજારમાં દસ લાખનો,
ચોરે ચૌટે વાતો ભલેને થઇ,
એક દિવસ પહેરી વટ પાડ્યો,
ધનિક દેશના નેતા ઓબામા પર,
કે છે તારી તાકાત આવો કિંમતી ,
સુટ પહેરવાની મિત્ર, બરાક !

ફક્ત થોડા કલાક પહેરાએલો,
મોદી નામધારી સુટ મુકાયો ,
સુરતમાં લીલામ ઉપર ,

અને તમે માનશો !

વેચાયો અ ધ ધ ધ ચાર કરોડ ૩૧ લાખમાં !
ખરીદનાર હતો એક હીરો ગુજરાતી !
હજારોનો મફતમાં મળેલો કોટ ,
હરાજીમાં વેચ્યો લગભગ પાંચ કરોડમાં !
આનું નામ કહેવાય ગુજરાતી !
વેપાર તો ગુજરાતીના બાપનો !

મોદી કોટની ઉપજેલ આ રકમથી ,
મેલી ગંગા ચોખ્ખી બનવાની છે !
તો આ છે ચર્ચાના ચાકડે ચડેલ ,
મોદીના કોટની કહાની ,
જેનો અંત સારો, એનું સૌ સારું !
ખાધું, પીધું ને રાજ કર્યું !

વિનોદ પટેલ, ..૨-૨૦-૨૦૧૫

8 responses to “( 658 ) આનું નામ ગુજરાતી ! – મોદી સુટની વાત … અછાંદસ …. વિનોદ પટેલ

  1. smdave1940 ફેબ્રુવારી 20, 2015 પર 4:28 પી એમ(PM)

    Modi can convert obstrctions into opportunity. He is the true nationalist.

    Like

  2. pravinshastri ફેબ્રુવારી 20, 2015 પર 4:34 પી એમ(PM)

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    વડિલ મિત્ર શ્રી વિનોદ ભાઈએ ગુજરાતી પ્રજાનું ગૌરવ વધાર્યુ. સુરતી હોવાને કારણે મારા સમૃધ્ધ સુરતીઓ માટે હું પણ ગૌરવ અનુભવું છું. તો વાંચો સુરતી – ગુજરાતી – ભારતીય ગૌરવ ગાથા વિનોદભાઈના શબ્દોમાં.

    Like

  3. pravinshastri ફેબ્રુવારી 20, 2015 પર 4:35 પી એમ(PM)

    વિનોદભાઈ આપની આ રચના રીબ્લોગ કરી છે.

    Like

  4. Dhanesh Bhavsar (Canada) ફેબ્રુવારી 20, 2015 પર 8:02 પી એમ(PM)

    विनोदभाईनी काव्य रचना घणी ज गमी. अभिनंदन. वविशेषमां, प्रधानमंत्रीश्रीअे महोंगो शूट पहेर्यो तेमां प्रजाना पैसा तो नहोता उपरांत अेनी नीलामी द्वारा ४.३१ करोड़ प्राप्त करी गंगा शुद्धिकरण माटे वापरवाना छे छतां टीकाकारोने तो विरोधी बादलमां ज राचवुं छे. बाक़ी मोदीजीअे आ साथे देशनुं गौरव ज वधार्युं छे.

    Like

  5. Atul Jani (Agantuk) ફેબ્રુવારી 21, 2015 પર 6:54 એ એમ (AM)

    સમય સમય બળવાન છે

    એક વખત ભાવનગરમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળેલી ભેટ સોગાદોની લીલામી યોજાઈ હતી તો કોઈ લેવાલ જ નહોતું નીકળ્યું નાક ન કપાય એટલે સરકારી બાબુઓને ફરજીયાત સાચી ખોટી રકમમાં હરાજી થઈ છે તેમ જણાવવા ફરમાન થયેલું.

    આપણાં દેશમાં વડાપ્રધાનશ્રી વાર તહેવાર અનેક મેળાવડાઓમાં અવનવા વસ્ત્રો પહેરીને પ્રસંગોને શોભાવતા હોય છે. તેમણે પહેરેલા બધા વસ્ત્રોની હરાજી કરવામાં આવે તો તો ગંગા શુદ્ધિકરણ માટે બજેટમાંથી કોઈ રકમ જ નહીં ફાળવવી પડે.

    ગંગા શુદ્ધિકરણ માટેના ફંડની સાથે સાથે ગંગા કેટલી શુદ્ધ થઈ અને ફરી પ્રદુષિત ન થાય તેને માટે કેવા પગલા વિચાર્યા છે તેની પણ વેબસાઈટ અને સમાચાર માધ્યમો દ્વારા માહિતિ મળતી રહે તો ખરેખર કેટલું કાર્ય થયું તેનો અંદાજ આવે.

    એક વાત તો પાક્કી કે ગુજરાતીને વેપારમાં કોઈ ન પહોંચે પછી તે મો.ક.ગાંધી હોય કે ન.દા.મોદી

    Like

  6. Atul Jani (Agantuk) ફેબ્રુવારી 21, 2015 પર 7:01 એ એમ (AM)

    રાહુલ ગાંધીની સુટ વીશેની સાચી ખોટી ટીકાથી સહુથી વધુ નુકશાન કોંગ્રેસને થયું (શુન્ય બેઠક), સહુથી વધુ ફાયદો આપને થયો, સહુથી વધુ સબક ભાજપને શીખવા મળ્યો ( ૩૨માંથી ૩ બેઠક)

    દિલ્હિવાસીઓએ રાજકારણીઓનું બરાબર નાક દબાવ્યું હવે જોઈએ કે બજેટમાં કેવુંક મ્હોં ખુલે છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.