Daily Archives: ફેબ્રુવારી 25, 2015
સુપર સ્ટાર પદ્મ વિભૂષણ અમિતાભ બચ્ચનના પિતા અને હિન્દી સાહિત્યમાં
“મધુશાલા” જેવી અમર કૃતિઓથી ખુબ જાણીતા કવી હરિવંશરાય બચ્ચન–
कभी हार नहीं होती। નેટ ભ્રમણમાં મારા વાંચવામાં આવી જે મને ખુબ ગમી .
આ કવિતા ખુબ જ પ્રેરક હોઈ વાચકોના આસ્વાદ માટે મૂળ હિન્દી કાવ્ય અને
એનો મારો ગુજરાતીમાં કરેલ અનુવાદ આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે .
પ્રથમ ,કવી હરિવંશરાય બચ્ચનની મૂળ હિન્દી કવિતા આ છે.
कोशिश करने वालों की कभी हार नहीं होती।
लहरों से डर कर नौका पार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।
नन्हीं चींटी जब दाना लेकर चलती है,
चढ़ती दीवारों पर, सौ बार फिसलती है।
मन का विश्वास रगों में साहस भरता है,
चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है।
आख़िर उसकी मेहनत बेकार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।
डुबकियां सिंधु में गोताखोर लगाता है,
जा जा कर खाली हाथ लौटकर आता है।
मिलते नहीं सहज ही मोती गहरे पानी में,
बढ़ता दुगना उत्साह इसी हैरानी में।
मुट्ठी उसकी खाली हर बार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।
असफलता एक चुनौती है, इसे स्वीकार करो,
क्या कमी रह गई, देखो और सुधार करो।
जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम,
संघर्ष का मैदान छोड़ कर मत भागो तुम।
कुछ किये बिना ही जय जय कार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।
—हरिवंशराय बच्चन
આ કાવ્યનો મારો ગુજરાતમાં કરેલ અનુવાદ આ છે :
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી
મોજાંઓથી ડરનારાઓની નૌકા પાર થતી નથી ,
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.
મુખમાં દાણો પકડી એક કીડી જ્યારે ચાલે છે,
દીવાલ ઉપર ચઢતાં સો વાર પડી જાય છે,
સફળ થવાનો એના મનનો અડગ વિશ્વાસ,
એની નસોને સાહસ કરવા પ્રેરતો હોય છે ,
ચઢવાનું કે પડવાનું એને અસર કરતું નથી,
કીડીની એ મહેનત અંતે બેકાર જતી નથી,
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.
મરજીવો સમુદ્રમાં મોતી લેવા ડૂબકીઓ મારે છે,
અંદર જઈ જઈને ખાલી હાથે પાછો આવે છે,
ઊંડા પાણીમાં મોતી મળવાં કંઈ સહેલાં નથી,
ઉત્સાહ બેવડાય છે મરજીવાનો મુશીબતોથી ,
હર વખત કઇ એની મુઠ્ઠી ખાલી નથી રહેતી,
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.
અસફળતા એક પડકાર છે એનો સ્વીકાર કરો,
ખામીઓ રહી હોય એ જોઇને એમાં સુધાર કરો,
સફળતા ના મળે ત્યાં લગી ઊંઘ કે ચેન છોડો ,
સંઘર્ષનું મેદાન છોડી તમે કદી ના ભાગો ,
પ્રયત્ન વિના જય જયકાર કોઈનો થતો નથી,
કોશિશ કરનારાઓની કદાપી હાર થતી નથી.
-કવી હરિવંશરાય બચ્ચન … અનુવાદ- વિનોદ પટેલ
કવી હરિવંશરાયની આ પ્રેરક હિન્દી કવિતા એમના પુત્ર અમિતાભ બચ્ચનના મુખે આ વિડીયોમાં માણો.
Inspirational Video | PERSEVERE -Koshish Karne Walo Ki Haar Nahi Hoti- Amitabh Bachchan
હરિવંશરાય બચ્ચનની આ હિન્દી કવિતાએ આપણા આદ્ય કવી દલપતરામની બહુ જાણીતી કવિતા “કરતાં જાળ કરોળિયો” ની યાદ તાજી કરાવી દીધી . એમની કવિતા પણ અહીં પ્રસ્તુત છે.
કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય
મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.
એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર
હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર
ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…
એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.
અનુવાદ, કાવ્ય/ગઝલ, મારા લેખો વાર્તાઓ કાવ્યો, વિડીયો, વિનોદ પટેલ, વિશેષ વ્યક્તિ, સંકલન પ્રેરણા, વિડીયો, સંકલન, હરિવંશ રાય બચ્ચન, હિન્દી કાવ્ય અનુવાદ
વાચકોના પ્રતિભાવ