Daily Archives: ફેબ્રુવારી 21, 2015
૨૧મી ફેબ્રુઆરી -એટલે આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન .
વર્ષ 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરી વિશ્વભરમાં
માતૃભાષા દિન તરીકે ઊજવાય છે.
માતૃભાષા દિનની વાચન પ્રસાદી
કાવ્ય ત્રિવેણી
‘વિશ્વ માતૃભાષા’ ના દિવસે ગુજરાતી ભાષાનું ગૌરવ કરાવતી ત્રણ કવિઓની આ સુંદર રચનાઓને માણીએ.
વિશ્વ માંગલ્ય ધાત્રી
જે જન્મતા આશિષ હેમચંદ્રની
પામી, વિરાગી જિનસાધુઓએ
જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,
રસપ્રભા ભાલણથી લહી જે
નાચી અભંગે નરસિંહ – મીરાં
અખા તણે નાદ ચડી ઉમંગે
આયુષ્યમતી લાડલી પ્રેમભટ્ટની
દ્ઢાય ગોવર્ધનથી બની જે,
અર્ચેલ કાન્તે, દલપતપુત્રે
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા
ગાંધીમુખે વિશ્વ માંગલ્ય ધાત્રી.
– ઉમાશંકર જોષી
માતૃભાષા
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી
બા ત્યારે સહેજ હસેલી
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી
બા નવી નવી ડિશ શીખવા કૂકિંગ ક્લાસમાં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું
મને મારી ભાષા ગમે છે
કારણ મને મારી બા ગમે છે.
– વિપિન પરીખ
મારી ભાષા તું ગુજરાતી
પ્રભાતિયા જેવી પુનિત મારી ભાષા તું ગુજરાતી
વિશ્વ માતૃભાષા દિને હૈયે ચાહ ઘણી ઊભરાતી
‘નાગદમણ’નો આદિ કવિ, છે મારો એ નરસૈંયો
ટેક ધારી ધન્ય પ્રેમાનંદ, શતવંદની ગુજરાતી છૈયો
ખૂલ્યાં ભાગ્યને મળ્યા રે નર્મદ દલપત અર્વાચીને
ને મલકાણી ભાષા ગુજરાતી હસતી રમતી દિલે
સાક્ષર વિરલા લઈને હાલી રૂડી ગુર્જરી વણઝાર
ગાંધી આધુનિક યુગથી મ્હેંકી શોભે સાહિત્યની ધાર
અરબી ફારસી ને મોગલ સહ, અંગ્રેજી મરાઠી બંગ વાઘા
ગુર્જર ભાષાએ ઝીલ્યા ભાઈ વિશ્ર્વતણા શબ્દ ખજાના
ફ્રેબુઆરી એકવીસમો દિન વિશ્ર્વ માતૃભાષાનો ગરવો
ગુર્જર લોકસાહિત્ય સાગર તીરે માણું હું રે જલવો.
– રમેશ પટેલ (આકાશદીપ)
(સૌજન્ય-સાધના સાપ્તાહિક )
આપણી માતૃભાષા ગુજરાતીનો ઉદભવ અને વિકાસ
–આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન તરીકે 21મી ફેબ્રુઆરી જ શા માટે ?
—ભાષાની મમતના ઝનૂન અને જાનફેસાનીની દાસ્તાન
—આપણી માતૃભાષા ગુજરાતીનો ઉદ્ભવ અને વિકાસ
—મધ્યકાલીન ગુજરાતી
—અર્વાચીન ગુજરાતી
—ગુજરાતી જ નહીં અનેક ભાષાઓ લુપ્ત થઈ રહી છે…ભાષાને બચાવવા શું કરવું જોઈએ
—-ગુજરાતી : સિદ્ધહેમના દુહાઓથી આધુનિક યુગ સુધી
—શું કહે છે સર્જકો અને સમાજશ્રેષ્ઠીઓ માતૃભાષા વિશે …..
આ બધી અગત્યની માહિતી વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી સાધના સાપ્તાહિકના બ્લોગ ઉપર પહોંચી જાઓ.

માતૃભાષા ગુજરાતી વિષે બ્લોગ વેબ ગુર્જરીમાં પ્રકાશિત ત્રણ વાંચવા અને વિચારવા જેવા લેખો જરૂર વાંચશો.

ગીત ગુર્જરી.. કેપ્ટન નરેન્દ્ર
માતૃભાષા દિનના આજના પ્રસંગે મારા સહૃદયી મિત્ર શ્રી નરેન્દ્રભાઈએ એમના બ્લોગ જીપ્સીની ડાયરી માં કેટલાક ગુજરાતી ગીતોનો જે સંચય રજુ કર્યો છે એ માણવાની વાચકોને ખાસ ભલામણ છે .
આ જ સામગ્રી ‘વેબ ગુર્જરી’માં રજુ કરવામાં આવી હતી, જે વાંચવા – સાંભળવા નીચે આપેલ લિંક પર ‘ક્લિક’ કરવા વિનંતી.
જાણીતા કાર્ટુનિસ્ટ મિત્ર શ્રી મહેન્દ્રભાઈ શાહનાં આજની પોસ્ટમાં પ્રસ્તુત શ્રી નરેન્દ્ર મોદી ઉપરનાં ત્રણ કાર્ટુનો તમને જરૂર ગમશે.
હવે જુઓ, શ્રી મહેન્દ્રભાઈ એ સુટ વિષે આ બે કાર્ટુનોમાં શું કહે છે !


મોદી-ઓબામા-ચાય પે ચર્ચા !

સૌજન્ય- શ્રી મહેન્દ્ર શાહના ફેસબુક પેજ પરથી સાભાર
વાચકોના પ્રતિભાવ